circle in Gujarati Drama by sameer sarvaiya books and stories PDF | સર્કલ

Featured Books
  • Age Doesn't Matter in Love - 16

    अभिमान अपने सिर के पीछे हाथ फेरते हुए, हल्की सी झुंझलाहट में...

  • खून की किताब

    🩸 असली Chapter 1: “प्रशांत की मुस्कान”स्थान: कोटा, राजस्थानक...

  • Eclipsed Love - 12

    आशीर्वाद अनाथालय धुंधली शाम का वक्त था। आसमान में सूरज अपने...

  • मिट्टी का दीया

    राजस्थान के एक छोटे से कस्बे में, सूरज नाम का लड़का रहता था।...

  • कॉलेज की वो पहली बारिश

    "कॉलेज की वो पहली बारिश"लेखक: Abhay marbate > "कुछ यादें कित...

Categories
Share

સર્કલ

સર્કલ-૧

કંઇક અદભુત ઝાકમઝાળ હતી એ દિવસે પેલા વિરાન મેદાનમાં.આંખો આંજી દે તેવી ઝળહળતી રોશની અને લાઉડ-સ્પીકર માં વાગતા બોલીવુડ ગીતો આવતા જતા રાહગીરો નુ ધ્યાન ખેંચવા માટે પુરતા હતા.

મિહિર એ ગિયર શિફ્ટ કરી કાર સાઈડમા કરી.લાંબી મુસાફરી ના કારણે ઘેરાતી જતી આંખો આગળ સફર કરવાની મંજુરી આપતી ન હતી.થોડી પળો એમ જ શુન્યવકાશ માં ગાળી તે બહાર નીકળ્યો.આથમતા સુરજ સાથે ઘટતા જતા અંજવળા સાથે તેનુ મન કઇંક વધુ વિચલિત થઇ રહ્યુ હતુ.આમ તો આ જગ્યાથી ઘણો ખરો વાકેફ હતો મિહિર.પણ હા હવે શહેર તરફ જતો કાચો રસ્તો હવે 4-Len Express way બન્યો હતો અને કોર્નર વાળી કીટલી હવે કેફેટેરીઆમાં ફેરવાઈ ગઈ હતી. મિહિર ભુતકાળમાં સરી પડે તે પહેલાં જ દૂર થી આવતા પેલા ઘોંઘાટે તેને વર્તમાન માં જ પકડી પાડ્યો.ધીમા ડગલે આગળ વધી તે પેલા ઓપન કેફે આગળ પહોંચ્યો.

એકાદ-બે છોડી બાકીનાં બધા ટેબલ ખાલી હતા તેમ છતા તેણે કોર્નર ની બેઠક પસંદ કરી. તે નહતો ઇચ્છતો કે કોઇ તેને અહીં ઓળખે.

‘ સર, ઓર્ડર પ્લીઝ! ‘ એક આધેડ વય ની વ્યક્તિ એ આવી ને પૂછ્યુ.

‘ વન સ્પેશીયલ ટી એન્ડ અ ગ્લાસ ઓફ વોટર’

‘ શ્યોર સર ‘

એક કપ ચા તેની સ્વસ્થતા પાછી લાવવા પૂરતી હતી.તે બીલ ચૂકવવા કાઉન્ટર પાસે પહોંચ્યો ત્યાં તેની નજર પાછળની દિવાલ પર લટ્કાવેલા ફોટા પર પડી.સુખડ નો હાર એ વાતની સાક્ષી પુરાવતો હતો કે ‘ ચા વાળા જયંતીકાકા ‘ હવે હયાત ન હતા. જૂની યાદોં ના વાદળો ફરી ઘેરાવા લાગ્યા. બીલ ચૂકવવા કાઢેલ પર્સ ફરી પાછુ ખીસામા સેરવી, વધુ એક ચા નો ઓર્ડર આપી, ફરી એ જ જગ્યા એ ગોઠવાયો.ફ્લેશબેક માં જવા માટે હવે પૂરતો સમય હતો તેની પાસે.

*******

આઠ વર્ષ પહેલા નો એ દિવસ! ડગમગતું ટેબલ અને ઉપર વરાળ કાઢતી ચાર ચા ની પ્યાલીઓ અને ફરતા ગોઠવાયેલા ચાર મિત્રોં. ગજગજ ફુલેલી છાતી અને અવાજ નો ઉમળકો જોઇ છોકરાઓ જરૂર કોઇ મોટુ તીર મારીને આવ્યા હોવા જોઇએ તેમ વિચારીને જયંતીકાકાએ પૂછ્યુ “ અલા કોઇ કપ જીતી લાયા કે શું? ’’

“ ઇંટરસ્ટેટ ચેમ્પીયનશીપ ની ફાઇનલ ૧૨૦ રનથી જીતી લાવ્યા છીએ કાકા’’ મિહિર બોલ્યો.

“ વાહ રે! તો આગળ હવે?’’

“ આવતા મહિને થનારા રણજીટ્રોફી સીલેક્શનનુ ફોર્મ ભર્યુ છે. એટલે કાલથી તૈયારીઓ શરૂ.’’

“ પણ ત્યારે તો રેલ્વેની પરીક્ષાઓ પણ શરૂ થાય છે ને? આજે જ છાપામાં વાંચ્યુ મે.’’ કહેતા કાકા ટેબલ પાસે આવ્યા.

“ અરે ના હોય કાકા! હજુ તો ત્રણ-એક મહીના ની વાર છે એને.અને આમ પણ મને કંઇ ખાસ રસ નથી તેમા. આ તો પપ્પા એ પરાણે ફોર્મ ભરાવ્યુ એટલે ભરેલુ.’’

“ હા પણ બેટા, આવનારી વિધાનસભા ચુંટણી ના કારણે તારીખ આગળ લીધી છે.આ તો તમને જાણ કરી.’’

********

આથમતા દિવસ સાથે મિહિરની ચિંતા સતત વધતી જતી હતી. મિહિર ને ખ્યાલ હતો કે ગમે ત્યારે પપ્પા ઘરે આવી પહોંચશે.તેમને આ બદલાયેલ પરીક્ષા ના કાર્યક્રમની જાણ હશે જ. મનમા સતત શબ્દો ગોઠવતો રહ્યો કે કઇ રીતે તેમને સમજાવવા.એ દરમ્યાન વારંવાર તેની સામે તેમનો આશાસ્પદ ચહેરો સામે આવતો કે જ્યારે તેમણે સાથે બેસાડી ને ફોર્મ ભરાવ્યુ હતુ. તેમના retirement પહેલા મિહિર સારી નોકરી મેળવી લે તેવી તેમની અદમ્ય ઇચ્છા હતી. છેલ્લા પાત્રીસ વર્ષથી ચાલતા તેમના અથાગ પરિશ્રમ નો અંત તેમને મિહિરમા દેખાતો હતો. તેમની આ મહત્વકાંક્ષા સામે મિહિર ક્યારેય પોતાની લાગણીઓ વ્યક્ત નહોતો કરી શક્યો. ડોર-બેલ રણકતા ની સાથે જ તેના ધબકારા વધી ગયા. અનાયાસે જ તેની નજર ઘડીયાળ પર પડી અને ખાતરી થઈ કે પિતાજી નુ આગમન થઈ ચુક્યુ છે.

********

“......મિહિર......એ મિહિર.....જરા નીચે આવતો તારા પપ્પા ને કઈંક કામ છે તારુ! ’’ મમ્મી નો સાદ સંભળાયો.

“ બેસ અહીંયા! ’’ કહી છાપુ બાજુએ મુક્યુ.

મિહિરે જગા લઈને પપ્પાનો ચહેરો વાંચી ને તેમનો મિજાજ પારખવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો.

“ કાલથી તારે રેલ્વેના ક્લાસ શરુ કરવાના છે. એકેડમીમાં હું બધી વાત કરી ને આયો છુ. કાલથી લઈ પરીક્ષા સુધી સવારે 9:00 થી સાંજ ના 5:૦૦. તારી બાકી બધી પ્રવૃતીઓ હવે બંધ કરી દે જે.વધુ સમય નથી હવે તૈયારીઓ માટે.”

ચર્ચા નો કોઇ અવકાશ જ નહતો.ફરમાન આવી ચૂક્યુ હતુ.છાપુ ફરી તેમના હાથમા હતુ.મિહિર એક પણ શબ્દ બોલ્યા વિના ઉપર આવી ગયો.

********

(વાત થોડી લાંબી છે માટે બે ભાગમાં વર્ણવુ છુ.ભાગ-૨ ટુંક જ સમય મા લાવી રહયો છુ.- સમીર સરવૈયા

ઈન્ટાગ્રામ:- sam_sarvaiya

વ્હોટ્સેપ્: 7802880408. )