sweet lassi in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | મીઠી લસ્સી

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

મીઠી લસ્સી

મીઠી લસ્સી

શાળામાં ભણતા ચાર-પાંચ મિત્રો એકઠા થઇ બજારમાં ફરવા નીકળ્યા હતા. મિત્રોને ઉનાળાની મજેદાર ગરમી હતી. જેથી દુકાનમાં લસ્લસી પીવા ગયા. લસ્સીનો ઓર્ડર આપતી વખતે અમે બધા મિત્રો આરામથી બેસીને એકબીજાને મજાક-મસ્તી કરી હતા, એક ૭૦-૭૫ વર્ષની બુઝુર્ગ સ્ત્રી મિત્રોની સામે હાથ લંબાવીને પૈસા માંગી રહી હતી.

વધુ ઉંમરને કારણે તેની કમર નમેલી હતી, ચહેરાની કરચલીઓમાં જોતાં તેમાં ભૂખ તરતી હતી. આંખો અંદરની તરફ ડૂબી ગઈ હતી પરંતુ આંખોનુંતેજ જેમને કેમ હું.

તેમને જોઈને, મિત્રોની ટોળકીના જયેશના મગજમાં ખબર ન હતી કે તેને શું સુઝી આવ્યું કે તેણે સિક્કા કાઢવા માટે તેના ખિસ્સામાં મૂકેલો હાથ પાછો ખેંચી લીધો અને તેમને પૂછ્યું:

દાદી લસ્સી પીશો ?

જયેશના આ મુજબની વાસથી દાદીને આ વાતથી ઓછી અને તેના મિત્રોને વધુ નવાઈ લાગી કારણ કે જો મેં તેમને પૈસા આપ્યા હોત તો હું માત્ર પાંચ-દસ રૂપિયા જ આપત પરંતુ લસ્સીતો ત્પિકેવી કિંમત કે ૪૦-૦૦ રૂપિયાની હતી.

જયેશના લસ્સી પીને હું ગરીબ બનવાનો અને પેલી વૃદ્ધ દાદી મારી સાથે છેતરપિંડી કરીને અમીર બનવાના ચાન્સ ખૂબ જ વધારે હતા.

દાદી જયેશના વાત સાંભળીને અચકાતાં અચકાતાં સંમત તો થયા અને પોતાના ધ્રૂજતા હાથ વડે તેમણે પોતાની પાસે જમા થયેલા છ-સાત રૂપિયા લંબાવવા માટે તેમનો હાથ જયેશ સામે લાંબો કર્યો .

જયેશના કંઈ સમજાયું નહીં એટલે મેં તેને પૂછ્યું, આ શેના માટે કે મને આપો છો ?

બેટા, કે મને લસ્સી પીવા જણાવ્યું ચારો આભાર બેટા, આ લસ્સી કેવી હોય કેટલાની હોય તેની કાંઇ ખબર નથી. પરંતુ મારી પાસે તારા જેવા કેટલાક દયાળુઓએ મને રોકડ આપેલ છે કે મને આપુ છુ આ પૈસા ભેળવીને મારી લસ્સીના પૈસા આપજે, બેટા.

જયેશ દાદીની વાત સાંભળીને તેમની સામે જોઈને એકદમ જ ભાવુક થઈ ગયો. તેનું બાકીનું કામ આ વસ્તુથી થઈ ગયું.

એકાએક મારી આંખો પહોળી થઈ ગઈ અને ભરાયેલા ગળા સાથે મેં દુકાનદારને લસ્સી આપવા કહ્યું.

તેણીએ તેના પૈસા તેની મુઠ્ઠીમાં પાછા ખેંચ્યા અને નજીકમાં જમીન પર બેસી ગઈ.

હવે મને મારી લાચારીનો અહેસાસ થયો કારણ કે ત્યાં હાજર દુકાનદાર, મારા મિત્રો અને બીજા ઘણા ગ્રાહકોને કારણે હું તેમને મારી સાથે ખુરશી પર બેસવાનું કહી શક્યો નહીં.

કોઈ અડચણ ન કરે એવો ડર હતો. તેમની બાજુમાં બેઠેલી ભીખ માંગતી વૃદ્ધ મહિલા સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.

પણ હું જે ખુરશી પર બેઠો હતો એ ખુરશી મને કહી રહી હતી, બેટા જયેશ તે દાદી કહી લસ્સી પીવા માટે ઓફર કરી, પરંતુ તું એમને તારી સાથે ખુરશીમાં બેસાડી લસ્સી પણ પીવડાવી શકતો નથી.

મોટા ગ્લાસમાં લસ્સી ભરીને વેઇટર અમારા બધા મિત્રો અને વૃદ્ધ દાદીના હાથમાં લસ્સીનો મોટો ગ્લાસ આપી ગયો, મેં મારો આપેલો ગ્લાસ મારા હાથમાં લઇ લીધો અને દાદીની બાજુમાં જયેશ જમીન પર બેસી ગયો કારણ કે કે તેની રીતે આમ કરવા માટે તો મુક્ત હતો.

આની સામે કોઈને વાંધો હોઇ શકે તેમ નહોતો.

હા, જયેશના સાથે આવેલ તેના મિત્રોએ એક ક્ષણ માટે મારી સામે જોયું, પરંતુ તે કંઈ બોલે તે પહેલા જ દુકાનના માલિકે તેમના ગલ્લા પરથી ઉભા થઇને આવ્યા અને તેમણે દાદીમાને નીચે બેસેલ હતા ત્યાંથી ઉભા કરીને ખુરશી પર બેસાડ્યા અને હાથ જોડીને મારી સામે હસીને કહ્યું.

બેસો, સાહબ ! નિશ્ચિત થઇને આપ પણ બેસો મારી આ દુકાનમાં ઘણા ગ્રાહકો આવે છે, પરંતુ લોકો તમારા જેવા તો ભાગ્યે જ આવે છે.

દુકાનદારની વિનંતી પર, વૃદ્ધ દાદી અને હું બંને ખુરશી પર બેઠા, દાદી ભલે થોડી ગભરાઈ ગયા, પણ મારા મનમાં એક અસીમ સંતોષ હતો.
DIPAKCHITNIS
dchitnis3@gmail.com