Baani-Ek Shooter - 36 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 36

Featured Books
  • दिल ने जिसे चाहा - 27

    Dr. Kunal तो उस दिन Mayur sir को ये बता कर चले गए थे कि—“शाद...

  • अदाकारा - 62

    *अदाकारा 62*     शर्मिलाने अपने दिमाग पर ज़ोर लगा...

  • Tere Ishq Mein - Explanation - Movie Review

    फिल्म की शुरुआत – एक intense Romanceफिल्म की शुरुआत एक छोटे...

  • Between Feelings - 1

    Author note :hiiiii dosto यह एक नोवल जैसे ही लिखी गई मेरे खु...

  • Mafiya Boss - 3

    in mannat गीता माँ- नेहा, रेशमा !!ये  तुमने क्या किया बेटा?...

Categories
Share

“બાની”- એક શૂટર - 36

બાની- એક શૂટર

ભાગ : ૩૬



"એહાન કૂદી પડ્યો છે? શું કરું?" મિસ પાહીએ કોલ પર પૂછ્યું.

" એ તારી પાસે આવ્યો છે. એ હું જાણું છું. એની સાથે ચોખવટ કરી લે મળીને બીજું શું!!" સામેથી સ્વર સંભળાયો.

" શ્યોર....?!" મિસ પાહીએ આશ્ચર્યથી કહ્યું.

"હા. મિસ્ટર અમન સાથે આજે તારી ફર્સ્ટ મુલાકાત છે." સામેથી સ્વર સંભળાયો.

"ભૂલી નથી. ઉતાવળી છું મળવા માટે." મિસ પાહીએ મિજાજથી કહ્યું. ફોન મુકાયો. પાહી ઊંડા વિચારમાં પડી ગઈ. એને અનનોન નંબર પર ફોન લગાવ્યો. પછી ઝડપથી કટ કર્યો. એનું હૈયું ધડકવા લાગ્યું. એ ફરી ખાસી મિનિટો સુધી વિચારમાં પડી રહી. એને મક્કમ મન કર્યું. મોબાઈલ કાન પર ધર્યો.

"હેલ્લો, મિસ્ટર એહાન. આપણે બે દિવસ બાદ મુલાકાત કરીએ." પાહીએ તટસ્થ સ્વરે કહ્યું.

"ઓકે." એહાન જાણતો જ હોય તેમ કે મિસ પાહીનો ફોન આવશે જ તેમ ટૂંકો જવાબ આપ્યો. બંને છેડે થોડી સેંકેન્ડ માટે તો મૌન જ રહ્યું પરંતુ બીજી જ પળે મિસ પાહીએ ફોન કટ કરી દીધો.

****

"મિસ પાહી, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો." અમને મિસ પાહીને આવકાર આપતા કહ્યું. પાહીએ પોતાનું સ્થાન લીધું. અમનની મુલાકાત મિસ પાહી સાથે પહેલી વાર હતી. એ પાહીની ખૂબસૂરતીથી અંજાઈ ગયો.

પાહીનો સૂર્ય જેવો તેજ પ્રકાશ આપતો 'યુ' આકારનો ચહેરો. હાથની ચાર આંગળી આવી જાય એટલી એની કપાળ પર અજીબ તેજ હતું. બદામ જેવા આકારની આંખો. જાણે ટગર ટગર જોતી હોય અને મોહિત કરતી હોય તેમ એની મોટી કીકી ડાર્ક બ્લ્યુ રંગની હતી. આઈબ્રો સહેજ આંખને બંધબેસતો અર્ધગોળાકાર જે બ્રાઉન કલરનો હતો. સહેજ વાળ ધરાવતી પાંપણ પણ બ્રાઉન રંગની જ હતી. એનું નાક ના વધારે મોટું ના નાનું એમ ઉપરથી સીધુ એકલીટીમાં આવતું અને નસકોરા થોડાક જ ફૂલેલા એવું દર્શાવતું જાણે એને કશા પણ પ્રકારનું ઘંમડ જ ન હોય. નીચેના અર્ધ ચંદ્રમાં આકારના હોઠ પર ધનુષ્કારનો ઉપરનો હોઠ બંધબેસતો ગોઠવ્યો હોય તેમ એના લાલ ચટેકેદાર હોઠ દેખાતા હતા. એનો ચહેરો મેકઅપ વગરનો ચમકતો દેખાઈ રહ્યો હતો.

"મિસ પાહી અમારું પ્રોડકશન હાઉસ ઈચ્છે છે કે અમારો આગામી પ્રોજેક્ટમાં તમે કામ કરો." અમને ખોંખારો ખાતા કહ્યું. એની નજર પાહી પર જ ટકેલી હતી. એ માંડ પ્રોફેશનલ બનીને વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ એના દિલમાં ઉથપાથલ થઈ રહી હતી. એનું સર્વસ્વ ધ્યાન પાહી પર ટકેલું હતું.

"મિસ્ટર અમન થેંક યુ. આપના પ્રપોઝલને હું માન આપું છું પણ અત્યારે મેં એક જ પ્રોડકશન હાઉસ સાથે કામ કરવા માટેના કરાર કરેલા છે. પણ તમને મળવાની અદમ્ય ઈચ્છા હતી એટલે આ મુલાકાત માટે સહમતી દાખવી." પાહીએ સરળતાથી હોઠો પર સ્મિત લાવતા કહ્યું.

"મને મળવાની ઈચ્છા!!" અમને પૂછી પાડ્યું.

"ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખ્યાતિ પ્રાપ્ત લોકોને મળવાની ઈચ્છા મારી જેવી નવોદિત અભિનેત્રીને કેમ ન રહે..!!" પાહીએ કહ્યું. સાંભળીને અમન હસી પડ્યો.

"પણ આજની ડેટમાં તો તમે પ્રખ્યાત છો મેડમ...!!" અમને કહ્યું. પાહી સહેજ હસી. થોડી ઘણી ઔપચારિક વાતો થઈ.

"મારે નીકળવું પડશે મિસ્ટર અમન." કહીને મિસ પાહી ઉભી થઈ તે સાથે જ અમન પણ ઉઠ્યો અને શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો. મિસ પાહીએ શેકહેન્ડ કર્યું ખરું પણ અમનને પાહીનો જેટલો સોફ્ટ ચહેરો દેખાતો હતો એવું જ સોફ્ટનેસ એ પાહીના હાથમાં મહેસૂસ કરી શક્યો નહીં. પાહીના હાથમાં અજીબ તાકાત હોય તેમ એ મહેસૂસ કરતો હતો. જાણે શેકહેન્ડ કરતાં એના હાથના સ્નાયુઓને જકડી રાખ્યા હોય તેમ એ વિચલીત થયો હતો. એ પાહીને જતા જોઈ રહ્યો. પણ એની લોલૂપ નજર પાહીને પામવા માટે થનગનવા લાગી.

****

"હેલ્લો...!! અમન સાથે મુલાકાત થઈ ગઈ છે." પાહીએ કોલ પર કહ્યું.

"ઓકે." સામેથી કહ્યું.

"એહાન..??" પાહીએ પૂછ્યું.

"જણાવી દે."સામેથી સ્વર સંભળાયો. ફોન બંને છેડેથી મુકાઈ ગયો.

હજુ તો માંડ મિસ પાહી પોતાના બંગલે પણ પહોંચી ન હતી એટલાંમાં જ અમનનો ફોન આવ્યો. મિસ પાહીના ચહેરા પર સ્મિત આવી ગયું.

"મિસ પાહી. હું એક વાત કહેવાનો જ ભૂલી ગયો. તમારી ખૂબસૂરતી જ એટલી જાલિમ છે કે બધી વાત જ ભુલાઈ જવાય. મેં એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરી છે. નાની અમથી પાર્ટી..!! મારા બર્થડે ની પાર્ટી. તમે આવશો તો અમારી પાર્ટી ચમકી ઊઠશે." અમને કહ્યું.

"ક્યારે છે પાર્ટી? બર્થડે પાર્ટી??" પાહીએ હસીને પૂછ્યું.

"ત્રણ દિવસમાં. હું ડ્રાઈવરને મોકલી આપીશ." અમને કહ્યું.

"એવી જરૂરત ના પડે. હું પોતે આવી જઈશ." પાહીએ કહ્યું.

"આપની રાહ જોવાશે." અમને સ્વસ્થતાથી કહ્યું.

"જરૂર." પાહીએ કહ્યું. ફોન મુકાયો.

****

મુલાકાત માટે મિસ પાહીએ એહાનને પોતાના રહેવાસી બંગલે જ બોલાવ્યો હતો.

"બોલો મિસ્ટર એહાન?? તમે મને મળવા માટે એટલા ઉત્સુક કેમ છો??" પાહીએ પૂછ્યું.

"મને લાંબી વાત નથી કરવી. તું બાની છે. મારી આંખ અને મારું દિલ ધોખો ખાઈ જ ન શકે." એહાને વિશ્વાસથી કહ્યું.

"હા તમે મને બાની નામથી સંબોધી શકો છો. "બાની-એક શૂટર" મારી ફર્સ્ટ મૂવી હિટ ગયા બાદ લોકો મને બાની નામથી પુકારી શકે કે નામ જ મારું બાની પાડી દે એમાં નવાઈ નથી...!!" પાહીએ કહ્યું.

"હું લોક નથી. હું એહાન છું. એહાન...!!" એહાનનો સ્વર ઊંચો થઈ ગયો.

"મિસ્ટર તમે આ જ કહેવા આવ્યો છો કે હું મિસ પાહી નથી બાની છું. ઠીક છે તો બહાર પાડી દેજો પાહી બાની બંને એક જ છે...!!" પાહીએ કહ્યું.

"મને વાતમાં ફસાવાની જરૂર નથી. ના તો હું તારી ફિલ્મ " બાની - એક શૂટર" ની અભિનેત્રી બાનીની વાત કરી રહ્યો છું. કે ના હું મિસ પાહીની વાત કરી રહ્યો છું. હું મારી બાની વિશે વાત કરી રહ્યો છું. જેને હું તનમનથી ચાહતો હતો. એ જ મારી ચાહત હતી. એને હું ખોઈ બેસ્યો હતો. પણ તું જ મારી બાની છે. એ મારા દિલ પર હાથ રાખીને હું કહી શકું છું."એહાન ઝઝૂમી ઉઠ્યો.

"મિસ્ટર તમે તમારી વાત પૂરી કરી દીધી. હવે તમે જઈ શકો છો..!!" પાહીએ પોતાનો ચહેરો ફેરવી નાંખ્યો. એહાન એની નજદીક સરી ગયો. અચાનક એને મિસ પાહીનો હાથ પકડી લીધો. એને બંને હાથેથી પોતાની તરફ ફેરવી દીધી. પાહીનો ઉંચો ચહેરો કરી પોતાનો ચહેરો નજદીક લઈ જઈને એહાન આંખમાં આંખ નાંખીને કહેવા લાગ્યો, " તું આખી દુનિયાને બેવકૂફ બનાવી શકે છે મને નહીં. હું તારી ધડકનને ઓળખતો જ નથી. મહેસૂસ કરી શકું છું. તારા એકે એક સ્વાસ ને જાણું છું. મારા દિલ પર હાથ રાખીને કહી દે કે તું મારી બાની નથી. હું એ જ પળે જતો રહીશ."એહાને દાંત પીસીને કહ્યું. પાહીએ જોરથી ધક્કો માર્યો. ધક્કો એટલા જોરથી હતો કે એહાન ફર્સ પર ફસડાયો.

"હું અભિનેત્રી પાહી છું. તમારા સંતોષ માટે તમે મને બાની નામથી પૂકારી શકો છો. તમારો જવાબ મળી ગયો છે. તમને જવું જોઈએ." પાહી લિવિંગરૂમ છોડીને જતી રહી. એહાન એવો જ ફર્સ પર પડ્યો રહ્યો. પરંતુ બીજી જ પળે એ ઝટકાથી ઉભો થઈ ગયો અને મિસ પાહીના પાછળ ભાગ્યો.

"બાની.....!!" એહાને જોરથી બૂમ મારી. જાણે એ પાગલ જ બની ગયો હોય તેમ મિસ પાહીની નજર એહાન પર ગઈ. એક પળ માટે તો મિસ પાહી પણ ડઘાઈ ગઈ એ વિચારથી કે હવે સચ્ચાઈ બતાવવા સિવાય છૂટકો ન હતો.

"એહાન પાગલપન છોડી દે." નજદીક આવતો એહાનને જોઈને પાહીના મોઢેથી નીકળી ગયું.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)