Kankotry - 2 in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | કંકોત્રી - 2

Featured Books
  • नज़र से दिल तक - 5

    अगले हफ़्ते ही first-year students को हॉस्पिटल block में पहल...

  • Where Are We Heading in the AI Age?

    Introductionठीक है… सोचिए, अगर सरकार का कोई काम अब इंसानों क...

  • The Demon Catcher - Part 5

    "The Demon Catcher", all parts को प्रतिलिपि पर पढ़ें :,https:...

  • हमराज - 13

    आका की बात सुनकर ज़ेबा चौंक गयी और बोली, " क्या, क्या कह रहे...

  • अदाकारा - 20

    अदाकारा 20*"मुन।मैं क्या कहता हूँ।अगर हम उस लड़के से एक बार...

Categories
Share

કંકોત્રી - 2

આગળનાં ભાગ માં જોયું કે નેહા અને નકુલ કોલેજ પૂરી થયા પછી ઘરમાં લગ્ન ની વાત કરે છે. નેહાનાં ઘરવાળાઓ માની જાય છે પરતું નકુલના ઘરનાં લોકો ગામ બહાર ની વહુ ના આવવી જોઈએ એમ કહી ને લગ્ન માટે ના પાડે છે. આ વાત ને ત્રણ વર્ષ થઇ જાય છે.

બેન ક્યારનો નાસ્તો મુક્યો છે, તમારી ચા પણ ઠંડી થઇ ગઈ. ફરીથી ગરમ કરી આપું. અલકા બેન નો અવાજ સાંભળી ને નેહા ઊંઘમાંથી જાગી હોય એવું લાગ્યું. એના જવાબ ની રાહ જોયા વગર અલકાબેન ચા નાસ્તો લઇ જતા રહ્યા. બે દિવસ પછી રાત્રે જમવાના ટેબલ ઉપર નેહાએ નકુલ ની કંકોત્રી ની વાત કરી, એની મમ્મી એ દુખી અવાજે કહ્યું “ આ તો થવાનું જ હતું “ બધા તારા જેવા પાગલ થોડી હોય છે. પરતું એની મમ્મી ને વચ્ચે જ ચુપ કરાવી એના ફાધરે પૂછ્યું “ “તો તે શું નક્કી કર્યું ? લગ્નમાં જશે કે નહિ “ ? નેહા કઈ બોલી શકી નહિ. જેમ તેમ જમવાનું પૂરું કરી એ એના રૂમ માં જતી રહી. ખુબ જ કોશીસ કરી પણ ઊંઘ ન આવતા એને FM ચાલુ કર્યું. રેડીઓ મિર્ચી ઉપર “લવ ગુરુ “ લોકોએ પ્રેમ વિશે પુછેલ સવાલો નાં જવાબ આપતા હતા સાથે શાંત વાતાવરણ ને શોભે એવા સોન્ગ્સ આવતા હતા. એક છોકરાએ પોતાની વ્યથા બતાવી જેને જવાબ આપ્યા પછી લવ ગુરુ એ આસીમ રાંદેરી દ્વારા લખાયેલ અને મનહર ઉધાસ નાં અવાજમાં ગવાયેલ કંકોત્રી ગઝલ વગાડી.

“કંકોત્રી થી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે”

આ પંક્તિ સાભળીને નેહા જોરથી રડવા લાગી, એને વિચાર્યું કે શું એના પ્રેમ સાથે પણ વ્યવહાર થઇ રહ્યો છે.? ત્રણ વર્ષ માં એક વાર પણ નકુલને એવું નહિ થયું કે નેહા ને મળી ને આ સંબધ ને નવું નામ આપી શકાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ દિવસ એવો ન હતો કે નેહાએ નકુલને યાદ ન કર્યો હોય. અને આજે એના લગ્ન ની કંકોત્રી પણ મળી ગઈ. ત્રણ વર્ષ દરમ્યાન ન કોઈ દિવસ એને એટલું દુખ થયું ન હતું જેટલું આજે થતું હતું.. એ ક્યારે ઉંધી ગઈ એને ખબર ન હતી. સવારે ઉઠી તો ૯ વાગી ગયા હતા. એ ઝડપથી તૈયાર થઇને નીચે આવી. એની મમ્મી એ બપોરનાં જમવાની અને નાસ્તા ની વ્યવસ્થા કરી નાખી હતી. એટલે એ સીધી ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ. “ કેમ આજે ઉઠવામાં મોડું થયું “ નેહાની થાકેલી આંખો જોઈ એની મમ્મી એ પૂછ્યું. “ બસ એમ જ “ નેહાએ ટૂંક માં પતાવ્યું. એક કામ કરજે કોલેજ માં આઠ દસ દિવસ ની રજા મૂકી દે. તારા પાપા બિઝનેશ ટુર માટે ઉદયપુર જાય છે, હું પણ ઘણા સમયથી કઈ ગઈ નથી તો આપને બંને પણ ફરતા આવીએ. સાંજે જવાબ આપુ આટલું કહી નેહા કોલેજ જવા રવાના થાય છે. કોલેજ માં આજે જરાય મૂડ ન હતો જેમ તેમ સમય પસાર કર્યો. સાજે ઘરે જવાના બદલે એ ગાર્ડન માં જઈ ને બેઠી. સાંજનાં શાત વાતાવરણ માં એને થોડુક સારું લાગ્યું. એ શાંતીથી વિચારવા લાગી, જો એના વગર હું ત્રણ વર્ષ રહી શકે એના વગર આખી જીંદગી વિતાવવી મુશ્કેલ નથી. રહી વાત કે એ લગ્ન કરે છે તો અમારી વચ્ચે એવો કોઈ એફિડેવિટ નથી થયો કે બીજા સાથે લગ્ન ન કરવા. બની શકે કે કાલે મને પણ કોઈ નું સાથ પસંદ આવે અને હું પણ લગ્ન કરું. ભલેને એ લગ્ન કરે હવે હું એના વિશે વિચારીશ નહિ. એ એની લાઈફ જીવે અને હું મારી લાઈફ .

સાંજે ઘરે આવીને એ એની મમ્મી ને જણાવે છે કે એને કોલેજમાં રજા મૂકી છે અને ઉદયપુર જવા માટે તૈયાર છે. બધી તૈયારી કરી ને બે દિવસ પછી એ લોકો ઉદયપુર જાય છે. સાંજે ઉદયપુર હોટલમાં એના ફાધર બે રૂમ બુક કરાવે, એક રૂમ ની ચાવી નેહા ને આપી જલ્દી તૈયાર થઈ ડાઈનીંગ હોલમાં જમવા માટે નીચે આવવાનું કહે છે. કલાક પછી નેહા તૈયાર થઇ જ્યારે નીચે આવે છે ત્યારે નકુલ ને ત્યાં ઉભેલો જુએ છે. એ કઈ સમજે કે વધારે પૂછે એ પહેલા જ નકુલનાં ઘરના લોકો એને ઘેરી વળે છે. અને નકુલ ની પસંદગીનાં વખાણ કરે છે. અચાનક આ બધાને જોઈ એ એના પેરેન્ટ્સની સામે જુએ છે. એના મમ્મી પાપા ની સામે જુએ છે. એ બંનેને હસતા જોઈ નેહા બધી વાત સમજી જાય છે. એના ફાધર આવી ને એના કાન પકડે છે અને પૂછે છે કે જ્યારે કંકોત્રી મળી તો એને અંદરથી પણ જોવી જોઈએને. છેલ્લા મહિના થી હું અને તારી માં નકુલનાં ઘરનાં લોકો ને સમજાવી સમજાવી ને થાકી ગયા. અને તને કઈ પડી જ નથી. આવી ગઈ આમને આમ ઉદયપુર ફરવા માટે . જા હવે કંકોત્રી ખોલી ને જો અને પછી કાલ થી લગ્ન ની તૈયારી શરુ કરી દે. રવિવારે તમારા બંને નાં લગ્ન નું મૂહર્ત છે.