irfan juneja ni kavitao (sangrah-15) in Gujarati Poems by Irfan Juneja books and stories PDF | ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૫)

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૫)

મનનાં ઉંબરે

દિવસો વેડફાય છે,
જીવન પસાર થાય છે,
તારી યાદમાં પ્રિયે,
ન જાણે શું-શું થાય છે..

તું છે બહુ દૂર,
હું ચાહું છું તું આવે,
તારી સાથે આપણી,
પ્રીતની સોગાદ લાવે..

તને બનાવવા મારી,
હવે મન મારુ છલકાય છે,
માની જા ને પ્રિયે,
હવે મારુ દલડું ઘવાય છે..

નીકળી જશે સમય,
ને રહી જશે આશા,
પ્રિયે તું જો નહીં આવે,
તો જીવન બની જશે નિરાશા..

મારા વ્યક્તિત્વથી નહીં,
તો મારા શબ્દોથી સહી,
પ્રિયે તું આવી જા હવે,
આ માસુમ દિલના દ્વારે..

ઉમ્મીદ મારી કાયમ છે,
વિશ્વાસ મારો અતુટ છે,
પ્રિયે તારા પ્રેમમાં,
મારુ મન હવે પાગલ છે..

પ્રશ્ન હ્રદયનો

હું નથી બોલી શકતો મારા મનમાં શું છે?
હું નથી દર્શાવી શકતો મારા હૈયાંમાં શું છે?
તું જ એકવાર આવીને સમજી લે એ આખરે શું છે?
રહી ગયું જો એ મનમાં તો એનો મતલબ શું છે?

કરીશ હું બનતાં પ્રયત્નો એમાં ખોટું શું છે?
તું પણ ક્યારેક સમજી લેજે મારી ભાવના એમાં વાંધો શું છે?
સમય એ મળાવ્યાં છે આપણને એમાં એની ભૂલ શું છે?
ઉંમરના ભેદભાવ વગર કરું છું હું પ્રીત એમાં ગુનો શું છે?

નથી જોઈતું આ સંબંધનું કોઈ નામ એમાં દુઃખ શું છે?
જુદા રહીને પણ ચાહીશુ એકબીજાને એમાં સંકોચ શું છે?
તારા શબ્દો સ્પર્શે છે હૃદયને એમાં વાંક શું છે?
હું પણ લખું તારા માટે એમાં ભૂલ શું છે?

ખુશીઓ આપીએ એકબીજાને એમાં ખેદ શું છે?
દુઃખ વહેંચીએ એકબીજાનાં એમાં વાંધો શું છે?
બાકી જીવન સુંદર બનાવીએ એમાં ભૂલ શું છે?
પ્રેમ કરીએ એકબીજાને એમાં શરમ શું છે?

અનફિટ

શરીરમાં એક સુસ્તિ આવી ગઈ,
બધા જ કામોમાં આળસ આવી ગઈ,

નથી થતું મન ક્યાંય જવાનું હવે,
ન જાણે ક્યાંથી આવી ઉપાધિ આવી ગઈ,

મિત્રોના સંપર્ક પણ તૂટવા લાગ્યા,
ચારે કોર એકલતા ફેલાવવા લાગી ગઈ,

વહેલાં ઉઠવાના દિવસો ખોવાયા,
આખી આખી રાત જાગવાની આદત લાગી ગઈ,

ઘરનાં ટાંપાટૈયા બોજ લાગવા લાગ્યા,
શરીરને હવે આરામની આદત લાગી ગઈ,

નીરસ બની ગયું મારુ આ જીવન,
ન જાણે આખરે કોની નજર લાગી ગઈ,

વજન એકાએક વધવા માંડ્યું,
જિમ જવાની વાત જ વિસરાઈ ગઈ,

યુ.એસ. ના પ્રોજેક્ટમાં કામ કરતાં કરતાં,
હવે નાઈટ શિફ્ટની આદત લાગી ગઈ,

ગામડે ચાલતાં હતાં રોજ પગપાળે,
શહેરમાં વ્હીકલની આદત લાગી ગઈ,

ક્રિકેટ, ફૂટબોલ ને વોલિબૉલ છોડી,
પબજી, કેન્ડીક્રશ ને ડ્રીમ-ઇલેવનની આદત લાગી ગઈ,

મોટા થઇ ગયા જીવનમાં આજે,
સમજદારી જ લોકોથી ધીરે ધીરે દૂર કરાવી ગઈ,

પાછા જોઈએ છે મારા સ્ટ્રગલના દિવસો,
આ ઉપલબ્ધી મને અનફિટ બનાવી ગઈ,

ઈરફાન તારી આ કવિતા આજે,
તારા મનની વેદનાને પ્રગટાવી ગઈ..

મનોભાવ

સપનાઓ જોતાં જોતાં મોટા થયા,
ને એ બાળપણ પાછળ છૂટી ગયું,

મમ્મી પપ્પા એ લાડ લડાવીને મોટા કર્યા,
ને આજે એ લાડ પણ ખોવાઈ ગયું,

મનમાં હતી એક આંધી કંઇક કરી ગુજરવાની,
ને એ આંધીમાં જ મારુ જીવન ખોવાઈ ગયું,

સમય સાથે સોદો કરીને પૈસા કમાવવા નીકળ્યો,
ને આજે મારુ સુખ જ ક્યાંક ખોવાઈ ગયું,

નહોતી જરાયે તકલીફ જીવનમાં,
ને મોટા થવાની લાલસામાં મુશ્કેલીનું પોટલું બંધાઈ ગયું,

નથી દેખાતો બહાર નીકળવાનો રસ્તો હવે,
ને આખું જીવન એક ભૂલમાં હણાઈ ગયું,

મારા મનની વેરી બની મારી જ બુદ્ધિ,
ને આજે હૈયે અંતરમન યુદ્ધ ખેલાઈ ગયું,

થશે બધું સારું એક'દી ઈરફાન,
આજે દલડું મને કંઇક એવું જ સમજાવી ગયું..

મનઉકાળો

મળ્યા જીવનમાં મિત્રો અઢળક,
પણ ન વહેંચી શક્યો હું દુઃખ કોઈથી,

એકલો અટૂલો વિચારોમાં ખોવાયેલો,
ન કરી શક્યો હૈયાંની વાત કોઈથી,

શોધે છે મન હવે એક એવો રસ્તો,
જ્યાં ઠાલવી શકું મનનો ભાર કોક'દી,

આઝાદ થવું છે આ જંજાળ માંથી,
ને આવી ચડે છે જવાબદારીઓ સામેથી,

કરી લઉ જો સંકલ્પ ખુશ રહેવાનો,
દુઃખો વહેવા લાગે ન જાણે ક્યાંથી,

પરિસ્થિતિનો શિકાર વારંવાર થાઉં,
રૂપિયો ન ટકે મારા હાથમાં કોઈ'દી,

હસ્તરેખાઓ બતાવું ઘણાં જ્યોતિષને,
તો'ય સાલું ઉકેલ ન મળે કોઈ'દી,

વાંચક મિત્રો તમે જ કહો શું કરે ઈરફાન,
આનો હવે મળશે રસ્તો કોઈથી?