લવ બાઇટ્સ
પ્રકરણ-48
	સ્તવન તૈયાર થઇને નીચે આવ્યો ત્યાં સુધીનાં બધાં તૈયાર થઇ ગયાં હતાં. ભંવરીદેવીએ મયુરને આપવાની જણસ યાદ કરીને લઇ લીધી. મીહીકા ક્યારે જલ્દી જવાય એની રાહ જોતી હતી એને પણ મયુરની લગની લાગી હતી. 
	રાજમલસિંહે કહ્યું અને ચાર જણાં મારી ગાડીમાં આવીએ છીએ સ્તવન તું અને મીહીકા તારી નવી ગાડીમાં આવો તે ઘર નથી જોયું પણ તું મને ફોલો કરજો. 
	આમ નક્કી કરી બધાં બે ગાડીમાં ઘર બંધ કરી લોક કરીને નીકળ્યાં. રાજમલકાકાની કાર આગળ અને સ્તવન એમને ફોલો કરી રહેલો. 
	સ્તવને કારમાં મીહીકાને કહ્યું આપણે પહેલી વાર મયુરનાં ઘરે જઇએ છીએ. તને તો આખી રાત નીંદર પણ નહીં આવી હોય નઇ ?
	મીહીકાએ શરમાતા કહ્યું ભાઇ તમે પણ શું આમ બોલો છો ? હું તો ઘસઘસાટ સૂઇ ગઇ હતી પણ મને લાગે આશાભાભી સૂતા નથી એમને ઊજાગરો હતો. એમ કહીને હસવા લાગી. 
	સ્તવને કહ્યું તું ખૂબ જબરી છે તને કેવી રીતે ખબર કે એનો ઉજાગરો છે ? મીહીકાએ કહ્યું મને ખબર છે એ મારાં રૂમમાં જ ક્યાં હતાં ? એમ કહીને હસી પડી. 
	સ્તવન હવે શરમાયો સમજી ગયો કે મીહીકાને ખબરજ છે કે આશા મારાં રૂમમાં હતી એણે વાત બદલતાં કહ્યું વાહ તે સરસ સાડી પહેરી છે તારો વટ પડે છે. મીહીકા સમજી ગઇ કે ભાઇએ વાત બદલી....
	આમ વાતો કરતાં કરતાં રાજમલકાકાની કાર એક મોટાં બગલાં સામે ઉભી રહી એટલે સ્તવન પણ અટક્યો રાજમલકાકાએ હોર્ન માર્યુ એ પહેલાં મોટો દરવાજો ખૂલ્યો અને એમણે કાર અંદર લીધી સ્તવને પણ પાછળને પાછળ કાર લીધી. 
	સ્તવને જોયુ કે ખૂબ મોટો બંગલો વિશાળ ગાર્ડન અને મહેલનો ભાસ કરાવે એવો બંગલો હતો બાજુમાં કમ્પાઉન્ડમાં મોટું ગોડાઉન જેવુ હતું. 
	મયુરનાં માતાપિતા બંગલામાથી ઉતરી બધાનાં સ્વાગત માટે આવ્યાં રાજમલસિંહની ગાડીમાંથી માણેકસિહજી ભંવરીદેવી, લલિતામાસી, સ્તવન એમની ગાડીમાંથી મીહીકા સાથે ઊતર્યો. મીહીકા ઉતરીને તરતજ મયુરનાં માતાપિતાને પગે લાગી બંનેન જણાએ આશીર્વાદ આપ્યા ત્યાં પાછળ મયુર પણ આવી પહોચ્યો. મયુર અને મીહીકાની આંખો મળી અને ઇશારામાં વાતો થઇ ગઇ. 
	મયુરનાં માતાપિતાએ મીહીકાનાં માતાપિતાનું સ્વાગત કર્યુ પધારો પધારો કહીને ઘરમાં બોલાવ્યાં ભંવરીદેવી તો એમનો મહેલ જેવો બંગલો અને રાજાશાહી રાચરચીલું જોઇને ખૂબ આનંદીત થયાં. એમને મનમાં થયું મારી દીકરી અહીંયા રાજ કરશે. 
	સ્તવને જોયું કે બંગલામાં બધે નક્શીકામ કરેલા લાકડાથી સજાવટ કરેલી હતી જાણે કોઇ રાજવી પરીવારનાં બંગલે આવ્યાં હોય એવો ઠાઠ હતો. 
	ત્યાંજ યુવરાજસિંહ -વીણાબહેન અને આશાની કાર કમ્પાઉન્ડમાં આવી. મયુરનાં માતાંપિતા એમને લેવાં બહાર આવ્યાં. યુવરાજસિંહજીની બહેનનું ઘર હતું એટલે કોઇ નવું નહોતું. યુવરાજસિંહે કહ્યુ બહેન કેમ છે ? તારાં ઘરે મહેમાન આવી ગયાં ?
	મયુરની મંમીએ કહ્યું હમણાંજ આવ્યાં છે. આશાને ખબર પડી ગઇ કાર જોઇનેજ કે સ્તવન આવી ગયો છે એ સીધી અંદર દોડી. 
	મીહીકાને રાજવી સોફા પર ચૂપચાપ બેઠેલી જોઇ આશા એની પાસે આવીને બેઠી અને સ્તવનની સામે જોયું તો આંખો હસી ઉઠી અને રાત્રીનું એનું તોફાન યાદ આવી ગયું. અને ઇશારાથી કંઇક કહી પણ દીધું. 
	બધાં વડીલો દીવાનખંડમાં બેઠાં હતાં. અને તેઓ વાતો એ વળગ્યાં મયુરે સ્તવને કહ્યું જીજાજી આવો આપણે ઉપર જઇએ ત્યાં બેસીએ જમવાનાં સમયે નીચે આવીશું. 
	લલીતામાસીએ કહ્યું હાં હા છોકરાઓ તમે જાવ અને શાંતિથી બેસો જમવા ટાણે તમને બોલાવીશું પછી કહ્યું આશા મીહીકા તમે લોકો પણ જાવ અહીં કઇ કામ નથી. 
	યુવરાજસિંહ કહ્યું હાં દિકાર જાવ તમે ત્યાં સ્તવન આવીને યુવરાજસિંહ અને વીણાબહેનને પગે લાગ્યો અને મીહીકાએ આવીને પણ ચરણ સ્પર્શ કર્યાં. 
	ભંવરીદેવીને ગમ્યુ એમણે સંતોષનો શ્વાસ લીધો છોકરો અને છોકરી બંન્ને જણને સારું ઘર કુટુંબ અને માણસો મળ્યાં છે. 
	મયુરની મંમીએ લલિતાબહેનને વીણાબેન-ભંવરીદેવી કહ્યું તમે લોકો આવો આપણે પાછળ હીચકે અને વરન્ડામાં બેસીએ. 
	મયુરનાં પાપાએ કહ્યું રાજમલ ચાલ મેં આપણાં માટે ગાર્ડનમાં બેઠક કરાવી છે આપણે ત્યાં બેસીએ. વિશાળ બંગલામાં બધીજ વ્યવસ્થા હતી. મહારાજ રસોઇઆ રસોઇ બનાવી રહ્યાં હતાં. એની સોડમ છેક બહાર સુધી આવી રહી હતી બીજા 2-3 નોકર ચાકર બધાને પાણી આપી રહેલાં. 
	રાજમલસિંહે યુવરાજસિંહને કહ્યું અહીં બધી વ્યવસ્થા થઇ ગઇ લાગે છે એમ કહીને હસવા લાગ્યા મયુરનાં પાપાએ કહ્યું બધી વ્યવસ્થા કરી છે સાંજે વધારે મજા આવશે. એવું સાંભળી બધાં હસવા લાગ્યાં માણેકસિંહજી વિચારી રહેલાં કે આ ખૂબજ સુખી અને સમૃધ્ધ ઘર છે વળી શોખીન પણ છે એકનો એક છોકરો છે. મારી મીહીકા અહીં ખૂબ સુખી થશે એમને આંખે જોઇને વધુ સંતોષ થયો. 
	મયુરનાં પાપાએ માણેકસિંહજીને કહ્યું વેવાઇ તમે લો છો કે નહીં ? માણેકસિંહએ કહ્યું આમ હું નથી લેતો પણ ખાસ પ્રસંગે જરૂર લઊં છું એમ કહીને હસી પડ્યાં.
	મયુરનાં પાપાએ કહ્યું વાહ ચાલો તો ચંડાળ ચોક્ડી સાંજે એકબીજાની કંપનીમાં મજા માણશે. 
	મયુર-મીહીકા- સ્તવન આશા ઉપર ગયાં ત્યાં ત્રણથી ચાર શયનખંડ હતાં મોટી અગાશી હતી ત્યાં બે હીચકા હતાં. મીહીકાતો દોડીને હીંચકે બેસી ગઇ આશાએ ટીખળ કરતાં ક્યુ મેડમ પછી તમારે અહીંજ રહેવાનું છે તું અને મયુર હીંચકા ખાધા કરજો..
	સ્તવન બીજા ઝૂલે જઇને બેઠો અને બોલ્યો મને હીંચકો ખૂબ પ્રિય છે મારે ઘરે પણ વરન્ડામાં હીંચકો છે મારુ પ્રિય સ્થળ છે. સ્તવનની બાજુમાં મયુર બેસે પહેલાંજ આશા આવીને બેસી ગઇ અને બોલી મયુર ત્યાં જા મીહીકા પાસે ત્યાં બેસ.
	સ્તવન આશાને બેસાડીને હીંચકો ખાવા લાગી સ્તવને પૂછ્યું લૂચ્ચી તું સવારે ક્યારે ઉઠીને તારાં ઘરે જતી રહી કંઇ ખબર જ ના પડી. 
	આશાએ કહ્યું તમે છો લુચ્ચા આખી રાત સુવા ના દીદી પોતે મોડે સુધી ઊંઘ્યાં. મારે અહીં આવવાનું હતું ઘરે જલ્દી પહોચવું જરૂરી હતું એટલે ઓટોમાં ઘરે પહોચી ગઇ. તમે કેટલા વાગે ઉઠ્યાં ?
	સ્તવને કહ્યું જવાદે ને વાત રાત્રે નશો હતો પછી તારાં પ્રેમનો નશો એટલો ચંઢેલો કે મોડે સુધી સૂતોજ રહ્યો પણ રાત્રે મજા આવી ગઇ હતી હે ને ?
	આશાએ શરમાઈને કહ્યું મજા તો આવી પણ ખરા સમયે અટકી જવું પડે એ નથી ગમતું એમ કહીને લૂચ્ચુ હસી. 
	સ્તવને કહ્યું હું તો અટકવાજ નહોતો માંગતો બધેજ આગ લગાડીને પછી મને શાંત રહેવા કહે છે. આશાએ કહ્યું હવે થોડાં દિવસ છે થોડી રાહ જોને. 
	મીહીકાએ વચમાં ડપકું મૂકતાં પૂછ્યું શેની રાહ જોવાની વાત ચાલે છે ? એકલા એકલા કેમ વાતો કરો છો ? થોડીવાર તો કંપની આપો. 
	ત્યાં ઘરનો નોકર ટ્રે માં બે કપ ચા લઇ આવ્યો. સ્તવને મયુર સામે જોઇને ક્હ્યુ બસ ચા ? બીજી વ્યવસ્થા નથી ?
વધુ આવતા અંકે - પ્રકરણ -49