MENTAL TORTURE - 1 in Gujarati Moral Stories by Tapan Oza books and stories PDF | માનસિક ત્રાસ - ભાગ-૧

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

માનસિક ત્રાસ - ભાગ-૧

માનસિક ત્રાસ - ભાગ-૧

આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. માત્ર પાત્રોના નામ, જગ્યાના નામ, સ્થળ, સમય અને વર્ષોમાં જ ફેરફાર કરવામાં આવેલ છે. ખરી હકિકતમાં આવું એક વ્યક્તિ ભોગવી ચુકેલ છે અને હાલ પણ ભોગવી રહેલ છે.

આ વાત મારા એક નજીકનાં મિત્રની છે. તેનું નામ મનન છે. મનનનો જન્મ ગુજરાતના એક શહેરમાં વસવાટ કરતા એક સમૃધ્ધ પરિવારમાં થયેલો. મનનનાં જન્મનાં અમુક વર્ષો પહેલા તે જ પરિવારમાં એક દિકરીનો જન્મ થયેલો. એ દિકરી એટલે મનનની સગ્ગી મોટી બહેન. નામ તેનું સીતા. તેનું નામ જ માત્ર સીતા, સીતા જેવા કોઇ જ ગુણ તેનામાં ન હતાં.

સીતાનો જન્મ થયો ત્યારે સીતાને કોઇ દવાની એલર્જીના કારણે તેનાં મગજની અમુક નસો ખેંચાઇ ગયેલી. જેના કારણે તેની વીસેક ટકા અસર તેના માનસિક વિકાસ પર અને બોલતી વખતે અમુક શબ્દોમાં સ્પષ્ટતા ન આવે તે રીતે તેની જીભ પર અસર થયેલી.

સીતાનાં જન્મ સમયે માતા-પિતા જોઇન્ટ ફેમિલીમાં રહેતા હતા અને પિતા ખુબ જ કુશળતા ધરાવનાર વ્યક્તિ હોઇ પોતાના ધંધા-વ્યવસાયમાં ખુબ જ કમાણી કરી નામના મેળવતા હતા. એટલે રૂપિયાની પણ કમી ન હતી અને તેની સાર-સંભાળ રાખનારાઓની પણ કમી ન હતી. તથા પરિવારમાં ઘણાં વર્ષો બાદ એ પરિવારનું પ્રથમ સંતાન, નાનું બાળક હતી એટલે ખુબ લાડથી ઉછરેલી. પણ તેની આ બિમારી-તકલીફનાં કારણે માતા-પિતાએ સંયુક્ત પરિવાર છોડીને અન્ય શહેરમાં વસવાટ કરવા જવાની ફરજ પડેલ. મનનનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતા સંયુક્ત પરિવારથી છૂટા થઇ અન્ય શહેરમાં રહેતા હતા. એટલે મનને સંયુક્ત પરિવારનો પ્રેમ તો અનુભવ્યો નથી પણ માતા-પિતાની તથા અન્ય પરિવારજનોની વાતો સાંભળીને સંયુક્ત પરિવારમાં રહેવાની ઇચ્છા રાખતો હતો.

મનન એક સામાન્ય અને સાધારણ વ્યક્તિ. જ્યારે નાનો હતો ત્યારે તેની કોઇપણ વસ્તુ માટે કે રમકડા માટે કોઇ જ જીદ કે અપેક્ષા ન હતી. માતા પિતા તરફથી જે મળતું તેમાં જ ખુશ રહેતો, સંતુષ્ઠ રહેતો. તેની ઉંમરના જ નાના બાળકો કોઇ રમકડા કે ખાવા-પીવા માટે જે પ્રકારે જીદ કરી કજીયા કરે તેવું મનન કંઇજ કરતો ન હતો. ભણતરમાં હોંશિયાર અને કેરિયરમાં સારો ધ્યેય ધરાવતો હતો. મનન જેમ-જેમ મોટો થતો ગયો અને સમાજ અને સમાજનાં વ્યક્તિઓને ઓળખતો ગયો, સારા-ખરાબનો ભેદ જાણતો ગયો ત્યારથી જ તેના પર માનસિક ત્રાસનો બોજ વધતો ગયો.

મનનની જે બહેન, સીતા કે જેને પરિવારનાં સભ્યો અને અન્ય લોકો માનસિક રીતે બિમાર વ્યક્તિ ગણીને છાવરતા હતા, તેની માનસિકતાનો ખ્યાલ પહેલેથી જ મનનને આવી ગયો હતો. મનન ખુબ ઉંડો અને લાંબા ભવિષ્ય માટેનો વિચાર કરવા વાળો વ્યક્તિ હતો. એટલે સીતાનાં વર્તન અને વર્તણૂંક જોઇને મનને પહેલેથી જ એટલે કે સમજણો થયો ત્યારથી જ માતા-પિતાને ચેતવવાનું શરૂ કરી દીધેલું. પરંતું માતા-પિતાને તો સીતા એટલે ઘરની દિકરી, માનસિક રીતે એ જ નાનકડી ઢીંગલી હતી. માતા-પિતા સીતાને તો નિર્દોષ બાળક જ માનતા હતા ભલેને તેની ઉંમર ૨૫-૩૦ વર્ષની પણ કેમ ન થઇ ગઇ હોય...!

મનન જ્યારે ધોરણ ૪ માં ભણતો હતો ત્યારે તે સીતાના ગુસ્સાનો પ્રથમ વખત શિકાર બનેલો અને જેથી જ મનનને કાયમ માટે શારિરીક તકલીફ થઇ શકે તેવો સામનો કરવો પડેલો. વાત જાણે એમ હતી કે, સીતા કોઇ જીદના કારણે માતા-પિતાથી ગુસ્સે થઇને બીજા રૂમમાં જતી રહેલી. બપોરનાં જમવાનો સમય હતો. મનનના ઘરમાં એવો રિવાજ હતો કે બપોરે અથવા રાત્રે જ્યારે પરિવારનાં ચારેય સભ્યો ઘરે હોય ત્યારે હંમેશા સાથે બેસીને જ ભોજન કરવાનું. એટલે માતા-પિતાથી રીસાઇ ગયેલી અને ગુસ્સામાં આવેલી બહેનને મનાવવા અને જમવા માટે બોલાવવા માટે માતા-પિતાએ મનનને મોકલ્યો. મનને રૂમનાં દરવાજા પાસે ઉભા રહીને સીતાને મનાવવાની કોશિશો કરી પરંતું તેનાથી વધુ ગુસ્સે ભરાયેલી સીતાએ રૂમનો દરવાજો જોરથી બંધ કર્યો. જેના કારણે મનનના જમણા હાથની એક આંગળી એ દરવાજાની લોખંડની બારસાખમાં દબાઇ ગઇ. ખુબ લોહી નીકળતું હતું. એટલે પિતા મનનને લઇને દવાખાને ગયાં મનન તો બિચારો નાનો હતો, થોડો રડ્યો પણ ડોક્ટરે દવા લગાડી આપતા અને દવા લખી આપતા શાંત થઇ ગયો. વાગેલાનાં ઘાવ દિવસે-દિવસે ભરાતા ગયા. પરિવારનાં અન્ય સભ્યો એ બાબત ભુલવા લાગ્યા. પણ મનન....! મનન એ ઘાવ જીંદગીભર ભુલી ન શક્યો. એ ઘાવની નિશાની, સીતાના એ દિવસના ગુસ્સાનો ભોગ બનેલા મનનને જમણા હાથની એ આંગળીનું હાડકુ કાયમ માટે વાંકુ જ રહી ગયું. સામાન્ય રીતે એ આંગળી સીધા રહેવી જોઇએ, તેના બદલે એ આંગળી કાયમ માટે વાંકી રહી ગઇ. બસ, આ જ હતી મનન પર થઇ રહેલા અથવા ભવિષ્યમાં થવાના માનસિક ત્રાસની શરૂઆત. આ તો માત્ર શરૂઆત હતી. મનને તો હજુ ઘણું બધુ ભોગવવાનું હતું. માતા-પિતા માટે તો આ એક સહજ સીતાનો ગુસ્સો જ હતો. પરંતું મનન ભલે નાનો હતો પણ ભવિષ્યમાં આવતી મુસિબતોનો ખ્યાલ તેને તે જ વખતે આવી ગયો હોય તેમ લાગતું હતું.

મનનની વધુ વાતો સાથે ફરી મળીશું આવતા અંકે...