Ek Poonam Ni Raat - 82 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-82

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-82

એક પૂનમની રાત

પ્રકરણ - ૮૨

પહેલાં નોરતામાં અભિષેક અહીં આવ્યો છે જાણીને દેવાંશને આષ્ચર્ય થયું એણે કહ્યું તમે મારી જીપ પાસે જાવ હું ત્યાં આવું છું. અનિકેત અંકિતા અને વ્યોમાએ કહ્યું અમે પણ તારી સાથે જ આવીએ છીએ. દેવાંશે કહ્યું પેલી ઝંખનાં સિદ્ધાર્થ સર સાથે છે એણે કહ્યું તું હોસ્પિટલ જ ત્યાં મોટો ભેદ ખુલશે. ભેરોસિંહ ગરબા રમવા નથી આવ્યાં એ લોકો ચોક્કસ કોઈને મળવા આવ્યાં છે એ લોકોને સિદ્ધાર્થ સર જોશે ચાલો આપણે હોસ્પિટલ જઈએ. એમ કહી એ ચારે જણાં જીપ તરફ ગયાં.

જીપ પાસે જઇ દેવાંશે અભિષેકને કહ્યું પણ તમે કેમ આવ્યાં વંદનાદીદીને છોડીને ? તમારે મને ફોન કરવો જોઈએને તમે કયું સાધન લઈને આવ્યાં છો ? અભિષેકે ગભરાયેલા સ્વરે કહ્યું વંદના તો સુઈ ગઈ છે પણ ...દેવાંશે કહ્યું પણ ? પણ એટલે શું ? અભિષેકે કહ્યું ચલો જલ્દી હોસ્પીટલ ત્યાં જઈને બધું સમજાઈ જશે ઉતાવળ કરો પ્લીઝ.

દેવાંશે કહ્યું ચાલો આપણે નીકળીએ. અભિષેક દેવાંશ સાથે બેઠો પેલાં ત્રણ જણાં પાછળ બેઠાં અને હોસ્પીટલ જવા નીકળી ગયાં...

******

ઝંખનાંએ કહ્યું સિદ્ધાર્થ હું અઘોરી પ્રેત છું અને મને વશ કરવા માટે કાર્તિક -ભેરોસિંહ અને એક ચંડાલ સ્ત્રી મારી પાછળ છે જે બધાંજ તંત્ર મંત્ર જાણે છે ચાલો હું તને એનો ભેટો કરાવું એમ કહી ઝંખનાંએ સિદ્ધાર્થને એ તરફ દોરી ગઈ.

સિદ્ધાર્થ આષ્ચર્ય પામી રહેલો. થોડે આગળ ભીડમાં ગયાં પછી સિદ્ધાર્થને કહ્યું અહીં ઉભો રહે હું દૂરથી તને બતાવું છું મારાંથી એની સામે નહીં જવાય એમ કહી સિદ્ધાર્થ ને દૂર ભીડમાં ઉભેલી સ્ત્રી તરફ આંગળી કરીને બતાવી. સિદ્ધાર્થ એણે જોઈને અચંબો પામી ગયો એનાંથી બોલાઈ ગયું ઓહ આ કોણ છે ?

સિદ્ધાર્થે એ સ્ત્રીને દૂરથી જોઈ એનાં વાળ છુટા હતાં કપાળે મોટું તીલક કરેલું અને ચહેરો ડરામણો પરંતુ સુંદર હતો એ ધૂણી રહેલી એની આજુબાજુ ગરબા રમનાર બધાં ટોળું વળીને ઊભાં રહેલાં બધાં બોલતાં આ સ્ત્રીને માતા આવ્યાં છે બીજી બાજુ ગરબાની રમઝટ ચાલુ હતી પેલી સ્ત્રી હાથ ઊંચા કરી કરીને અષ્ટમપષ્ટમ બોલી રહી હતી અને આંખો વિકરાળ કરી રહી હતી. સિદ્ધાર્થે ધ્યાનથી જોયું તો એની બાજુમાં વંદનાનાં પાપા ઊભાં હતાં એ હાથ જોડીને વિનવણી કરી રહેલાં ગરબાનાં એક ભાગમાં આ જાહેર તમાશો થઇ રહેલો.

સિદ્ધાર્થે ઝંખનાંને કહ્યું આ સ્ત્રી કોણ છે અને વંદનાનાં પાપા એની બાજુમાં ઊભાં છે આ શું કનેક્શન છે ? ઝંખના મને સમજાવ તો ખરી ?

ઝંખનાંએ હસતાં કહ્યું સિદ્ધાર્થ હજી સમજ્યો નથી ? આ સ્ત્રી બીજી કોઈ નહીં આ વંદનાનાં પિતાની બીજી બાયડી એની પ્રિયતમા રુબી એની પ્રાઇવેટ સેક્રેટરી છે. એનાંજ બધાં ખેલ છે. તું આગળ આગળ જો એ શું કરે છે ? એને ખબર પડી ગઈ છે કે હું અત્યારે અહીં છું એ મને શોધી વશમાં કરવા આવી છે પરંતુ કરી નહીં શકે કારણકે તું મારી સાથે છું.

સિદ્ધાર્થે કહ્યું હું તારી સાથે છું એટલે તને વશ નહીં કરી શકે એટલે ? મારામાં તારાં જેવી બીજી કોઈ શક્તિઓ નથી. ઝંખનાંએ કહ્યું તારામાં શક્તિ છે એવી કોઈનામાં નથી તારી શક્તિ મને મદદ કરી રહી છે. તું આખું જીવન બ્રહ્મચારીની જેમ પવિત્ર કાઢ્યું છે અને તેં માત્ર આ અઘોરણ પ્રેતનુંજ પડખું સેવ્યું છે જેથી તારી પાત્રતા મને મદદ કરી રહી છે. અહીં એ સફળ નહીં થાય. તને આ લોકોની ઓળખ આપી દીધી છે.

કાર્તિક અને ભેરોસિંહ એનેજ મળવા આવ્યાં છે હમણાં જો એલોકોની મુલાકાત પણ થશેજ ત્યાંજ સિદ્ધાર્થે જોયું કે કાર્તિક અને ભેરોસિંહ રુબીની નજીક આવી ગયાં અને હાથ જોડીને ઊભાં રહ્યાં.

રૂબીએ વિકરાળ આંખો કાઢી એનાં ખુલ્લાવાળ ગોળ ગોળ ફેરવ્યાં અને બોલી એ અહીંજ છે અને કોઈની સાથે આવી છે તમે એનાં સાથીને શોધી કાઢો પછી એ મારા હાથમાં આવી જશે. એ અઘોરણને એનાંથી કોઈ પણ રીતે દૂર કરો પછી જુઓ મારો ખેલ અને કાર્તિક અને ભેરોસિંહ એ કહ્યું અહીં બીજું કોઈ નથી પેલાં ચાર જણને અભિષેક હોસ્પીટલ લઇ ગયો છે તમે તાંત્રિક વિધિ કરીને જાણો ક્યાં છે આટલી બધી ભીડમાં ક્યાં શોધવા? જો બબાલ થાય તો પોલીસ આવી જશે. વંદનાને એક્સીડેન્ટ કરાવનાર ને અમે ત્યાં દૂર ઉભો રાખ્યો છે એ પકડાઈ જશે તો બધો ભેદ ખુલી જશે.

વંદનાનાં પિતાએ કહ્યું રુબી અહીંથી ચલ પછી કરી લઈશું બધું અહીં જો મોટો તમાશો થશે તો બધી બાજી બગડી જશે. શાનમાં સમજી જા આપણે હાથથી કોઈ ચાન્સ નથી જવા દેવો. અહીં પબ્લીક ભેગી થતી જાય છે.

કાર્તિકે કહ્યું પેલો ખાખી કૂતરો કાળુભા એનાં માણસો સાથે બંદોબસ્તમાં છે હમણાં અહીંથી નીકળીએ હજી પહેલું નોરતું છે આ લોકો તો રોજ આવશે ચાલો. ઝંખનાએ સિદ્ધાર્થને કહ્યું આ લોકો અહીંથી નીકળવાનાં પ્લાનમાં છે આપણે દેવાંશ પાસે જઈએ ત્યાં એને જરૂર પડશે. દેવાંશની સાથે પેલી એની ગત જન્મની પ્રેમિકા હેમાલી છે એટલે ચિંતા નથી પણ એની શક્તિઓ માર્યાદિત છે આપણે હોસ્પિટલ જઈએ.

સિદ્ધાર્થે કહ્યું ચાલ આપણે નીકળીએ પણ મને આખી વાતની સમજણ આપજે મારે તારી મદદથી બધા કેસનો નીકાલ લાવવો છે અને ગુનેગારોને સખ્ત સજા આપવી છે.

ઝંખનાએ સિદ્ધાર્થની સામે જોઈને મલકાઈને કહ્યું મેં તને વચન આપ્યું છે હું પાળીશ બધાને સજા અપાવીશ પછીજ મારી તારાં હાથે ગતિ થશે મારાં વહાલા સિધ્ધુ. બંન્ને જણાં ભીડમાંથી જગ્યા કરીને જીપ તરફ ગયાં અને સિદ્ધાર્થે જોયું તો એની જીપનાં બે ટાયરમાં પંચર લાગે છે સાવ હવા ઓછી છે. ઝંખનાએ કહ્યું કોઈ વાંધો નહીં આવે હું ક્યારે કામ આવીશ ? ચાલ તું જીપ સ્ટાર્ટ કર ટાયર પણ ઓકે થઇ જશે. સિદ્ધાર્થે કહ્યું તું મળી છે ત્યારથી બધું અવનવું બની રહ્યું છે ટાયરમાં હવા પણ ભરાઈ ગઈ ? આટલી શક્તિઓ છે તમારામાં ?

ઝંખનાએ હસતાં કહ્યું મારાં રાજા તેં હજી મારી શક્તિઓ જોઈજ નથી આગળ આગળ જો શું થાય છે ? હું તારાં માટે મારી બધીજ સિદ્ધ શક્તિઓ ઉજાગર કરીને તને મદદ કરીશ. તેં મારુ મન રાખ્યું છે મને પ્રેમ કર્યો છે મને સંતોષ આપી ફક્ત મારાં રહેવાનું વચન આપી મારુ પ્રેત જીવન સાર્થક કરી દીધું છે. સિદ્ધાર્થે જીપ સ્ટાર્ટ કરી અને હોસ્પિટલ જવા નીકળ્યો.

******

દેવાંશ બધાને લઈને હોસ્પિટલ પહોંચ્યો અને અભિષેક આગળ ચાલી રહેલો એની પાછળ બાકીનાં બધાં એને ફોલો કરી રહેલાં. દેવાંશે અભિષેકને પૂછ્યું કે દીદીતો ICU માં છે ને ? આ તરફ કેમ લે છે ? અહીંતો બધાં દરવાજા બંધ છે અને બધું સુમસામ છે. નથી અહીં કોઈ નર્સ, સ્ટાફ કે ડોક્ટર દેખાતા ? હોસ્પિટલની આ વીંગમાં કેમ કોઈ નથી ?

અભિષેકે કહ્યું વંદનાની તબીયત વધારે બગડી એટલે એને આ B વીંગમાં શિફ્ટ કરી છે. દેવાંશે જોયું અને અચરજ થયું કે જે દરવાજા પાસે પહોંચતા એ દરવાજો એની મેતે ખુલી જતો હતો. ત્યાં વ્યોમાએ હસતાં હસતાં કહ્યું દેવું ચાલ મને ખબર છે અહીંની બધી આપણે વંદના દીદી પાસેજ જઈ રહ્યાં છીએ.

દેવાંશને આષ્ચર્ય થયું એણે પૂછ્યું તને કેવી રીતે ખબર ? વ્યોમાએ વિચિત્ર રીતે હસતાં કહ્યું મને ખબર છે હમણાં પ્રશ્નો ના કર ચાલ જલ્દી ખરું તો હવે જોવાનું સાંભળવાનું છે દેવાંશ વ્યોમા સામે જોઈ રહ્યો અને એણે વ્હેમ પડી ગયો હોય એમ બોલ્યો...ઓહો તો વ્યોમા...માં ...તું છે ...અનિકેત અને અંકિતા સાંભળી ગભરાઈ ગયાં. વ્યોમાએ કહ્યું કોઈ ગભરાશો નહીં અહીં આપણે જે કામ માટે આવ્યાં છીએ એ પૂરું કરીએ પછી હું જતી રહીશ...દેવાંશ સમજીને ચૂપ રહ્યો પણ એનાં મનમાં ફડક પેસી ગઈ હતી કે આ બધું શું થઈ રહ્યું છે એ મનમાં ને મનમાં માતાજીનાં સ્લોક બોલવા માંડ્યો. બધાં વંદનાનાં રુમ પાસે આવી ગયાં. રૂમનો દરવાજો ખુલ્યો એમજ અને જોયું તો ....

વધુ આવતા અંકે પ્રકરણ - ૮૩