Love Blood - 4 in Gujarati Detective stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બ્લડ - 4

Featured Books
  • दिल ने जिसे चाहा - 27

    Dr. Kunal तो उस दिन Mayur sir को ये बता कर चले गए थे कि—“शाद...

  • अदाकारा - 62

    *अदाकारा 62*     शर्मिलाने अपने दिमाग पर ज़ोर लगा...

  • Tere Ishq Mein - Explanation - Movie Review

    फिल्म की शुरुआत – एक intense Romanceफिल्म की शुरुआत एक छोटे...

  • Between Feelings - 1

    Author note :hiiiii dosto यह एक नोवल जैसे ही लिखी गई मेरे खु...

  • Mafiya Boss - 3

    in mannat गीता माँ- नेहा, रेशमा !!ये  तुमने क्या किया बेटा?...

Categories
Share

લવ બ્લડ - 4

બાઇક લઇને લોન્ગ ડ્રાઇવ અને પછી એનાં ફ્રેન્ડ સાથે જવાનો હતો. એ બજાર તરફ આગળ વધી રહેલો અને ટ્રાફીક સર્કલ પાસે ભીડ જોઇને ઉભો રહી ગયો. બાઇક બાજુમાં રાખી કુતૂહલવશ અંદર જોયું તો ટ્રેઇનવાળી છોકરીજ હતી... દેબુએ બધાંને આઘા કાઢી નુપુરને ઉભી કરી. નુપુરે પણ દેબુને ઓળખી લીધેલો. એણે કહ્યું “બધાં ટેમ્પાવાળાની જોડે ઝગડવા અને વીડીયો ઉતારવામાંથી ઊંચા નહોતાં આવતા ઉભી કરવી જોઇએ મને. “
દેબુએ કહ્યું "મારી રાહ જોવાતી હતી એમ કહીને હસી પડ્યો. દેબુએ કહ્યું તારી સાયકલનું વ્હીલ બેન્ડ થઇ ગયુ છે ડેમેજ છે એ આગળ સાયકલ વળો છે ત્યાં કરાવી લઇએ કાલ સુધીમાં કરી આપશે. “
નૂપુરે કહ્યું "પણ મારે ઘરે જવાનું છે માં પાપા ચિંતા કરશે. દેબુએ કહ્યું "ઘરે હું મુકી જઇશ બીજો કોઇ ઓપશન નથી.” નુપુરે ના છૂટકે હા પાડી. દેબુએ સાયકલનું એક વ્હીલ બાઇક સાથે બાંધીને નુપુરને પાછળ બેસી પકડવા કહ્યું અને થોડેકજ આગળ સાયકલ રીપેરીંગવાળાને આપી દીધી.
દેબુએ કહ્યું “ હું ગઇકાલ સુધી સાયકલ પર જ ફરતો હતો અને અહીંજ સાયકલ રીપેરીંગ કરાવતો હું જાણું છું અહીં સરસ રીપેર થશે. બાઇક આજેજ મળી છે અને મૂહૂર્ત બેસાડવાનું આજેજ છે પહેલ વહેલી તને જ બેસાડી “ એમ કહીને હસવા લાગ્યો.
દેબુએ સાયકલવાળા સાથે વાત કરી લીધી અને આવતી કાલે સાંજે લઇ જવા કહ્યું. દેબુએ નૂપુરને કહ્યું "ચાલ ક્યાંક જ્યુસ-કોફી-ચા કંઇક પીએ તને જે ફાવે એ. “
નૂપૂરે કહ્યું "ચા સિવાય કંઇ પણ ચાલશે.. પણ એક વાત કહ્યું ? તને વાંધો ના હોય તો ? દેબુએ કહ્યું. કહેને શું છે ?
નુપુરે કહ્યું. “ મારાં ઘરે જ જઇએ.. ત્યાં જ હું સરસ બનાવીને પીવરાવીશ. તારો ઉપકાર ઉતારી દઇશ” એમ કહીને હસવા લાગી.
દેબુ બે મીનીટ વિચારમાં પડી ગયો. પછી બોલ્યો “ ઓકે ડન.. ચાલ તારાં ઘરે જ.. એ બ્હાને ઘર જોવાઇ જશે.” અને નુપુર બાઇક પાછળ બેસી ગઇ અને દેબુને જવાનો રસ્તો ગાઇડ કરતી રહી.
સીટીની હાદ પુરી થઇ ગઇ બાઇક હવે ફોરેસ્ટ અને ચાનાં બગીચા તરફનાં રોડ તરફ જવાં લાગ્યાં. નુપુર બાઇક પર એવી રીતે બેઠી હતી કે દેબુનો બીલકુલ સ્પર્શના થાય. દેબાન્શુએ કહ્યું "આ તો રસ્તો જોરદાર છે ચારેબાજુ પહાડો ટી ગાર્ડન્સ પાછળ જંગલ વાહ કહેવું પડે ખૂબ સુંદર વિસ્તાર છે.. અહીં તો રહેવાની મજા આવે. પણ તું પાછળ બેઠી જ છું ને ??? “
નુપુરે કહ્યું “ અરે બેઠી છું ને કેમ ? તું બોલે છે સાંભળું છું બસ હવે થોડે આગળથી રાઇટ ટર્ન લઇ લે પછી આખો ગોળાકાર-આઇ મીન સર્કલ જેવો રસ્તો આવશે માડીને એમાં લઇ લેજે એ પૂરો થતાંજ મારું ઘર આવી જશે.”
દેબુએ કહ્યું "ઓકે ઓકે.. તારાં ઘરનું લોકેશન કહેવુ પડે ખૂબ સરસ છે.. પણ તારી સાવધાની કહેવી પડે આટલાં આખાં રસ્તામાં.. મને ખબર જ નથી પડી કે તું પાછળ બેઠી છે. અરે વાહ તેં કીધુ આ સર્કલવાળો રોડ આવી ગયો.” દેબુ રસ્તાની હરીમાળી અને સુંદરતામાં ખોવાઇ ગયો. કુદરતની સુંદરતાનું નજરાણું જાણે આંખ સામે અને પીઠ પાછળ બેઠું હતું. નુપુરની સુદરતાએ એને પાગલ કરેલો... એનું હૃદય ઘવાઇ ચૂક્યું હતું.
ત્યાંજ નૂપૂરે કહ્યું "એય.. આવી ગયું સે જે દેખાય એજ મારુ ઘર જો પેલાં બારણુનું જંગલ દેખાય એની પાછળ રસ્તો છે ત્યાં લઇલે.. પછી મારું ઘર જ.”
વિસ્મય પામતો દેવુ બાઇક ચલાવી રહેલો એણે બામ્બુનાં પલાટેશન પાછળ નાનું કલાત્મક અને સુઘડ ઘર જોયું ત્યાં બાઇક ઉભી રાખી.
નુપુર ત્યારથી ઉતરી ગઇ અને દેવુને ઘરે આવવા આમંત્રણ આપ્યુ દેબુ આ બધુ જોઇને આશ્ચર્ય સાથે આનંદીત થયેલો.
એણે બાઇક પાર્ક કરીને.. પૂછ્યુ “ પણ તારું નામ શું મારુ નામ દેબાન્શુ છે. નુપુરે કહ્યું " નુપુર.. જોયાં બધુ પહેલાં નામ અત્યારે પૂછવાનું સ્ફૂર્યું? “ નુપુર દેબુને ઘરની આંદર લઇ ગઇ અને...
નુપુર દેબુને ઘરની અંદર લઇ ગઇ.. અને અંદર જઇને એકદમ આશ્ચર્યમાં દુબી ગયો. બહારથી નાનકડું દેખાતું ઘર અંદરથી વિશાળ હતું ખૂબ સુંદર અને સ્વચ્છ હતું પાછળનાં ભાગમાં જંગલ અને દૂર સુધી ટી ગાર્ડન્સ દેખાતાં હતાં. દેબુથી કીધા વિના ના રહેવાયું.. “ બ્યુટીફુલ- બ્યુટીફુલ અહીં બધુજ સુંદર છે. સુંદરજ નહીં બલ્કે અતિસુંદર છે “ નુપુરની સામે જોઇને કહ્યું.
નુપુર શરમાઇ ગઇ.. “ તમે.. તમે..આઇમીન તું શું પીશે ? ચા-કોફી કે શરબત ? “
દેવુએ પૂછ્યુ " પણ તારાં માં -પાપા નથી કોઇ ભાઇ બ્હેન ? નુપુર.. તારુ નામ પણ સુંદર છે. મહાદેવને ગમતી નુપુર.. કહેવું પડે. હાં પીવાનું... કંઇ પણ ફાવશે જે તું પીવરાવે એ મને બધુજ ચાલશે. “
નુપુરે કહ્યું "હું એકજ છું માં પાપા ટી ગાર્ડન ગયાં છે ત્યાં કામ કરે છે. માં હમણાં આવશેજ એ વહેલી આવે છે પાપાનું અહીં કામ પ્રમાણે વહેલાં મોડાં આવે છે. “
દેબુએ કહ્યું "ઓહ એનો મતલબ આ ઘરમાં આપણે બંન્ને એકલાં જ છીએ... વાઉ... પણ.. કોઈ મતલબ નથી “ એમ કહીને હસી પડ્યો.
ત્યાંજ બહારથી નુપુરની માં નો અવાજ આવ્યો. “ નુપુર... આ બાઇક કોની છે ? કોણ આવ્યુ છે ? “ એમ પૂછતાં પૂછતાં અંદર આવી ગઇ.
નુપુર બહાર આવી માં પાસેથી થેલી લઇ લીધી અને બોલી “ માં દેબાન્શુ આવ્યો છે. આઇ મીન દેબાન્શુએ મને હેલ્પ કરી.. પછી... ઘરે મૂકવા આવ્યો છે. “ એમ કહીને દેબુની ઓળખ કરાવી.. પછી આખી ઘટનાં વર્ણવી.
નુપુરની માં એ દેબુનો આભાર માન્યો અને એ લોકો કેટલા વખતથી ઘરે છે એ પણ જાણી લીધું.
નુપુરે કહ્યું “ બસ માં હજી હમણાં અંદર આવ્યાં ત્યાંજ તું આવી હવે દેબુને તું જ કંઇક બનાવીને પીવરાવ.”
માં એ કહ્યું "આભાર ભાઇ. નુપુરને મદદ કરી તમે. તમે શું કરો છો ? ક્યાં રહો છે ? “ માં-બાપ-ભાઇ બહેન વગેરે પ્રશ્નો પૂછી લીધાં.
નુપુર વચ્ચે બોલી "માં કેટલાં પ્રશ્ન કરો છો ? માં એ કીધુ જાણવું. જોઇએ.. આ છોકરો છેક ઘર સુધી મૂકવા આવ્યો છે સંસ્કારી ઘરનો છોકરો લાગે છે. @
દેબુએ કહ્યું "આંટી હું ભક્તિનગરમાં રહુ છું સીટીમાં હું એકનો એક છું મારે કોઇ ભાઇ બહેન નથી... મારાં મંમી ખૂબ સરસ ગાય છે પહેલાં ગાયિકા હતાં હવે ઘરેજ શોખ પુરો કરે છે પહેલાં રેડીયો પર પ્રોગ્રામ આપતાં હતાં. પાપા ટીગાર્ડમાં ખૂબ મોટાં હોદ્દા પર છે.. મેં હજી હમણાંજ સીલીગુડી કોલેજમાં એડમીશન લીધુ છે. “
નુપુર કોફી લઇને આવી અને બોલી પડી... ઓહો મેં પણ એજ કોલેજમાં લીધુ. આજેજ ફી ભરીને આવતી હતી અને મારે એક્સીડન્ટ થયો. “
માં હજી હમણાં જ આવી હતી.. એ ચમકી નુપુર તને એકસીડન્ટ થયો છે ? ક્યાંય વાંગ્યુ નથી ને ? સાયકલ ક્યાં ? “
નુપુરે કહ્યું "માં ફી ભરીને પાછા આવતાં કોઇ ટેમ્પાવાળા ટક્કર મારી પડી ગઇ સાયકલનું આગળનું વ્હીલ બેન્ડ થઇ ગયુ છે ત્યાં સીટીમાં રીપેરીંગ માટે આપી અને દેબાન્શુએ હેલ્પ કરી ઘરે મૂકવાં આવ્યો. “
માં ને સંતોષ થયો કે નુપુર હેમખેમ આવી ગઇ. દેબાન્શુએ કહ્યું "તમારાં ઘરનું લોકેશન ખૂબ સરસ છે ઠંડો ઠંડો ધીમો પવન આવ્યા કરે છે એકદમ સોહામણી જગ્યા “ અને... નુપુર સામે જોઇ પછી ચૂપ થઇ ગયો.
દેબાન્શુએ વાત ટૂંકાવીને કોફી પી લીધી પછી કહ્યું "હું જાઉ છું આંટી... આજેજ નવી બાઇક લઇને નીકળ્યો છું ખામખાં માં પાપા ચિંતા કરશે હું રજા લઊં ? “
નુપુરની માં એ કહ્યું “ ઓકે ખૂબ આભાર નુપુરને મૂકી જવા અંગે...”
દેબાન્શુએ કહ્યું "કાલે કોલેજ ગેટ પર આવી જ્જે કાલે સાયકલ લઇ લઇશું... જો સાધન ના હોય તો હું કાલે આવીને લઇ જઊં ? દેબુએ વિના સંકોચે ઓફર કરી દીધી.
“ ઓકે દીકરા કાલે આવી જજે. નુપુર સાથે આવશે “ માં એ કહ્યું.
વધુ આવતા અંકે - પ્રકરણ-5