21 day in space - a time travel novel - 1 in Gujarati Science-Fiction by પરમાર રોનક books and stories PDF | 21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમે ટ્રાવેલ કથા - 1

Featured Books
  • سائرہ

    وضاحت یہ کیسی دوستی ہے جس میں وضاحت دینی پڑے؟ اس کو سچ ثابت...

  • کہانیاں

    اوس میں نے زندگی کے درخت کو امید کی شبنم سے سجایا ہے۔ میں نے...

  • یادوں کے سنسان راستے

    ان کی گاڑی پچھلے ایک گھنٹے سے سنسان اور پُراسرار وادی میں بھ...

  • بےنی اور شکرو

    بےنی اور شکرو  بےنی، ایک ننھی سی بکری، اپنی ماں سے بچھڑ چکی...

  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

Categories
Share

21 દિવસ અંતરીક્ષમાં - એક ટાઈમે ટ્રાવેલ કથા - 1

● પ્રકરણ : 01

● 21 દિવસ અંતરીક્ષમાં, એક નવા સફરની શરૂઆત


તારીખ : 21 / December / 2025

સમય : રાતના 11 વાગીને 27 મિનિટ


"વીર, ઉઠ ચાલ. આપણે છત ઉપર જવું છે ને ! તારાઓને અને ગ્રહોને નિહારવા માટે. ચાલ ઉઠ."


મોડી રાત્રે જયારે શહેરના મોટાભાગના લોકો ઉંઘતા હોય, જયારે વહાણોનો ઘોંઘાટ ખુબજ ઓછો હોય, જયારે આકાશમાં પ્રદુષણનું પ્રમાણ પણ ઓછું હોય, જયારે માનો આખી દુનિયાએ મૌનની ચાદર ઓઢી હોય, જયારે રસ્તાઓ ઘુમ્મસથી નહાઈ રહ્યા હોય, જયારે વર્ષની સૌથી લાંબામાં લાંબી રાત્રી હોય ત્યારે આકાશ માત્રને માત્ર ચંદ્ર અને તારાઓનું જ હોય છે. આવી રાત્રીને નિહારવી ખુબ જ રોમાંચક હોય છે. કારણ કે, આવી રાત્રીમાં તારાઓ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાતા હોય છે. આ સ્વચ્છ તારા જડિત રાત્રીમાં તારાઓ અને ચંદ્ર પહેલાની તુલનામાં ઘણા વિશાળ અને આકર્ષક લાગવા માંડે છે. ઘોંઘાટ અને પ્રદૂષણ ન હોવાને કારણે તેની સુંદરતામાં હજાર ગણો વધારો થાય છે. જે સુંદરતાનું વર્ણન કરવું ઘણું અખરું હોય છે. જે કોઈનું પણ મન મોહી શકે છે. તે એક અદ્ભૂત દ્રશ્ય હોય છે.


આવી સુંદર રાત્રીને નિહારવા માટે મોહિત તેના નાના ભાઈ વીરને ઊંડી ઉંઘથી જગાડી રહ્યો હતો. પરંતુ વીર તેના સ્વપ્નોમાં ખોવાયેલો હતો.


"વીર, ઉઠ મારા ભાઈ, ઉઠ !" મોહિતે વીરને જગાડવાનો વધુ એક પ્રયત્ન કર્યો. પણ વીર ઉઠ્યો નહિ.

મોહિત ઇચ્છતો હોત તો તે વીરને ઉઘતા છોડીને છત ઉપર જઈ શકતો હતો અને તારાઓને નિહારી શકતો હતો. પરંતુ તેને આના પહેલાના વર્ષની યાદ આવી. ત્યારે પણ આ જ દિવસે તે ટેલિસ્કોપ લઈને દૂર રહેલા તારાઓ અને ગ્રહોને નિહારતો હતો. પરંતુ મોહિતે વીરને આ વાત કહી ન હતી. જેથી જયારે વીરને આ વાતની જાણ થઈ ત્યારે વીરે ત્રણ દિવસ સુધી તેમાં મોટા ભાઈ મોહિત સાથે વાત ન કરી. તેથી આ વખતે મોહિત વીરને છત પર લઈ જઈને, તારાઓની સુંદરતા દેખાડવા ઇચ્છતો હતો. આવી રીતે વીરને પણ મોહિતની જેમ અંતરીક્ષમાં રસ પડશે. પણ ઘણા પ્રયત્નો બાદ પણ વીર ઉઠતો જ ન હતો.

મોહિતે એલાર્મની ઘંટડી જોરથી વગાડી પરંતુ તેનાથી પણ વીર ન ઉઠ્યો, તેએ વીરના કાન પાસે જોરથી બૂમો પડી છતાં પણ વીર ન ઉઠ્યો, હવે મોહિતનું માથું વધારે દુખાવા લાગ્યું હતું. આખરે મોહિતને ગુસ્સો આવ્યો અને તેએ નજીકમાં રહેલ અડઠા ભરેલા ગ્લાસમાં રહેલ પાણીને વીરના મો પર દે માર્યું અને આવી રીતે વીર ઉઠ્યો.


બંને ભાઈ ઘરની છત પર કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર અને પોતાના ટેલિસ્કોપ માટેની વસ્તુઓને લઈને પહોંચ્યા. મોહિત બધા સાધનોને ફિટ કરતો હતો અને વીર તેની મદદ કરતો હતો.


"તમે તો મને પાણીથી નહડાવી જ નાખ્યો." વીરે ગુસ્સેથી કહ્યું.


"બીજું શું કરતો ?" મોહિતે વીર સામે જોતા જવાબ આપ્યો, "એક તો તું ઉઠતો ન હતો, બીજું જો તું મારી સાથે ન આવતો તો કાલથી ફરીથી તું મારી સાથે વાત બંધ કરી દેતો !અને ઉપરથી મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે તેથી મારું માથું પણ ખુબજ દર્દ કરતું હતું એટલે મેં તને એવી રીતે જગાડ્યો."

"હવે ભૂલો ને તે ઘડિયાળને. એ નકામી ઘડિયાળ…"


"એ ઘડિયાળ મારા માટે ખૂબ જ કિંમતી છે. સમજ્યો !" મોહિતે વીરને ગુસ્સેથી કહ્યું. "અને વાત જ્યારે પણ ઉઠાડવાની આવે છે ત્યારે તું પણ મને આવી રીતે જ ઉઠાડ છો. ક્યારે બેડ ઉપરથી પાડીને, તો ક્યારેક જોરજોરથી અવાજો કરીને, અને ક્યારેક તો આવી જ રીતે પાણીથી નહડાવીને. એ ભૂલતો નહિ."


"હા, ઠીક છે..." વીરે ઊંડા શ્વાસ લેતા અને મનને શાંત કરતા મોહિતને કહ્યું, "મારી જેટલી મસ્તી કરવી હોય અને મને જેટલો હેરાન-પરેશાન કરવો હોય તેટલો કરી લો. કારણ કે મારા સિવાય તો તમે કોઈની પણ સાથે આવી રીતે વાતો કરતા નથી ! ત્યાં તો તમે શાંત અને ચૂપ થઈ જાવ છો. મારી સાથે તમારે જેવો વ્યવહાર કરવો હોય તેવો કરો, મારા પ્રિય ભાઈ."


મોહિતે વીર સામે જોયું અને શાંત મને એક સ્મિત આપ્યું. સામે વીરે પણ સ્મિત કર્યું. અને મોહિતે કહ્યું, "મને માફ કરજે, વીર. મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે એટલે હું ઘણી વાર જલ્દી જ ગુસ્સે થઈ જાવ છું. નક્કર તને પણ ખબર છે કે હું આવો નથી."


"આ જ સ્વભાવ મને તમારો સૌથી વધારે ગમે છે. વાસ્તવિકતા સામે આવતા તમે તેનો જલ્દી જ સ્વીકાર કરી લો છો."


"તને એવું નથી લાગતું કે તું મોટાની જેમ વાતો કરી રહ્યો છો !" મોહિતે હસતા કહ્યું.


"હા, મને પણ તેવું જ લાગે છે. કદાચ તમારી સાથે રહીને એ આદત મારી અંદર આવી ગઈ છે." બન્ને ભાઈ આ વાત ઉપર હસવા લાગ્યા.


જયારે મોહિતે ટેલિસ્કોપના બધા જ ભાગો બરાબર ગોઠવી લીધા ત્યારે વીરને તે ટેલિસ્કોપ દ્વારા મંગળ, ગુરુ, શનિ, શનિ ગ્રહની આસપાસની રિંગ, ઘણા ઉલ્કાઓ, ચંદ્રની ઉપલી સપાટી વગેરે બતાવ્યું અને તેના વિશેની માહિતી આપી.


જયારે મોહિત વીરને આ બધું બતાવી રહ્યો હતો ત્યારે અચાનક આકાશના કોઈ એક છેડાથી તેજ શ્વેત પ્રકાશ મોહિત અને વીર પર પડ્યો. તે બન્નેનું શરીર હલકુ થવા લાગ્યું. હલકા થવાને કારણે તેઓનું શરીર ઉપરની તરફ ઉડવા લાગ્યું. મોહિત અને વીર એક બીજાની સામે જોતા જ રહી ગયા. મોહિત કઈ પણ સમજે તેની પહેલા તેઓ અચાનક જ ઉપરની દિશામાં આકાશ તરફ ગતિ કરવા લાગ્યા.

વીર જોર જોરથી બુમો પાડી રહ્યો હતો, કારણ કે તે ખૂબ જ ડરી ગયો હતો. મોહિતને કઈ પણ સમજાતું ન હતું. તે પણ ખૂબ જ ડરેલો હતો. તેએ આકાશની તરફ ગતિ કરતી વખતે વીરનો હાથ પકડ્યો અને પોતાની આંખો બંધ કરી, કારણ કે તેને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે આની આગળ એ બધું થશે જે તેએ ક્યારે પણ વિચાર્યું નહિ હોય !


---◆◆◆---


3 દિવસ પહેલા, તારીખ : 18 / December / 2025

સમય : બપોરના 12 વાગીને 32 મિનિટ


"આમાં તમારું નામ છપાયેલું છે !" સ્કૂલથી છૂટ્યા બાદ વીરે મોહિતથી કહ્યું, "અને...આ તમારા માટે ખૂબ મહત્વનું છે."


રાત્રે જ્યારે મોહિતની ઘડિયાળ ખોવાઈ ગઈ હતી, ત્યારથી જ મોહિતની તબીબી બગડવા લાગી હતી. તેને થોડો તાવ પણ હતો. પરંતુ તેમ છતાં તે સવારે વહેલા ઉઠીને સ્કૂલે ગયો. આસ્થા કાકીએ તેને ઘરે રહેવા મનાવાનો પ્રયત્ન કર્યો પણ તે નિસફળ રહ્યા. સ્કૂલમાં પણ તેની તબીબી ખરાબ હતી, છતાં પણ તે ઘરે ગયો નહિ અને અભ્યાસ ચાલુ રાખ્યો. સવારના 8 વાગ્યે જે સ્કૂલ શરૂ થઈ તે બપોરે 12:30 વાગ્યે ખતમ થઈ અને મોહિત સ્કૂલની બારે આવ્યો જ્યાં વીર એક કાગળ હાથમાં લઈને તેની રાહ જોતો હતો.


પંદર વર્ષનો મોહિત 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે નવ વર્ષનો વીર 4થા ધોરણમાં અભ્યાસ કરતો હતો. વીર અને મોહિતની સ્કૂલ તેના ઘરની નજીક હોવાથી તે બન્ને ઘરથી સ્કૂલનું અંતર ચાલીને પૂરું કરતા હોય છે. વીર નાના ધોરણમાં હોવાને કારણે તે 12 વાગ્યે છૂટે છે પરંતુ મોહતી 12 વાગીને 30 મિનિટે છૂટે છે. બન્ને ભાઈ ઘરે સાથે જાય એટલે વીર નજીકની જાણીતી સ્ટેશનરીની શોપમાં બેઠો રહે છે. જ્યારે મોહિત સ્કૂલ પુરી કર્યા બાદ બારે આવે ત્યારે તે બન્ને ભાઈ સાથે ઘરે ચાલીને જતા હોય છે.

દરરોજની જેમ આજે પણ વીર તે સ્ટેશનરી શોપમાં બેઠો હતો. ત્યારે તેની નજર શોપની સામેના એક પોસ્ટબોક્સ પર પડી.


"વિજય કાકા, આ પોસ્ટબોક્સ અહીંયા કોણ નાખીને ગયું ?" વીરે આશ્ચયથી સ્ટેશનરી શોપના માલિક વિજય કાકાથી પૂછ્યું.


"મને પણ જાણ નથી !" વિજય કાકાએ ગ્રાહકને તેને જોઈતી વસ્તુ આપતા અને વીરની સામે જોયા વગર કહ્યું, "સવારે મેં જ્યારે શોપ ખોલી ત્યારે મારુ ધ્યાન તે પોસ્ટબોક્સ ઉપર ગયું. ખબર નથી કોણ તે પોસ્ટબોક્સ રાતો રાત નાખીને ચાલ્યો ગયો. મેં આજુબાજુમાં પણ પૂછ્યું પણ કોઈને આ પોસ્ટબોક્સ વિશેની જાણ નથી."


જ્યારે વિજય કાકા વીરને આ જણાવતા હતા ત્યારે વીરનું ધ્યાન તે પોસ્ટબોક્સ સાથે ચીપકાવેલા એક કાગળ ઉપર પડ્યું. તે તરત ઉભો થયો અને તે પોસ્ટબોક્સ તરફ આગળ વધ્યો. વીર જ્યારે તે પોસ્ટબોક્સ પાસે પહોંચ્યો ત્યારે તેને તે ચીપકાવેલા કાગળની એક બાજુ કઈક લખેલું જોયું. તેમાં લખેલું હતું, 'FOR MOHIT - HIS DREAM COME INTO THE REALITY.' જ્યારે વીરે આ વાંચ્યું ત્યારે તેને આજે મોડી રાત્રે થયેલી વીર અને મોહિતની વાતો યાદ આવી. વીરે તરત જ એ કાગળ અજાણ્યા પોસ્ટબોક્સમાંથી દૂર કર્યું અને સ્ટેશનરીના પગથિયાં ઉપર બેસીને તે કાગળની બીજી તરફનું વાંચવા લાગ્યો. ત્યારે તેને બીમાર મોહિત આવતો જણાયો. વીર તરત ઉભો થયો અને મોહિતને દૂરથી એ કાગળ બતાવતો પોતાનો હાથ હલાવ્યો.


બીમાર મોહિત વીર તરફ આવ્યો અને તે વીરની નજીક પગથિયાં પર બેસી ગયો. વીર પણ બેઠો અને મોહિતને એ કાગળ બતાવતા જણાવ્યું કે તે કાગળમાં તેનું નામ લખેલું છે અને તે કાગળ તેના માટે ખૂબ જ મહત્વનું છે.


મોહિતે એક તરફ પોતાનું નામ વાંચ્યું અને બીજી તરફના મથાડે વાંચ્યું,


'21 દિવસ અંતરીક્ષમાં - અંતરીક્ષની અદ્ભૂત સફર'


આ વાંચતા જ મોહિતની આંખો પહોળી થઈ ગઈ. તેએ વીર તરફ આશ્ચયથી જોયું અને ફરીથી તે કાગળ ઉપર નજર ફેરવીને આગળ વાંચ્યું,


'SPACE AND UNIVERSE TRAVEL AGENCY


S.A.U.T.A. (સાઉટા) દ્વારા દરવર્ષે યોજાતા આ કાર્યક્રમમાં શું તમે પણ જોડાવવા માંગો છો ? શું તમે પણ અંતરીક્ષની સફરે જવા માંગો છો ? શું તમે અંતરીક્ષના રહસ્યોને જાણવા માંગો છો ? શું તમે અંતરીક્ષમાં થયેલી તમારી મનપસંદ ઘટનાઓને નજીકથી જોવા માંગો છો ? શું તમે 21 દિવસ માટે અંતરીક્ષના સફરમાં આવવા માંગો છો ?


જો 'હા' તો તરત જ આ ફોર્મ ભરીને તમારા નજીકના S.A.U.T.A. (સાઉટા) બોક્સમાં નાખો.


કિસ્મતવાળા ભાગીદારોને ફ્રીમાં અંતરીક્ષના આ અદ્ભૂત સફરમાં જોડાવાનો અવસર મળશે.


શું તમે એમાંના એક છો ?


શું તમે અંતરીક્ષના સફરમાં જોડાવવા માંગો છો ? …'


મોહિતે આગળ જોયું કે તેમાં બે ફોર્મ હતા. જે પુરીને અંતરીક્ષના સફરમાં જઈ શકાતું હતું. પરંતુ મોહિતને આ ફોર્મ તેના બદમાશ મિત્રો દ્વારા કરવામાં આવતું એક મજાક લાગ્યું. તેથી મોહિતે તે ફોર્મને વાળીને નજીકની કચરાપેટીમાં નાખી દીધું.


"આ ફોર્મ ખોટું છે." બીમાર મોહિતે ઉભા થતા વીરને કહ્યું. તેના અવાજમાં ગુસ્સો સાફ જાણતો હતો, "આવી ખોટી વાતો ઉપર માનવું નહિ. ચાલ ઘરે."


"પણ ઉભા તો રહો, મોહિત ભાઈ !" વીરે મોહિતને રોકતા કહ્યું.


"તું મારી સાથે આવીશ કે નહીં ?" મોહિતે પાછળ ફરીને વીરને ગુસ્સેથી કહ્યું.


વીર તરત મોહિત તરફ દોડ્યો. બન્ને ભાઈ ઘરે પહોચ્યા. અજય કાકા અને આસ્થા કાકી પોતપોતાના કામે ગયા હતા. તેથી ઘરમાં માત્ર મોહિત અને વીર જ હતા. ઘરે પહોંચતા જ મોહિત પલંગ પર સૂતો અને વીર ટી.વી. જોવા લાગ્યો.


બીજા દિવસે મોહિતની તબીબી વધારે બગડવા લાગી. તેથી તેની કાકીને વધુ ચિંતા થવા લાગી હતી. સવારે આસ્થા કાકીએ તેને શાંતિથી સમજાવ્યો કે તેને સ્કૂલે ન જવું જોય, પણ તે પહેલા ન સમજ્યો પરંતુ જ્યારે તેને એ વાત વાસ્તવિક્તામાં સ્વીકારી કે તેને ખરેખરમાં સરખું નથી, ત્યારે તે ઘરે રહેવા માટે માન્યો. આથી વીર સ્કૂલે એકલો જવા માટે તૈયાર થયો. પરંતુ તે આજે દરરોજના સમયથી થોડો જલ્દી જ ઘરથી સ્કૂલ માટે નીકળી ગયો હતો. તે તરત પગથિયાં પાસેની તે પેલી કચરાપેટી પાસે ગયો, જ્યાં મોહિતે S.A.U.T.A. નું ફોર્મ નાખ્યું હતું. તેએ તરત એ ફોર્મ નીકાળ્યું અને પેન્સિલ દ્વારા એ બન્ને ફોર્મ ભળીને તે પેલા અજાણ્યા પોસ્ટબોક્સ એટલે કે S.A.U.T.A. બોક્સમાં નાખ્યું.


"કાલે મારી ભૂલને કારણે જ મોહિતભાઈની ઘડિયાળ ખોવાઈ ગઈ હતી. અને તેઓ મારા જ કારણે દુઃખી અને બીમાર છે. હવે હું જ તેમને ખુશ કરીશ." વીરે મનોમન પોતાથી કહ્યું.

તે ફોર્મ નાખ્યા બાદ તે બોક્સ ધીરે ધીરે પારદર્શક બનતું ગયું. ધીરે ધીરે તે વધુ સ્વચ્છ અને પારદર્શક બનતું ગયું. તે એટલું પારદર્શક બની ગયું કે તેની અંદર નાખેલું તે ફોર્મ વીરને બરાબર દેખાતું હતું. વીરે તે બોક્સ તરફ હાથ લાબાવ્યો પરંતુ તે એ પારદર્શક બોક્સને જ સ્પર્શ કરી શક્યો, તે ફોર્મને નહિ. અચાનક તે બોક્સમાંથી શ્વેત પ્રકાશ નીકળવા લાગ્યો. પ્રકાશને કારણે વીરે પોતાની આંખો બંધ કરી લીધી. જ્યારે તે બોક્સમાંથી નીકળતો પ્રકાશ ઓછો થયો હોય તેવું જણાયું ત્યારે વીરે પોતાની આંખો ખોલી. તે બોક્સ ત્યાં ન હતું. તે અદ્રશ્ય થઈ ગયું હતું.

સવારનો સમય હતો અને હજુ સ્કૂલ પણ શરૂ થઈ ન હતી. ત્યાં આસપાસ કોઈ પણ વ્યક્તિ ન હતી. તેથી કોઈને પણ આ ઘટનાની જાણ નથી. જ્યારે અચાનક એ બોક્સ અદ્રશ્ય થઈ ગયું ત્યારે વીર ડરી ગયો. પહેલા જ મોહિતે તેને આ ફોર્મ ભરવાની મનાઈ કરી હતી. છતાં પણ તેએ એ ફોર્મ ભર્યું અને તે પેલા S.A.U.T.A. બોક્સમાં પણ નાખ્યું. આથી, કઈ ખોટું ન થઈ જાય એ વાતના ડરથી તેએ નક્કી કર્યું કે તે આ ઘટના કોઈને પણ નહીં કહે.


12 વાગ્યે સ્કૂલ પુરી થતા વીર ઘરે આવ્યો. દવા લઈને તેના મોહિતભાઈ હવે થોડા સ્વસ્થ જણાતા હતા. તે સંપૂર્ણ સ્વસ્થ થયો ન હતો પણ હવે તે પહેલાં કરતા સ્વસ્થ હતો. વીરની મમ્મી એટલે કે મોહિતની આસ્થા કાકીએ પોતાના કામથી રજા લીધી હતી. તેથી તેઓ પણ ઘરે હતા.

બીજા દિવસે, વીરે કેલેન્ડરમાં જ્યારે આવતી કાલની તારીખ જોઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આવતી કાલે 21 ડિસેમ્બર છે, એટલે કે વર્ષની સૌથી લાંબી રાત્રી. તેને ગયા વર્ષની રાત્રી યાદ આવી જ્યારે મોહિતે તેને કહ્યા વગર જ ટેલિસ્કોપ દ્વારા તારાઓને જોયા હતા. હવે તો મોહિતની તબીબી પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ હતી. તેથી વીર મોહિત પાસે ગયો અને કોઈ ન સાંભળે એ રીતે તેએ મોહિતના કાનમાં કહ્યું,


"મારે કાલે ટેલિસ્કોપ દ્વારા તારાઓ અને ગ્રહોને નિહારવા છે. ગયા વર્ષનું યાદ છે ને તમને ! મારે કાલે રાત્રે તારાઓને નિહારવા જ છે."


"ઠીક છે. પણ…" મોહિતે પણ કોઈ ન સાંભળે તે રીતે વીરના કાનમાં મસ્તી ભરેલા સ્વરમાં કહ્યું, " તેની માટે તારે હું કહું ત્યાં સુધી જાગવું પડશે !"


વીરે થોડું વિચાર્યું અને પછી કહ્યું, "ઠીક છે, તમે કહો ત્યાં સુધી હું જાગીશ. પણ આ વાત મારી મમ્મીને ન કહેતા નક્કર એ મારા ઉપર ગુસ્સો કરશે."


બન્ને ભાઈઓએ જે રીતે વિચાર્યું હતું તે પ્રમાણે તે બન્ને 21 ડિસેમ્બરની તારીખે ત્યાં સુધી જગતા રહેવાના હતા જ્યાં સુધી વીરના મમ્મી-પપ્પા સુઈ ન જાય. મોહિત તો ત્યાં સુધી જાગતો જ હતો પરંતુ વીર સુઈ ગયો હતો. તેને જગાડવા માટે મોહિતે તેના ઉપર પાણી નાખ્યું અને તે જાગ્યો. ત્યાર બાદ બન્ને ભાઈ છત ઉપર ગયા અને ટેલિસ્કોપ ફિટ કરીને દૂર રહેલા ગ્રહોને નિહારતા હતા. ત્યારે આકાશના કોઈ એક છેડાથી પ્રકાશ તે બન્નેની ઉપર પડ્યું અને તે બન્ને આકાશમાં ઉપરની તરફ ગતિ કરવા લાગ્યા. ત્યારે પોતાના મનને શાંત રાખવા માટે મોહિતે પોતાની આંખો બંધ કરી હતી.


---◆◆◆---


"મોહિત ભાઈ ઉઠો, ઉઠો, જલ્દી ઉઠો."


મોહિતને વીરની અવાજ સભળાની. તેએ પોતાની આંખો ધીરેથી ખોલી. ચારે તરફ તેજ પ્રકાશ હતો. એકાએક પ્રકાશ તેની આંખો તરફ આવી રહ્યો હતો. આ પ્રકાશને કારણે મોહિત પોતાની આંખો બરાબર ખોલી શક્યો નહિ. તેને પોતાની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. તેને સામે વીર દેખાણો. તે ઘણો ડરેલો જણાતો હતો. મોહિતે નોંધ્યું કે તે કોઈ સપાટી ઉપર સૂતેલો હતો અને વીર તેને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.


"શું થયું, વીર ? તું આટલો ડરેલો શાથી છો ?" મોહિતે વીરને પૂછ્યું અને તે ઉઠ્યો.


વીરે સામેની દિશામાં આંગળીનો ઈશારો કર્યો. મોહિતે તે તરફ જોયું. મોહિત અને વીરની સામે થોડા સજીવો વ્યવસ્થિત રીતે ઉભા હતા. તેમાંથી થોડા સજીવોએ રસોઈયાના કપડાં પહેર્યા હતા, થોડા સજીવોએ ડ્રાઈવર જેવા કપડાં પહેર્યા હતા, થોડા સજીવોએએ વ્યવસ્થિત યુનિફોર્મ પહેર્યો હતો. માત્ર આશ્ચયની બાબત તે હતી કે તેઓ અલગ અલગ પ્રજાતિના એલિયન્સ હતા, જે એક બીજાથી ઘણા ભિન્ન દેખાતા હતા. તેમાં માત્ર એક જ માનવ સ્ત્રી હતી અને બીજા બધા એલિયન્સ હતા. જયારે મોહિતે અને વીરે તેઓની તરફ જોયું ત્યારે તે બધાની આંખોમાં લાલ રંગનો પ્રકાશ ચમક્યો અને તેઓએ ખુશીથી અને મોટેથી ઉચાર્યુ,


"Welcome to 'SPACE AND UNIVERSE TRAVEL AGENCY' means S.A.U.T.A. ! અમે બધા તમારા બંનેનો SAUTA સ્પેસસિપમાં સ્વાગત કરીએ છીએ."

આ બધું જોઈને મોહિત અને વીરનું મોઢું આશ્ચયને કારણે ખૂલું જ રહી ગયું.


To Be Continued...