Black eye - 18 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 18

Featured Books
  • കോഡ് ഓഫ് മർഡർ - 7

      "സൂര്യ താൻ എന്താണ് പറയുന്നത് എനിക്ക് ഇതിൽ ഒന്നും യാതൊരു ബന...

  • പുനർജനി - 4

    അവിടം വിട്ടിറങ്ങിയ ശേഷം ആദി ഏതോ സ്വപ്നലോകത്തിൽ മുങ്ങിപ്പോയവന...

  • കോഡ് ഓഫ് മർഡർ - 6

    "എന്താണ് താൻ പറയുന്നത് ഈ റൂമിലോ "SP അടക്കം ആ മുറിയിൽ ഉണ്ടായി...

  • കോഡ് ഓഫ് മർഡർ - 5

    രണ്ട്ദിവസത്തിന് ശേഷം നോർത്ത് ജനമൈത്രി  പോലീസ് സ്റ്റേഷൻ, കലൂർ...

  • വിലയം - 12

    അവൻ തിരിഞ്ഞു ജീപ്പിലേയ്ക്ക് നടന്നുസ്റ്റിയറിംഗ് വീലിൽ കൈ വച്ച...

Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 18

બ્લેક આઈ પાર્ટ ૧૮


અમર : આપણને ખબર જ છે કે તેઓ પહેલા ડ્રગ્સ જ દેશ માં આવવા દે છે ત્યારબાદ જ આગળ નું સ્ટેપ લે છે તો હું વિચારું છું કે આપણે પહેલા તેના નેટવર્ક માં એન્ટર થઇ જાય પછી તેમનો વિશ્વાસ જીતીને આગળ નું સ્ટેપ લઈએ .

ચીફ : તારો પ્લાન તો સારો છે પણ તેના નેટવર્ક માં કોણ અંદર જશે .

અમર : ( સાગર ની તરફ જોઈને ) આ સ્ટુડન્ટ જેવો જ લાગે છે તો આ નશેડી સ્ટુડન્ટ બનશે અને ગમે તેમ કરીને હું ડ્રગ્સ સપ્લાયર બની જઈશ .

ચીફ : આ પ્લાન સારો છે આપણે આને જ ફોલો કરશું , અને કઈ ગરબડ થઇ તો એ પ્રમાણે આપણે પ્લાન ચેન્ઝ કરતા રહેશું .

સાગર : પ્લાન સાચ્ચે જ સારો છે . એના માટેની જે બેઝિક વસ્તુ ની જરૂર પડશે તે હું પુરી પાડીશ , જેમ કે બંને ને નવું આઈડી પ્રૂફ જોશે , કોઈ કોલેજ માં સર્વર હેક કરીને નવું નામ ઉમેરવું પડશે અને તે કોલેજ માં સંખ્યા પણ વધારે હોવી જોઈએ તેવી કોલેજ ગોતવી પડશે , અને તેમાં ઇલ્લીગલ તરીકે થી ડ્રગ નું વેચાણ
થતું હોય તે જોવું પડશે અને થોડાક ગુંડા ,થોડાક સપ્લાયર ઓળખવા માંડે એવું કંઈક કરવું પડશે . તો જ આપણે આ મિશન માં આગળ વધી શકીશું . ચાલો એ આઈડી વગેરે ની વ્યવસ્થા તો હું જ કરી દઈશ પરંતુ અમર બીજાઓને બતાવવા માટે પણ આપણે સારી ક્વોલિટી નો ડ્રગ જોશે .

અમર : એ વ્યવસ્થા ઓલરેડી મારી પાસે થયેલી જ છે . મેં હમણાં થોડા ટાઈમ પહેલા જ એક ડ્રગ સપ્લાયર ને પકડ્યો હતો . તે નાનો જ સપ્લાયર હતો , અને તેની પાસેથી માલ પણ ઓછો જ મળ્યો હતો પણ જે મળ્યો તે એકદમ એ ક્વોલોટી નો હતો . તેની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તેને મજબૂરી માં આ કામ કરવું પડતું હતું . આથી મેં એની ઉપર કેસ ફાઈલ નથી કર્યો પણ તેને મારો ખબરી બનાવી દીધો છે . મને ખબર છે ત્યાં સુધી તે આપણી મદદ જરૂર કરશે .

ચીફ : ( એકદમ જોશ માં બોલ્યા ) શાબાશ મેરે કૃષ્ણ - અર્જુન તમારા તરફ થી મને આવી જ અપેક્ષા હતી . ઑહ્હઓ આના પરથી તો મને આપણા મિશન નું નામ મળી ગયું .

અમર , સાગર (સાથે ) : શું સર ?

ચીફ : ગેસ તો કરો શું હોય શકે ?

અમર : ટીમ ઇન્ડિયા ?

ચીફ : નો

સાગર : વંદે જગત ?

ચીફ : નો

સાગર : તો સર હવે તમે જ કઈ દયો અમે વધારે ગેસ નથી કરતા .

ચીફ : તો નામ છે આપણા મિશન નું ........ચાલો તમે હજુ એકવાર ટ્રાય કરી જોવો.

અમર : ના ના સર તમે કઈ દયો ને અમારે વધારે અમારું મગજ નથી કસવુ.

ચીફ: આવડા મોટા એજન્ટ થઈ ને તમે ખાલી નામ ગેસ નથી કરી શકતા.

અમર: સર ચેલેન્જ આપો માં!

ચીફ : ચાલો તો આપી ચેલેન્જ.

અમર,સાગર: ચેલેન્જ એકસેપ્ટ.

અમર અને સાગર બને નામ ગેસ કરે છે , અચાનક અમર કહે છે આ .............. નામ તો નહીં ને?

ચીફ : એકદમ સાચું કેવીરીતે ગેસ કરયુ.

અમર : સર એ જાણવું હોય તો પાટી આપવી પડશે.

ચીફ: પાકુ આપીશ હવે કહે.

અમર : તમે કિધુ તેના પરથી જ ખબર પડી કે નામ આ છે...

કોઈ વાંચક મિશન નું નામ ગેસ કરી શકે તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તે માટેની હિન્ટ આ પાર્ટ માં આપેલી છે .