Temple of Faith ... in Gujarati Mythological Stories by Ajay Khatri books and stories PDF | આસ્થાનું મંદીર...

Featured Books
  • અભિન્ન - ભાગ 6

    ભાગ ૬  સવાર થયું અને હરિનો આખો પરિવાર ગેટ પાસે ઉભેલો. રાહુલન...

  • પરંપરા કે પ્રગતિ? - 3

                           આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદ...

  • Old School Girl - 12

    (વર્ષા અને હું બજારમાં છીએ....)હું ત્યાથી ઉભો થઈ તેની પાછળ ગ...

  • દિલનો ધબકાર

    પ્રકાર.... માઈક્રોફિકશન           કૃતિ. ..... દિલનો ધબકાર.. ...

  • સિંગલ મધર - ભાગ 15

    "સિંગલ મધર"( ભાગ -૧૫)હાઈસ્કૂલના આચાર્યનો ફોન આવ્યા પછી કિરણન...

Categories
Share

આસ્થાનું મંદીર...

આદ્યશક્તિ ના અનેક સ્વારૂપો વિશ્વમાં જોવા મળે છે.લોકો પોતાની આસ્થા પોત પોતાની કુળ દેવીઓ ને પૂજાતા હોય છે.એવા સ્થાન કો ભારતભર માં અને ખાસ કરી ને ગુજરાત માં અનેકો જોવા મળે છે.એવુંજ એક સ્થાનક ગુજરાત રાજ્ય ના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેર થી અઢી કિલોમીટર ના અંતરે માં ખોડિયાર ડાકણીયા ડુંગર પર આવેલું છે.

આમ તો શક્તિ સ્વરૂપે માં ખોડિયારના વિવિધ ધામો રાજ્યભરમાં આવેલા છે.
માં ખોડિયાર…ભક્તો માતાને કોઇ પણ નામે બોલાવે છે ભક્તોની માં પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા એક સરીખીજ છે.
માં ખોડિયારનું નામ એક વાર મુખમાંથી ઉચ્ચારણ થઇ જાય તો સમષ્ત સંસારના સુખોની પ્રાપ્તિ થાય છે. આવું જ આસ્થા નો સ્થાન ઉપલેટા તાલુકા ના ભાયાવદર ગામે ડાકણીયા ડુંગર પર ખોડિયારમાં નું ભવ્ય મંદિર આવેલું છે.ડુંગર ની ભવ્યતા માતાજી ના મંદિર ના કારણે વધુ ને વધુ શોભનીય બનેલ છે.

ગણા વર્ષો પહેલા આ ડુંગર પર ડાકણો નો વાસ હોવા અંગે લોક વાયકા હતી.જેના લીધે આ ડુંગર ડાકણીયો ડુંગર કહેવતો પણ અહીં ખોડિયાર માં ના પ્રતાપે આજે આ જગ્યા ખોડિયાર તરીકે પ્રખ્યાત થઈ આ ડુંગરે પશુ ચરાવવા આવતા ભરવાડ લોકો અહીં સ્વયંભૂ થાપો અને ત્રિશુલ હોવાની વાત કહેતા બાદ માં ભાયાચારણ ના ભયાવદર ની રક્ષા મા ખોડિયાર કરતી હોવાની શ્રદ્ધા અહીં ના શહેરી જનો રાખે છે.અહીં જલારામ જીકાભાઈ અમલાણી માઈ ભગત દ્વારા મંદિર નો સ્થાનક બનાવી અપાયું હતું.ત્યાર બાદ 2001 ના વિનાશક ભુકંપ માં મંદિર શતીગ્રસ્ત થયું હતું.પણ માતાજી ની મૂર્તિ ને નુકસાન જરા પણ ન થતા લોકોએ ખોડીયારમાનુ પરચો ગણ્યો હતો.અહીં ભુકંપ સમયે લાવા પણ બારે આવ્યો હોવાની ચર્ચા લોકો કરે છે.

આજે આસ્થળ પર થી આખાય ભાયાવદર ગામ ને નિહાળી શકાય છે. તથા અનેરી શાંતિ નો અનુભવ આ જગ્યા પર થાય છે.
અહીં આવતા શ્રધ્ધાડું લોકો ની આસ્થા અનેક માનતાઓ સાથે વર્ણવેલી છે.લોકો ની અનેક તકલીફો દૂર થાય તેમાટે આજુ બાજુ વિસ્તારના લોકો માં ખોડીયારની માનતા રાખે છે અને પોતાના કાર્યો પરીપૂર્ણ થતા માં ના દરબાર માં આવી અને શ્રદ્ધા પૂર્વક માથું ટેકાવી પોતાની માનતાઓ પરી પૂર્ણ કરે છે.આમ શ્રદ્ધાડુ ઓ માં ખોડિયાર ને માંનતાવાળી માઈ તરીકે પણ ઓળખે છે.

ડાકણીયા ડુંગર ઉપર પથ્થર ( થાપા ) સ્વરૂપે ખોડીયાર માતાજી હતા . તે અત્યારે આસ્થા અને પવિત્રતા નું પ્રતિક સમુ મંદિર બની ગયું છે. અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે પાણી ની સગવડ ધર્મશાળા ની સગવડ નામી અનામી દાતા ઓના સહયોગ થી ઉભી કરાઈ છે. રવિવાર ના બટુક ભોજન,ઋષી પંચમી ના લોક મેળા નું આયોજન થાય છે.આ મેળા માં હાજરો ની સંખયા માં લોકો માં ના દર્શન એ આવી પરંપરા મુજબ પૂજન અર્ચના માં ભાગ લઈ ને માં ના આશીર્વાદ મેળવે છે.તેમજ આ મેળા માં લોકસાહિત્ય અને બાળકો ના ચકડોળ જેવા સાધનો ના લીધે આ મેળો ખુબજ પ્રખ્યાત તેમજ આકર્ષણ નું કેન્દ્ર આ વિસ્તાર ના લોકો માટે બની રહ્યું છે.

તેમજ ખોડિયાર જ્યંતી ના રોજ સમહુ લગ્ન નું આયોજન અહીં કરાય છે.જેમાં સાત નવ દમ્પતી ઓ પ્રભુતામાં પગલાં માં ના શનિધ્યમાં માંડે છે.આ સમહુ લગ્ન ના આયોજન માં લોકો ઉત્સાહ ભેર ભાગ લઇ યથાશક્તિ પ્રમાણે સેવાઓ આપે છે.

એટલેજ જીવનમાં માં ને એક શક્તિ નું સ્વરૂપ કહેવા માં આવે છે .કોઈ પણ માં ક્યારે પણ પોતાના સંનતાનો ને દુખી નથી જોઇ શકતા.તેનું જીવતું ઉદાહરણ ભાયાવદર નું આ મા ખોડિયાર નું મંદિર છે.
શબ્દસંકલન
અજય ખત્રી