saraswati river civilization in Gujarati Human Science by Kamlesh Vichhiya books and stories PDF | સરસ્વતી નદી સભ્યતા

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

સરસ્વતી નદી સભ્યતા

સરસ્વતી સભ્યતા અને મુખ્યભૂમિ ભારત
(saraswati civilization and mainland india)

સરસ્વતી નદી , તમે આ નામ ઘણી વાર સાંભળ્યું હશે, અને ભારતના અલગ અલગ પ્રાંતો મા 10 થી વધારે નાની મોટી નદીઓ ને સરસ્વતી નામે પ્રાંતીય ભાષાઓમા ઓળખવામા આવી છે. પરંતું મુખ્ય સરસ્વતી નદી જે આજથી હજારો વર્ષ પહેલા એક નાના સાગર જેટલી પહોળાઈમા વહેતી એ વર્ષો પહેલાજ મરુસ્થલ(થાર અને કચ્છ) મા સમાપ્ત થઈ ચૂકી છે.
તો ચાલો આજે સરસ્વતી નદી અને તેનાં કિનારે ઉત્પન્ન થયેલી ભારતીય સભ્યતાનૉ પરિચય કરીએ...

સિંધુ ખિણની સંસ્કૃતિના 70% શહેરો સરસ્વતી નદીના કિનારે વસેલા હતાં, જ્યારે 30% શહેરો સિંધુ નદી નજીક વસેલા હતાં. તાજેતરની સેટેલાઇટ ઇમેજિસ પરથી જાણી શકાઈ છે કે સરસ્વતી નદી હિમાલયથી નીકળીને ,સતલૂજ અને યમુના નાં પ્રવાહની વચ્ચે થઈ હાલના સિંધ અને રાજસ્થાન વચ્ચે મોટી પહોળાઇ(max 20km)મા પથરાઈ ને ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે ડેલ્ટા બનાવતી દેખાઈ છે. હાલ નું નળ સરોવર પણ સરસ્વતીનૉ જ એક ભાગ દ્રશ્યરુપ થાય છે.
એટ્લે કે ભૂતકાળમા લોથલ અને ધોળાવીરા મહત્વના પોર્ટ બની રહ્યાં હશે. વળી સિંધુનો પ્રવાહ પણ એ વખતે સરસ્વતી સાથે જ સમુદ્ર મા સમાતિ હોવાથી પૂરા પશ્ચિમ ભારત નો વ્યહવાર જળમાર્ગ પર ખૂબ જ વિકસિત હશે!!
વળી દુનિયાની સૌથી મોટી શાકાહરિ વસ્તી આ પ્રસ્તાવિત સરસ્વતી નદીના કિનારે આજે પણ વસે છે. જો આંકડા સાથે જોઈએ તો ભારત ના ચાર શાકાહાર બહુલ્ય રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જ છે.
આ રીતે જોઈએ તો દ્વીપકલ્પ કહેવાતું સૌરાષ્ટ્ર એ વખત મા સરસ્વતી ડેલ્ટા નો સૌથી મોટો દ્વીપ હશે.
●સરસ્વતી નદીનું અદ્રશ્ય થવાનું કારણ :
સરસ્વતી નદી 4000 વર્ષો પૂર્વે ભયંકર દુષ્કાળ અને હિમાલય જે નદીનૉ મુખ્ય સ્રોત હતો ત્યાંના ભૂકંપથી થયેલા પર્વતોના વર્ષોપરાંત સ્થાનવિચલનથી પાણીના પ્રવાહમા થયેલા અવરોધને લીધે સમયાંતરે અદ્રશ્ય બની.

●મુખ્ય ભૂમિ ભારત (mainland india):
9000 વર્ષો થી પણ પ્રાચિન એવી વિશ્વની સૌથી પ્રાચિન એવી સરસ્વતી નદીના કિનારે વસેલી મહાન સભ્યતા જેની સંસ્કૃતિ આજે ભારત અને દુનિયાભર પ્રસરેલી છે
એવી આ મહાન સભ્યતાની શરૂઆત નક્કી જ આ સરસ્વતી ડેલ્ટા જ હોવો જોઈએ જેમા આજના વિસ્તારોનૉ સમાવેશ કરીને તેને મુખ્યભૂમિ ભારત એટ્લે કે (mainland india) તરીકે ઓળખાવી શકાય છે.
પુર્વમા ખાંડેશ, માળવા, ગુજરાત, મારવાડ, સૌરાષ્ટ્રથી લઇને પશ્ચિમમા થાર,કચ્છ, સિંધ,પંજાબ અને મકરણ સુધીના વિસ્તારને મુખ્ય ભૂમિ ભારત એટલે કે ભારતની શરૂઆત હશે તેવું કહી શકાય.

● મહાભારતના કાળ દરમિયાન આ સરસ્વતી નદીને દ્રષ્દવતી નદી તરીકે પણ વર્ણવાઇ છે, મહાભારત અનુસાર મહાભારતના યુદ્ધ પછી 1200 વર્ષ સુધી વરસાદ પડ્યો જ ન હતો. સરસ્વતી નદીના કિનારે હોવાથી ગુજરાતના સૌરાષ્ટ્રથી લઇ ને રાજસ્થાન ણે હરિયાણા સુધીનાં વિસ્તાર સારસ્વત કહેવાય છે.

●હાલ મા ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં સમાચાર મુજબ -"ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અમદાવાદે IIT બોમ્બે સાથે મળીને એક નવું સંશોધન હાથ ધર્યું હતું. તેમાં જાણવા મળ્યું છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનમાં એક નદી વહેતી હતી. સંશોધનમાં જણાવ્યા મુજબ હાલ ઘગ્ગર નદી વહે છે લગભગ તે જ વહેણમાં પ્રાચીન નદી વહેતી હતી. સંશોધકોના જણાવ્યા મુજબ આ ઋગવેદમાં જેનો ઉલ્લેખ છે તે સરસ્વતી નદી હતી. મહાભારતમાં ઉલ્લેખ છે કે સરસ્વતીના વહેણ ધીમે ધીમે ઘટી ગયા હતા અને આ નદી પછી ગાયબ જ થઈ ગઈ હતી. આ અભ્યાસ સાયન્ટિફિક રિપોર્ટમાં પબ્લિશ કરવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ તે વાંચી શકે છે.

સંશોધકોએ પુરાવા આપ્યા છે કે સરસ્વતી ખૂબ જ પ્રાચીન નદી છે અને તે ઈસવીસન પૂર્વે 7000 થી 2500 ઉચ્ચ હિમાલયમાંથી વહેતી હતી. હડપ્પાના લોકોએ ઈસવીસન પૂર્વે 3800થી 1900 વચ્ચે તેમના શહેરો આ નદીની આસપાસ વસાવ્યા હતા. સંશોધનમાં જણાવાયું છે કે સરસ્વતી ગાયબ થઈ જતા હડપ્પાની સંસ્કૃતિ ભાંગી પડી હતી. આ સંસ્કૃતિના પતન પછી મેઘાલયન તબક્કાની શરૂઆત થઈ હતી. તે હાલના ગ્લોબલ ક્લાઈમેટની સૂકી આબોહવાનો તબક્કો છે જે લગભગ 4200 વર્ષ પહેલા શરૂ થયો હતો."