svikaar - 10 in Gujarati Human Science by Komal Mehta books and stories PDF | સ્વીકાર - ૧૦

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

સ્વીકાર - ૧૦

🔻આપડે આગળ વાત થઈ કે અમુક લોકો આપણને અંદર થી તોડી દેવા માગતાં હોય છે. અને માણસ ને અંદર થી તોડવા માટે શબ્દો કાફી છે, અમુક શબ્દો આપણને અંદર થી તોડી નાખતા હોય છે. પરંતુ આપણે એ સમજવાનું છે કે કોની વાત આપણે આપણા દિલ પર લેવી જોઈએ. જો તમે કોઈ કઈ બી કહે અને તૂટી જાઓ છો, તો તમે બહું જ કમજોર દિલ માણસ છો, અને તમને કોઈપણ વ્યક્તિ બહુ જ સરળતાથી દુઃખી કરી શકે છે. એટલે યાદ રાખવું કે, કોઈના બોલેલા ચાર શબ્દો આપણને ચોંટી રહેવાના નથી, કોઈ નાં બોલેલા ચાર શબ્દો આપણને ક્યારે પણ આપણી સભ્યતા ખોવા ઉપર મજબૂર કરવા નાં જોઇએ! એ વસ્તુ ફક્ત ને ફક્ત આપણાં હાથ માં છે.

🔺એટલે અહીંયા થઈ આપણી માનસીક રીતે કેટલાં સ્ટ્રોંગ છે. એટલે હંમેશાં ફાલતુ વસ્તુ ને આવોઈડ કરવાની, જ્યાં જરૂરી જેવું હોય બોલવું ત્યાં જવાબ આપી દેવો જોઈએ. બધે ચૂપ બેસી રહેવું આપણી કમજોરી માનવમાં આવે છે, એટલે અમુક લોકો ને થોડા થોડા સમય અંતર જવાબ આપતાં રહેવું જોઈએ. કોઈ આપણને evehi નાં સમજે, કે આને તો કઈ પણ બોલો કઈ નહિ, આ તો વાત કરશે. આપણી વેલ્યુ કઈ નાં બચી. આપણી વેલ્યુ આપણાં હાથમાં છે.કોઈ તમને કેટલું પણ મજબૂર કરે ,બોલવા માટે પરંતુ તમારે ક્યારે પણ બીજા માટે થઈને પોતાની સભ્યતા નાં છોડવી જોઇએ.પછી આગળ વાત આવે છે, અમુક લોકો તમને ઓફીસ નાં શાંતિ થી કામ નહિ કરવા દે, તમારી ભૂલો કાઢીને બસ સંભળાવશે.

🔺તમે કોઈપણ માટે કેટલું પણ કામ કરી લેશો, છેવટે એ લોકો તમને વધારે સંભળાવશે, માટે જીવન માં અવેલબલ નહિ વેક્યુએબલ બનો, કોઈ જરા પણ કઈ કામ કે, અને એ કામ ઓફીસ ને લાગતું ન હોય ને તો , પોતાની ફુરસત થી કરીને આપવાનું, સામેવાળો જ્યારે કહે ત્યારે તરતજ તો ક્યારે નહિ આપવાનું.હવે વાત આવે છે, સ્ત્રીઓ આવતી નોકરી માં તકલીફ ની! સ્ત્રી ને પુરુષોની ગંદી નજર અને કોમેંટ્સ સાંભળવી પડે છે, પરંતુ કેમ? શા માટે! એક વસ્તુ દરેક વ્યકિત ની ઊપર લાગુ પડે છે કે પોતાનાં માટે સ્ટેન્ડ જાતે લેવાનો હોય છે માટે જ્યારે કોઈ તમારી તારીફ કરે, અને તમને સમજાય છે કે આ. માણસ ફાલતુ ની fluting કરી રહ્યો છે.તો સમજી જાઓ કે,એ માણસ ની નિયત શું હોઈ શકે. તો આવા લોકો ને સીધે સુધી એના આંખ માં આંખ નાખીને કહેવાનું કે, મને પસંદ નથી તો પ્લીઝ તમે મારી તારીફ નાં કરશો પ્લીઝ.


🔻જ્યારે કોઈ પુરુષ તમારા શોલ્ડર ઉપર થોડો હાથ મૂકે છે, ત્યાં તમે ચેતી જાઓ અને એ વ્યક્તિ જોડે વાતચીત નો વ્યવહાર બંધ કરિને, એનાથી દૂર રહેવું પસંદ કરજો. બીજું કે માણસ ની નિયત એની આંખો માં સાફ દેખાતી હોય છે. માટે આંખો ને સમજતાં શીખવું જોઈએ. જ્યારે કોઈ તમારા જોડે કઈ ગલત કરે છે, અને તેમ છતાં તમે એ માણસ ને માફ કરી દો છો, ત્યારે તમારો આ સારો અને સરળ સ્વભાવ તમારો દુશ્મન બની જાય છે.અને આવા લોકો તમારા સારા સ્વભાવનો લાભ લેવા માગતાં હોય છે.

🔺જ્યારે તમે થોડા ફ્રેન્ક છો, ફ્રેન્ડલી છો , અને ઓપન છો વિચારો નાં છો, તમે કઈ પણ વાત ઊપર ચર્ચા કરી શકો છો! ત્યારે લોકો તમને જજ કરે છે. પોતાની માનસિક્તા નાં હિસાબે, માટે કોણ શું કહે છે, એના પર ધ્યાન આપીને આપણું મગજ ક્યારે પણ બગાડવું નહિ. બીજું જ્યારે કોઈ વ્યકિત સતત તમને ગુર્યા કરે છે, તમને જોયા કરે છે, એના કારણે તમે થોડાં અસહજ થઈ જાઓ છો! ત્યારે તમારે શું કરવું જોઈએ, એ માણસ ને સવાલ પૂછવો જોઈએ તમને કઈ પ્રૉબ્લેમ છે મારાથી? ત્યારે એ વ્યક્તિ જવાબ આપે કદાચ નાં પણ આપે, તો તમને કદાચ ઇજ્ઞોર પણ કરે ! પણ આ વ્યક્તિ ને એટલી વાત માં એટલું જરૂર સમજાઈ જશે છે, કે મારું આ વર્તન સામેવાળા ને નથી પસંદ, માટે એ નહિ કરે બીજી વાર. અને જો કોઈ હલ્કા માણસ હશે, એ આવું વર્તન વારંવાર કરે તો, સવાલ પૂછી લેવા એણે, અને પછી પણ એવું કરે તો, આગળ એના ખિલાફ કંપ્લેન કરવી જોઈએ.

🔻જેટલાં તમે ચૂપ રહો છો, એટલે તમારા જીવન ની મુસીબત વધી જશે. માટે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાનાં માટે સ્ટેન્ડ લેતાં શીખવું જોઈએ, અને સૌથી મહત્વની વાત " નાં " બોલતાં શીખવું જોઈએ.અગર કોઈ વ્યકિત તમારા ઓફીસ નો સ્ટાફ નથી, પરંતુ તમારા ઓફીસ માં હંમેશાં આવતા જતા હોય છે, તો આવા લોકો પણ ક્યારે તમારા પાસે તમારો નંબર માગે તો ! તો તમારે નીડરતા પૂર્વક કહેવું જોઈએ, હું શું કામ મારો નંબર તમને આપુ? થોડાં કઠોર ટોન માં! બીજી વાર એ માણસ કંઈપણ પૂછતાં પહેલાં પણ સોચશે.