The Author Hemangi Follow Current Read કબ્રસ્તાન - 4 By Hemangi Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books The Girl Who Came Unwillingly - 15 Chapter 15 : "Footsteps Towards Unknown "Early in the mornin... Courage of Heart - 1 The Desperate RunIt was midnight. The house lay in silence,... Niyati: The Girl Who Waited Chapter 1: The City of Dreams Mumbai—the city that never sl... Life, Multiverse and the Illusion of Peace The story begins with me analyzing my personal problems. I’m... Don't be Me - Chapter 3 Chapter 3 — When Things ChangeFuture me,Right now, I am stil... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Hemangi in Gujarati Horror Stories Total Episodes : 16 Share કબ્રસ્તાન - 4 (924) 2.3k 5k 1 દ્રશ્ય ચાર - રામા ની વિનતી ને કાળુ એ સાંભળ્યા વિના સરપંચ ના બંને હાથ ખોલી ને પૂછવા લાગ્યો "બાપુ.....કોની આટલી હિંમત થયી કે તમને હાથ લગાવ્યો મને કહો હું એને...." કાળુ ની વાત પૂરી થાય એની પેહલા તો સરપંચ આમ તેમ દોડવા લાગ્યા " લાકડી ક્યાં છે..મારી લાકડી...." ખૂણા માં પડેલી લાકડી ઉઠાવી ને ફરી થી પોતાની પીઠ પર જોર થી માર મારવા લાગ્યા. સરપંચ ની આવી સ્થિતિ થી કાળુ ને દ્રસ્કો પડ્યો. " બાપુ....શું કરો છો....રામા શું થયું છે બાપુ ને કેમ આવું કરે છે." રામો એની પગે પડ્યો અને જોર થી રડી રડી ને બોલવા લાગ્યો " કાળુ ભાઈ મે કહ્યું હતું એમના હાથ ના ખોલો...." એ ત્યાં નીચે બેસી ને બૂમો પડી ને રડતો હતો. સરપંચ ને ફરીથી પકડી ને બાંધી દેવામાં આવ્યા. કબ્રસ્તાન ની કાળી કબર ની બાજુ માં બેભાન પડેલો મગન ભાન માં આવે છે. ભાન આવતા ની સાથે એના પગ માં વાગેલા હથોડી ના વાર ની વેદના નો પણ અનુભવ થાય છે. એ બીજી ક્ષણે બૂમો પાડી પાડી ને પગ ની સામે જોવે છે તો એ પગ માં થી ઘણું લોહી વહી ગયું હોય છે ને માટી અને સુકાયેલા પત્તા પર સુકાઈ ને ચોંટેલું એનું લોહી હોય છે. મગન પગ ને સીધો કરવા નો પ્રયત્ન કરે છે પગ ને જરા અડતાની સાથે જ એને તીવ્ર વેદના થાય છે. રાત્રે બનેલા બનાવ ને યાદ કરતા એને પોતાને જ હથોડી થી ઘાયલ કર્યો હતો એ યાદ આવે છે એ ત્યાં ડરી ને એક ખૂણા માં બેસી જાય છે. શરીર ધ્રુજવા લાગે છે ને રાત્રી ના ભયાનક દ્રશ્ય થી શ્વાસ થોભી જાય છે. બીક ના કારણે તે ફરી થી બોલવાનુ શરૂ કરે છે. " મારા દીકરાના માટે.....મારા દીકરાના માટે" આમજ મગન બેસી ને બોલતા બોલતા રાત પાડી જાય છે. મગન ડરી ને કબર ની સામે જોઇ ને બેસ્યો હોય છે. કબર માંથી કાળો છાયો બહાર આવી ને મગન ની સામે જોઈ ભયાનક આંખો અને હસી સાથે તે ગામ તરફ જાય છે. રાત્રી ના લગભગ બાર વાગ્યા ને કાળુ એના ઘર માં સરપંચ ની જોડે હતો. કાળો છાયો પેહલા કાળુ ની જોડે જાય છે. કાળુ સરપંચ જે ખાટલા માં બાંધ્યા હતા તેની બાજુ માં બેસી ને સૂતો હતો. કાળો છાયો કાળુ ની નજીક જઈ ને કાળુ ને હાથ પર પોતાનો હાથ લાગવા જાય છે પણ ત્યાં રામો આવી ને સરપંચ નો રૂમ ખોલે છે જેના કારણે તે છાયો ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. કાળુ ના ખેતર વાળા ઝુંપડા પર વિઠ્ઠો અને પવલો ભર ઊંગ માં હતા તે એક ખાટલા માં ત્યાં સૂતા સૂતા રખવાળી કરતા હતા. કાળો છાયો એમની ખાટલાની બાજુ માં જઈ ને ઉભો રહ્યો તેમને ઊંઘ માંથી ઉઠાડવા મટે પાણી નો લોટો જે એમની ખાટલાની નીચે પડ્યો હતો તેને લઈ ને તે પાણી બંને ના મોઢા પર છાંટે છે. આટલું બધું પાણી એક સાથે એમની પર આવા ના કારણે તે બંને એક સાથે ઊભા થયી ને એક બીજા ની સામે જોઈ ને કહે છે " પવલા મારી નાખે જો ફરી થી મારી પર પાણી નાખ્યું...." " વિઠ્ઠા મે નથી પાણી નાખ્યું તે મારી પર પાણી નાખ્યું ને મને જ આંચકાવે છે." " મારે શું લેવા તારી પર પાણી નાખવું પડે અડધી રાત્રે ચડી તો નથી.." " મને તો નથી ચડી પણ તારી ખબર નથી." આમ બંને જગાડતા હોય છે પણ કોય એમની પાછળ ઉભેલા કાળા છાયા પર ધ્યાન આપતું નથી એ છાયો બંને ના માથા ની વચ્ચે હાથ લાંબો કરી ને પોતાની આંગળી એમની સામે લાંબી કરે છે. કાળો ઝાંખો હાથ આમ લાંબી આગડી સાથે બાજુ માં જોઈ ને બંને ભાન ખોયી બેસે છે એક બૂમ સાથે ખાટલાની નીચે પડી જાય છે. ત્યાં તો કાળો છાયો આંગળી વળી ને એમની ગાલ પર મૂકે છે. કાળા છાયા થી બચવા માટે એમની ઝુંપડી માં દોડી ને જાય છે. પણ એમની ગાલ પર જ્યાં આંગળી અડી હોય છે ત્યાં કાળુ નિશાન પડી જાય છે અને ઝુંપડી માં ગયા પછી વિઠો અને પાવલો બંને ની આંખો કાળી થયી જાય છે અને તે પણ કાળા છાયા ની વશ માં આવી જાય છે. વિઠો ઝુંપડી માં પડેલા વાસણ માંથી એક ચપ્પુ ઉઠાવે છે જે રસોઈ માં ઉપયોગ માં લેવાનુ ચપ્પુ હતું. જેની ધર ઓછી હતી પણ સાવ નક્કામું પણ ના હતું. તે પોતાની હાથ ની આંગળી ઓ પર ચપ્પાથી એક પછી એક વાર કરવાના ચાલુ કરે છે. એનું મન એને રોકે છે પણ શરીર પર એનો કોય વશ નથી તે પોતાને વેદના આપવા માટે આંગળી ને નાના નાના ઘા કરી ને ડાભા હાથ ને ભરી નાખે છે. જોવામાં એક સરખા અંતરે એક દિશા માં ઘા હતા પણ અંતે તો એ એનું જ નુકશાન હતું. એનો હાથ ધીમે ધીમે લોહીથી ભરવા લાગ્યો. ને અંતે તેને આખા હાથ ને નાના ઘાથી ભરી નાખ્યો હતો. ‹ Previous Chapterકબ્રસ્તાન - 3 › Next Chapter કબ્રસ્તાન - 5 Download Our App