Operation Tejas in Gujarati Adventure Stories by Kaushik Dave books and stories PDF | ઓપરેશન તેજસ

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

ઓપરેશન તેજસ

" ઓપરેશન તેજસ " ટ્રીન ટ્રીન...... રાજનગર ના પોલીસ સ્ટેશન માં ટેલીફોન ની રીંગ વાગી." હેલો, હું psi તેજસ બોલું છું.બોલો શું થયું?" psi તેજસ બોલ્યો. " સાહેબ હાઈવે પર એક કારે ત્રણ ચાર ને ટક્કર મારી ને ભાગતી હતી ત્યારે તે કાર રોડની બાજુમાં ઉંધી પડી ગઈ છે." સામે થી એક સજ્જન બોલ્યા." સારું હું હમણાં આવું છું"આમ બોલી ને તેજસ પોલીસ વાન લઈ ને એક્સીડન્ટ વાળી જગ્યાએ પહોંચ્યો. કાર માં કોઈ યુવક બેભાન થયો હતો.પાસે જતાં યુવકે દારુ પીધેલો લાગતો હતો.psi તેજસ યુવક ને પોલીસ સ્ટેશન લાવતાં તે યુવક ભાન માં આવી ગયો. થોડી વાર માં શહેર ના એક શ્રેષ્ઠી આવ્યા અને પોતાના દિકરાને પોલીસ કસ્ટડીમાં થી છોડાવા માટે કહ્યું.પરંતુ પ્રમાણિક તેજસે ના પાડી.શ્રેષ્ઠી એ એક લાખ રૂપિયા ની લાંચ ની ઓફર કરી.પરંતુ તેજસ માન્યો નહીં. ******. બીજા દિવસે સવારે ૮ વાગે તેજસ પોલીસ સ્ટેશન આવ્યો ને થોડી વારમાં તેજસ ના ઉપરી અધિકારી અને એક રાજકીય આગેવાન આવ્યા પાછળ પાછળ પેલા યુવાન ના શ્રેષ્ઠી પિતા આવ્યા. ઉપરી સાહેબ" સાંભળ્યું છે કે તે યુવક ને તેં ખોટી રીતે પકડ્યો છે.આ શ્રેષ્ઠી અને રાજકીય આગેવાન નું કહેવું છે.અને હા તારા ટેબલ નું ખાનું ખોલ.આ સાહેબ નું કહેવું છેકે તેં લાંચ પેટે એક લાખ લીધા છે." તેજસે આ વાત નકારી દીધી. અને ટેબલ નું ખાનું ખોલતાં એક કવર નિકળ્યું ઉપરી અધિકારી ની દેખતા ખોલતાં એક લાખ રૂપિયા કવર માં હતા.તાત્કાલિક ઉપરી સાહેબે તેજસ ને સસ્પેન્ડ કર્યો ને પેલા યુવાન ને પોલીસ કસ્ટડીમાં થી મુક્ત કર્યો.*. *********** તેજસ એક પ્રમાણિક યુવાન ગ્રેજ્યુએટ થઈ ને MBA થયો.અને PSI બનવાની ઈચ્છા થી પરિક્ષા આપી ડાયરેક્ટર PSI બન્યો.તેના માતા પિતા થોડા વર્ષો પહેલા પ્રભુ ધામ માં ગયા હતા. ******* સસ્પેન્ડ થયેલો તેજસ ઘરે આવ્યો.એટલા માં તેના પર તેની પ્રેમિકા રીના નો ફોન આવ્યો.રીના અને તેજસ સાથે સાથે MBA થયા હતા.તેજસે પોલીસ ફોર્સ માં જોડાયો તે રીના ગમ્યું નહોતું." હેલો તેજસ, હું એક વીક માં US જવાની છું તું મારી વાત માન્યો નહીં.મારા પિતા એ us ના એક યુવાન ની પસંદગી મારા માટે કરી છે.અલવિદા....." કહી ને રીના એ ફોન બંધ કર્યો. તેજસ માટે આ બે બાજુ ની નિષ્ફળતા થી depression માં આવી ગયો. અને જુનાગઢ સાધુ જીવન જીવવા નું મન થયું.તેજસ સાધુ બાવા બનવા ગીરનાર ફરતો હતો તે વખતે એક સાધુ બાવા મલ્યા.તેમણે તેજસ ની કહાની સાંભળી અને નિરાશ ના થાય એવી શિખામણ આપી. ***** કહ્યું,"તેજસ ,સાધુ બાવા બનતા પહેલા એક પરિક્ષા આપવી પડશે." હા ગુરુજી આપ કહેશો તે કરીશ." સાધુ એ તેજસ નો મોબાઈલ લઈ લીધો અને ગળામાં માં પહેરવા એક ચમત્કારીક માદળિયું આપ્યું.અને કહ્યું જ્યારે તકલીફ થાય ત્યારે માદળિયું ને સ્પર્શી ને ઓમ્ બોલવું.સાધુ અને તેજસ એક ગુફામાં ગયા.ધીરે ધીરે આગળ વધતાં અંધારું થયું. પણ તેજસ ને ગુરુ જી નો અવાજ આગળ વધવા જણાવતો હતો.ગુફા માં થી બહાર આવતા તેજસે દરિયો જોયો. પાછળ વળી ને જોયું તો ગુરુ જી અને ગુફા દેખાઈ નહીં.દરિયા તરફ નજર નાખતા દૂર દૂર સુધી કોઈ સ્ટીમર કે હોડી દેખાઈ નહીં.તેજસ થોડો ગભરાઈ ગયો પણ હિંમત રાખી જંગલ ઝાડી દેખાતી હતી તે બાજુ ગયો.થોડો આગળ જતાં આઠ દસ જંગલી જેવા દેખાતા બાર ફુટના માણસો એ તેજસ ને ઘેરી લીધો.તેઓ કોઈ વિચિત્ર ભાષામાં વાત કરતા હતા.તેજસ ને માદળિયું યાદ આવતા સ્પર્શી ને ઓમ્ બોલ્યો.અને તેને તે ભાષા નું જ્ઞાન આવ્યું. વિચિત્ર દેખાતા માણસો તેજસ ને પકડી ને તેમના કબીલા ના વડા પાસે લઈ ગયા.હવે તેજસ ને ભાષા ની જાણ થવાથી ખબર પડી કે આ મહામાયા પ્રદેશ છે.અને હજારો વર્ષ પહેલાં ના જમાના માં તેનો પ્રવેશ થયો છે.કબીલા ના વડા મહામાયા પ્રદેશ ના રાજા કુથોદર પાસે લઈ ગયા.આ માયાવી નગરી જોઈ ને તેજસ આશ્ચર્ય પામ્યો.હવા માં ઉડતા રથ,બાર ફુટ ઉંચા માણસો અને વિચિત્ર હથિયારો સાથે ના માણસો.રાજા બોલ્યો,"હે માનવ તું ક્યાં પ્રદેશ નો છે ક્યાં હેતુ થી અહી આવ્યો છે." તેજસ," મારો દેશ India છે.અને ભુલ થી ભુલો પડેલો આ પ્રદેશ માં પહોંચ્યો છું. હે રાજા આ પ્રદેશ ક્યાં આવ્યો અને આપ લોકો કોણ છો?. રાજા," આ મહામાયા નગરી છે. ભાનુ મંડલ ના છેલ્લા ગ્રહ' યમ' પાસે આવેલા ગ્રહ'પર અમારા ગુરુ મહાગુરુ રહે છે.અમારો હેતુ આર્યાવર્ત પર રાજ કરવાનો છે." હા " આ india ક્યાં આવ્યું." " ભારત મારો દેશ.ત્રણ સાગર થી ઘેરાયેલો રાજા રામચંદ્ર અને કૃષ્ણ ની ભૂમિ." આ સાંભળી ને રાજા ક્રોધિત થયો અને તેજસ ને કેદ કરી બીજા દિવસે શિરચ્છેદ નો આદેશ આપ્યો. ******** કેદ થયેલા તેજસે એક કેદ થયેલી યુવતી ને જોઈ.એ એકદમ ભારતીય દેખાતી હતી.તેજસે પોતાનો પરિચય આપ્યો અને પેલી યુવતી ને પુછ્યુ," તમે કોણ છો? ક્યાં ના છો? તમને અહીં કેમ અને કેવી રીતે લાવ્યા?". પ્રશ્ન નો મારો સાંભળીને યુવતી બોલી," હું વિજયા, રૈવત નગરી ની રાજકુમારી છું. આર્યાવત માં રૈવત દેશ આવેલો છે.એક દિવસ રૈવત જંગલમાં શિકાર કરવા નિકળી ત્યારે ઉડતા રથ માં મહામાયા નો રાજકુમાર આવ્યો અને મારું અપહરણ કર્યું."આ સાંભળી ને તેજસ ને નવાઈ લાગી કે આ રૈવત દેશ કયો? રાજકુમારી બોલી," મહાભારત કાળમાં જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકા માં હતા તે વખતે અમારો રૈવત દેશ હતો." " ઓહો, અત્યારે તો કલયુગ માં થી હું આવ્યો છું.એનો મતલબ હું ભુતકાળ માં છું." તેજસે અને વિજયા એ મુક્ત થવા માટે તરકીબ શોધવા માંડ્યા.તેમને ચોકીદારો દ્વારા ખબર પડી કે તેમના મહાગુરુ ની પ્રતિમા સમક્ષ તેજસ ને મારવામાં આવશે અને વિજયા સાથે રાજકુમાર લગ્ન કરશે.સાથે સાથે ખબર પડી કે જે દિવસે મહાગુરુ ની પ્રતિમા તુટી જશે તે દિવસે મહામાયા નગરી નો વિનાશ થશે.મહામાયા નગરી માં તેજસે ઘણી જ ખનીજ સંપત્તિ જોઈ.જ્યા કેદ કરેલા હતાં ત્યાં થી એણે વિસ્ફોટ પદાર્થ બનાવવાનો સામાન મલ્યો.અને તે કેવીરીતે ઉપયોગ કરવો તેની સમજ રાજકુમારી વિજ્યા ને આપી. *****. બીજા દિવસે તેજસ ને મહામાયા ની પ્રતિમા પાસે લાવ્યા.સાથે સાથે વિજ્યા ને પણ લાવ્યા.રાજા એ વિજ્યા ને તેની ઈચ્છા પુછી.વિજ્યા," રાજા જી હું મહામાયા ની પ્રતિમા ને નજીક થી વંદન કરવા માગું છું." રાજા એ પરવાનગી આપી.વિજ્યા પ્રતિમા પાસે આવી ને વિસ્ફોટક પદાર્થ પ્રતિમા પર નાખ્યો. અને ધડામ..... અવાજ સાથે પ્રતિમા તુટી ગયી .આ જોઈ ને રાજા અને મહામાયા ની પ્રજા ગભરાઈ ને ભાગવા માંડ્યા.તેજ વખતે તે નગરી પાસે આવેલો જ્વાળામુખી ફાટયો.અને ભુકંપ ના આંચકા આવવા માંડ્યા.વિજ્યા બોલી," ભાગ તેજસ ભાગ." અને વિજયા અને તેજસ સમુદ્ર તરફ ભાગ્યા.બંને જણે સમુદ્ર માં કુદી પડ્યા.*********** તેજસ ભાન માં આવ્યો ત્યારે તે દરિયા કિનારે હતો.ઉભો થ ઈ ને જોયું તો ઘણા માણસો જોયાં.અને તેણે ગુરુજી ને જોયાં.તેજસ ગુરુ જી ના પગે પડ્યો અને બોલ્યો," ગુરુ જી આ શું હતું અને રાજકુમારી વિજ્યા ક્યાં?. ગુરુજી," તેજસ તું પરિક્ષા માં પાસ થયો. જિંદગી થી નિરાશ થવું નહીં.આ દેશ ને તારી ઘણી જરુર છે.અને હા,તારા માટે ની તારાં યોગ્ય જોબ માટે મેં તારા મોબાઇલ માં થી એપ્લિકેશન કરી છે તેનો જવાબ આવ્યો છે. બેંગ્લોર ની એક કંપનીમાં તને જોબ મલી છે ને કાલે ને કાલે સવારે ૧૧ વાગે હાજર થવાનું છે." " પણ ગુરુ જી મારે કર્યું વર્ક કરવાનું અને કંપની શું કામ કરે છે? અને આપ છો કોણ?". તેજસ વાત સાંભળી ને ગુરુ જી હસ્યા ને બોલ્યા," મારો ભાઈ ભારતીય લશ્કર માં જનરલ હતો.અને રિટાયર્ડ છે.સમાજ ના ભટકી ગયેલા અને જવાબદારી માં થી છુટવા સાધુ બાવા બનવા આવે છે તેમને હું યોગ્ય માર્ગદર્શન આપું છું.અને દેશ માટે કેટલા ઉપયોગી થાવ તેની સમજ આપું છું.હા આ કંપની રાષ્ટ્રીય સુરક્ષા ના સાધનો બનાવતી કંપની છે.અને તારા કામ ની વિગત તને ત્યાં થી મલશે." આમ કહી ગુરુજી એ મોબાઇલ પરત કર્યો અને માદળિયું પાછું લઈ લીધું.અને ગુરુ જી પાછા ગીરનાર જતા રહ્યા.******. બીજા દિવસે તેજસ વિમાન દ્વારા બેંગ્લોર પહોંચ્યો.અને કંપની ના HR department માં હાજર થવા ગયો.તેને HR ના હેડ ને મલવા જણાવ્યું.તેજસ HR ના હેડ ની કેબિન માં દાખલ થયો. તે આશ્ચર્ય પામ્યો. "હેલો,તેજસ, કમ ઇન.મારુ નામ વિજ્યા છે HR હેડ.પણ મને કેમ તાકી તાકીને જુએ છે.? તેજસ," મેડમ તમે રાજકુમારી વિજ્યા? અહીં? " વિજ્યા બોલી," ના હું રાજકુમારી નથી.કાલ થી તારે ચાર મહિના ની ટ્રેનીંગ છે" તેજસ," મેડમ, મને ના ઓળખ્યો? તમે બ્રાહ્મી ભાષા જાણો છો?" હવે વિજ્યા ચોંકી ગ ઈ.અને કહ્યું હા, જાણું છું.ચાર મહિના ની ટ્રેનીંગ પછી તારે અને મારે દેશ ની સુરક્ષા ના મિશન માટે જવાનું છે.ઓકે."................ તેજસે ગુરુજી ને અને ઈશ્વર ને મનોમન વંદન કર્યા.અને બોલ્યો," વંદેમાતરમ્,જય હિંદ...."

લેખક- કૌશિક દવે