Humdard Tara prem thaki - 40 in Gujarati Love Stories by Fatema Chauhan Farm books and stories PDF | હમદર્દ..... તારા પ્રેમ થકી... - 40. સ્વરા નો પલટવાર

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 40. સ્વરા નો પલટવાર

શાદી ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, ઘરમાં સૌ કોઈ આશ્ચર્ય માં હતા કે દાદી એ કઈ રીતે યશ ને મનાવ્યો,કારણ કે યશ બધી વિધિમાં હાજરી આપતો હતી. બધા નો પ્લેન કામ કરી રહ્યો હતો અને યશ દાદી ના હાથે મજબૂર થઈ ગયો હતો, કારણ કે સ્વરા ના કરિયર સાથે તે ફરી કોઈ જોખમ લઈ શકે તેમ ન હતો. તેણે બધા હાથ પગ મારી લીધા હતા પણ જો સંજીવની માંથી સ્વરા ને અપમાનિત કરી કાઢવામાં આવશે તો ફરી તેનો આત્મવિશ્વાસ જગાડવો અને નવી શરૂઆત કરવી ઘણી અઘરી થઈ જશે, દુનિયા ની કોઈ હોસ્પિટલ સ્વરા નો હાથ નહિ પકડે આથી નીતા સાથે લગ્ન ટાળવા હવે અઘરા હતા.

યશ નો બે દિવસ થી કોઈ કોન્ટેક્ટ ન હતો આથી સ્વરા એ તો સમજી ગઈ હતી નક્કી કઈ ગડબડ થઈ છે જોકે તે પણ દાદી અને બીજા મલિકસ ની ચાલાકી ને ઓળખતી હતી અને ન્યુઝ તેને સતત મળી રહ્યા હતા, નીતા અને યશ ના લગ્ન ના.... પણ યશ ઉપર નો વિશ્વાસ તેને તૂટવા દેતો ન હતો. તેણે રોનિત ને ફોન લગાડ્યો યશ વિશે જાણવા,

હેલો, રોનિત યશ ક્યાં છે ?? તેમનો કોઈ કોન્ટેક્ટ જ નથી વળી આ બાજુ બધે જ તેમની અને નીતા ની શાદીના ચર્ચા છે તે શું છે ??

મેમ, તમને યશ સર નો કોઈ ફોન નથી ??

ના, કેમ થયું શું છે રોનિત ??

મેમ, તમે જ સર ને કોલ કરી લો , તે વધુ સારું રહેશે....

સ્વરા ચિંતાતુર બની યશ ને ફોન લગાડે છે ,તેને હવે કઈક ખોટી ઘટના ની આશંકા થઈ આવી હતી. શું યશ ખરેખર નીતા સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો ?? પણ કેમ ? એવી તો શું મજબૂરી હતી. શું ચાલી રહ્યું છે આ બધું ??

રિલેક્સ સ્વરા, આટલી બધી ચિંતા ?? કેમ ??

પોતાની પાછળ તરફ થી આવેલા અવાજ ની દિશા માં જોતા સ્વરા પોતાની કેબિન માં ઉભા અંવેશા અને દાદી ને જોઈ ને અવાચક થઈ ગઈ, આખરે તે લોકો અહી શું કરી રહ્યા હતા ??

( દાદી અંદર દાખલ થઈ ને ) તેને યશ ની શાદી નું નિમંત્રણ સ્વરા ના હાથ માં આપે છે, શાદી નું કાર્ડ સ્વરા માટે તમાચા સમાન હતું , આ સાથે અંવેશા તેને સ્વિટ્સ પણ ચખાડે છે , બને ની ખુશી ચોંકાવનારી હતી. તેને આ બધું શું થઈ રહ્યું હતું તે કઈ સમજાતું જ ન હતું. યશ તો દાદી ને બધું સત્ય જણાવવા ગયા હતા.... પણ આ શું : આ તો કઈક ...

સ્વરા ( મનમાં) : શું યશ ખરેખર નીતા સાથે શાદી કરી રહ્યા છે?

સ્વરા આ લોકો ને કોઈ પ્રતિભાવ આપતી નથી, પણ તેમના ગયા પછી તે પેહલું કામ યશ ને ફોન કરવાનું કરે છે, આ બાજુ યશ બધાની વચ્ચે હોવાથી માત્ર સ્વરા ને બિઝનેસ ડીલ ની કામ પૂરું કરવાનું કહી ફોન કટ કરી નાખે છે. માત્ર આ બે શબ્દો થી સ્વરા બધું સમજી જાય છે, તે રોનિત ને ફોન કરી પેલી મલિક મેન્શન વાળી ડીલ આજે જ નક્કી કરવાનું વિચારે છે,

રોનિત , મલિક મેન્શન ની મીટીંગ નું શું થયું ? અત્યારે જ તે મીટીંગ ફિક્સ કરો અને કામ પત્યા પછી બને તેટલી ઝડપથી આ ન્યુઝ લીક થઈ જવી જોઇએ

ઓકે મેમ , હું પ્લેસ ફિક્સ કરી તમને જાણ કરું છું, અને મેમ પેલા ક્સીનો ડીલ નું પણ શું થયું? તે પણ સાથે નક્કી કરી નાખું.

ઓકે ,પણ તે લીક ન થવી જોઇએ.

જી, મેમ

આ સાથે સ્વરા નવાબ સિદ્દકી ને ફોન કરી ને હોટેલ પ્રોજેક્ટ ના કુકિંગ ટીમ નું નામ જાહેર કરી ઓપનિંગ સેરેમની ની ડેટ લોન્ચિંગ કરવાનું કહે છે જેના ઓર્ડીંગ્સ માં યશ અને સ્વરા ના પિક મોટા અને સાથે હોવા જોઈએ, આ બધું એક પછી એક ....તે પણ એક સાથે અને વળી તે બધા માં સ્વરા ....

મલિક્સ માટે આ એક મોટો જટકો હતો. આખરે યશ જાણતો જ હતો ,પોતાના પરિવાર ને આથી પેહલે થી જ એક બેકઅપ પ્લેન તૈયાર કરી રાખ્યો હતો. પણ શું સ્વરા બધું એકલા હાથે કરી શક્શે ??


શું થશે હવે આગળ ?? યશ ની અને નીતા ની શાદી થશે કે પછી સ્વરા નો પ્લેન કામ કરી જશે ?? વળી આ મલિક મેન્શન નું પણ શું હશે ?? આખરે શું તમાચો મલિક્સ ના ચેહરા ઉપર પડશે કે સ્વરા અને યશ માટે આ કોઈ ખોટો નિર્ણય સાબિત થશે ??