The Author Hiral Zala Follow Current Read ગાંધી ગોડસે - એક યુદ્ધ By Hiral Zala Gujarati Film Reviews Share Facebook Twitter Whatsapp Featured Books The Departure # THE ROBOT HELPERS## By Vijay Sharma Erry---# Chapter 12: T... From Housewife to Entrepreneur - Her Journey Of Courage Meera never imagined a world outside her kitchen. For twelv... Heal again - 1 What does it mean to be self-aware? How can we understand ou... Why Mosquitoes and Insects Always Chase the Light ? “Why Mosquitoes and Insects Always Chase the Light” Author –... One Day You All Went Gone I don’t remember waking up that morning. I remember opening... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ગાંધી ગોડસે - એક યુદ્ધ (6k) 1.7k 4.8k નમસ્કાર, આજે આપણે વાત કરી રહ્યાં છે એ ફિલ્મ ની જેના સારાં પ્લોટ એ સૌને એક વિચાર માં મૂકી દીધા છે કે જો આવું થયું હોત તો એનું પરિણામ શું આવ્યું હોત?"ગાંધી ગોડસે - એક યુદ્ધ " તારીખ 26 જાન્યુઆરી ,2023 ના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મએ ઘણા દર્શકોના મન જીત્યા છે. ફિલ્મમાં ચિન્મય માંડલેકર અને દીપક અંતાણી જેવા પ્રસિદ્ધ કલાકારો એ ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અને સ્કિન પ્લે રાઈટર રાજકુમાર સંતોષી છે. જેમને અંદાઝ અપના અપના અને ધ લેજન્ડ ઓફ ભગતસિંહ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી. હવે વાત કરીએ આ ફિલ્મની , આ ફિલ્મ એક વિચારો નો યુદ્ધ છે. ફિલ્મમાં ગાંધીજી અને નથુરામ વિનાયક ગોડસે ના વિચારોમાં થતાં મતભેદ અને બંનેની દેશભક્તિ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકુમાર સંતોષીએ પોતાની ફિલ્મ દ્વારા ગાંધીની બીજી બાજુ બતાવી છે. ફિલ્મની શરૂઆત ભારત અને પાકિસ્તાનના ભાગલાથી થાય છે. દેશમાં ભાગલાની પીડા છે. 'ગાંધી ગોડસે એક યુદ્ધ' કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓને આવરી લે છે, જેમ કે હિન્દુ-મુસ્લિમ શાંતિ માટે ગાંધીજીના આમરણાંત ઉપવાસ અને તેને સમાપ્ત કરવાની શરતો. ગાંધી વિરુદ્ધ ગોડસેની ચર્ચા 1948થી ચાલી રહી છે. આ ફિલ્મ ગાંધી અને ગોડસે સામસામે દલીલ કરે છે તેવી કલ્પના કરે છે. આ દ્રશ્યો જેલના છે.ગાંધી ગોડસે - એક યુદ્ધનું યુદ્ધ શબ્દોથી ચાલી રહ્યું છે. બંને પોતપોતાની વિચારધારા અને કાર્ય પર વાત કરે છે. પણ શબ્દોનો આ ખેલ નબળો લાગે છે. આ ફિલ્મ એ સામાજિક મુદ્દાઓને પણ સ્પર્શે છે. જ્યારે ગાંધીજીએ ગ્રામ સ્વરાજની સ્થાપના કરી હતી. તે દલિતોના સમર્થનમાં અભિયાન શરૂ કરે છે. ઘણી ઘટનાઓ દ્રશ્ય દ્વારા દર્શાવવામાં આવે છે. તે એ પણ બતાવવાનો પ્રયાસ કરે છે કે તે સમયે લોકોની લાગણીઓ અને કથાઓ સાથે કેવી રીતે ફેરફાર કરવામાં આવ્યાં હતાં. અભિનયની વાત કરીએ તો દીપક અંતાણી અને ચિન્મય માંડલેકરે ગાંધી અને ગોડસેની ભૂમિકા ભજવી છે. બંને આ પાત્રો સાથે ન્યાય કરે છે. તેમના ઉચ્ચાર પણ અનુકૂળ છે. આ સિવાય જવાહરલાલ નેહરુની ભૂમિકામાં પવન ચોપરા, બાબાસાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, સરદાર પટેલ બધાએ ફિલ્મમાં યોગદાન આપ્યું છે.રાજકુમાર સંતોષીએ 'ગાંધી ગોડસે એક યુદ્ધ'નું નિર્દેશન કર્યું છે. તે આ ડ્રામા પર સારી પકડ બનાવે છે, ડિરેક્શનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ ફિલ્મની ટ્રીટમેન્ટ, સિનેમેટોગ્રાફી સરસ લાગે છે. વિભાજન દરમિયાનની ઘણી ઘટનાઓ જાણે ફરી વખત જીવંત થઈ હોય તેમ દર્શાવવામાં આવી છે. અસગર વઝાહતના સંવાદો પ્રભાવશાળી છે. જયપ્રકાશ નારાયણ, હરિલાલ (હીરાલાલ) અને મણિલાલ ગાંધી અથવા ગોડસેના અન્ય નેતાઓને યાદ કરવાનો ઉલ્લેખ પણ છે. જો સંગીતની વાત કરીએ તો એ.આર. રહેમાને આપ્યું છે. બંને ગીતો વૈષ્ણવ જન તો... અને રઘુપતિ રાઘવ ફિલ્મમાં સારી રીતે સેટ થાય છે. Gandhi Godse – Ek Yudh જોવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મ સાથે ભારતીય સિનેમામાં ‘વોટ ઈફ’ સ્ટાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ઈતિહાસની એવી ઘટના વિશે વિચારવું કે જે બિલકુલ બની નથી. પહેલીવાર બોલીવુડમાં આવા પ્રકારની ફિલ્મ બની છે.ફિલ્મનું એક નવું પાસું એ છે કે તેને કલ્પના દ્વારા બતાવવામાં આવ્યું છે, જે કદાચ તમે ક્યારેય નહીં જોયું હોય. ગાંધીજી જીવતા હોત તો શું કર્યું હોત? જો તે ગોડસેને મળ્યો હોત તો તેણે શું કર્યું હોત? આ સવાલોના ઘણા જવાબો હોઈ શકે છે, જેમાંથી એક રાજકુમાર સંતોષીએ ફિલ્મ દ્વારા આપ્યો છે.એક અલગ વિચાર લઈને લેખકે આ ફિલ્મમાં એક અલગ જ દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં તેને ઈતિહાસના બે મોટા પાત્રોને જીવીત કરીને એક નવી સ્ટોરી બનાવી છે. આ પ્રકારનો એક્સપરિમેન્ટ વિદેશી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ દ્વારા ઈતિહાસમાં કલ્પના રજૂ કરવામાં આવી છે, જે ફિલ્મનો પ્લસ પોઈન્ટ ગણવામાં આવે છે.Thank You So Much 🙏🏻 Download Our App