The Author Keyur Pansara Follow Current Read અપરાધ ભાગ-૧ By Keyur Pansara Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books Chasing butterflies …….8 Chasing butterflies ……. (A spicy hot romantic and suspense t... Mundhira - Chapter 1 This world is a dangerous place, kid. There are creatures ou... Princess Of varunaprastha - 12 Like a servant, Chitraketu joined his two hands and said, "A... The Stranger Who Knew My Name The Stranger Who Knew My NameThe rain-slicked streets of the... SWOT Analysis Bollywood way IMTB In life we want to do everything in balance, but how we dono... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Keyur Pansara in Gujarati Horror Stories Total Episodes : 15 Share અપરાધ ભાગ-૧ (90.9k) 8.2k 9.7k 17 નિકુલ અત્યારે પોતાની આલીશાન ઓફિસ માં વિચારોમાં ખોવાઈને બેઠો હતો.એરકન્ડીશનર ની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો સ્પષ્ટ દેખાતો હતો.જમણા હાથમાં રહેલી સિગરેટ પણ ઘણા સમયથી કસ ના ખેંચવાના લીધે લગભગ બુઝાઈ ગઈ હતી.છેલ્લા બે-ત્રણ દિવસની ઉંઘ ના થવાને કારણે તેની આંખો બળતી હતી. તે પશા ભરવાડે કરેલી વાત વિશે વિચાર કરી રહ્યો હતો આમ તો તે અંધ-શ્રદ્ધા માં જરાય વિશ્વાસ નહોતો કરતો પરંતુ છેલ્લા પાંચ દિવસમાં બનેલી ઘટનાથી તે પણ અંધ-શ્રદ્ધા વિશે વિચારવા મજબૂર બન્યો હતો. ઓફીસનો દરવાજો ખુલતા તેની તંદ્રા તૂટી.આવનાર વ્યક્તિ તેનો ભાઈ અવિનાશ હતો."પછી શું વિચાર્યું તે એના વિશે??"અવિનાશે પૂછ્યું."મને તો કંઈજ સમજાતું નથી!"નિકુલે જવાબ આપ્યો.અવિનાશે ટેબલ પર પડેલા સિગારેટના પાકીટમાંથી એક સિગરેટ કાઢીને સળગાવી અને તેના લાંબા કસ ખેંચવા લાગ્યો. "મોટાભાઈએ શુ કહ્યું?"અવિનાશ મૌન તોડતા બોલ્યો.તેઓ વિરલને મોટાભાઈ કહીને જ બોલાવતા."મને તો કંઈજ સમજાતું નથી,પણ જલ્દીથી આનું કંઈક નિરાકરણ લાવો.એવું કહ્યું"નિકુલે કહ્યું. "મને તો લાગે છે કે હવે મોત જ આનો ઉપાય છે."અવિનાશ નિરાશ થતા બોલ્યો."અરે,આવું કેમ બોલો છો ભાઈ કંઈક નિરાકરણ તો આવશે જ. પણ તમે આવા વિચાર ના કરો.સૌ સારવાના થશે." વિરલ, અવિનાશ અને નિકુલ ત્રણેય ભાઈ હતા અને સારા એવા ઉદ્યોગકારો હતા.તેઓને બે કાપડમિલ હતી,અવિનાશનું સારું એવું મિત્ર -મંડળ હતું અને તે કન્સ્ટ્રક્શનના મોટા પ્રોજેકટમાં તે સારું એવું રોકાણ કરતો અને સારા એવા રૂપિયા પણ કમાતો હતો.નિકુલ ત્રણેય ભાઈમાં સૌથી વધુ ભણેલ હતો અને તેનું મગજ શેર-બજારમાં સારું એવું ચાલતું હતું મોટા ભાગનો સમય તે તેમાં જ પસાર કરતો હતો.જ્યારે વિરલ કાપડની મિલ સંભાડતો હતો. ત્રણેય ભાઈઓ જ્યારે ફ્રી હોય ત્યારે મિલની ઓફિસમાં જ સમય પસાર કરતા.આ ત્રણેય ભાઈઓ માટે પોતાની અલગ-અલગ ઓફીસ મિલમાં હતી.અને શરાબના ઘૂંટડા ભરતા-ભરતા સુખદુઃખ ની વાતો કરતા. શહેરના પોશ વિસ્તારમાં તેમનો આલીશાન બંગલો હતો.પાંચ ફોરવહીલર હતી.ઘરમાં નોકર-ચાકરની પણ ભરમાર હતી.સંતાનમાં વીરલને બે દીકરી, અવિનાશને દીકરો દીકરી અને નિકુલને એક દીકરો હતા.ત્રણેય ભાઈમાં સારો એવો સંપ હતો.તેમના માતા-પિતાના નિધન બાદ તેઓએ પોતાનું જૂનું ઘર પાડીને આ બંગલો બનાવ્યો હતો.વિરલ ના લગ્ન અનિતા સાથે થયા હતા.અનિતા મધ્યમ પરિવારની દીકરી હતી.અવિનાશ ના લગ્ન તેમના પિતાના મિત્રની પુત્રી વિલાસ સાથે થયા હતા અને નિકુલ કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતી અનેરી સાથે પ્રેમ-લગ્ન કર્યા હતા. તેઓને હતું કે નિકુલના લગ્નબાદ કદાચ ત્રણેય ભાઈઓ સાથે રહી નહીં શકે.પરંતુ ત્રણેય પુત્રવધૂઓ સગી બહેનોની જેમ રહેતી હતી આમ ત્રણેય ભાઈઓ રાજીખુશીથી સાથે મળીને રહેતા હતા. વિરલ, અવિનાશ અને નિકુલના કારોબાર સારા એવા જામ્યા હતા અને શહેરમાં પણ તેઓનું સારું એવું નામ હતું.ત્રણેય ભાઈઓ પ્રમાણિક અને નીતિ-નિયમોમાં માનનારા હતા.અત્યારસુધી તેઓએ કોઈ પણ સાથે ક્યારેય પણ અન્યાય કર્યો નહોતો.તેમની કાપડ મિલમાં આવનારા દરેક કર્મચારીઓ સાથે તેઓ હંમેશા સભ્યતાથી જ વર્તતા હતા. સામે તેમના કર્મચારીઓ પણ તેમની કંપની પ્રત્યે વફાદાર હતા. આ ઘરની પુત્રવધુઓ પણ તેમના પતિઓની જેમ સારા વર્તણુક વાળી હતી.ઘરમાં કામ કરતા નોકર-ચાકર પ્રત્યે તેઓ ક્યારેય પણ ખરાબ વર્તન આજ દિવસ સુધી નહોતું કર્યું. એક દિવસ સવારના ત્રણ વાગ્યે અચાનક અવિનાશે એક ચીસ પાડી.તેની આ ચીસ સાંભળીને વિલાસ જાગી ગઈ અને ફટાફટ રૂમની લાઈટો ચાલુ કરી ત્યાં અવિનાશે એક બીજી ખતરનાક ચીસ પાડી.વિલાસ તો એકદમ ડરી ગઈ અને અવિનાશની નજીક ગઈ તે ખુબજ ડરી ગઈ હતી.તેને સમજાતું ન હતું કે શુ કરવું. તેમના બેડરૂમના દરવાજા પર ટકોરા પડવા લાગ્યા.વિલાસ ઉભી થઇ અને દરવાજો ઉધડયો. (ક્રમશઃ) › Next Chapter અપરાધ ભાગ-૨ Download Our App