Modern being in Gujarati Magazine by Maharshi Trivedi books and stories PDF | આધુનિક માનવી

Featured Books
  • नेहरू फाइल्स - भूल-59

    [ 5. आंतरिक सुरक्षा ] भूल-59 असम में समस्याओं को बढ़ाना पूर्व...

  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

Categories
Share

આધુનિક માનવી

આજ ના આ આધુનિક યુગની વાત કરવામા આવે તો સમય એક મોટો મુદ્દો બની રહ્યો છે કારણ કે આજના આ યુગની વાત કરીએ  તો લાગણી નામ નો શબ્દ દિવસેને દિવસે લુપ્ત થાતો હોય તેવું લાગે છે એ પછી મા દીકરા ની લાગણી હોય કે પછી દીકરી અને પિતા ની લાગણી આજના આ યુગમાં બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે.

આજથી ૧૦ વર્ષ પહેલાની વાત કરીએ તો આ આધુનિક યુગની અસર ધીમે-ધીમે ભારતમાં આગળ વધીી રહી પણ ત્યારે કોઈને એ ખબર ન હતી કે આ આધુનિક યુગ આવનારા પાંચ વર્ષ કે પછી દસ વર્ષમાં આ દુનિયાનો આખો નકશો બદલી નાખશે જેમાં કોઈને કોઈ માટેનો સમય કાઢવો ખુબ જ મુશ્કેલ બની જશે આજનો માનવી ની વાત કરવામાં આવે તો  તે સંપૂર્ણ પણ સ્વાર્થી અને મતલબી બની ગયો છે.

પહેલાની એક કહેવત હતી કે ભેગા થઈને જીવશું અને આજે એ જ કહેવત બદલાઈ ને એવી બની ગઈ કે ભેગા કરીને જીવશું આજે માણસ સાથે રહી આગળ વધવાના બદલે પોતેે પોતાનો સ્વાર્થ જોય નેેે આગળ વધી રહ્યો છે પછી ભલેને બીજાનો નુકસાન હોય પણ તે પોતે પોતાનું સાચવી અને આગળ વધી જાય છે.

માનું છું કે આ વસ્તુ અમુક અંશે હોવી પણ જોઈ પણ સાવ એટલી પણ નહીં કે માણસ પોતાની માણસાઈનું ભાન ભૂલી જાય અને સંપૂર્ણપણે સ્વાર્થી અને મતલબી બની જાય ઘણા લોકો નું માનવું એવું છે કે આ બધીી વસ્તુ વાર્તામાં શક્ય છે નહીંં કે સાચા જીવનમાં પણ મારે ખાલી એટલું જ પૂછવુંં છે કે શું પુસ્તકમાં લખેલી વાર્તા હર હંમેશ વાર્તા હોય છે તો પછી તેના અંતમાં શીખ શા માટે લખવામાં આવે છે.

આજના આધુનિક યુગની  વાત કરવામાં આવે તો આજનો માનવી જ્યારે બારેે થી ઘરે આવે છે ત્યારે તે પોતાની વાત  અને સમય તેના પરિવારજનો  કે પછી મિત્ર કરતાં પણ વધુ  મોબાઈલ ની પાછળ કેમ વાપરે છે માનું છું કે બધાને પોતાના જીવન જીવવાનો હક છે તો શું કુટુંબ કે પછી મિત્ર થી પણ વધુ મોબાઈલ ફોન ધરાવે છે.

કહેવાય છે કે આજના યુગમાં માતા-પિતાા બંને નોકરિયાત હોય છે ત્યારે તેઓનો વધુ સમય તે લોકો તેમની નોકરી પાછળ આપી દેતા હોય છે અને જ્યારે તેમના સંતાનની વાત કરવામાંં આવે તે લોકો તેમના સંતાનને મોબાઈલ ફોન ખરીદી આપતા હોય છે જેના કારણે તેમનું સંતાન મોબાઇલ ફોન મા વ્યસ્ત રહે અને માતા-પિતાને કોઈ તકલીફ નો સામનો પણ ના કરવો પડે કહેવાય છે કે આધુનિક યુગ માં  મોબાઈલ ફોન  તે એક  બેબી  સીટર  નું કામ કરે છે જેના કારણે દિવસ રાત દરમિયાન બાળક મોબાઈલ માં એટલો વ્યસ્ત થઈ જાય છે  કે  અમુક સમય પછી  તે પણ  તેના માતા-પિતાની જેવો  સ્વાર્થી અને  મતલબી થઈ જાતો હોય છે.

એક કહેવત છે કે જેવા સાથે તેવા આજે ખરા અર્થમાં આ કહેવત સાર્થક થાતી દેખાય છે કારણકે આજે દિવસેને દિવસે વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છેે એનું એક કારણ આધુનિક યુગમાં રહેલો મોબાઈલ ફોન પણ ક્યાંક તેની ભૂમિકા નિભાવતો હોય એવું લાગે છે, બાળપણમાં માતા-પિતા પોતાની ભૂમિકા ભૂલીને બાળકને મોબાઈલ ફોન હાથમાં આપીી દીધો હોય અને પછી જ્યારે તે લોકોો વૃદ્ધ થાય અને તેના બાળકો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે સમાજ એવી વાતો કરે કે દીકરો તે ના વૃદ્ધ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો પણ તેમને શું ખબર કે જો આ બાળકને માતા-પિતાનો સાચો પ્રેમ મળ્યો હોત તો કદાચ આ દિવસ નો આવત.

એટલે જ કહેવાય છે  કે  માણસ  તેનું  સાચું કર્તવ્ય અને કાર્ય આધુનિક સમયમાં ભૂલી રહ્યો છે માણસે એટલો વિચાર કરવો જોઈએ કે તે રોબર્ટ નો સર્જક છે નહિ કે રોબર્ટ તેનો.