Ardhjivit - 2 in Gujarati Horror Stories by Jay Dharaiya books and stories PDF | અર્ધજીવિત - ભાગ 2

Featured Books
  • શંકા ના વમળો ની વચ્ચે - 23

    બરોડા પહોંચ્યા પછી સોનાલી ના પપ્પા ને ઘરે તેમના બેડરૂમ માં આ...

  • Smile and Solve

    ઘણી બધી અકળામણ અને પછી નક્કી કરેલો નિર્ણય..... પહેલું વાક્ય...

  • પ્રણય ભાવ - ભાગ 3

                                        આજે પ્રણય ભાવ ના આ પ્રકર...

  • તુતી

    (રસ્કિન બોન્ડ ની વાર્તા monkey business નો ભાવાનુવાદ.)તુતીદા...

  • મેઘાર્યન - 4

    મેઘા ભારપૂર્વક બોલતી હોય તેમ કહ્યું, “આ કામ તમારી સૌથી પ્રિય...

Categories
Share

અર્ધજીવિત - ભાગ 2

ભાગ 2 શરૂ

"અરે એમ થોડા જવા દઈએ" એમ કહીને તે વ્યક્તિઓ ફેનીલને ટોયલેટ ના દરવાજા સાથે ફેનીલના બન્ને હાથ બાંધી દે છે અને તે બન્ને વ્યક્તિઓ ફેનીલને શારીરિક રીતે હેરાન કરે છે.અને ત્યાંથી જતા રહે છે.
"પ્લીઝ કોઈ છે ખોલો મને!પ્લીઝ બચાવો મને" ફેનીલ જોર જોરથી રડતો રડતો બોલે છે.
છેવટે રાત પડી જાય છે અને એક વોચમેન ત્યાં ટોયલેટ માં આવે છે અને તે ફેનીલ ને બંધાયેલો જોવે છે.
"અરે બેટા તારી આવી હાલત કોણે કરી" વોચમેને દોરી ખોલતા પૂછ્યું.
"કોલેજના સિનિયરોએ " ફેનીલે રડતા રડતા જવાબ આપ્યો.

"કાંઈ નહિ બેટા જેમ બને તેમ એ લોકોથી બચીને રહેજે એ લોકો ખૂબ જ વિચિત્ર છે" વોચમેને ફેનીલને કહ્યું.

"થેન્ક યુ અંકલ મને છોડવા માટે" ફેનીલ આટલું કહીને ઘર તરફ રવાના થઈ જાય છે.

હજુ ફેનીલ ઘર ના બસ સ્ટેન્ડ પાસે ઉતરે છે ત્યાં તેના મમ્મી નો કોલ આવે છે.
"બેટા હું સીતા માસીને ત્યાં ગઈ છું એટલે ખાવાનું ઘરમાં છે ખાઈ લેજે અને બારી બારણા બંધ કરીને સુઈ જજે હું કાલે સવારે આવીશ." ફેનિલના મમ્મીએ કહ્યું.

"ઓકે મમ્મી કઈ વાંધો નહિ" ફેનીલે એટલુ કહીને ફોન કટ કર્યો.
ફેનીલ હવે તેના ઘરની નીચે આવેલા ગાર્ડન માં બેસે છે અને ધીમે ધીમે ગીતો ગાવા લાગે છે.

"તમેં તો ખૂબ જ સરસ ગીત ગાવા છો" કોઈ આજાણ્યા અવાજે કહ્યું.

ફેનીલ પાછળ ફરીને જોયું તો કોઈ છોકરી ઉભી હતી.

"થેન્ક યુ સો મચ?" ફેનીલ જવાબ આપ્યો.

"તમારું નામ શું છે?" તે છોકરીએ પૂછ્યું.

"મારું નામ ફેનીલ હું અહીંયા જ સામેના ઘરમાં રહું છું.તમે અહીંયા નવા આવ્યા છો રહેવા?" ફેનીલે પૂછ્યું.

"હા હું અહીંયા નવી રહેવા આવી છું અને તમારી બાજુનું ઘર મારું જ છે" તે છોકરીએ જવાબ આપ્યો.

" હમ્મ..તમારું નામ?" ફેનીલે પૂછ્યું.

"મારું નામ પૂજા!" તે છોકરીએ જવાબ આપ્યો.

"વાહ! નાઈસ નેમ! લો અહીંયા બેસો બેસો" ફેનિલે પૂજા ને કહ્યું.

" મેં ફિર ભી તુમકો ચાહુંગા!! મેં ફિર ભી તુમકો ચાહુંગા" ફેનીલ ધીમે ધીમે ગીત ગાતો હતો.

" હકીકતમાં તમારો અવાજ ખૂબ જ મીઠો છે આપણા ભવિષ્ય ના સિંગર મિસ્ટર ફેનીલ" પૂજા ફેનિલની તારીફ કરતી કરતી બોલી.

"અરે થેન્ક યુ પણ તમે ધીમે બોલો રાત છે ઉઠી જશે પાછા બધા" ફેનીલે પૂજા ને શાંત રાખતા કહ્યું.

(એટલામાં ફેનીલના ફોન ની રિંગ વાગે છે ફેનીલ ફોન ઉપાડે છે)

"હા મમ્મી બોલ!" ફેનીલ બોલ્યો.

"હા બેટા જમ્યો કે તું?" ફેનીલના મમ્મીએ પૂછ્યું.

"અરે ના! મમ્મી હું તો નીચે બેઠો હતો ગેસ બંધ થઈ ગયો છે એટલે ગરમ ના થયું એટલે હું નથી જમ્યો"ફેનીલે તેના મમ્મીને કહ્યું.

"હા પણ બહાર થી જમી લેજે ભૂખ્યો ના સૂતો બેટા" ફેનીલના મમ્મીએ કહ્યું.

"એ હા મમ્મી હમણાં જ જમી આવું લે બહાર જઈને" એમ કહીને ફેનીલ ફોન મુક્યો.

"ચાલો પૂજા હું નીકળું?" ફેનીલે પૂજા ને કહ્યું."લે કયા જવું છે મેં તમારી વાત સાંભળી કસેય પણ બહાર હોટેલ માં ખાવા જવાની જરૂર નથી?" પૂજાએ ફેનીલને કહ્યું.

"અરે ના યાર સમજોને મને ભૂખ લાગી છે એટલે જાવ છું" ફેનિલે કહ્યું.

"એક તો તમારો અવાજ આટલો જોરદાર છે તો શું કામ હોટેલ નું કહીને તેને ખરાબ કરો છો એક કામ કરો મારા ઘરે જમી લો આજે રાત્રે" પૂજા એ ફેનીલને ઇનવાઈટ કરતા કહ્યું.

"ના એમ થોડું કોઈના ઘરે જવાય રહેવા દો" ફેનીલે શરમાઈને કહ્યું.

"અરે કોઈનું ઘર થોડું છે તમારા પડોશી નું ઘર છે યાર ચાલો" પૂજાએ ફેનીલનો હાથ પકડીને તેના ઘરે લઈ જતા કહ્યું.

"હા તો ચાલો આજે તમારા ઘરે જ જમી લઈએ" ફેનીલ બોલ્યો.

"અરે તમે મને આ તમે તમે કહેવાનું બંધ કરો અને ઓન્લી પૂજા ખો તો પણ ચાલશે" પૂજાએ કહ્યું.

"હા તો પૂજા તું પણ મને તમે કહેવાનું બંધ કરી દે આપણે તો મિત્ર છીએ ને" ફેનીલે પૂજાને કહ્યું.

"ચાલ તો તું અહીંયા ડાઇનિંગ ટેબલ પર બેસ અને હું ખાવાનું લઈને આવું છું" પૂજા એ કહ્યું.

"એ હા ઓકે" એટલું કહીને ફેનીલ પોતાનો ફોન ગુમેડવા લાગે છે.

"આ લે સ્પેશિયલ તારી માટે ગરમા ગરમ ખાવાનું" પૂજાએ ફેનીલ ને કહ્યું.

"થેન્ક યુ સો મચ મારી હેલ્પ માટે" ફેનીલ પૂજાને કહ્યું.

"અરે યાર ફ્રેન્ડમાં નો થેન્ક યુ નો સોરી" પૂજાએ જવાબ આપ્યો.

હવે ફેનીલ ખાવા લાગે છે અને પૂજા ફેનીલ સામે જ જોયા કરે છે પૂજાને ફેનીલ પસંદ આવવા લાગ્યો હોય છે.

"હાઈશ! યાર જોરદાર ખાવાનું બનાવ્યું હો! મજા આવી ગઈ" ફેનીલે પૂજા ને કહ્યું.

"તારી માટે સ્પેશિયલ ડીશ બનાવેલી હોય જ ને જોરદાર" પૂજાએ ફેનીલ ને કહ્યું."અરે થેન્ક્ યુ અગેઇન" ફેનીલ બોલ્યો.

"અરે યાર મેં તને કેટલી વાટલર કીધું મિત્રતામાં નો થેન્ક યુ નો સોરી" પૂજાએ ફેનીલને કહ્યું.

"ઓકે બાબા" ફેનિલે પૂજાને હાથ જોડતા કહ્યું.
ફેનીલ હવે પાણી પીવા ઉભો જાય છે અને ત્યાં રૂમ માં કોઈ વૃદ્ધ વ્યક્તિ સૂતો હોય છે.આ જોઈને ફેનીલના મનમાં પ્રશ્ન થાય છે.

ભાગ 2 પૂર્ણ