Waiter There s a Clue In My Soup - 2 in Gujarati Detective stories by Jaydeep Buch books and stories PDF | વાનગી માં પગેરું - 2

Featured Books
  • ঝরাপাতা - 3

    ঝরাপাতাপর্ব - ৩বিয়ের দিন সকালে আলো ফোটার আগে হবু বর আর কনের...

  • মহাভারতের কাহিনি – পর্ব 120

    মহাভারতের কাহিনি – পর্ব-১২০ দশম দিনের যুদ্ধে ভীষ্মের পতনের ক...

  • জঙ্গলের প্রহরী - 5

    জঙ্গলের প্রহরীপর্ব - ৫- "এটা একটা গল্প মিঃ রায়। মিথ বলতে পা...

  • Forced Marriage - 1

    শ্বেতার মনে হয়, পৃথিবীর সব থেকে বিষাক্ত বিষের থেকেও তার বসের...

  • অন্তর্হিত ছায়া

    কলমে :- সূর্য্যোদয় রায়   পর্ব১:  নিরুদ্দেশের নোটবুক কলকাতা...

Categories
Share

વાનગી માં પગેરું - 2

કોઈ પ્લાસ્ટિક બોક્સ કે બરફની ટ્રે કે પાણી પીવાના ગ્લાસ ક્યાંય પણ એક અંશ પણ મળ્યો નથી. હા, એક લાંબી સળી આકારની ચમચી પર ઝેર ની ઓળખ મળેલ છે જે કદાચ એના મોમાં ગઈ હોય પણ એણે એ ચમચી વડે કોળિયો ઉપાડ્યો એવું જણાતું નથી.


“તો પછી અંડા રોલમાં ? એ તો અલગ રેપર માં જ આવ્યા હશે ને?”


દયાએ હોઠ મચકોડ્યા, “અંડા રોલ માં ઝેર ઘુસાડવું શક્ય નથી. તમામ ખોરાક ઘણા બધા લોકોની નજર સામે તૈયાર કરવામાં આવ્યો હતો અને પેક થયો હતો. જો બાકીના તમામ પાંચેય અંદરોઅંદર મળી જાય તો જ અંડા રોલ માં ઝેર ઘૂસાડવાનું શક્ય બને. કદાચ સપાટી ઉપર. કદાચ મસ્ટર્ડ સોસ માં. પણ જો એવું હોય તો પેપર નેપકીન અને પેપર પ્લૅટ્સ ઉપર ઝેર ની થોડી તો થોડી પણ હાજરી જણાઈ આવે.”


“કોઈએ પહેલેથી ઝેર વાળો રોલ મંગાવીને રાખ્યો હોય અને ખાતી વખતે અદલાબદલી કરી નાખી હોય?”


“એ પણ વિચાર્યું હતું”, દયાએ કહ્યું. “ ખાસ કરીને જ્યારે માધુરી અને શક્તિકપૂરે અંડા રોલ ની અદલાબદલી કરી ત્યારે આવું મે વિચારેલું. પણ આ તમામ છ એ છ મિત્રો બપોર સુધી તો એક સાથે એક મિટિંગ હાજર હતા. જો કોઈએ એ વખતે અંડા રોલ લઇ પણ રાખેલ હોય તો સાંજ સુધીમાં તો એ વાસી થઈ જાય અને બધાને ખબર પડી જાય. ઉપરાંત મૃતક શ્રીદેવીએ તો અંડા રોલના સ્વાદ સુગંધના ખુબ વખાણ પણ કરેલ એવું જાણવા મળેલ છે ”


“ઓકે, ખાવાની આઈટેમ્સ નું એનાલિસિસ બાજુ પર મૂક હમણાં અને એ જણાવ કે બીજી કેવી અને કઈ રીતે ઝેર એના પેટમાં ગયું હશે?”


“રૂમમાં અન્ય કોઈ ખાવા લાયક વસ્તુઓ હતી જ નહીં. કદાચ કોઈએ શ્રીદેવીને કોઈ દવા આપી હોય, પણ પાર્ટી પત્યે બધાજ લોકોએ એક સાથે જ રૂમમાંથી વિદાય લીધી હતી. જયારે બધા જઈ રહ્યા હતા ત્યારે શ્રીદેવીએ જણાવ્યું હતું કે એની તબિયત કંઈક ઠીક નથી લાગતી. કદાચ ઝેર ચડવાની અસર શરુ થઇ ગઈ હતી.”


“ઝેર ભેળવેલ એન્ટાસિડ ગોળીઓ?.” પ્રદ્યુમને તર્ક રજુ કર્યો.


“રૂમમાં કશું એવું મળ્યું જ નથી. અરે એક સાદી એસ્પીરીન પણ નહીં. મિત્રોના જણાવ્યા પ્રમાણે એને ગોળીઓ ગળવી ગમતી નહીં અને એમાં કશું અસાધારણ નથી. અને હા, આપણી મેડિકલ ટીમ ના માનવા પ્રમાણે ખોરાક માં ઝેર મેળવવાનો સમય કાં તો ડિનર દરમિયાન અથવા તો ખાવાનું શરુ કર્યાના બસ થોડી જ વાર પહેલાનો જ હોવો જોઈએ. વળી પાછું એ પણ સત્ય છે કે પાર્ટી પેહલા ક્યારેક ને ક્યારેક બધા જ મિત્રો સાથે ને સાથે જ હતા અને ડિનર પહેલાં શ્રીદેવીએ સતત 2 કલાક સુધી ચર્ચા માં ભાગ લીધેલ અને એને ડિનર પહેલાં બીજું કશું ખાવાનો મોકો જ નથી મળ્યો.”


“જરા વિચિત્ર કહેવાય કે રૂમમાં બીજે કશે પણ ઝેર ના કોઈપણ નિશાન નથી મળ્યા.” એસીપી પ્રદ્યુમને આશ્ચર્ય દેખાડ્યું.


“એમ પણ બને કે શકમંદ બનાવના થોડી વાર પછી પુરાવાઓના નાશ માટે રૂમમાં આવ્યો હોય.” દયાએ શંકા વ્યક્ત કરી. પ્રદ્યુમને હકારમાં માથું હલાવ્યું. “હા મને પણ એવું લાગતું હતું અને કદાચ એવું બને પણ ખરું પણ બીજા કોઈએ બનાવ બન્યા પછી રૂમ તરફ કે રૂમમાંથી કોઈને પણ જતા આવતા જોયા નથી. અને અમે એ વાતે મૂંજાણા છીએ કે એવી તો કઈ કડી, કયો પુરાવો ખૂટે છે જે આપણને આગળ વધવા દેતો નથી. કચરાના ડબ્બામાં બરાબર યોગ્ય નંબરના ડબ્બાઓ, ચમચીઓ, સોસ ના પેકેટ્સ બધું જ યોગ્ય રીતે મળી આવ્યું છે. હાલ તો અમે કોઈ સંકેત, કોઈ દોરવણી ની તક ગોતી રહ્યા છીએ. હાલ માં તો અમે ખૂનનો ઈરાદો શોધવાના કામે લાગ્યા છીએ. મને લાગે છે કંઈક તો એવું મળી જ જશે જેથી કરીને કેસ માં આગળ વધી શકાય.”


એસીપી અને દયાની ખાવાની પ્લેટો આવી ગઈ. એસીપી પ્રદ્યુમન પરોઠા ની સાથે સાથે દયાએ આપેલ રિપોર્ટ પણ ચાવી રહ્યા હતા.”કદાચ”. એસીપીએ પરાઠાને આઘું ખસેડી ને કહયું, ‘કદાચ આ પાંચેય માંથી કોઈએ પણ કશું જ ન કર્યું હોય!’


“આપઘાત?”


“અથવા તો જેણે અંડા રોલ બનાવ્યો હોય એ કારીગર ..…”


“કાકે દા ધાબા વાળો? એને કેમ ખબર પડે કે કયો રોલ કોણ ખાશે?”


“કારખાના, હોટેલ્સ કે અન્ય ઉત્પાદોના કારીગરોએ એમના માલિક કે સુપરવાઈઝર સામે બદલો લેવા જાણી જોઈને ઉત્પાદની ગુણવતા બગાડ્યા ના દાખલા છે. તને યાદ છે ઓસ્ટ્રેલિયાની ફેવરિટ બિયર બ્રાન્ડ ‘બડવાઇઝર’ ના પ્લાન્ટ માં એક કારીગર વર્ષો સુધી તૈયાર બિયરની ટાંકી માં પેશાબ કરતો એવું સ્વીકાર્યું છે. આવા માનસિક ચસકેલ લોકોને બીજે દિવસે છાપા માં સમાચાર વાંચીને વિકૃત આનંદ આવતો હોય છે. “


“આવા લોકો તો ઘણાબધા લોકોને એકસાથે શિકાર ન બનાવે?”


“જરૂરી નથી. બધા ને નહિ પણ થોડા થોડા લોકોને અમુક અમુક સમયે હેરાન કરે જેથી એ લોકો પકડાય પણ નહિ અને બદઈરાદો લાંબો સમય સુધી ચાલ્યા કરે.”


દયાએ ચમચીમાં લીધેલ સલાડ હાથમાં જ રહી ગયો જયારે તેણે એસીપી ખુરશીની બરાબર પાછળ જ કોઈને ઉભેલા જોયો. (ક્રમશઃ)