Black Eye - 25 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 25 

Featured Books
  • കോഡ് ഓഫ് മർഡർ - 7

      "സൂര്യ താൻ എന്താണ് പറയുന്നത് എനിക്ക് ഇതിൽ ഒന്നും യാതൊരു ബന...

  • പുനർജനി - 4

    അവിടം വിട്ടിറങ്ങിയ ശേഷം ആദി ഏതോ സ്വപ്നലോകത്തിൽ മുങ്ങിപ്പോയവന...

  • കോഡ് ഓഫ് മർഡർ - 6

    "എന്താണ് താൻ പറയുന്നത് ഈ റൂമിലോ "SP അടക്കം ആ മുറിയിൽ ഉണ്ടായി...

  • കോഡ് ഓഫ് മർഡർ - 5

    രണ്ട്ദിവസത്തിന് ശേഷം നോർത്ത് ജനമൈത്രി  പോലീസ് സ്റ്റേഷൻ, കലൂർ...

  • വിലയം - 12

    അവൻ തിരിഞ്ഞു ജീപ്പിലേയ്ക്ക് നടന്നുസ്റ്റിയറിംഗ് വീലിൽ കൈ വച്ച...

Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 25 

બ્લેક આઈ પાર્ટ 25
સાગર નું કોલેજ માં નામ સેમી હતું . જે પોતાના બાપ ના પૈસા બગાડવા જ કોલેજ આવતો હોય છે , તેને કોલેજ થી , ભણવાથી કોઈ જ મતલબ ન હોય .

સાગર ઉર્ફ સેમી કોલેજ માં આવતા વેંત જ તેના જેવા જ સ્ટુડન્ટ ની એક ગેંગ બનાવી લીધી . જેમના માટે પૈસા એક મોજશોખ પુરા કરવા માટેનો જરીયો માત્ર હોય છે . તેમની ગેંગ માં તેમના જેવા ઘણા હતા પણ તેમાં મુખ્ય જીગો ઉર્ફે જીગ્નેશ , મોહિત , ડી ઉર્ફે ધાર્મિક , સના અને માયા હતા . હવે સેમી પણ તેમની જ ગેંગ માં હતો . ધીમે ધીમે તે બધા સ્ટુન્ડટ ની તેને માહિતી મેળવી લીધી . એક દિવસ તેઓ કોલેજ ના ગાર્ડન માં બેઠા હતા ત્યારે સાગર એટલે કે સેમી એ વાત ની શરૂઆત કરી .

સેમી : દોસ્તો મેં સાંભળ્યું છે કે એક નવી જ વસ્તુ માર્કેટ માં આવી છે તો we should try this !

જીગો ઉર્ફે જીગ્નેશ : શું વાત છે ! bro એ કઈ પણ કહેવાની જરૂરત પડે . જ્યારે જીગો તારી સાથે છે તે કોઈ પણ વસ્તુ આપણે ટ્રાય કરવામાંથી છૂટવાની નથી . કોને ખબર કાલે શું થાય .

બધા એક સાથે જીગા ની વાત માં હામી ભરે છે અને કાલે કોલેજ માં આજ ટાઈમે સેમી ને તેનું સેટિંગ કરવાનું કહે છે .

સેમી : દોસ્તો હું તમને સેટિંગ તો કરી દઈશ પણ પહેલા જ કહી દવ છું કે તેની અમાઉન્ટ ઘણી વધારે છે , આથી જેની હેસિયત હોય તે જ અહીં આવે , બીજા આવી ને અમારી ઇઝ્ઝત નો ફાલુદો નહીં કરતા . મને મારી ઇમેઝ ખુબ ગમે છે.

જીગો : ભાઈ તું એ વાત નું તો જરાય ટેન્શન ન લે , અમારા માં બાપ એ માટે તો પૈસા કમાય છે એમને ક્યાં અમારી પડી છે , તેમને તો એમ જ છે કે છોકરાવ ને પૈસા આપી દેવાથી તેમની રિસ્પોન્સિબિલિટી પુરી થઇ ગઈ છે . આથી કઈ ઉપાધિ કર નહીં , chill bro just relex .

આવી બધી વાતો કરી ને તેઓ ત્યાંથી છૂટા પડે છે અને સેમી ઉર્ફ સાગર અમર ને ફોન કરે છે .

સાગર : ભાઈ શું ચાલે છે માલ ( ડ્રગ) નું સેટિંગ થઇ ગયું .

અમર : હા ભાઈ માલ નું સેટિંગ તો થઇ ગયું , તું કે ત્યાં શું ચાલે છે .

સાગર : મેં એટલે તો ફોન કર્યો છે કે આમાંથી અડધા સ્ટુડન્ટ તો સીધા થઇ શકે તેમ છે .

અમર : એ કેવી રીતે ?

સાગર : આમાં ઘણો વાંક તો તેમના પેરેન્ટ્સ નો છે , તેમણે તેમના બાળકોને ટાઈમ ન આપ્યો તેથી જ આજ તેઓ આવા છે . મને લાગે છે જો પેરેન્ટ્સ તેમના બાળકો ને થોડો પણ સમય આપશે , તેમની વાતો સાંભળશે , તેમને સમજવાની કોશિશ કરશે તો ધીમે ધીમે આ છોકરાવ માંથી ઘણા સારા રસ્તે પાછા વળી શકશે .

અમર : તારી વાત તો સાચી છે , આપણે મળવાના જ છીએ ત્યારે જરૂર આના વિશે કંઈક પ્લાન કરશું . ચલ હવે ફોન રાખું મારે કાલ ની પણ પ્રિપરેશન કરવાની છે , જય હિન્દ

સાગર : જય હિન્દ

અમર કાલે કોલેજ જવા માટે તેને કેવો વેશ અપનાવવો તે વિશે જ પ્લાનિંગ કરતો હતો ત્યાં તેને હોલિવૂડ મુવી માં જહાઝ લૂંટતો જેક સ્પેરો યાદ આવ્યો અને તેને વિચારી લીધું કે તેને કાલે કોલેજ જવા માટે કેવો વેશ ધારણ કરવો અને તે એની તૈયારી માં લાગી ગયો .