લવ બાઇટ્સ
પ્રકરણ-42
	સ્તવન આશા અને મીહીકાને લઇને ઘરે આવ્યો. બધાંએ કાર જોઇને ખુશી જતાવી આશીર્વાદ આપ્યાં. મયુર આવે એટલે બહાર જમવા જવાનો કાર્યક્રમ ફાઇનલ કર્યો. અને મયુરને ચાપાણી કરાવે ત્યાં સુધી ફ્રેશ થવા માટે એનાં રૂમમાં ગયો. આશા બધાની નજર ચૂકવી મીહીકાને ઇશારો કરી સ્તવનનાં રૂમમાં ગઇ. 
	સ્તવન અને આશા બંન્ને પ્રેમ પ્રચુર અવસ્થામાં હોઠથી હોઠ મીલાવીને આનંદ લઇ રહ્યાં. આશાએ પ્રેમનાં આવેગમાં સ્તવનનો હોઠ કરડી લીધો. સ્તવનથી ઓહ થઇ ગયું. અને આશા હસી પડી પછી બોલી પ્રેમ એટલો ઉભરાયો હતો કે હોઠ છોડી ના શકી અને દાંત દબાઇ ગયો. સ્તવનનો હોઠ લાલ લાલ થઇ ગયો. સ્તવનને ટુવાલ દબાવી દીધો. ત્યાંજ બારણું ખુલ્યું...
	મીહીકા અને મયુર હતાં. મયુરે કહ્યું સોરી ડીસ્ટર્બ નથી કર્યા ને ? મીહીકા આશા સામે જોઇને લુચ્ચુ હસી અને આશાએ સામે સ્મિત આપતાં કહ્યું નાના આતો સ્તવનને.... 
	મયુરે કહ્યું કંઇ નહીં વધાઇ આપી હશે એકાંતમાં સમજુ છુ ચાલો તૈયાર થાવ એટલે નીકળીએ. પણ જીજુ તમે તમારી કારમાં અને હું અને મીહીકા અમારી કારમાં આવીશું એજ કહેવા આવેલાં... 
	સ્તવન અને આશા એકબીજા સામે જોઇ રહ્યાં અને હસી પડ્યાં. એમને તો જોઇતું હતું અને વૈદે કીધું. એવો તાલ થયો. જીભ કચરવી ના પડી અને મનનું ગમતું થઇ ગયું. 
	સ્તવને કહ્યું ઓકે ડન. ચલો હું તૈયારજ છું હવે આપણે નીકળીએ એમ કહી ચારે જણાં રૂમમાંથી બહાર નીકળ્યાં અને વડીલોની રજા લઇને કારમાં બેઠાં. મયુરે કહ્યું જીજા તમે મને ફોલો કરજો હું હાઇવે પર મસ્ત હોટલ પર લઇ જઊં છું.. પણ ટ્રીટ તમારાં તરફથી છે. એમ કહીને હસ્યો. 
	સ્તવને કહ્યું ઓબવસલી મારાં તરફથીજ છે ચાલો હું તમને ફોલો કરુ છું અને આશા સ્તવન કારમાં ગોઠવાયાં.
	મયુરે આગળ કાર લીધી અને સ્તવન એને ફોલો કરવા માંડ્યો. આશા સ્તવનને વળગી ગઇ અને એની હુંફમાં રહી પ્રેમ કરવા માંડી આશાએ કહ્યું ગીતો મૂકોને. સ્તવને કહ્યું ના ગીતો નહીં પ્લીઝ. તારી સાથે વાતોજ કરવી છે. એમ કહી અગમ્ય ડર છૂપાવ્યો. આશાએ કહ્યું ઓકે તો તો વધુ સારુ હું તને સાંભળ્યા કરીશ મારાં સ્તવન. હું તો ઘૂળેટીની રાહજ જોઉં છું પછી બે મહિના વીતે વૈશાખી પૂનમે તો... 
	સ્તવન હસી પડ્યો. તેં તો મારાં મનની વાત કરી હૂં ક્યારે તને માયરાં બેઠેલી જોઉં ફેરા ફરાય અને પછી બધાનાં આશીર્વાદ લઇને તને રૂમમાં લઇ આવીને આખી જ લૂંટી દઊં એની જ રાહ જોઊ છું એજ સ્વપન જોઊં છું. 
	આશા શરમાઇને બોલી.. વાહ હું તો એ દિવસ તારાં આ ગુલાબી હોઠ ચાવી જવાની છું એમ કહીને હસી પડી અને સ્તવનનાં હોઠ પર આંગળીઓ ફેરવી. સ્તનવને દાંત વગેલો એ જગ્યાએ આંગળી ફેરવીને કહ્યું ઓહ આતો સૂજી ગયો છે. લાવ ચુંબન કરીને મટાડી દઊં. 
	સ્તવન કહે એય બસ કર ગાડી ચલાવું છું તું ત્યાં હાથ ફેરવે છે અને મારાં આખાં શરીરમાં કંઇ કંઇ થાય છે. આશાએ હસતાં હસતાં કહ્યું એટલે તો આંગળી ફેરવું છું સ્તવને કહ્યું લૂચ્ચી લુચ્ચાઇઓ ના કર નહીંતર હમણાં ગાડી પાર્ક કરીને પછી તને... 
	આશાએ હસતાં હસતાં કહ્યું ઓહો એમ વાત છે તો તો બધેજ આંગળીઓ ફેરવું જોઊં છું કેવી ગાડી ઉભી રાખી મને તમે... એમ કહીને સ્તવનને બધે હાથ ફેરવવા માંડ્યો..સ્તવને ઉત્તેજીત થઇને કહ્યું એય આશુ બસ કરને ખરેખર મને બધેજ કંઇક ... પ્લીઝ અને આશા અટકી ગઇ. 
	સ્તવને કહ્યું.. એય અટકી ગઇ ? મને એમ કે તું વધારે કરીશ આનંદ આવે છે ચાપલી કર ને પ્રેમ મજા લઊં છું ડ્રાઇવીંગ કરતાં. પાછાં આવતાં તું ડ્રાઇવ કરજે હું તારાં અંગ અંગને સ્પર્શ કરીશ પછી જોઊં છું તું કેવું ડ્રાઇવીંગ કરે છે. 
	આશાએ કહ્યું બહુ લુચ્ચા છો હું તો ડ્રાઇવજ નહીં કરી શકું ક્યાંક નવીને નવી કાર ઠોકાઇ જશે. તમારેજ ચલાવાની આમ પણ નવી કાર ચલાવતાં ડરજ લાગે તમારું ડ્રાઇવીંગ મસ્ત છે ઘણો કંટ્રોલ છે.. ચલાવ હું મજા કરાવું. આમ આનંદ કરતાં કરતાં હોટલ પહોચી ગયાં. 
	મયુર અને મીહીકા કાર પાર્ક કરીને ઉભા રહ્યાં અને સ્તવને પણ બાજુમાં કાર પાર્ક કરી. બંન્ને જણાં નીચે ઉતર્યા મયુરે કહ્યું જીજા આ હોટલ ખૂબ સરસ છે એમાંય ફુડ તો સ્વાદીષ્ટ છે એકદમ નવી ખૂલી છે પણ આખાં જયપુરમાં પ્રખ્યાત થઇ ગઇ છે. 
	સ્તવને કહ્યું જોતાંજ સરસ દેખાય છે એક મહેલ જેવો એલીવેશન કનસેપ્ટ છે. ગાર્ડન પણ કેવો સરસ રાજવી છે. ચાલો જમીને વધારે વખાણીશું હવે તો ભૂખ લાગી છે. 
	મયુરે કહ્યું થોડી દૂર છે પણ આટલે આવ્યાં પછી જમીને અંતર વસૂલ લાગશે. આશા બોલી પડી અરે દૂર હોવાં છતાં જાણે જલ્દી આવી ગયાં હોય એવું લાગ્યું અને સ્તવનની સામે જોઇ હસી પડી. 
	મીહીકાએ કહ્યું સાચેજ વાતો વાતોમાં અહીં ક્યારે પહોચીં ગ્યાં ખબરજ ના પડી. હું વારે વારે પાછળ જોતી હતી કે તમે પાછળજ છોને પણ કાર બરાબર પાછળ રાખી હતી. આશા બોલી પડી ? હેં તમને દેખાતું હતું ?
	મીહીકાએ કહ્યું કારજ દેખાતી હતી એટલે ધણુ હતું. આશાએ મનમાં હાંશ કરી. મીહીકા આશાની નજીક આવીને બોલી કેમ ભાભી ? એવું પૂછ્યું ? પછી હસી પડી. 
	અને બંન્ને જણાં પણ.. ઓતપ્રોતજ હતાં. મયુર અને સ્તવન હોટલ વિશે વાત કરતાં કરતાં ચાલી રહેલાં અને પછી હોટલમાં અંદર ગયાં અને AC ચેમ્બરમાં ગયાં ત્યાં 6 વ્યક્તિ માટે જગ્યા હતી. 
	સ્તવને હોટલનાં ઇન્ટીરીયરનાં પણ વખાણ કર્યા કેવી સરસ સજાવટ છે ખૂબ સરસ સુંદર અને ચોક્ખી હોટલ છે. બધાં અંદર બેઠાં એકદમ સરસ આરામદાયક બેઠકો હતી આશા સ્તવન અને મીહીકા મયુર સાથે પણ સામ સામે બેઠાં. 
	વેઇટર મેનું આપી ગયો. સ્તવન અને મયુર મેનુ જોઇને વાનગીઓ પસંદ કરવા લાગ્યાં. ત્યાં મયુરે સ્તવનને પૂછ્યું જીજા તમે લીકર લો છો ? સ્તવને કહ્યું આવો કેવો પ્રશ્ન ? અરે જીજા બીયરની વાત નથી હાર્ડડ્રીંક લેતા હોય તો આજે ઉજવણી સાથે કરીએ.
	મયુર સંકોચ છોડી વાત કરી રહેલો. આજે મયુર કંઇક વધુ ખૂલ્લો થઇને વર્તી રહેલો. સ્તવને કહ્યું ચાલો થઇ જાય મસ્ત બ્રાન્ડનાં બે લાર્જ ઓર્ડર કરીએ સાથે સ્ટાર્ટર મંગાવી લઇએ આ લોકો પણ સ્ટાર્ટરમાં સાથ આપશે પછી ડ્રીંક પતે પછી મેઇનકોર્સ ઓર્ડર કરીશું. 
	આશા અને મીહીકા મયુર અને સ્તવનને જોઇને સાંભળી રહ્યાં કંઇ બોલ્યાં નહીં. મયુરે સારામાં સારી ઊંચી બ્રાન્ડનાં બે લાર્જનાં ઓર્ડર કર્યા અને સ્ટાર્ટરનો ઓર્ડર આપ્યો સ્તવને કહ્યું તમને લોકોને વાંધો નથીને ?
	આશાએ કહ્યું તમને વાંધો ના હોય તો અમારે ક્યાં કંઇ વિચારવાનુંજ છે ? એન્જોય કરો અને કરાવો. અને આશા મીહીકા બંન્ને સાથે હસી પડ્યાં. 
	મયુરે ઓર્ડર આપ્યાં પછી કહ્યું હવે શેનો સંકોચ તમે અમારી ઘરવાળીજ છો ને ? આઇ મીન બનવાની છો અને અમારે ક્યાં કોઇ આદત છે આતો જીજાની નવી કારનું સેલીબ્રેશન છે. 
	ત્યાં બેરો કાચના ક્રિસ્ટલ ગ્લાસમાં બે લાર્જ પેગ સ્ટાર્ટર-પાપડ-સોડા-પાણી આઇસ ક્યુબ બધુ મૂકી ગયો સાથે લીંબુ ની સ્લાઇસ-ઓનીયન-શીંગ પણ મૂક્યું. 
	મયુર અને સ્તવને પેગમાં જરૂરી સોડા અને પાણી ઉમેરી પેગ તૈયાર કર્યા અને ડ્રિંક્સ ગ્લાસ સામ સામે ટકારાવ્યા અને ચીયર્સ કર્યુ. 
	મયુરે કહ્યું કોન્ગ્રેચ્યુલેશ જીજું અગેઇન બસ આવી કાયમ સફળતા મળે ઉતરોઉત્તર પ્રગતિ થાય એવી શુભકામના.
	સ્તવને હસીને થેંક્સ કહ્યું અને બંન્ને જણાએ આશા અને મીહીકા સામે જોઇને સીપ મારી દીધી. 
	મયુરે કહ્યું તમારાં માટે ફેશ લાઇમ સોડા ઓર્ડર કરુ તમારે જોયા ના કરવું પડે એમ કહીને હસ્યો અને બે ઓર્ડર કર્યાં. 
	આશા સ્તવનની આંખમાં જોઇ રહી પ્રેમનાં નશાને શરાબનાં નશામાં ભળતો જોવો ગમતો હતો. ત્યાં અચાનક સ્તવનને વિચાર..... 
વધુ આવતા અંકે - પ્રકરણ -43