abhav - 3 - 1 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અભાવ - ૩ - 1

Featured Books
  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

Categories
Share

અભાવ - ૩ - 1

*અભાવ-૩*. વાર્તા.. પાર્ટ-૧
૨૦-૧૨-૨૦૧૯

આજે મારે એક કામસર બપોરે પાલડી જવાનું થયું હું રીક્ષા ની રાહ જોતી ઉભી હતી અમારા સોસાયટી ના નાકાં પાસે.... આજે રવિવાર હોવાથી વાહનો ની અવર જવર બહું જ હતી.... એક રીક્ષા આવી ને મારી પાસે ઉભી રહી... બોલો મેમ ક્યાં જવું છે???
મેં કહ્યું કે પાલડી... પણ તું તો સાવ નાનો છે બેટા હજુ અઢાર વર્ષ નો જ લાગે છે???
હા મેમ હું બારમાં ધોરણમાં જ ભણું છું... આપ બેસી જાવ... આપે મને ઓળખ્યો લાગતો નથી....
મેં કહ્યું ના બેટા..
તો કહે...
મેમ મારુ નામ અક્ષય છે... હું જય ભટ્ટ સર નો સ્ટુડન્ટ છું... આપ એમનાં વટવા વિસ્તારમાં આવેલા ક્લાસિસ માં આવ્યા હતા ને???
હું ત્યાં જ હતો લાસ્ટ બેન્ચ પર... તમારું ધ્યાન નહીં હોય મેમ.... પણ મેં તમને ધ્યાન થી જોયેલા... જય સર આપની ખૂબ જ રિસ્પેકટ કરતાં હતાં... અને આપ પણ જય સર ને દિકરા જેવું જ હેત રાખીને લાગણી ની ભાવનાઓ થી વાત કરતાં હતાં....
મેં કહ્યું ઓહો.... તો તું જય સર નો વિધાર્થી છે એમ... સરસ..
તો આ ભણવાનું છોડીને આ રીક્ષા કેમ ચલાવે છે???
મેમ એ બહુ લાંબી વાત છે આપને સમય હોય તો મારી વાત કરુ???
નહીં તો આપને જ્યાં જવું છે ત્યાં સુધીમાં હું મારી વાત કરીશ....
બાકી ટૂંકમાં કહું તો જય સર નો હું ખુબ આભારી છુ મને આ નવું જીવન આપવા બદલ... જેથી હું મારા પરિવાર ની લાગણીઓ સમજતો થયો અને મારી જવાબદારી પણ.....
તો ચલ મને પાલડી લઈ જા બેટા... અને મારે એક કલાક નું કામ છે તું રોકાઈ શકે તો હું વેટીગ ચાર્જ આપી દઈશ...
સારુ મેમ બેસી જાવો...
આપના માટે જરૂર રોકાઈશ..
હું રીક્ષામાં બેઠી..
મેં કહ્યું કે બેટા જય સર શું કરે છે??? મજામાં છે ને???
હા મેમ જય સર સદાય હસતા અને હસાવતાં હોય છે એ એમનાં ચેહરા પર દુઃખ ક્યાં દેખાવા દે છે???
મેં કહ્યું સાચી વાત છે ... બહું જ સ્વમાની અને સ્વાભિમાન છે જય... અને એટલે જ મને જય ની ચિંતા હોય છે ... જય માટે હું સતત દુવા કરું છું કે એ સદાય સુખી અને ખુશ રહે...
હવે બોલ બેટા તું કેમ રીક્ષા ચલાવે છે???
મેમ જય સર એકલું પુસ્તક નું જ્ઞાન નથી આપતાં .... એ તો વ્યવહારિક જ્ઞાન પણ આપે છે અને સાચું અને સારું શિખવાડે છે...
તમે હાજર હતાં અને તમે જોયું હતું ને કે જય સર બીજાને પણ કેવાં મદદરૂપ થાય છે...
હું પણ મધ્યમ પરિવાર નો છોકરો છું... મારા પિતા નોકરી કરી ને આવી ને રાત્રે બાર વાગ્યા સુધી રીક્ષા ચલાવે છે... મારી માતા સિલાઈ કામ કરે છે .. અને મારી દિદી કોલેજમાં છે અને પા ટાઈમ નોકરી કરે છે પરિવાર ને મદદરૂપ બનવા... હું ઘરમાં નાનો .... અને બધાનો લાડલો એટલે હું દરેક વસ્તુ માટે જીદ કરું અને માતા પિતા, અને દિદી કરકસર અને મહેનત કરી ને મારી નાની મોટી જીદ પૂરી કરે... પણ આને તો હું મારો હકક સમજી ને માંગણી ઓ કરતો જ રહ્યો...
ઘરમાં રસોઈ બની હોય એમાં પણ આ શાક મને નથી ભાવતું અને આ મારી પસંદગી નું ખાવાનું નથી તો માતા મને બીજું બનાવી દે અને સવારે મેં ના ખાધું હોય એ મારી માતા રાત્રે ખાઈ લે.... આમ હું મારી દુનિયામાં જ મસ્ત રહેતો ઘરમાં કેટલી તકલીફ છે... કેમ કરી રૂપિયા લાવે છે એ પ્રત્યે હું બેપરવા હતો અને ભાઈબંધ ની દેખાદેખી કંઈક ને કંઈક માંગણી ઓ કરતો રહેતો... ક્યારેક કપડાં તો ક્યારેક બર્થ-ડે નિમિત્તે દોસ્તો ને નાસ્તો કરવાની જીદ કરી રૂપિયા માંગતો જ રહ્યો....
પણ આ વખતે મેં મોટી જીદ લીધી...
વધું વાંચો બીજા ભાગમાં અને તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.....
ભાવના ભટ્ટ અમદાવાદ....