Avaavaru Railway Station - 1 in Gujarati Moral Stories by Rasik Patel books and stories PDF | અવાવરું રેલ્વે સ્ટેશન - 1

Featured Books
  • एक अनोखा डर

    एक अनोखा डर लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००रात के...

  • Haunted Road

    उस सड़क के बारे में गांव के बुजुर्ग कहते थे कि सूरज ढलने के...

  • वो इश्क जो अधूरा था - भाग 18

    अपूर्व की ऑंखें अन्वेषा के जवाब का इन्तजार कर रही थी। "मतलब...

  • अनकही मोहब्बत - 7

    ‎‎ Part 7 -‎‎Simmi के पास अब बस कुछ ही दिन बचे थे शादी के।‎घ...

  • डायरी

    आज फिर एक बाऱ हाथों में पेन और और डायरी है, ऐसा नहीं की पहली...

Categories
Share

અવાવરું રેલ્વે સ્ટેશન - 1

ભાગ - ૧

જેનું રેલ્વે પ્લેટફોર્મ પણ તૈયાર નથી એવું એક રેલ્વે સ્ટેશન.....,જે કાયમ સૂમસામ રહેતું અને ભાસતું, જ્યાં ફકત એક જ ટ્રેન રાત્રિ વિસામો કરી બીજા દિવસે સવારે ૫:૩૦ કલાકે નવી મુસાફરી માટે નીકળી પડે છે. સાંજ નું અંધારું સાંજ ને વિદાય આપવા આવી પહોંચ્યું છે... સાથે સાથે રાત્રિએ પણ પોતાનું સામ્રાજ્ય ફેલાવાનું ચાલુ કરી દીધું છે. રાત્રીના અંધારામાં સ્ટેશન ની આજુબાજુ ફેલાયેલા બાવળના વૃક્ષો કોઈ ભૂત પ્રેત નો આભાસ ઉભો કરી રહ્યા છે. એકદંરે ઉજ્જળ કહી શકાય તેવું આ રેલ્વે સ્ટેશન હતું, રેલ્વે ના પાટા ને સમાંતર દૂર દૂર સુધી ગાંડા બાવળે ખુલ્લી વેરાન જમીનમાં કબ્જો જમાવ્યો હોય તેવું લાગતું હતું. કાંટાળી બોરડીએ પણ પોતાના અસ્તિત્વ માટે ક્યાંક ક્યાંક અડ્ડો જમાવ્યો હોય તેવું લાગતું હતું,  સ્ટેશન ની કાચી-પાકી દીવાલોવાળી એક નાનકડી ઓરડી માં એક વૃદ્ધ સ્ટેશન માસ્ટર બેઠા હતા. ભૂત બંગલા જેવી સ્ટેશન માસ્ટરની ઓરડી પણ ઘણી ભયજનક લાગતી હતી. બિહામણા લાગતા આ સ્ટેશન ઉપર વૃદ્ધ સ્ટેશન માસ્ટર કોઈના ડર કે ભય વગર ફરજ બજાવી રહ્યા છે. વૃદ્ધ સ્ટેશન માસ્ટર ને જાડા કાચના ચશ્મામાંથી ધૂંધળું દેખાઈ રહ્યું છે. દૂરથી ટ્રેનની વ્હિસલ સંભળાતા એ વૃદ્ધ ઓરડીની બહાર આવ્યા અને ટ્રેનની દિશા તરફ જોવા લાગ્યા, સ્ટેશન નાનું હોઈ અને ટ્રેન નું છેલ્લું સ્ટોપ હોઈ મુસાફરો ફટાફટ ઉતરતા હતા,આખરી સ્ટોપ હોઈ ટ્રેનમાં જવા વાળા કોઈ નહોતા,આખી ટ્રેન આ સ્ટેશને ખાલી થઈ જતી હતી.

વિખરાયેલા...ગુંચાયેલા ખુલ્લા વાળ,હાથમાં નાનકડી થેલી, કાંખમાં  સવા વર્ષનું નાનું છોકરું લઈને એક ૩૦ વર્ષ ની આજુબાજુ ની ઉંમર ધરાવતી બાઈ ટ્રેનમાંથી ઉતરે છે. સ્ટેશન માસ્ટર ની અનુભવી આંખો.. એ બાઈ ને જોઈ રહી છે. વૃદ્ધ માણસે કંઇ કેટલાય હાદસા આ સ્ટેશન ઉપર જોયેલા છે. બાઈ અજાણી હોય તેવું લાગતું હતું, એ વૃદ્ધે કહ્યું, “ક્યાં જવાનું બહેન?? તને કોઈ લેવા નથી આવ્યું?? તું ક્યાં ગામની છે?? તારા કોઈ સગા વ્હાલા તને લેવા નથી આવ્યા??”.

બાઈ થોડી ગભરાયેલી હતી..ક્યાં જવું એ કદાચ એને પણ ખબર નહોતી, ટ્રેન આગળ જતી નહોતી નહિતર હજુ પણ તે ટ્રેન માં બેસી રહી હોત. કેડ માં ટેડેલું છોકરું પણ થાક ને કારણે ઊંઘી ગયું હતું, ગામનો ઉતાર કહેવાતો ભૂમલો સ્ટેશન ઉપર આંટા  ફેરા મારતો હતો, ક્યાંક કોઈનું પાકીટ મારવા મળે તો ખર્ચા પાણી નીકળે તેવું તેનું ગણિત, પેલી બાઈ જેનું નામ ગૌરી હતું.. અચાનક તેની નજર ભૂમલા ઉપર પડી અને ભૂમલાની નજર ગૌરી ઉપર પડી. બાઈ,માણસ અને વળી નાનું બાળક અને સૂમસામ સ્ટેશન... ભૂમલો બાઈ ની નજીક આવ્યો અને પૂછ્યું, “ચોં જવાનું છે??”. ગૌરી બોલી, “ઈશ્વર લઈ જાય ત્યાં!!!, ઉપર આભ નીચે ધરતી ના આશરે છું.. આ બાળક માટે જીવવું છે બાકી આ ટ્રેન નીચે હાલ કપાઈ મરું તોય કોઈ અફસોસ દુઃખ નથી”. ખાંડાનો ખાધેલો ભૂમલો સમય પારખી ગયો, પણ કોણ જાણે કેમ તેના મનમાં આ બાઈ માટે કોઈ જ કુભાવના પેદા નહોતી થતી. એણે કહ્યું, “તમને વાંધો ના હોય તો મારી ઓરડી એ રોકાઈ જાવ,સવારે તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહેજો”. રાતનો સમય હતો અને બીજો કોઈ આશરો હતો નહિ! નાછૂટકે ભૂમલાની વાત માની તેની સાથે જવા  ગૌરી તૈયાર થઈ ગઈ, વૃદ્ધ સ્ટેશન માસ્ટરે ગૌરી ને ચેતવી પણ ખરી કે આ ભૂમલો ગામનો ઉતાર છે, જેનું જીવન જ મરવા માટે હતું તેવી ગૌરી માટે ભૂમલા ઉપર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ આરો નહોતો.

ક્રમશ..