લવ બાઇટ્સ
પ્રકરણ-25
	સ્તવન આશાને ચૂમતો પ્રેમ કરી રહેલો. મીહીરા સમજીને આગળ વધીને કુદરતનો નજારો જાણે જોઇ રહી હતી. સ્તવને કહ્યું મારી આશુ થોડાંકજ સમયમાં જાણે હું તારો તું મારી થઇ ગઇ. આટલો પ્રેમ કરીને પણ ધરાવો નથી થતો. આશાએ કહ્યું બસ કરો મારી સખી મીહીકા એકલી ઉભી છે. સ્તવને ચૂમીને કહ્યું આશુ હજી... ત્યાંજ ધૂળની ડમરીઓ ઉડવી ચાલુ થઇ ગઇ જાણે પવનનાં તોફાન સાથે ધૂળનાં રજકણો ફેલાઈ રહ્યાં. આશા વ્યથિથ થઇ ગઇ સ્તવનને વળગી ગઇ અને બોલી અચાનક આમ શું થયું ? સ્તવને એને બાહોમાં પરોવીને જાણે એની રક્ષા કરી રહ્યો. 
	સ્તવનની આંખો ધૂળની ડમરીમાં જાણે કોઇ આકૃતી જોઇ રહ્યો એની આંખમાંથી અંગારા વરસ્યા અને તોફાન સામે અડગ ઉભો રહ્યો. આશાની હાજરીને ધ્યાનમાં રાખી કંઇ બોલ્યો નહીં તોફાન પસાર થઇ ગયું. મીહીંકા સામેથી દોડીને આવી ગઇ અને બોલી ભાઇ આવું કેવું તોફાન ? અને એ પણ ડમરી પણ તમારી આસપાસ જ હતું હું જોઇ રહી હતી. બીજે ક્યાંય નહોતું. 
	સ્તવન ધીરજ ધરીને કહ્યું કંઇ નહીં  જે હશે એ પણ આશા ગભરાઇ ગઇ હતી. આશાનાં ચહેરા ઉપર એનાં બધાં વાળ ઉડીને પથરાઇ ગયાં હતાં. સ્તવને હળવેથી એનાં વાળ સરખાં કર્યા અને રૂપકડો ચહેરો જોવા લાગ્યો. આશાની આંખો શરમથી નીચે ઢળી ગઇ મીહીકાની હાજરી વર્તાતા એ સ્તવનથી છૂટી પડી ગઇ. 
	મીહીકાએ કહ્યું તમારી જોડી તો જાણે રાધાકૃષ્ણ હોય એમ જોઇ રહી હતી... એ મલકાઇને બોલી હવે આગળ નથી જવું ઉપર ચલો પાછા વળીએ મને તો ખૂબ ભૂખ લાગી છે. અને વળી સાંજ થવા આવી સમય ક્યાં પસાર થઇ ગયો ખબરજ ના પડી ઘરે પણ બધાં ભેગાં થયાં છે આપણી રાહ જોતાં હશે. 
	ત્યાંજ આશાનાં મોબાઇલમાં રીંગ વાગી આશાએ સ્ક્રીન જોઇને કહ્યું પાપા છે એણે ફોન રીસીવ કર્યો અને બોલી હાં પાપા કહો. યુવરાજસિંહ કહ્યું દીકરા તમે ક્યાં છો ? તમે થોડું જમીને અહીં રાજમલ અંકલનાં ઘરે આવી જાવ રાહ જોઇએ છીએ. 
	સ્તવન પણ સાંભળી રહેલો એણે આશા પાસેથી મોબાઇલ લઇને વાત શરૂ કરી. અંકલ અમે અહીં નહારગઢ છીએ. અહીંથી સારી રેસ્ટોરટમાં જમીને ઘરેજ આવીએ છીએ. યુવરાજસિંહ હસતાં હસતાં કહ્યું ઓકે આવી જાવ પછી રૂબરૂ વાત. અને ફોન મૂકાયો. 
	મીહીકાએ કહ્યું લોન્ગ ડ્રાઇવ પર આવી ગયાં પછી એમાંજ સમય પૂરો થઇ ગયો અને અંકલનો ફોન પણ આવી ગયો મારે મૂવી જોવાનો મૂડ હતો એતો પ્રોગ્રામ કેન્સલજ થઇ ગયો.
	આશાએ કહ્યું "અરે મીહીકાબેન એક્જ દિવસે બધો પ્રોગ્રામ શું કામ પુરો કરીયે ? મૂવી જોવા કાલે રાખીએ કેમ સ્તવન શું કહો છો ? હવે રેસ્ટોરાં લઇ લો. 
	સ્તવને મીહીકા સામે હસ્તાં હસતાં કહ્યું એય છુટકી કાલે જઇશુંને મૂવી જોવા છેલ્લા શો મા.... આજે અહીંજ સમય બધો પૂરો થઇ ગયો હજી જમવાનું બાકી છે પછી ઘરે જઇએ છીએ. 
	મીહીકાએ કટાક્ષ કરતાં કહ્યું "હાં અહીંજ સમય પૂરો થઇ ગયો ભાઇ તમે તો એવાં ખોવાયાં હતાં કે સમય નું ભાનજ ના રહ્યું. અને હું ડુંગરા જોવામાંજ રહી ગઇ પછી હસીને બોલી કંઇ નહી તમારી બધી ઓળખાણ પાકી થઇ ગઇ. 
	આશા જોરથી હસી પડી બોલી વાહ તમે ડુંગરા જોયા કે અમારી પાકી થતી ઓળખાણ ? જુઓને ધુળની ડમરીએ અટકાવ્યા થોડી ઓળખાણ અધૂરી રહી ગઇ... 
	આશાને સાંભળી ત્રણે એક સાથે હસી પડ્યાં આશાનાં ચહેરાં પર હજી શરમનાં શેરડાં હતાં. એણે સ્તવનને એકદમ ધીમેથી કહ્યું અધૂરી ઓળખાણ કાલે પૂરી કરીશું. સ્તવન સાંભળીને હસી પડ્યો. બધાં કારમાં ગોઠવાયાં અને આશાએ કહ્યું એમ શહેરની પ્રખ્યાત રેસ્ટોરાં જયપુર ઇન હોટલમાં છે ત્યાં પહોંચી ગયાં. 
	ત્યાં મીહીકા અને આશાની પસંદગીનું જમવાનું મંગાવુ. વધારે આનંદથી વાતો કરતાં કરતાં જમ્યાં અને પછી ઘરે પાછા આવવા નીકળ્યાં. આશાએ વાતવાતમાં કીધું મીહીકાબેન એકવાત કહું ? તમે અહીં આવ્યા છો તો મારી ફોઇનો છોકરો છે આશાએ કહ્યુ મીહીકાબેનને ઇન્ટ્રો કરાવી દઊં એમને પણ કંપની મળી જશે. મીહીકા શરમાઇને સ્તવન સામે જોવા લાગે સ્તવને કહ્યું તને આવો વિચાર કેમ આવ્યો ?
આશાએ કહ્યું મારી એકજ ફોઇ એનો એકનો એક દીકરો મયુર.. એનાં માટે છોકરી શોધાય છે અહીં મીહીકાબેન માટે છોકરો... સાચુ કહું માં ને જ વિચાર આવેલાં પણ પછી માં એ કહ્યું એકવાર તમારું નક્કી થાય પછી એ વાત કાઢીશું મેં એડવાન્સમાં વાત લીક કરી દીધી. મીહીકા શરમાઇને સંકોચાઈ ગઇ એ સાવજ ચૂપ થઇ ગઇ. સ્તવને કહ્યું ઓહ એમ વાત છે તો પછી બધાં વડીલોને વાત કરીશું. હમણાં ઘરે પહોચીએ....
	સ્તવન બધાંને લઇને રાજમલસિંહને ઘરે આવ્યો. બહાર કાર પાર્ક કરી બધાં ઘરમાં પ્રવેશ્યા અને જોયું તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ. આશા અને સ્તવન એકબીજા સામે જોવા લાગ્યાં... 
************
	સ્તુતિ આજે ખૂબ થાકી હતી માનસિક અને શારીરિક બંન્ને ખૂબ થાક લાગેલો. આખો વખત કોમ્પ્યુટર પર કામ કર્યા કર્યું બીજે ધ્યાન વાળવા પ્રયત્ન કર્યો. 
	સાંજ પડી ગઇ હતી એનાં હૃદયમાં કોઇ તોફાન હતું એને ચેન નહોતું પડવા દેતું એને કોઇ અગમ્ય અણસાર થતાં વધારે વ્યથિત થઇ ગઇ હતી એણે માં ને કહ્યું માં મને જમવાનું આપી દો મારે વહેલાં સૂઇ જવું છે. 
	માં એ કહ્યું ચાલ તને પીરસી આપુ છું તું વહેલી વેળાસર સૂઇ જા તને આરામ મળશે સારું લાગશે. સ્તુતિ ઝડપથી જમીને એનાં રૂમમાં સૂવા આવી ગઇ. 
	પથારીમાં આડી પડી પણ મનમાં ચેન નહોતું એને આજે આખા દિવસની વીતેલી ક્ષણો યાદ આવી રહી હતી. એ હજી આજની પળો વાગોળે ત્યાંજ એને કોઇનો વિચિત્ર રીતે હસવાનો અવાજ આવ્યો. એણે અવાજની દિશામાં જોવાનો પ્રયત્ન કર્યો. રૂમમાં અંધારુ હતું જોકે હજી રાત્રીનાં 9 જ વાગ્યાં હતાં. એણે પથારીમાં બેઠાં થઇને અવાજની દિક્ષામાં જોયું કોઇ દેખાઇ નહોતું રહ્યું પણ ગંદી રીતે હસવાનો અવાજ આવી રહેલો. 
	સ્તુતિએ મનોમન મહાદેવને યાદ કર્યા અને હિંમત કરીને બોલી કોણ છે ? કોણ છે ત્યાં ? અને અવાજ આવતો બંધ થઇ ગયો સ્તુતિએ હાથથી પોતાના ચહેરાં પરનો પરસેવો લૂછ્યો. વાળ સરખા કર્યા. હજી કંઇ સમજે પહેલાંજ એનાં શરીર પર કોઇનું વજન આવ્યું. એનું મોં કોઇએ દાબી દીધુ. એ બોલી શક્તી નહોતી એની આંખો અંધારામાં ચકળવકળ થઇ કોણ છે જોવા પ્રયાસ કરી રહી હતી એને એનાં ચહેરા સામે બે આંખનાં ડોળાજ દેખાઈ રહેલાં. પેલાએ એનું મોં દાબીને બંધ રાખેલું સ્તુતિ એ ઓછાયાને વાળાને ઓળખવા પ્રયત્ન કરવા લાગી પણ કંઇ કળાયુ નહીં. પેલાએ સ્તુતિનાં ખભાથી ઉપર ગળાનાં ભાગમાં ડોક પર રહેલાં લીલાં ઘા નો નિશાન પર હોઠ મૂકી દીધાં અને ચૂસવા લાગ્યો.
	સ્તુતિથી સહન ના થયું એણે પગ પછાડ્યા ત્વરાથી પેલાને ખસેડવા પ્રયત્ન કરવા લાગી છટપટિ રહી હતી અને પોતાનાં ઘા પર લાગેલાં હોઠથી દર્દ અને આનંદ બંન્ને વર્તાઇ રહેલો એની આંખો રડી ઉઠી એને સમજાઇ નહોતું રહ્યું આ શું થઇ રહ્યું છે. એને એનાં પર સવાર ઓળો સ્પષ્ટ દેખાઇ નહોતો રહ્યો પણ આખા શરીર પર વજન લાગી રહેલું. માત્ર સફેદ રંગનો ઓળો જાણે એનાં ઉપર ઉડી રહેલો એણે જોર કરીને પોતાની જાત છોડાવા પ્રયત્ન કર્યો એનાં હોઠમાંથી અવાજ નીકળવા પ્રયત્ન કરી રહેલો પણ દાબેલા મોંઢામાંથી માત્ર ચીસ નીકળી સ્ત..સ્ત... એ આગળ બોલી ના શકી અને બેભાન થઇ ગઇ. 
	ક્યાંય સુધી એકજ અવસ્થામાં સૂઇ રહેલી ભાન આવ્યુ એણે જોયું કોઇ નથી રૂમમાં કે એનાં પર સવાર એણે પોતાનાં ચહેરાને જોયો આખું શરીર પરસેવે રેબઝેબ હતું એ પથારીમાં બેઠી થઇ ગઇ એ ખૂબ ગભરાઇ ગઇ હતી એ કોણ હતું ? ચહેરો યાદ કરવા પ્રયત્ન કરવા લાગી પણ યાદ ના આવ્યું એને આંખો બરાબર યાદ હતી એ બિહામણી આંખો ક્યારેય ભૂલી નહીં શકે. એને થયું માં-પાપાને કહું ? ના ના એ લોકો ચિંતામાં પડશે દુઃખ કરશે હવે હુંજ પહોચી વળીશ આનો ઉકેલ લાવીશ ગમે તેટલી શક્તિ હોય હું કાબુ કરીશ અને મનમાં બોલેલા એનાં બોલ યાદ કરવા લાગી... 
વધુ આવતા અંકે - પ્રકરણ -26