લવ બાઇટ્સ
પ્રકરણ-76
	રાજમલકાકાનાં ઘરે બધાં ભેગાં થયાં હતાં બીજે દિવસે જોબ પર જવાનું હતું સ્તવન એનાં વિચારોમાં હતો અને વાત નીકળી કે શનિ-રવિમાં કુંબલગઢ જવાનું છે અને ચાર જણાં ફરવા જઇશું. મહાદેવનાં મંદિરે દર્શન કરીને પછી આગળ વધીશું. વચ્ચે રાણકપુરની વાત આવી અને ભંવરીબેને કહ્યું અમારે પણ હવે રાણકપુર જવું છે ઘર ખોલી સાફસફાઇ કરાવીશું ઘણો સમય થયો એવું લાગે છે. 
	લલિતામાસીએ કહ્યું આવો લ્હાવો અમને ક્યાં મળવાનો અહીં રહો તમારુજ ઘર છે ને ? અને સ્તવને એ સાંભળીને કહ્યું કાકી તમે કાયમ એવી રીતેજ રાખ્યાં છે ક્યારેય અમને પારકું નથી લાગ્યું અમારુ ઘર છે એવુંજ લાગ્યું છે પણ મારે મારું જયપુરમાં ઘર બનાવવું છે. 
	 એ સાંભળીને લલીતાબેને કહ્યું કેમ આ તારું ઘર નથી ? બીજું ઘર શા માટે બનાવવુ છે ? અહીં તમને કંઇ ઓછું લાગે છે ? એવું બોલતાં બોલતાં એમનાં આંખમાં આંસુ આવી ગયા બોલ્યાં આમ પારકો હોય એવું કેમ બોલે છે ? એક વાક્ય્માં અમને પરાયા કરી દીધાં. અમારે છોકરો હોતતો એ આવું કહેત? મારી કોખ ભગવાને ભરી નહીં અને પહેલી સુવાવડ કસુવાવડ થઇ ગઇ પછી મારાં ઘરમાં બાળકે પાપા પગલી ભરી જ નહીં પછી એમણે રાજમલકાકાને કહ્યું હવે તમે કઇ બોલો. મારાં મનની વાત આજે બધાંજ હાજર છે કહી દો આપણે આજે ક્યાં કોને કેમ મળવા ગયાં હતાં ?
	રાજમલ કાકા પણ ઢીલા પડી ગયાં સ્તવનની વાત સાંભળી લાગણીવશ થયાં એમણે કહ્યું આજે ફોડ પાડીને વાત કરું છું માણેકસિંહ આજથી નહીં વરસોથી મારો મિત્ર છે. શરૂઆતમાં ધંધાર્થે મળતાં પણ પછી વરસો વીતતાં ગાઢ મિત્ર બની ગયાં. 
	પછી સ્તવનને જોઇને કહ્યું તું નાનો હતો ત્યારથી તને બિમારી લાગુ પડેલી તારાં બાપા અહીં હોસ્પીટલમાં બતાવવા આવતાં. એ એકલો લઇને આવતો આ તારાં કાકી સાથે આવતાં તું નાનો હતો ત્યારથી ખૂબ વ્હાલો હતો તારી બિમારીની ચિંતા કરતાં. તું દિકરો ભવંરીભાભીનો છે એમણે જન્મ આપ્યો છે પણ આ લલિતા તારી યશોદા માં છે નાનપણથી તને જોઇને એનું માતૃત્વ ઉજાગર થતું. તું અહીં નોકરી કરવા આવ્યો ત્યારથી આનંદમાં રહે છે આ ઘર તારાં આવવાથી ભર્યુ ભર્યુ થયુ છે અહીં એની બેનની દિકરી આશા સાથે તારો સંબંધ નક્કી થયો એ રાજીની રેડ થઇ ગઇ હતી ત્યારેજ કીધેલુ કે સ્તવન આપણાં ઘરેજ રહેશે એને બીજે મકાન નથી અપાવવાનું તારાં અને આશાનાં પ્રસંગ માટે એ એટલો ઉત્સાહ હતો તારાં જવાની વાત માત્ર સાંભળી અને દુઃખ થયું છે દીકરા અહીં શું ખોટ છે ?
	તમારાં વિવાહ પત્યાં બધાં મંદિર ગયાં.. પણ અમે લોકો મારાં એક ખાસ મિત્રને ત્યાં ગયાં હતાં. આજે બધાંજ હાજર છે અને હું સાચીવાત જણાવી દઊં સ્તવન પરણીને આશા સાથે અહીં રહે એટલાં માટે એમને લગ્ન પછી કોઇ અગવડ ના પડે એટલે બધીજ સુખ સુવિધા ઘરમાં ઉભી કરવા મને લલિતાએ કહ્યું અમે નક્કી કર્યુ અને મારો મિત્ર ફર્નીચર અને ડેકોરેશન કામ કરે છે તમારો ઉપર રૂમ એમાં આધુનિક ફર્નિચર બેડ-એસી અને નવો બાથરૂમ બનાવી દેવા એને મળવા ગયાં હતાં. રસોડામાં પણ આશાને એનાં ઘરે છે એવી બધઘીજ વ્યવસ્થા કરાવી રહ્યાં છીએ એની સાથે નક્કી કરી લીધુ છે બે ત્રણ દિવસમાં આવી સ્તવનને શું અને કેવું પસંદ છે એ પ્રમાણે ડીઝાઇન બનાવીને કામ ચાલુ કરી દેશે. 
	તે બીજા ઘરની વાત કાઢી એટલે કહેવું પડ્યું. દીકરા અહીં તને કોઇ અગવડ નહીં પડવા દઇએ તને બધીજ વ્યવસ્થા અને એ પણ આધુનીક ડીઝાઇનની કરાવી લઇશું. અમારી સાથે રહે તો અમને પણ સારું લાગશે તારાં માં પાપા પણ અહીં રહી શકશે એટલું મોટું ઘર છે મોટા બગીચો છે ઇશ્વરની કૃપાથી બધુ જ છે તને બીજુ અધિક શું જોઇએ બોલ... 
	લલિતાકાકી રડી રહેલાં. ભંવરીદેવીએ કહ્યું તમારો આટલો પ્રેમ અને લાગણી છે અમે તમારાં ઋણી છીએ. આવો સંબંધ બે સગાભાઇનો નથી હોતો. 
	સ્તવને એની માં અને પાપા સામે જોયું એમની આંખમાં રાજમલકાકાની વાત પર સહમતિ જોઇ પછી એ બોલ્યો કોઠી કરવી સહેલી છે ? આ તો મેં મારાં મનની વાત કહી. હું કોઠી બનાવીશ ત્યારે તમે પણ મારી સાથેજ રહેશો મારાં માં પાપાતો હશેજ પણ તમારુ સ્થાન એટલુંજ છે તમે માંબાપથી વધારે પ્રેમ આપ્યો છે કાળજી લીધી છે. 
	લલિતાકાકીએ કહ્યું દિકરા ત્યારની વાત ત્યારે પણ આ ઘરથી જવાની ફરીથી વાત ના કરતો તારી મરજી પ્રમાણે ફેરફાર કરાવજો નવું બનાવરાવજે તારાં કાકા અદ્દલ એવુંજ કરાવશે. કંઇ ઓછું નહીં આવવા દે. 
	યુવરાજસિહ ક્યારનાં સાંભળી રહેલાં એમણે કહ્યું તમારી વાત સાચી છે હમણાં કોઠી બનાવવાની ક્યાં જરૂર છે ? હું સમજું છું અને દાદ આપું છું કે તને એવો વિચાર આવ્યો પણ રાજમલસિહ અને લલિતા ભાભીનો લાગણીનો વિચાર કરતાં હમણાં અહીંજ રહેજો. 
	માણેકસિહજી એ કહ્યું રાજમલસિહ પહેલેથીજ મને મદદ કરતાં આવ્યાં છે ધંધામાં પણ ઘણી મદદ કરી છે તું નાનો હતો ત્યારથી એમણે બંન્નેએ કાળજી લીધી છે એમનું માન રાખવાનું છે એમનું દીલ નથી તોડવાનું તારે સંકોચ કરવાની જરૂર નથી તું કમાય છે એટલે ઘરનો ખર્ચો પણ તારે કરવાનો. તું અમારો દિકરો છે. એવોજ એમનો છે અમે આવતાં જતાં રહીશું અને એ લોકો પણ તમારી સાથે રાણકપુર આવશે કોઇ સંકોચ રાખવાની જરૂર નથી. 
	અત્યાર સુધી વાતો સાંભળી રહેલી આશાએ કહ્યું માં પાપા અહીં આવશે રહેશે આપણે રાણકપુર પણ જઇશું. લલિતામાસી માં થી વધારે છે મને અહીં રહેવામાં પણ કોઇ સંકોચ કે વાંધો નથી જ્યારે ત્યારે તમારે કોઠી બનાવવી હોય. ત્યારે બધાંજ સાથે રહીશું. મને તો બધાં વડીલો મારાં માતા પિતા સમાન લાગે છે. 
	સ્તવને કહ્યું ભલે હમણાં હવે આ ચર્ચા બંધ કરીએ લલિતામાસીને ઓછું આવ્યું હોય તો માફી માંગુ છું એમ કહીને એમની પાસે જઇને પગે પડ્યો. 
	લલિતામાસીએ એને પકડીને ગળે વળગાવી દીધો તું મારો છોકરોજ છે ભંવરીદેવી તને પ્રેમ કરે છે એટલોજ હું કરુ છું ખાલી અમારી સાથે રહેવા કહી રહી છું આવો છોકરો ભગવાન સહુને આપે એમ કહીને ઓવારણાં લીધાં. ભંવરીદેવીની આંખમાં પણ આંસુ આવી ગયાં. 
	મીહીકા મયુર પણ લાગણીવશ થયાં. મયુરનાં માતા પિતાએ પણ આશીર્વાદ આપતાં કહ્યું જેવો મયુર છે એવો અમારે સ્તવન છે તારે અહીંજ રહેવું જોઇએ. વીણાબહેને કહ્યું લલિતાબેન મારાં મોટાં બેન છે મારી દિકરી માસીનાં ઘરેજ રહેવાની છે મારું ગમતુંજ છે. 
	મીહીકાએ કહ્યું માં-પાપા ગામ એકલાં નહીં રહે એ લોકે આવતા જતાં રહેશે મને ખબર છે માંને મહાદેવનાં મંદિરનો ખૂબ લગાવ છે. પણ અમે દર અઠવાડીયે રાણકપુર આવીશું. 
	ભંવરીદેવીએ કહ્યું આ બધાં ઋણાંનુબંધ નાંજ હિસાબ છે મેં જણ્યો છે પણ યશોદા થઇને લલિતાબેનેજ એને રાખ્યો છે સાચવ્યો છે. 
	આશાએ કહ્યું ચાલો બધાં માટે ચા કોફી બનાવું પછી કાલથી બધાનું કામ ચાલુ થશે. યુવરાજસિંહે હસતાં હસતાં કહ્યું જો મારી દીકરીએ સમાપન કરી દીધું. હાં જા બધા માટે ચા કોફી બનાવી લાવ. 
	મીહીકા અને આશા કીચનમાં ગયાં અને સ્તવન બોલ્યો કાકા બધો ખર્ચો કરાવાની ક્યાં જરૂર છે જેવું છે એ ઘણું સાચું છે મને ફાવેજ છે આશા માટે તો નવું કે પારકું ઘર નથી ખોટો ખર્ચો ના કરશો. 
	રાજમલકાકાએ કહ્યું ના એ તો કરાવીશુંજ આમેય ઘણાં વખતથી ઘરમાં કોઇ ફેરફાર કે ખર્ચ નથી કર્યો તારી પસંદગીનું બધુ બને ફેરફાર થાય એવી અમારી ઇચ્છા છે તે ક્યાં કહી કીધું કે મને આવું જોઇએ છે પણ એ તો તમે પાછા આવો એટલે એમને બોલાવી લઇશ અને ચાલુ કરાવીશું લલિતાની મૂળ ઇચ્છા છે. 
	ત્યાં ચા કોફી આવી ગયાં અને યુવરાજસિંહે કહ્યું ઇશ્વર બધાને આશિષ આપે કાયમ આવો પ્રેમ રહે. 
વધુ આવતા અંકે - પ્રકરણ -77