Bhayanak Ghar - 1 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 1

Featured Books
  • वो पहली बारिश का वादा - 3

    कॉलेज कैंपस की सुबहबारिश के बाद की सुबह कुछ खास होती है। नमी...

  • The Risky Love - 1

    पुराने किले में हलचल.....गामाक्ष के जाते ही सब तरफ सन्नाटा छ...

  • इश्क़ बेनाम - 17

    17 देह का यथार्थ कुछ महीने बाद, मंजीत और राघवी की एक अनपेक्ष...

  • Mahatma Gandhi

    महात्मा गांधी – जीवनीपूरा नाम: मोहनदास करमचंद गांधीजन्म: 2 अ...

  • महाभारत की कहानी - भाग 121

    महाभारत की कहानी - भाग-१२२ शरशय्या में भीष्मका के पास कर्ण क...

Categories
Share

ભયાનક ઘર - 1

એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા માટે આવતું ન હતું, તે ઘર 3 માડ નું હતું, અને તે ઘરમાં કોઈ રેવા માટે 10 દિવસ પણ વધારે હતા,એટલે કે 10 દિવસ માં તો રહવા વાળા ને કઈક ને કઈક વિઘન આવતું હતું, તો શું હસે આ ઘર માં લોકો નું ના ટકવા નું કારણ? શું હશે આ બધું જાણવા માટે વાંચતા રહો "હોરર હાઉસ"
તો જ્યારે એક મોટું ફેમિલી આ ઘર માં રેહવાં આવ્યું તે વખત ની વાત છે. સવાર નો સમય હતો, પૂનમ હતી,અને તે ઘર માં પૂજા થઈ રહી હતી, તે ઘર માં એક ફેમિલી એ પગ મૂક્યો, પછી પૂજા કરી રાત્રે કથા કેહવડવા માં આવી, ત્યાં ગૃહ પ્રવેશ થઈ ગયો હતો, બધા લોકો ખુશ હતા એમાં એક પતિ પત્ની અને તેમના બે બાળકો હતા,તે ભાઈ નાં મમ્મી પાપા પણ ત્યાં રેહવ આવ્યા હતા,બધા એ નવું ઘર લીધું, એટલે બધા ખુશ લાગી રહ્યા હતા પણ એમાં એમને ખબર ન હતી કે જે આગળ એમના પર જે અડચણ આવવા ની છે એ ખુબજ દર્દ નાક હશે....પણ જે ભાઈ એ ઘર લીધું હતું એ ભાઈ બેઉ મોટા બીઝનેસ મૈન હતા, તેમના જોડે પૈસા વધારે હોવા થી તે ખૂબ જ સાવચેતી અને બધી પૂજા પછી એમને ગૃહ પ્રવેશ કર્યો હતો,
ઘર માં 3 દિવસ રહી ચૂક્યા હતા,અને એમને કોઈ એવો ભાસ ના થયો,પરંતુ જેમ જેમ ટાઈમ ગયો એમ એમ ઘર માં રહેલ આત્મા એ પોતાની શક્તિઓ બતાવવા તૈયાર થઈ રહી હતી...
તો જે ઘર માં રહવા આવ્યા હતા તેમનું નામ કિશનભાઇ હતું અને તેમના પત્ની નું નામ રીટાબેન હતું, કિશનભાઇ એક મોટો બિઝનેસ સંભાળતા હતા અને તેમના પત્ની ઘર ને સંભાળતા હતા. તેમના બે બાળકો જે 1 દીકરો અને 1 દીકરી હતી, તેમનુ નામ આશિષ અને આશા હતું, તો આ સ્ટોરી માં સૌથી મૈન કામ આ 4 અને બીજા દાદા દાદી એમ 6 જન ઘરમાં રહવા આવ્યા હતા, આમ તો એમનું ફેમિલી મોટું છે પણ અત્યારે કિશન ભાઈ ના ભાઈ હરેશભાઈ કોઈ કામ થી બહાર ગયેલા છે.અને તેઓ ના પત્ની અને આખું ફૅમિલી બહાર થોડા દિવસો માટે બહાર ગયેલું હતું,
તો આપડી વાર્તા ની શુરુઆત અહીંયા થી થાય છે. જ્યારે કિશન ભાઈ એ આ ઘર લીધું એના પછી એમને થોડો ટાઈમ ઘરે નીકળવા લાગ્યા, કેમકે નવા ઘર ના બધા કામ અને તેમાં રહવા માટે નવી વસ્તુ ની ગોઠવણી કરવા માં તેમને બીઝનેસ ને એક સાઈડ મૂકી દીધો હતો અને તે ઘરમાં ટાઈમ ફાળવતા હતા,
ઘર માં રહવા આવ્યા ને થોડા દિવસ થઈ ગયા હતા અને જયારે સાંજ નો સમય હતો ત્યારે દાદા દાદી બહાર ગાર્ડન માં બેઠા હતા, સાંજ થવા આવી હતી અને એ સાંજ ના સમય એ તેમને ઘર ના ઉપર ના છેડે એક રૂમ ની લાઈટ ચાલુ હતી તે જોઈ, પછી દાદા એ કહ્યું " આ લાઈટ બધ કરવી દો, ઉપર કોઈ ના હોય તો,"
દાદી બોલ્યા " ના ઉપર તો કોઈ નથી." "તો લાઈટ ચાલુ રાખી કોઈ મતલબ નથી." "અરે આશા બેટા તું ઉપર ની લાઈટ બંધ કરી અવ ને." આશા બોલી "હા દાદી"
( પછી થોડી વાર પછી આશા ઉપર ની અગાસી સાઈડ જવા લાગી અને તેને લાઈટ બંધ કરવા માટે તેને સ્વીચ બંધ કરી. પછી તે નીચે ઉતરી ગઈ, )
દાદા દાદી જોઈ રહ્યા હતા પછી, દાદા દાદી બંને જમવા ગયા અને પછી તે જમીને બહાર આવ્યા તો તેમને જોયું કે ઉપર ની લાઈટ ચાલુ થઈ ગઈ હતી. તો શું થશે? આગળ...