Collageni av-navi vato - 1 in Gujarati Short Stories by pankti solgama books and stories PDF | કોલેજની અવ-નવી વાતો - 1

Featured Books
  • नज़र से दिल तक - 5

    अगले हफ़्ते ही first-year students को हॉस्पिटल block में पहल...

  • Where Are We Heading in the AI Age?

    Introductionठीक है… सोचिए, अगर सरकार का कोई काम अब इंसानों क...

  • The Demon Catcher - Part 5

    "The Demon Catcher", all parts को प्रतिलिपि पर पढ़ें :,https:...

  • हमराज - 13

    आका की बात सुनकर ज़ेबा चौंक गयी और बोली, " क्या, क्या कह रहे...

  • अदाकारा - 20

    अदाकारा 20*"मुन।मैं क्या कहता हूँ।अगर हम उस लड़के से एक बार...

Categories
Share

કોલેજની અવ-નવી વાતો - 1

કોલેજની અવ-નવી વાતો

મિત્રો ,આજે યુવાનોને પસંદ આવે તેવી સ્ટોરી લઇને આવી રહી છું.જેનું નામ છે , કોલેજની અવ-નવી વાતો.કોલેજ કાળ દરમિયાન થયેલા નવા નવા અનુભવો,નવા નવા અખતરાઓ વગેરે વાતો કરવાનો છું.


બારમા ઘોરણની એકઝામ પુરી થાય ,એટલે ખ્યાલ આવી જાય કે કોલેજ સુધી પહોંચશું કે નહી.પરીક્ષા પછીના 2 મહિનાઓ કાઢવા એ ખુબ અધરા હોય .એક તો ટેન્શન પણ હોય કે પરિણામ શું આવશે .પરિણામ પછી એડમિશન મળશે કે નહી, મળી ગયું તો ,મનગમતી જગ્યા ના મળ્યું હોય તેનું દુખ.આ તબકકાઓમાંથી પસાર થઇને કોલેજના દ્રાર સુધી પહોંચી શકાય .કોલેજના દ્રાર થી નવી જ શરૂઆત થાય છે.

કોલેજનો પહેલો દિવસ એ દિવસ સવારે વહેલા ઉઠવવાનું , રેડી ટ્રેડી થવાનું.તે દિવસે જાણે તેના જીવનમાં નવો દિવસ ઉગ્યો હોય તેવો અહેસાસ થાય છે.કોલેજ જાવું ત્યાં પહોંચી પહેલા તો જોવું કે મારી સ્કુલોના કેટલા ફેન્ડો અહી આવ્યા છે.

જો આવ્યા હોય તો તેની પાસે જવું.સ્કુલોની યાદોને તાજી કરવી.અલક-મલકની વાતો કરવી.આટલેથી અટકવા ના આવે.એકબીજાની ઠઠા મશ્કરી કરવી.આ તો આપણામાં જન્મજાત લક્ષણ જ હોય છે.

કોલેજના ગેઇટ પર ઉભા રહીને જે નવા નવા કોલેજીયન આવતા હોય તેને જોવાના , પછી તેમની ઉતારવાની.આ જ કામ કરવાનું.એ મજા બધાથી અલગ હતી.ખાલી મજાક પુરતું હતું .

તે દિવસ બધાનો પ્રિન્સિપાલ સાહેબની હાજરીમાં પ્રોફેસરોનો પરિચય થયો.ત્યાર બાદ પ્રિન્સિપાલ શ્રી પોતાનો પરિચય આપ્યો અને કોલેજ વિશે વાતો કરી.આશ્વસન આપ્યું કે જયારે કોઇને પણ કાંઇ પ્રોબ્લમ થાય તો મારી ઓફિસમાં આવી શકે છે.

ત્યાર બધાને પોતાના કલાસોની ફાળવણી કરેલ નંબરો આપ્યા , અને Students ને કહેવામાં આવ્યું કે પોત પોતાના કલાસમાં જઇને બેસે.બધા પોતપોતાના કલાસોમાં જઇને બેઠા અને એક બીજા ના નામો જાણીને દોસ્તી કરવાનો પ્રયત્ન કરવો.

થોડી વાર પ્રોફેસર આવ્યા , અને ફરીથી તેઓ પોતાનો પરિચય આપ્યો અને તેમના વિશે વધુ વાતો કરી.પછી બધા જ students ને કહયું કે હવે તમે તમારો પરિચય આપશો .કઇ રીતે આપવાનો છે તે હું કહું છું.

પ્રોફેસર બોલ્યા :
પુરૂ નામ :
કઇ સ્કુલ માં હતા :
બારમાં કેટલા ટકા આવ્યા :
શું બનવું :

આવી રીતનો પરિચય આપવાનો છે.

પ્રોફેસર શરુઆત કરાવી.ધીમે ધીમે પરિચય થવા લાગ્યો.ધણા લંપટ જેવા Students પરિચય આપતા હતા,તેઓને ડિસ્ટર્બ કરવા માટે સીટી વગાડતાં, જોર જોર થી તાળીઓ પાડતા હતા.પછી પ્રોફેસર ગુસ્સે થયા.

પ્રોફેસર હવે બધા Students સમજવતા પણ હતા અને તેઓને ચેતવણી પણ આપતા હતા.કે આજે પહેલો દિવસ છે એટલે જવા દવ છું.પણ હવે પછી આવી હરકતો કોઇએ કરી છે ,તો તેને કલાસમાં નહી બેસવા દવ.લંપટ જેવા Students પ્રોફેસરની પણ મીમકી કરતા હતા.

હવે લેકચર પુરુ થવા આવ્યો હતો.જાય તે પહેલા પ્રોફેસરના ધ્યાનમાં અમુક લંપટ જેવા Students ચડી ગયા હતા.તેઓ કાંઇ બોલ્યા નહી ત્યાંથી ચાલ્યા ગયા. આજે પહેલૌ દિવસ હતો. એટલે વહેલા છોડવાના હતા.બધાને છોડવામાં આવ્યા ,અને પ્રોફેસર કલાસ બહાર આવીને ઉભા રહયા.

લંપટ જેવા Students હતા તેેઓને પોતાની પાસે બોલાવ્યા.બધા છુટી ગયા પછી તેઓને કલાસમાં બોલાવ્યા અને ફરીથી સમજવાના પ્રયત્નો કર્યા કે હવે બીજી વાર પકડાશો .તો તમારા વાલીઓને અહી બોલાવીશ.વાલીની વાત આવતા જ ડરી ગયા.અને કહયું કે હવે બીજી વખત આવું નહી કરીએ.પ્રોફેસરની માફી માંગી .

આમ કરતાં કોલેજનો પહેલો દિવસ પસાર થઇ ગયો.ઘણાને મજા આવી તો, લંપટ જેવાઓને ના મજા આવી.કોલેજ લાઇફનો પહેલો દિવસ યાદગાર જ બની રહે છે.


મિત્રો , કોલેજની અવનવી વાતો જાણવા માટે વાંચતા રહો.બીજા ભાગોમાં કોલેજના દિવસો અને તેમાં બનેલી ઘટનાઓને લઇને આવી રહી છું.જે લોકો કોલેજના દરવાજા નથી જોયા.તેઓ આ ભાગોને વાંચવાનું ચુકતા નહી.