Tryshanku - 2 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | ત્રિશંકુ - પ્રકરણ 2

Featured Books
  • અંતિમ ઇલેવન

    સત્યઘટના ઉપ્પર અમદાવાદ પ્લેનક્રેશ ઉપ્પર આધારિત પાયલોટ ની છેલ...

  • ખોવાયેલ રાજકુમાર - 8

    "તે, છેવટે, ચોસઠ વર્ષની છે."મારા હાથમાં ફૂલોના ફૂલદાનીમાં ભર...

  • ઉંમરનો ખેલ

    ઉંમરનો ખેલએક શહેરની ગીચ ગલીઓમાં રહેતી હતી રેખા, એક 47 વર્ષની...

  • બસ એક રાત.... - 3

        હેલ્લો સર અવાજ સાંભળતા આરવ એ તેની સામે જોયું તો જોતો જ ર...

  • માઁ - 2

    યાદ મા તારા વરસો ના વાણા વીતી ગયા,તાને ગુજરે કેટલાક વર્ષો થય...

Categories
Share

ત્રિશંકુ - પ્રકરણ 2

'

?આરતીસોની?

પ્રકરણ : 2


                   ?ત્રિશંકુ?


'આ‌ શું આસિત છોકરી સાથે.? એ પણ રિયા.?' એના ધબકારા તેજ બોત્તેરની સ્પીડે વધી ગયાં હતાં. એ શૂન્ય થઈ ગયો. એ માની શકતો નહોતો કે 'વિવેકે એનાથી વાત છુપાવી.'


વિવેક સાથે આસિત હંમેશા કેટલીયે પેટ છુટ વાતો કરતો હતો અને રિયાની સાથેની એની ફ્રેન્ડશીપ આટલી બધી આગળ વધી ગઈ હતી તો પણ વિવેકે જણાવ્યું નહીં. જ્યારે જ્યારે એ રિયાની વાત ખોલતો એ વાત ટાળવાની કોશિશ કરતો હતો. એને પણ ગમતી હતી એટલે જ એ કાયમ મને એક જ સલાહ આપતો,


'છોડને એની વાત એ તો છે જ એવી.' હવે સમજાયું એ કેમ ના પાડતો હતો. એ આરામથી એની સાથે રંગરેલિયા મનાવી શકે.'


જાતજાતના વિચારો કરતો આસિત બેબાકળો થઈ ગયો હતો. એ સૂઝબૂઝ ખોઈ બેઠો હતો. શું કરવું જોઈએ એ સમજ બહાર થઈ ગયું હતું. એણે બે દિવસ મહા પરાણે કાઢ્યાં અને થોડોક રિલેક્સ થઈ એક દિવસ વિવેકને રિંગ કરી. વિવેકે એનો કૉલ રિસીવ ન કર્યો એટલે આસિત વધારે આકળવિકળ થઈ ગયો હતો. બીજા દિવસે ફરી રિંગ કરી અને નો રિપ્લાય જતાં એ વિવેકના ઘરે પહોંચી ગયો.


આસિત વિવેકના ઘરે પહોંચ્યો ત્યારે કોઈ પ્રસંગ હોય એવું લાગી રહ્યું હતું. બારણે આસોપાલવના તોરણ બંધાયા હતા. ઘરમાં બધાં કામમાં વ્યસ્ત હતાં. એમને કોઈને એકબીજાની સાથે વાત કરવાનો પણ સમય નહોતો એવું લાગી રહ્યું હતું. સરસ તૈયાર થઈને બધાં કોઈક પ્રસંગમાં કશેક જવાની ઉતાવળમાં હતાં.


આસિતે ડોરબેલ માર્યો, ત્યાં એક છોકરી ઊભી હતી, એ વિવેકની બહેન મીતા હતી. આસિતે એને નાનકડું પરાણે એક સ્મિત આપ્યું. આસિતને જોઈને મીતાએ તરત જ આવકારો આપ્યો. અંદર બોલાવી બેસાડ્યો અને બૂમ મારી.


"ભાઈ આસિતભાઈ આવ્યાં છે."

ને ટ્રે માં પાણીનો ગ્લાસ લાવી એની સામે ધર્યો.


"વિવેક.." ખચકાતાં સ્વરે આસિત એટલું જ બોલ્યો.


"ભાઈને મેં કહ્યું, આસિતભાઈ આવ્યાં છે. એ આવે જ છે. તૈયાર થાય છે. એમની રિંગ સેરેમની છે."


"કોની સાથે."


"રિયા..!! રિયાભાભી સાથે.."

મીતા ખુશ થઈ ને બોલે જતી હતી. પણ આસિતને એ શબ્દો કાળજે ભોંકાતા હતાં. મન મસ્તિષ્કનો કન્ટ્રોલ રાખી એ વિવેક આવે એ રાહ જોઈ બેસી રહ્યો.


એણે ફરી પ્રશ્ન કર્યો,

"ક્યાં રાખ્યો છે પ્રસંગ.?"


"અર્જુનહોલમાં. અહીં નજીકમાં જ છે આસિતભાઈ. રિયાભાભી ને પણ નજીક પડે અને અમારે પણ નજીક પડે એટલે અર્જુન હૉલ નક્કી કર્યો."


"હમમમ.."


ત્યાં જ વિવેકની મમ્મી આવી.

"કેમ છે આસિત.?"

આસિત વિવેક બતાવતો ઊભો થઈ ગયો અને બોલ્યો,

"આન્ટી બસ મજામાં.. વિવેક થઈ ગયો તૈયાર."


"હા હવે તૈયાર જ છે, એ સાવર લેવા ગયો હતો એટલે વાર લાગી. પણ આસિત તું કેમ આમ સાવ સાદા કપડાં પહેરી ને આવ્યો છે.? તારે તો અણવર બનવાનું છે એના લગ્નમાં."


એ કંઈ બોલી ન શક્યો. પણ ઊંડો એક ડૂમો બાઝી ગયો. 'અમે બંને આટલાં નજીકના મિત્ર હતાં ને એક જ થાળીમાં ખાતાં હતાં.. એ મિત્ર સગાઈ કરવાનો છે એ પણ મને જણાવવાની તસ્દી લીધી નથી.'


ને તોયે છેવટે એનાથી બોલાઈ ગયું,

"આન્ટી મને તો રિંગ સેરેમની છે એ જ ખબર નહોતી.. હું તો ઓચિંતો અહીંથી નીકળતો હતો ને મળવા આવ્યો વિવેકને. બે દિવસથી ફોન કરતો હતો પણ વિવેક ફોન ઉપાડતો જ નહોતો એટલે મને થયું અહીંથી નીકળું છું તો મળતો આવું."


"અરે વિવેકે તને જણાવ્યું જ નથી.? આ આવ્યો વિવેક.! કેમ વિવેક.? આસિત ને ઇન્વિટેશન જ નથી આપ્યું તેં.."


"ઓહો.. આસિત તું ક્યાંથી આમ અચાનક જ.?"


ક્રમશઃ વધુ આગળ ત્રીજા પ્રકરણમાં