The Author MR.PATEL Follow Current Read મુક્તિ - 4 By MR.PATEL Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books When Two Roads Chose Each Other - Part 3 PART 3: A Coffee That Changed SilenceThe café was small.Not... The Room That Watches You The Room That Watches YouThe real estate agent called it a “... Fire Rated Doors in Singapore: What You Really Need to Know Fire safety is an important part of every building in Singap... YOU ARE MY HAPPY PLACE ? - 1 A young girl of barely eighteen sat on the floor, wrapped in... Vanished Without a Trace Vanished Without a TraceThe first thing I noticed was the si... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by MR.PATEL in Gujarati Horror Stories Total Episodes : 6 Share મુક્તિ - 4 (38.7k) 2.4k 5.5k 9 પાછલા ભાગમાં આપણે જોયું કે હોસ્પિટલ ની સ્ટાફ નર્સ ધ્રુવ ને ચેક કરવા અંદર જાય છે અને તેની હાલત જોઈને બૂમાબૂમ કરી મૂકે છે. હવે આગળ નર્સ ની બૂમાબૂમ સાંભળીને હોસ્પિટલ સ્ટાફ સમેત ડૉક્ટર આવી પોહચે છે અને નર્સ ની પુછતાછ કરે છે અને જવાબ માં નર્સ ડોક્ટર ને ધ્રુવ ની હાલત બતાવે છે અને ધ્રુવ ને જોતા જ ડોક્ટર ના મોતિયા મરી જાય છે કારણ કે તેમની તેમની આખી લાઈફ માં એમણે આવો કેસ જોયો નહોતો. એમાં થયું એવું હતું કે ધ્રુવ નું શરીર જાણે કોઈએ એનામાંથી પૂરેપૂરુ લોહી ચૂસાઈ ગયું હોય એમ સાવ શરીર સાવ સુકાઈ ગયેલું. એમ કહોને કે ધ્રુવ ના શરીર મા ખાલી હાડકા જ બચ્યા હોય એમ. ડોક્ટર જરા પણ વાર ના લગાડતાં તરત જ લોહી ના બાટલા મંગાવીને ધ્રુવ ને ચડાવાનુ કહીને અને નર્સ ને ધ્યાન રાખવાનું અને કઈ હોય તો જણાવાંનું કહીને જાય છે. બહાર થી આ બધુ જોઈ રહેલા અભિષેક નાં પપ્પા ને કાંઈક અજુગતું લાગે છે અને ધ્રુવ ના પપ્પા ને મળીને તેમને વાત કરવાનું વિચારે છે. અભિષેક નાં પપ્પા ત્યાં લોબી માં બેંચ પર બેસેલા ધ્રુવ ના પપ્પા પાસે જાય છે અને કહે છે કે ધ્રુવ ની આ હાલત જોતા તેમને કાંઈક ભૂત પ્રેત નો વળગાળ હોવાની શંકા વ્યક્ત કરે છે અને કહે છે કે મારી ધ્યાન માં એક ભાઈ છે જે આનું તમને નિરાકરણ લાવી આપશે. ધ્રુવ ના પપ્પા તૈયાર થઈ જાય છે અને ધ્રુવ ના પપ્પા ડોક્ટર ને મળીને ધ્રુવ ને રજા આપવાની વિનંતી કરે છે પણ ડોક્ટર ધ્રુવ ની હાલત જોતા રજા આપવાનું ના પાડે છે પણ તેના પપ્પા ની જીદ આગળ જુકી જઈને તેમના રિસ્ક પર ધ્રુવ ને લઈ જવાની રજા આપે છે. ધ્રુવ ને લઈને તેના મમ્મી અને પપ્પા ઘરે આવે છે અને અભિષેક નાં પપ્પા ને કહીને તેમના ઓળખીતા ભાઈને બોલાવાનું કહે છે. તેમની સાથે વાત થઈ ગયા બાદ તેઓ ચિંતાતુર ચહેરે બેઠા હોય છે એટલે અભિષેક નાં પપ્પા ધ્રુવ ના પપ્પા ને સાંત્વના આપતા કહે છે કે ચિંતા કરશો નહીં અમે તમારી સાથે છીએ. સાંજ પડે છે અને અભિષેક નાં પપ્પા તેમના મિત્ર ને લઈને ધ્રુવ ના ઘરે આવે છે અને ઘરમાં અંદર આવતા જ તેમને કોઈ અજાણી શક્તિ ના ત્યાં મોજૂદ હોવાનો અહેસાસ થાય છે. તેઓ અંદર આવે છે અને બેસે છે. ત્યારબાદ તેઓ ધ્રુવ ના રૂમ માં જાય છે.અંદર રૂમ માં જતા જ તેઓ એ અજાણી શક્તિ ને બોલાવવાની વિધિ ચાલુ કરે છે. તેઓ વિધિ કરવાની ચાલુ કરીને મંત્રોચ્ચાર બોલવાનું શરૂ કરે છે. થોડીવાર તો ધ્રુવ ના શરીર મા કઈ હલન ચલન થતી નથી પણ એ ભાઈએ જેવું તેમની પાસે રહેલું પાણી ધ્રુવ પર છાંટયું અને તરત જ ધ્રુવે જોરજોરથી રોવાંનું ચાલુ કરે છે અને રોતા રોતા કહે છે કે હું બધું જણાવું છું પણ મહેરબાની કરીને તમે આ બધા મંત્રોચ્ચાર બંધ કરી દો. ધ્રુવ ની અંદર રહેલી આત્મા ની વિનવણી થી મંત્રોચ્ચાર બંધ કરી દેવામાં આવે છે. જેવા મંત્રોચ્ચાર બંધ થાય છે કે તરત જ ધ્રુવ ના શરીર માં રહેલી આત્મા શાંત પડી જાય છે અને બોલવાનું ચાલુ કરે છે. ધ્રુવ ની અંદર રહેલી આત્મા શાંત પડતાં જ એ ભાઈ એને પ્રશ્નો પૂછવાનુ ચાલુ કરે છે અને કહે છે કે તું કોણ છે અને ક્યાથી આવી છે અને શું કરવા આ બધું કરે છે તે દરેક નાં જવાબ આપ અને આ છોકરા નું શરીર કાયમ માટે છોડી દે. ધ્રુવ ની અંદર રહેલી શેતાની આત્મા બોલવાનું ચાલુ કરે છે. વધુ આવતા ભાગમાં..... હેલો મિત્રો આ સ્ટોરી ના તમામ પાત્રો કાલ્પનિક છે અને તેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. આ સ્ટોરી દર રવિવારે આવશે. ‹ Previous Chapterમુક્તિ - 3 › Next Chapter મુક્તિ - 5 Download Our App