nava jivan no pravesh in Gujarati Love Stories by Thakkar Akta books and stories PDF | નવા જીવન નો પ્રવેશ

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

નવા જીવન નો પ્રવેશ

સૃષ્ટિ અને સીમરન બંને ખાસ દોસ્ત હતા. સ્કૂલ થી જ સાથે ભણતા. બંને ના મમ્મી પપ્પા પણ સારા મિત્રો હતા... અત્યારે સૃષ્ટિ અને સીમરન કૉલેજ ના બીજા વર્ષમાં છે... ક્લાસ બન્ક કરવા હોય તોય બંને સાથે કરતા... શોપિંગ હોય કે બહાર જમવા જવાનું બંને સાથે જ હોય... ક્યારેક તો એકબીજા ના ઘરે સુવા પણ જતા રહેતા... કોલેજ માં બંને ની દોસ્તી ની ચર્ચાઓ થતી... સૃષ્ટિ દેખાવ માં ખૂબ જ સુંદર હતી... લાંબા વાળ , અણિયારી કાળી ભમ્મર આંખો , ગાલ પર ખંજન પડતું , હસે તો જાણે ફૂલ ખીલ્યું હોય... પાતળી નમણી કાયા... રૂપ રૂપ નો અંબર એટલે સૃષ્ટિ... અને સીમરન આમ તો સારી લાગતી પણ વર્ણ થોડો કાળો હતો... જેના કારણે એની સુંદરતા દબાઈ જતી...

સૃષ્ટિ ને કોલેજ માં બઉ જ પ્રોપોસલ આવતા પણ એ તો કોઈ સામે ધ્યાન જ ન આપે... સીમરન અને સૃષ્ટિ બંને કોલેજ માં એક સાથે જ રહેતા... કેન્ટીન જવું હોય કે વોશરૂમ બંને સાથે જ જાય... ઘરે થી બંને સાથે જ કોલેજ આવતા સૃષ્ટિ ના એકટીવા પર...બંનેમાં સગી બહેનો કરતા પણ વધુ પ્રેમ...

તેમની જ કોલેજ માં પહેલા વર્ષ માં પ્રેમ ભણતો. પ્રેમ દેખાવ માં તો સારો લાગતો પણ એ કોલેજ માં ગુંડાગીરી કરતો... લોકોને મારવા... આવતી જતી છોકરીઓ ની મશ્કરી કરવી... કોલેજ ના પ્રોફેસર ને પૈસા આપી પાસ થવું... આખો દિવસ પાર્કિંગ માં બેસી રહેવું... સિગરેટ પીવી અને ધુમાડા ઉડાડવા... બસ આ જ એનું કામ... પ્રેમ વિશે ની સીમરન ને ખબર હતી પણ સૃષ્ટિ ને એના વિશે કાઈ જ ખબર નહોતી... એક દિવસ સૃષ્ટિ બહાર ગઈ હતી એટલે સીમરન એકલી કોલેજ આવી ત્યારે પ્રેમે સીમરન ને ખૂબ જ હેરાન કરી હતી... "મેડમ કઈ ક્રીમ વાપરો છો અમને પણ કહો તો અમે પણ ગોરા થઈએ તમારા જેવા..." આવી બધું બોલી ને સીમરન ને ખૂબ હેરાન કરી હતી...

એક વાર સીમરન અને સૃષ્ટિ તે પાર્કિંગ પાસે થી નીકળ્યા જ્યાં પ્રેમ પહેલે થઈ જ અડ્ડો જમાવી બેઠો હતો. પ્રેમે પહેલી વાર સૃષ્ટિ ને પોતાની નજીક થી નીકળતા જોઈ... એ તો સૃષ્ટિ ને જોતો જ રહી ગયો... પ્રેમ ના મિત્રો એ પ્રેમ સામે જોઇને તેની મજાક કરતા હોય એમ કહ્યું ," કુછ કુછ હોતા હૈ..." , પ્રેમ કહે "ના એવું કંઈ નથી પણ તમને તો ખબર જ છે ને દરેક ફૂલ ને જોવાની આપણી ઈચ્છા હોય છે..." . તેના મિત્રો એ કહ્યું, "આ ફૂલ તો તારા હાથ માં આવશે નહિ . આ ફુલ બઉ કાંટાડું છે" . પ્રેમે કહ્યું, " મને કાંટા કાઢતા આવડે છે... આ ફૂલ ની તો હું પણ સુગંધ લઇશ અને તમને પણ લેવડાવીશ..." બધા કહેવા લાગ્યા " આ તો શક્ય જ નથી" . પ્રેમે કહ્યું, " લગાવો 5000 ની" બધા એક સાથે બોલ્યા, "આપ્યા જા પણ પેલા સુગંધ અપાવ" પ્રેમે કહ્યું , " થોડા દિવસ મારા થી દુર રહેજો... સમય આવશે તમને બધાને સુગંધ લેવા બોલાવી લઈશ..."

એક દિવસ સીમરન ની તબીયત ખરાબ હોવાથી તે કોલેજ નથી આવતી... અને પ્રેમ આ વાત નો પૂરો ફાયદો ઉઠાવી સૃષ્ટિ પાસે જાય છે...

પ્રેમ: એક્સક્યુસ મી, મિસ...

સૃષ્ટિ: સૃષ્ટિ... એન્ડ યુ???

પ્રેમ: હાઈ, આઈ એમ પ્રેમ...

સૃષ્ટિ: હા તો પ્રેમ , બોલો શુ કામ છે??

પ્રેમ: એકચ્યુલી, મને એક થિયેરમ સમજ નથી આવતી પ્લીઝ તમે સમજાવશો...

સૃષ્ટિ: હા ચોક્કસ... લાવો કઈ થિયેરમ...

પ્રેમ: મારા નામ ની થિયેરમ...

સૃષ્ટિ: એટલે ??

પ્રેમ : એટલે એમ કે કેટલાય દિવસ થી તમને જોવું છું અને તમને જોતા જ હું પાગલ થઈ જાઉં છું... હું તમને ચાહવા લાગ્યો છું...

આટલું બોલી ને પ્રેમ ઘૂંટણ પર બેસી ને બધાની વચ્ચે સૃષ્ટિ ને i love you કહે છે. સૃષ્ટિ ને એના આવા ફિલ્મી અંદાજ ખૂબ ગમે છે. પણ તે થોડી શરમાઈ જાય છે. હા તો નથી કહેતી પણ પ્રેમ ને ઉભો કરીને કહે છે ,

સૃષ્ટિ: આ શું કરો છો તમે?

પ્રેમ: મારા પ્રેમ નો એકરાર કરું છું... હું તમને ચાહું છું , સાચા દિલ થી ચાહું છું... બસ તમારી ઈચ્છા હોય તો હા કહો... નહિ તો ચાલ્યો જાઉં... ફરી ક્યારેય મો નહિ બતાવું...

બિચારી ભોળી સૃષ્ટિ એની વાતો માં આવી જાય છે અને તે પણ i love you too કહે છે.

આ વાત ની સીમરન ને ખબર જ નથી હોતી... સીમરન 2 દિવસ તો કોલેજ નહોતી આવી... પણ પ્રેમ સૃષ્ટિ ને ફરવા લઈ જતો , કેન્ટીન લઈ જતો , કોલેજ નો પૂરો સમય સૃષ્ટિ પ્રેમ સાથે વિતાવતી... એટલે સૃષ્ટિ ને સીમરન ને કહેવાનો સમય જ ન મળ્યો... ઘરે આવે પછી પ્રેમ સાથે ફોન પર જ વાતો કરતી... 2 દિવસ પછી સીમરન કોલેજ આવી ત્યારે તેને ખબર પડી આ વાત ની... સૃષ્ટિ સીમરન ને લીધા વિના જ આવી ગઈ હતી... લાવે પણ ક્યાંથી, પ્રેમ સૃષ્ટિ ને લેવા મુકવા જતો હતો તેના બાઇક પર... સૃષ્ટિ 2 દિવસ માં તો જાણે પ્રેમ ની જ થઈ ગઈ હતી...પ્રેમ સિવાય એને કાઈ દેખાતું જ નહોતું... પ્રેમ પણ એટલો ચાલાક કે સૃષ્ટિ ને સીમરન પાસે જવા જ ન દેતો...

3 દિવસ તો સૃષ્ટિ સીમરન ને મળી જ નહીં... પછી સીમરન થઈ ના રહેવાયું... ત્યારે તેણે સૃષ્ટિ ને ચાલુ લેકચર માં ચીઠ્ઠી લખીને મોકલી , " આ લેક્ચર પછી બહાર મળ" . લેક્ચર પત્યું સૃષ્ટિ અને સીમરન બહાર આવ્યા ત્યાં તો પ્રેમ આવી ગયો... પણ હવે સીમરન થી વધારે રાહ જોવાય એમ ન હતું... એટલે એ પ્રેમ ની સામે જ સૃષ્ટિ ને હકીકત કહેવા લાગી...

સીમરન: સૃષ્ટિ આ બધું શુ ચાલી રહ્યું છે...

સૃષ્ટિ: સોરી સીમરન મારે તને પહેલા જણાવવું હતું પણ સમય ન હોવાને કારણે કહી ન શકી...

સીમરન: તે ન કહ્યું એનું દુઃખ નથી... દુઃખ તો એ છે કે તે આ માનસ ને પસંદ કર્યો...

સૃષ્ટિ: (ગુસ્સા માં) સીમરન તું આ શું બોલી રહી છે... તારું પ્રેમે શુ બગાડ્યું છે... તું હજુ એને ઓળખતી પણ નથી... તું પ્રેમ વિશે આવું બોલી જ કેમ શકે...

સીમરને પહેલી વાર સૃષ્ટિ ને પોતાની સાથે આમ વાત કરતા જોઈ... સીમરન ને ખૂબ જ દુઃખ લાગ્યું... પણ આ પોતાની મિત્ર ની જિંદગી નો સવાલ હતો... એટલે એને એ સહી લીધું...

સીમરન: સૃષ્ટિ તું આ માણસ ને નથી ઓળખતી... આખો દિવસ ગુંડાગીરી કરવી અને છોકરીઓને હેરાન કરવાનું કામ છે આનું...

સૃષ્ટિ: (ઊંચા અવાજે) સીમરન... તું ઓળખ્યા વગર કોઈના પર આવો આરોપ ના મૂકી શકે... મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો... આટલા સારા માણસ વિશે આવું બોલે છે...

આવું બોલી એ પ્રેમ નો હાથ પકડી ત્યાં થી નીકળી જાય છે... પણ પ્રેમ સૃષ્ટિ સામે સારું બનવા કહે છે, "મારા કારણે તમે ના ઝઘડો... હું જ દૂર થઈ જઈશ..." સૃષ્ટિ એ કહ્યું, "ના તારે ક્યાંય નથી જવાનું... આમાં વાંક સીમરન નો છે... એ તારી માફી નઇ માંગે ત્યાં સુધી હું તેની સાથે વાત નઇ કરું..."

પ્રેમ: જો આમ તો તું બધુ સમજે જ છે... તો પણ તને કહી દઉં... સીમરન ને મારા થી પ્રોબ્લેમ નથી... તારા થી છે... તું આટલી સુંદર અને એ કદરૂપી... અને તારી સાથે હું છું અને એની સાથે કોઈ નહિ એટલે એને ગુસ્સો આવ્યો હશે અને એને આવું કહ્યું...

પ્રેમ સૃષ્ટિ ના કાન ભરે છે... સૃષ્ટિ ને પ્રેમ ની પાછળ આંધળો વિશ્વાસ હોવાને કારણે એ બધુ સાચું માની લે છે...

સૃષ્ટિ હવે સીમરન સામે જોતી જ નથી... સીમરન ને તો જાણે પગ નીચે થઈ જમીન ખસી ગઈ હોય એટલો આઘાત લાગે છે... સીમરન વિચારે છે ' કદાચ આ સૃષ્ટિ ના નવા જીવન નો પ્રવેશ છે. પણ આ છોકરો સારો નથી એનું જીવન બગાડી નાખશે... મારે કંઈક કરવું પડશે...'

સૃષ્ટિ હવે ફક્ત પ્રેમ સાથે જ જોવા મળતી... એક દિવસ પ્રેમ સૃષ્ટિ ને હોટેલ માં લઇ ગયો... સૃષ્ટિ એ પૂછ્યું , " કેમ હોટેલ માં લાવ્યો... "

પ્રેમ: તને મારા પર ભરોસો નથી...

સૃષ્ટિ: ખુદ થી પણ વધારે...

પ્રેમ: હું તારી મરજી વિરુદ્ધ તને હાથ પણ નઇ લગાવું...

સૃષ્ટિ ખુશી થી પ્રેમ સાથે હોટેલ માં જાય છે... અને પ્રેમ ત્યાં ખુશી ને ખૂબ જ ઉત્તેજિત કરી ને તેના શરીર નો ઉપયોગ કરે છે...

સૃષ્ટિ આ વાત થી ખુશ હતી... પ્રેમ તેને ઘરે મૂકી જાય છે... સૃષ્ટિ તો જાણે હવા માં ઊડતી હતી... પણ સીમરન ને ક્યાંય શાંતિ ન થતી... સીમરન સૃષ્ટિ ના ઘરે આવી પણ એ સમયે સૃષ્ટિ સૂતી હતી... તો એ પાછી જતી રહી...

રોજ કોલેજ માં સીમરન સૃષ્ટિ ને બોલાવવા નો પ્રયત્ન કરે પણ સૃષ્ટિ તો જાણે સીમરન ને ઓળખતી જ નથી...

આ તરફ પ્રેમે તેના મિત્રો ને કહી દીધું હતું કે ," હવે સમય આવી ગયો છે સુગંધ લેવાનો" . આ વાત સીમરન સાંભળી ગઈ હતી... કારણકે સીમરન પ્રેમ વિરુદ્ધ ના પુરાવા ભેગા કરવા માંગતી હતી અને સૃષ્ટિ ને જણાવવા માંગતી હતી... એટલે તે પ્રેમ પર નજર રાખતી હતી...

સીમરન સૃષ્ટિ ને કહેવા જાય એ પહેલાં તો પ્રેમ સૃષ્ટિ ને લઈને ફરી એ જ હોટેલ માં જતો રહે છે... સીમરન ને તો ખબર જ નથી હોતી કે પ્રેમ સૃષ્ટિ ને ક્યાં લઈ ગયો એટલે એ કઈ રીતે જાય... સીમરન ને કાઈ સૂઝતું નતું એટલે એણે સૃષ્ટિ ના ભાઈ ને બધું કહી દીધું....

આ તરફ પ્રેમ ના કહેવા થી પહેલે થી જ તે હોટેલ માં હાજર હતા... સૃષ્ટિ ત્યાં ગઈ એટલે તેના પર દુષ્કર્મ થવાનું શરૂ થઈ ગયું... બધા સૃષ્ટિ ને રમકડાં ની જેમ એકબીજા ની સામે સામે ફેંકતા હતા... સૃષ્ટિ ભીખ માંગતી રહી છોડી દેવા માટે... પણ બધા મજા જ લઈ રહ્યા હતા... એ પ્રેમ સામે જોઇને ખૂબ કરગરી મને જવાદે... પણ પ્રેમ એ તો જાણે કોઈ બજારુ સ્ત્રી હોય તેમ તેની સાથે વર્તતો હતો...

આ તરફ સીમરન અને સૃષ્ટિ નો ભાઈ ખૂબ ફર્યા પણ સૃષ્ટિ નો ક્યાંય પત્તો ન લાગ્યો... બંન્ને ફરતા જ રહ્યા... પણ સૃષ્ટિ વિશે કોઈ માહિતી ન મળી...

બીજી બાજુ સૃષ્ટિ પર ખૂબ દુષ્કર્મ આચરાયું...એને હોશ પણ ના રહ્યા... એને હવે સીમરન ના શબ્દો યાદ આવતા હતા... ખૂબ પછતાવો થયો... પણ હવે શું... પોતાની જિંદગી જ બગાડી દીધી... જ્યારે સૃષ્ટિ ને હોશ આવ્યો ત્યારે તે હોટેલ ના રૂમ માં એકલી હતી. બધા જતા રહ્યા હતા... સૃષ્ટિ બહાર આવી ત્યાં હાઇવે હતો... સૃષ્ટિ ને હવે ઘરે જવું યોગ્ય ન લાગ્યું... અને તેણે વિચાર્યું કે, 'હવે હું જીવવા ને લાયક નથી' સામે થઈ આવતી ટ્રક સામે તે કુદી પડી અને ત્યાં જ તેના રામ રમી ગયા....

સીમરન અને સૃષ્ટિ ના ભાઈ એ ઘરે જઈને બધી વાત કરી... પોલિસ ફરિયાદ કરી... તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સૃષ્ટિ નું મોત થયું છે... અને પોસ્ટ મોર્ટમ કરતાં જણાયુ કે તેના પર બળાત્કાર થયો છે બહુ ખરાબ રીતે... પોલીસે એ પ્રેમ અને તેના મિત્રો ને પકડી પડ્યા અને તેમને ખૂબ સજા થઈ...

પણ સીમરન એની મિત્ર ને ન બચાવી શકી... ખૂબ રડતી... એ મનમાં વિચારતી.... કદાચ હું મારી દોસ્ત ને નવા જીવન માં ના પ્રવેશવા દેતી... કદાચ હું એમ સફળ થતી...તો મારી દોસ્ત મારી સાથે હોતી...