In the opened terrace and at the sky of the love - 1 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે - 1

Featured Books
  • जहाँ से खुद को पाया - 1

    Part .1 ‎‎गाँव की सुबह हमेशा की तरह शांत थी। हल्की धूप खेतों...

  • उड़ान (5)

    दिव्या की ट्रेन नई पोस्टिंग की ओर बढ़ रही थी। अगला जिला—एक छ...

  • The Great Gorila - 2

    जंगल अब पहले जैसा नहीं रहा था। जहाँ कभी राख और सन्नाटा था, व...

  • अधुरी खिताब - 52

    एपिसोड 52 — “हवेली का प्रेत और रक्षक रूह का जागना”(सीरीज़: अ...

  • Operation Mirror - 6

    मुंबई 2099 – डुप्लीकेट कमिश्नररात का समय। मरीन ड्राइव की पुर...

Categories
Share

ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે - 1

ખુલ્લાં ધાબે, પ્રેમનાં આભે

"શું યાર, તું પણ..." નેહા એ એક નિશ્વાસ નાંખ્યો.

"જો, તું સમજી જા... આપણે બન્ને બહુ જ જુદા છીએ..." રંગિત એને કંઈક કહેવા માંગતો હતો.

"એક વાત નો જવાબ આપ તો..." નેહા એ એક અલગ જ વાત શુરૂ કરી તો રંગિત થોડો સમય શાંત થઈ ગયો.

"શું તેં ક્યારેય મને પ્યાર કર્યો છે?!" નેહા બોલી.

"હા..." એક ઊંડા શ્વાસ બાદ આખરે રંગિતે કહી જ દીધું.

"બસ તો યાર, કેમ તું બીજા બીજા લોકોની વાત કરે છે?!" નેહા એ કહ્યું.

"લિસન મિસ્ટર, હું તને પ્યાર કરું છું, તું મને પ્યાર કરે છે... બસ આનાથી વધારે બીજું શું જોઈએ!" નેહા એ કહી જ દીધું.

"હા બાબા, બટ યાર..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નેહા એ એના હોઠ પર આંગળી મૂકી દીધી.

"હું ભાઈ સાથે વાત કરીશ... તું કઈ જ ના કર..." નેહા એ કહ્યું.

"જો મને બહુ જ ડર લાગે છે..." રંગીતે ગભરાયેલ અવાજમાં કહ્યું.

ધાબા પર મસ્ત પવન આવી રહ્યો હતો. આકાશમાં અસંખ્ય તારાઓ એક અલગ જ વાતાવરણ ઊભું કરી રહ્યાં હતાં. પ્યારનું આકાશ, પ્યારનો આભ પણ તો આવો જ કંઇક હોય છે.. અસંખ્ય ભાવનાઓ પણ તો એમાં આવી જ રીતે તારલાઓની જેમ ચમકતી હોય છે ને!

🔵🔵🔵🔵🔵

"કેટલા દિવસ પછી આવ્યા તમે તો યાર... બહુ જ એકલું એકલું લાગતું હતું..." નેહા ગરિમાને કહી તો રહી હતી પણ એની નજર સામે જ રહેલ રંગીત પર હતી. જાણે કે કોઈ બીજી જ વાત તરફ એ ઈશારો જ ના કરી રહી હોય!

ત્રણેય લોકો આમ એકમેકના ધાબાને જોડતી આ પડધી પર આવીને બેસતા. શુરુમાં તો ગરિમા અને નેહા ની જ દોસ્તી થઈ હતી પણ હવે તો એ ત્રણ ખાસા સારા દોસ્તો થઈ ગયા હતા.

"અરે આ રંગિતને લીધે અમારે તો રોકાવું પડ્યું!" ગરિમા એ એના ભાઈ તરફ ઈશારો કર્યો તો નેહા આંખો મોટી કરી એની તરફ જોવા લાગી.

"કેમ?" એને સ્વાભાવિક જ પૂછ્યું.

"અરે, આને ત્યાં એક છોકરી ગમી ગઈ હતી!" ગરિમા એ કહ્યું તો નેહા તો જાણે કે આંખોથી જ રંગિતને નોચી ખાવાની હતી!

"ઓ! આ શું કહી રહી છે તું?! તને તો ખબર જ છે ને મને આ બધામાં બહુ જ ડર લાગે છે..." રંગિત જાણે કે કઈક સાબિત કરી રહ્યો હતો!

"હા, મને ખબર છે, ગરિમા મજાક કરે છે! હું જાણું છું તને બરાબર તું બહુ જ સીધો છોકરો છે..." નેહા એ એક સ્માઈલ રંગિતને આપી. જાણે કે કોઈ ઈનામ ના મળ્યું હોય એમ રંગિત તો બહુ જ ખુશ થઈ ગયો. આ હાશકારો શાનો હતો?! શું નેહા રંગીતથી નારાજ નહીં થાય એની આ ખુશી હતી કે રંગિત પર નેહા ને આટલો બધો વિશ્વાસ હતો એટલે?

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "શું યાર, તું પણ..." નેહા એ એક નિશ્વાસ નાંખ્યો.

"જો, તું સમજી જા... આપણે બન્ને બહુ જ જુદા છીએ..." રંગિત એને કંઈક કહેવા માંગતો હતો.

"એક વાત નો જવાબ આપ તો..." નેહા એ એક અલગ જ વાત શુરૂ કરી તો રંગિત થોડો સમય શાંત થઈ ગયો.

"શું તેં ક્યારેય મને પ્યાર કર્યો છે?!" નેહા બોલી.

"હા..." એક ઊંડા શ્વાસ બાદ આખરે રંગિતે કહી જ દીધું.

"બસ તો યાર, કેમ તું બીજા બીજા લોકોની વાત કરે છે?!" નેહા એ કહ્યું.