Ardh Asatya - 37 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 37

Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

અર્ધ અસત્ય. - 37

અર્ધ અસત્ય.

પ્રકરણ-૩૭

પ્રવીણ પીઠડીયા

અનંત મેઘલી રાતે આવા બિહામણાં જંગલમાં લટાર મારવા શું કામ આવે? અને એ પણ કોઇને જાણ કર્યા વગર? અભયને ક્યારનો આ પ્રશ્ન મૂંઝવતો હતો. પૃથ્વીસિંહજીની વેરાન પડેલી હવેલીના ગેટ સામે તે બુલેટનું સ્ટેન્ડ ઠેરવીને ઉભો હતો. રાતનાં સાડા અગીયારનો સમય થયો હતો. આ એવો સમય હતો કે જો અનંત લટાર મારવા આ તરફ આવ્યો હોય તો પણ પાછો પોતાની હવેલીએ પાછા વળી જાય. આટલી મોડી રાતે અહીં હોવાનું તેની પાસે કોઇ કારણ નહોતું. અત્યારે તેને એમ જ લાગતું હતું કે તે ખોટો સમય બગાડી રહ્યો છે. જો વિષ્ણું બાપુએ તેને આ દિશા ચીંધી ન જ હોત તો શું તે જંગલ તરફ આવત ખરો? પરંતુ વિષ્ણું બાપુએ કહ્યું હતું કે અનંત લટાર મારવા જંગલ તરફ ગયો હોઇ શકે. તેમણે એવું કેમ કહ્યું હતું એ તેણે શોધવાનું હતું.

સંપૂર્ણપણે અંધકાર ઓઢીને ઉભેલી હવેલી કોઇ પૂરાનાં ભૂત બંગલા જેવી ભાસતી હતી. રાતનો માહોલ બરાબરનો જામ્યો હતો. સાવ સૂમસાન વિસ્તાર, ચો-તરફ ફેલાયેલું ગાઢ જંગલ, વેરાની ઓઢીને ઉભેલી હવેલી, સૂસવાટા ભેર વહેતો ઠંડો પવન, જંગલમાંથી આવતાં પશુ પક્ષીઓના વિચિત્ર અવાજો, માથે વિશાળ ખૂલ્લું આકાશ, આકાશમાં ઉગેલો બીજનો ચંન્દ્ર, એ ચંન્દ્રની આછી રોશનીમાં બુલેટના ટેકે ઉભેલો અભય. ખરેખર એક ગજબનાક દ્રશ્ય રચાયું હતું. કોઇ કાચાપોચા દિલનો વ્યક્તિ હોય તો તે આવા સમયે આ તરફ આવવાનું વિચારે પણ નહી. પણ આ અભય હતો. ભલે સસ્પેન્ડેડ હોય પરંતુ તેનામાં એક નિડર પોલીસ અફસરનાં તમામ ગુણો ઠાંસી-ઠાંસીને ભર્યા હતા. તે આવી પરિસ્થિતિઓથી ટેવાયેલો હતો એટલે તેના દિલમાં અત્યારે એકલા હોવાનો ભય બિલકુલ નહોતો. ઘડીક થયું કે તે હવેલીમાં જઇને તપાસ કરે. પરંતુ હવેલીનો ગેટ બંઘ હતો. મતલબ કે અનંત અંદર નહી ગયો હોય. તેણે હવેલીની પાછળ તરફ જતાં કાચા રસ્તા ઉપર નજર દોડાવી અને પછી બૂલેટ સ્ટાર્ટ કરી એ રસ્તે નિકળી પડયો.

આડબીડ પથરાયેલા જંગલોમાં તો રસ્તા કેવા હોય, બસ એવો જ કાચો પથરાળો રસ્તો હતો. અને વળી આ તરફ તો ભાગ્યે જ કોઇ આવતું હશે એટલે અભય માત્ર અનુમાનનાં આધારે જ આગળ વધતો હતો. બુલેટની હેડલાઇટનો પ્રકાશ અમુક અંતર સુધી પ્રસરીને સમાપ્ત થઇ જતો હતો. કાચા પગદંડી સમાન રસ્તા ઉપર વરસાદી પાણીનાં ખાબોચીયા ઠેર-ઠેર ભરાયેલા હતા. તેમાં સાવધાનીથી બુલેટ ચલાવતો અભય ધીમે-ધીમે આગળ વધતો ગયો. તેની કોઇ ચોક્કસ મંઝિલ નહોતી. ધડીક કોઇ જગ્યાએ ઉભો રહીને તે અનંતનાં નામની બૂમો પાડીને ખતરી કરી લેતો હતો કે તે આસપાસમાં તો ક્યાંય નથી ને! લગભગ અડધો-એક કલાક તેણે સતત બુલેટ ચલાવ્યું હશે અને પછી આગળ વધતો રસ્તો સાવ સમાપ્ત થવા આવ્યો ત્યાં અટકીને ઉભો રહી ગયો હતો. અહીથી આગળ કોઇ રસ્તો નહોતો. હતું તો બસ આડબીડ જંગલ અને ઉબડ-ખાબડ જમીન, જેમાં તેનું બુલેટ ચાલે એમ નહોતું. આવાં બિહામણાં રસ્તે અનંત ટહેલવા નિકળ્યો હોય એ શક્યતા લગભગ સમાપ્ત થવા આવી હતી કારણ કે અનંત આટલે દૂર સુધી ક્યારેય આવ્યો હોઇ જ ન શકે. આ તરફ તેને કામ પણ શું હોય! અભય ભયંકર દુવિધામાં અટવાતો ત્યાં જ ઉભો રહ્યો. આગળ વધવું કે નહીં એ તેને સમજાતું નહોતું.

@@@

રાજસંગ રાઠોડની ઉત્તેજનાનો પાર નહોતો. તેને જેકપોટ લાગ્યો હતો. મોટા સહેબે જે કામ સોંપ્યું હતું એમાં તેને અણધારી સફળતા હાથ લાગી હતી એટલે ઉત્સાહમાં આવીને લગભગ દોડતો જ હોય એમ તે સાહેબની કેબિનમાં ઘૂસી ગયો હતો. રાતનાં અગીયાર વાગ્યાં હતા અને કોઇ કેસનાં સીલસીલામાં સાહેબ હજું સુધી તેમની કેબિનમાં જ બેઠા હતા. રાજસંગ તેમના ટેબલ પાસે જઇને ઉભો રહ્યો અને જોરદાર સેલ્યૂટ ઠોકી. સાહેબે નજર ઉઠાવીને રાજસંગ તરફ જોયું. રાજસંગનાં ચહેરા ઉપર છલકાતો ઉત્સાહ જોઇને જ તેઓ સમજી ગયા કે તેને ફતેહ મળી છે.

“બિલ્લી મરી કે શેર?” દેવેન્દ્ર દેસાઇ એક ફાઇલ તપાસતો હતો તેને બાજુમાં મૂકી અને રાજસંગનો જવાબ સાંભળવા કાન સરવા કર્યા.

“શેર, સર.” રાજસંગ મલકયો.

“બેસ, નિરાંતે વાતો કરીએ.” દેસાઇ બોલ્યાં એટલે રાજસંગે ખુરશી ખસેડી તેમાં બેઠક લીધી.

“હવે બોલ, શું કારનામું કરીને આવ્યો છે?” અધીરાઇ તો તેમને પણ હતી. આજે સવારે સુરતનો એસીપી કમલ દિક્ષિત જે રીતે તેની સાથે વરત્યો હતો અને જે શબ્દો તેને કહ્યાં હતા એ તેને બિલકુલ નહોતું ગમ્યું. ત્યારે તો એ ગમ ખાઇ ગયો હતો પરંતુ પછી રાજસંગને તેની કરમ કુંડળી કાઢવા કામે લગાવ્યો હતો.

“આપનું અનુમાન બિલકુલ સાચું નિકળ્યું સાહેબ. આ દિક્ષિત સાહેબ તો બહું પહોંચેલી માયા છે. મેં મારા સોર્સ કામે લગાવ્યાં અને જે મસાલો હાથમાં આવ્યો છે એ દિક્ષિતનું ધનોત-પનોત કાઢી નાંખવા પુરતો છે.”

“અચ્છા, એવું તો શું હાથ લાગ્યું છે. જણાવ તો મને?”

“પેલી છોકરી, બંસરી… જેને આપણે ગઇરાત્રે કોસંબાથી છોડાવી હતી, એ છોકરી અમથી જ કોસંબા નહોતી પહોંચી.” રાજસંગ બોલ્યો.

“તો?” દેસાઇની ઉત્સુકતા એકાએક વધી હતી.

“હમણાં થોડા દિવસો પહેલા સુરતમાં એક અકસ્માતનો કેસ બહું ગાજ્યો હતો એ તમને યાદ હશે. તેમાં અભય નામનાં સબ ઇન્સ્પેકટરને દોષી ગણીને સસ્પેન્ડ કરાયો હતો.” રાજસંગે વિગતે વાત કહેવી શરૂ કરી હતી.

“હાં તો એનું શું છે? મેં એ કેસ વિશે સાંભળ્યું હતું.”

“એ કેસમાં આ છોકરીના ભાઈએ બહું મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેણે એટલું જબરજસ્ત રિપોર્ટિંગ કર્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે એ સમયે એ એરિયામાં ડ્યૂટી બજવતાં અભયને બર્ખાસ્ત કરવા સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો નહોતો. પણ બધું પતી ગયા પછી તેણે પોતાની બહેન… એટલે કે બંસરીને એ કેસ પાછળ લગાવી હતી. તેને અહેસાસ થયો હતો કે ક્યાંક કાચું કપાયું છે એટલે સચ્ચાઇ જાણવા તેણે બંસરીને કહ્યું હતું અને બંસરી એ કેસની તપાસમાં જ કોસંબા આવી હતી અને તે રઘુભાનાં હાથમાં ફસાઇ ગઇ હતી.” રાજસંગ થોભ્યો અને તેણે સાહેબના ચહેરા ઉપર આવતા રિએકશન નોંધ્યાં. સાહેબ એક-ધ્યાનથી તેની વાત સાંભળતા હતા એટલે તેણે આગળ ચલાવ્યું.

“હવે પ્રશ્ન એ થાય કે આ રઘુભાને કેવી રીતે ખબર પડી કે બંસરી તેની જ પાછળ આવી છે? અને એથી પણ મહત્વનો પ્રશ્ન એ કે રઘુભાને આ કેસ સાથે શું લાગે-વળગે? તો સાંભળો.” તેણે એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને બોલવાનું કંટીન્યૂ રાખ્યું. “જે ટ્રકે અકસ્માત કર્યો હતો એ ટ્રક આ રઘુભાની માલિકીનો હતો. તેનો ડ્રાઇવર અકસ્માત સ્થળેથી ભાગી ગયો હતો અને એ પછી તે કોઇના હાથમાં આવ્યો નથી. અને બંસરી એ ડ્રાઇવર પાછળ છે એ માહિતી રઘુભાને કોણે પહોંચાડી હતી એ ખબર છે?” રાજસંગે પ્રશ્ન કર્યો ફરી અટકયો. જાણે દુનીયાનું સૌથી મોટું રહસ્ય તે ઉજાગર કરવા જતો હોય એમ વાતને અધ્યાહાર રાખીને તેણે સાહેબની સામું જોયું. સાહેબ એ શબ્દો સાંભળવા ખુરશીમાંથી અધૂકડા ઉભા થઇ ગયા હતા. ઓફીસમાં પીન ડ્રોપ સાયલન્સ છવાયું હતું.

“કોણે?” દેસાઇની ઉત્કંષ્ઠા તેની ચરમસીમાને આંબવા આવી હતી. એક નામ તેના મનમાં ઘણની માફક પડઘાતું હતું.

@@@

“વાઉ, અન-બિલિવેબલ.” અભયનાં મોઢામાંથી અનાયાસે શબ્દો સર્યા હતા. તે પોતાની નજરો સમક્ષ જે દ્રશ્ય નિહાળી રહ્યો હતો એ અવિશ્વસનિય અને અદભૂત હતું. જંગલનો પગદંડી જેવો રસ્તો જ્યાં ખતમ થતો હતો ત્યાં પોતાનું બુલેટ મુકીને તે ચાલતો જ જંગલમાં ઘૂસ્યો હતો. ઘોર અંધકારમાં સાવધાની પૂર્વક ચાલતો તે ઘણો આગળ નિકળી આવ્યો હતો અને એક ટેકરી ઉપર ચડીને ઉભો રહ્યો હતો. એ સાથે જ સામે દેખાતા દ્રશ્યે તેને અચંભિત કરી મૂકયો હતો.

ટેકરીની બરાબર સામે એક ઉંચો અર્ધ ગોળાકાર પહાડ હતો. એ પહાડની કરાળ ધારેથી ધોધમાર વહેતું પાણી સંખ્યાબંધ ઝરણાઓ સ્વરૂપે નીચે પડતું હતું, જે એક તળાવમાં એકઠું થતું હતું. અભય અભીભૂત બનીને એ દ્રશ્ય જોઇ રહ્યો. આકાશમાંથી વરસતી શિતળ ચાંદનીમાં ઉંચો પહાડ સ્પષ્ટ દેખાતો હતો. તેનો આકાર અંગ્રેજીનાં ’સી’ જેવો અર્ધ ગોળકાર હતો. એ ગોળકાર પહાડની તીખી ધારેથી, લગભગ સો-એક ફૂટ ઉંચેથી એક લયમાં નાના-મોટા કેટલાય ઝરણાઓ ઘોઘ સ્વરૂપે નીચે વહેતા હતાં. અભય સ્તબ્ધ બનીને પોતાની કમરે બન્ને હાથ ટેકવીને સંસારના સૌથી સુંદરતમ દ્રશ્યને નિહાળી રહ્યો. ત્યારે તેને આ ઝરણાઓની સચ્ચાઇ શું હતી એ ખબર નહોતી નહિંતર તેના જીગરમાં જરૂર વિસ્ફોટ સર્જાત.

(ક્રમશઃ)