Mitrata thi prem sudhi - 3 in Gujarati Love Stories by Dhanvanti Jumani _ Dhanni books and stories PDF | મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 3

Featured Books
  • अनजानी कहानी - 4

    Priya house:पूर्वी गोदावरी (काकीनाडा) ज़िले में वरिष्ठ कलेक्...

  • इश्क़ बेनाम - 10

    10 फैसला इतनी रात को वह कोई टेक्सी नहीं लेना चाहती थी, मगर ल...

  • Haunted Road

    "रात के ठीक बारह बजे, जब पूरा गाँव नींद में डूबा था, एक लड़क...

  • आध्यात्मिकता

    आध्यात्मिकता एक गहन और विस्तृत विषय है, जो केवल धार्मिक कर्म...

  • महाभारत की कहानी - भाग 113

    महाभारत की कहानी - भाग-११४ युद्ध के चौथे दिन घटोत्कच की जीत...

Categories
Share

મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 3

ભાગ 2 મા આપણે જોયું કે પ્રેમ ધ્વનિ ને કીધા વગર સૂઈ જાય છે અને ધ્વનિ ગુસ્સે થઈને પ્રેમ ના કોઈ મેસેજ નો રિપ્લાય નથી કરતી અને પ્રેમ પણ વિચારે છે કે કામથી ઘરે જઈને શાંતિથી મનાવી લઈશ એમ વિચારે છે . હવે આગળ
________________🤗🤗______________

હવે પ્રેમ કામ કરી ઘરે આવે છે ને સૌથી પહેલા ધ્વનિ ને મેસેજ કરે છે પણ ધ્વનિ મેસેજ નો રિપ્લાય નથી આપતી પ્રેમ કહે છે કે ધ્વનિ રિપ્લાય તો આપ ,
ધ્વનિ રિપ્લાય આપે છે, શું છે? નથી કરવી મારે વાત જા

પ્રેમ કહે છે કેટલો ગુસ્સો કરીશ, હવે તો શાંત થા.સોરી ધ્વનિ 😐 ખૂબ થાકી ગયો હતો એટલે સૂઈ ગયો, હવે માફ કર હવે કીધા વગર નહીં ઊંઘુ બસ.

So sorry dhvani માફ કરી દે હવે. 😣😣

ધ્વનિ જેટલા ખુલા દિલની ગુસ્સો પણ એને એટલો જ જલ્દી આવે. ધ્વનિ ખૂબ જ ગુસ્સે હતી તો એને પ્રેમ જોડે સરખી વાત ના કરી. પ્રેમ એ ધ્વનિ ને સોરી કહ્યું પણ ધ્વનિ માનવા તૈયાર જ ના.

પ્રેમ એ કીધું માફ કરે છે કે ના ??છેલ્લી વાર પૂછું .

ધ્વનિ એ કીધું ના નહી કરું જા,, 😏😏 સૂઈ જા મારે નથી કરવી વાત.

પ્રેમ એ કીધું સારું, હું પણ નથી જમતો સૂઈ જઉ છું.

બંનેની વાત તો બંદ થઇ પણ બંને વારેઘડીએ એકબીજાનું લાસ્ટ સિન જોતા પણ ધ્વનિ ગુસ્સે તો મેસેજ કરી વાત ના કરે.
પ્રેમ પણ જમ્યો નહી અને ધ્વનિ નો ગુસ્સો પણ શાંત ન થયો. ધ્વનિ ને પણ વાત કરવી હતી પણ ગુસ્સો જ એટલો કે!!!! બંને ને પહેલી વાર આભાસ થયો કે બંને ને એકબીજાની આદત પડી ગઈ છે. ને બંને વિચારો કરતા કરતા સૂઈ ગયા.

સવારે પ્રેમ વહેલા ઉઠી ધ્વનિ ને ગુડ મોર્નિંગ મેસેજ કરે છે ને વિચારે છે કે હવે ધ્વનિ નો ગુસ્સો શાંત થઈ ગયો હશે ને એ પણ ઉઠીને ગુડ મોર્નિંગ કેશે મને અને આમ વિચારી પ્રેમ કામે જાય છે.

બપોર સુધી ધ્વનિ પ્રેમ ને કોઈ મેસેજ નથી કરતી. પ્રેમ પણ વારેઘડીએ મેસેજ આયો કે ના એ જોયા કરે છે. બપોરે જમવાના સમયે પ્રેમ ધ્વનિ ને મેસેજ કરે છે કે માફ કરે તો જમું નહી તો ના ત્યારે ધ્વનિ રિપ્લાય આપે છે કે જમી લે માફ પણ બીજી વાર આવું ના થવું જોઈએ. પ્રેમ ખૂબ ખુશ થઈ જાય છે અને ધ્વનિ ને કહે છે કે હાશ તું માની તો ગઈ મને તો ખબર જ ન હતી કે છોકરીઓ આટલો ગુસ્સો કરે , તને મનાવવામાં તો મારી હાલત જ બગડી ગઇ. હાશ તુ માની તો ખરી. 😀

ધ્વનિ કે તો એવા કામ કરે જ કેમ કે ગુસ્સો આવે 😒
પ્રેમ એ કીધું હા સોરી, હવે નહી થાય આવું બસ. 🙏

ધ્વનિ એ કીધું હા એમ, જમી લે સાંજે શાંતિ થી વાત કરીએ.
પ્રેમ એ કીધું સારુ પણ હવે ગુસ્સો ના કરતી અને ધ્વનિ છેલ્લે માની જાય છે ને બંને ની મિત્રતા પહેલા જેવી જ થઈ જાય છે. 😇

સાંજે પ્રેમ હોસ્ટેલ આવી ધ્વનિ ને મેસેજ કરે છે અને રોજ ની જેમ વાતો કરે છે. પ્રેમ ધ્વનિ ને કહે છે કે આજે રાત્રે 11 વાગે ટ્રેનમા એ મુંબઈ જવાનો છે. તેના મિત્ર ના લગ્નમાં તો તે સૂઈ જાય તો ધ્વનિ કહે છે ના આપડે વાતો કરીશું તું એમ પણ ટ્રેનમાં જવાનો છે ને.

પ્રેમ કહે છે કે મારે પહોંચતા પહોંચતા મોડું થઈ જશે તું ક્યાં જાગીશ. ધ્વનિ એ કીધું જગાશે એટલું જાગીશ. પ્રેમ એ પણ હા પાડી. પછી પ્રેમ એ 11 વાગે મેસેજ ધ્વનિને મેસેજ કર્યો કે હુ બેઠો છું ટ્રેન માં. બંને વાતો કરવા લાગ્યા ને બંને ને એકબીજાનો સાથ પણ ગમતો.
પ્રેમ મુંબઈ પહોચ્યો ત્યાં સુધી બંને એ અેકબીજા સાથે વાતો કરી ને આ હતી પ્રેમ અને ધ્વનિ ની first late night chat.... 😀😀

જાણે અજાણે એ એકબીજાની આદત બની રહ્યાં હતા અને અેકબીજાની નજીક પણ આવી રહ્યાં હતા.

હવે આ મિત્રતા પ્રેમ મા બદલાશે કે મિત્રતા સુધી જ રહી જશે એ આપણે ભાગ 4 માં જોઇશું.

આભાર. 🙏

Dhanvanti jumani _Dhanni