The Scorpion - 99 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-99

Featured Books
  • ગંગા સ્નાન

    ગંગા સ્નાન "गङ्गा पापं शशी तापं, दैन्यं कल्पतरुस्तथा । पापं...

  • પરંપરા કે પ્રગતિ? - 6

    પોલીસ મેડમ કહે છે: "તું જેના તરફથી માફી માંગી રહી છે શું તે...

  • આઈ કેન સી યુ!! - 3

    અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી ર...

  • મમ્મી એટલે?

    હેપ્પી મધર્સ ડે... પર(સ્કૂલ માં વકૃત સ્પર્ધા હતી)મમ્મી નું મ...

  • ભાગવત રહસ્ય - 278

    ભાગવત રહસ્ય -૨૭૮   પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી ત...

Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-99

માહીજા રાવલાને કહ્યું “હું હવે એટલી કંટાળી છું થાકી છું એનાંથી કે હવે એ જીવે કે મરે મને કોઇ ફરક નહીં પડે.” રોહીણીએ રાવલા સામે જોયું.. રાવલાએ કહ્યું “માહીજા ભાભી તમે કૂબામાં આરામ કરો હમણાં રોહીણીનાં કૂબામાં રહો તમારાં માટે હું અલાયદા કૂબાની વ્યવસ્થા કરું છું તમે જે કંઇ ગંભીર વાતો કીધી છે એ સાચેજ ખૂબ ગંભીર છે અને હું એનાં ઉપર સક્રીય થઇ જઇશ મારી સામે કોઇ પણ આવે હું સહન નહીં. કરું પછી ભલે સામે મારો ખુદનો બાપ કેમ ના હોય ?”

માહીજાએ કહ્યું “આજ વિશ્વાસથી હું તારી પાસે આવી છું ભાઇ મને માફ કરજો હજી તમારાં હમણા લગ્ન થયાં છે અને આ જવાબદારી શીરે નાંખી છે.”

રાવલાએ કહ્યું “એમાં શું થયું ? હવે કબીલાનો હું સરદાર છું કોઇપણ ગમે ત્યારે ગમે તે સમયે ફરિયાદ, તક્લીફ રજૂ કરી શકે છે. રહી અમારાં લગ્નનીતો રુહીતો મારું સર્વસ્વ છે મારી અર્ધાગ્નિ છે એ બધાં મારાં કામમાં પણ સહયાગી થશે અને જે પળ મળે એ સાથે જીવી લઇએ છીએ જીવીશું. તમે હવે કૂબામાં આરામ કરો. કબીલામાં જ્યાં ફરવું હોય ફરો. સમયસર જમવાનું અને બીજી સવલતો મળી જશે. થોડાં વધું હળવા થવું હોય બધુ ભૂલવું હોય તો આસવ પણ છે એ આનંદ લો.”

માહીજાએ કહ્યું “કૂબામાં રહીશ. હાં હુ આસવ પીને થોડીવાર સૂઇ જવા માંગુ છું મને શારીરક અને માનસિક ખૂબ થાક લાગ્યો છે.” એમ કહીને એ રોહીણીનાં કૂબામાં ગઇ. રોહીણીએ કહ્યું “તમે હમણાં અહીં આરામ કરો હું સેવક પાસે આસવ મોકલું છું.”

**********

રાજા ધ્રુમનને હવે સારુ હતું ઘા ખૂબ જલ્દીથી ભરાઇ ગયો હતો. એમણે તાપસીબાવાને કહ્યું “મારે આસવ પીવો છે પી શકું ?” તાપસીબાવાએ કહ્યું “હાં તમે પી શકો હવે તમારી તંદુરસ્તીનો કોઇ ભય નથી બસ હમણાં ભારે વસ્તુઓ ઊંચકશો નહીં હથીયાર ચલાવશો નહીં માત્ર આરામ કરો”.

રાજા ધ્રુમન એમનાં કુબા તરફ જવા નીકળ્યો એણે જોયું રાવલો અને રોહીણી કબીલાનાં સંરક્ષણ સિપાહીઓ છે એ તરફ જઇ રહ્યાં છે બધાં કબીલાનાં લોકો ઉત્સવનાં જ આનંદમાં હતાં. આસવ અને નૃત્ય માં પરોવાયેલાં હતાં. રાજા ધ્રુમને આસવ લેતા કહ્યું “હવે ક્યાં સુધી નૃત્ય કરશો. લગ્ન થઇ ગયાં ઉત્સવ ઉજવાઇ ગયો કામે લાગી જાવ.”

એમણે એવું કહ્યું અને વાંસનાં પ્યાલામાં આસવ ભર્યો અને કૂબા તરફ જવા લાગ્યાં ત્યાં રોહીણી રાવલાનો કૂબો આવ્યો એમણે નજર અંદર કરી જોયું વિચાર્યુ રાવલો રોહીણીતો પેલી તરફ ગયાં છે અંદર કોણ છે ?

ધ્રુમન કૂબામાં પ્રેવશ્યો આસવનાં ઘૂંટ પી રહેલો એણે ઢોળીયા પર માહીજાને સૂતેલી જોઇ એમનો વાસનાનો કીડો સળવળ્યો.. એમણે પૂછ્યું “એય માહી.. અહીં કેમ સૂતી છે ? પેલાએ કાઢી મૂકી ? રાવલાને બધું રામાયણ કહી દીધું ?”

માહીજા ધ્રુમનને જોઇને એકદમ ઉભી થઇ ગઇ એણે પણ આસાવ પીધો હતો. એ બોલી “રાજા તમે ? આગળ બોલી એને હું છોડીને આવી છું કાઢી નથી એનાંથી થાકી છું તમે પણ એને બહું ચઢાવેલો છે બધી મદદ કરી છે એટલેજ છક્યો છે અને કાબૂ બહાર ગયો છે.”

ધ્રુમન એનાં ઢોળીયાનાં છેડે બેસી ગયો એ આસવ મદીરા પી રહેલો. માહીજા પણ આસવ પીવા માંડી બોલી “હું ખૂબ થાકી છું એટલે રાવલાને શરણે આવી છું મારે જે કહેવાનું હતું બધુંજ મેં એને કહી દીધું છે.”

ધ્રુમને કહ્યું “તું થાકી છું હું ઘવાયેલો હમણાં સ્વસ્થ થયો છું રાવલાની માઁ ને મરે પાંચ વર્ષ થઇ ગયાં. હું પણ કબીલાનો રાજવ્યવહાર કરીને થાક્યો છું એટલે રાવલાને બધુ સોંપી દીધું છે.”

માહીજા એ કહ્યું”એ એનાં માટે લાયક અને યોગ્ય છે ખૂબ બહાદુર છોકરો છે.. પાત્રતા વાળો પ્રેમાળ છે એ સારી રીતે કબીલો ચલાવી શકશે. “

ધ્રુમને કહ્યું “છોકરો મારો છે એને નશો ચઢવા લાગ્યો હતો એણે કહ્યું હું... હું થાક્યો છું સાવ એકલો પડી ગયો છું” એમ કહી એ માહીજા તરફ સરક્યો. માહીજાએ આસવનાં નશામાં કહ્યું “રાજા તમને નશો ચઢ્યો છે તમારાં કૂબામાં જઇને આરામ કરો તમને ઘાવ પણ લાગ્યો છે તમારે આરામની જરૂર છે. “

ધ્રુમને કહ્યું “માહીજા તું પેલાં ગણપત પાસે પાછી જવાની છે ? કે ફારગતી લીધી છે ?” માહીજા એ કહ્યું “હું એનું કદી મોઢું નથી જોવાની મારે હવે એની સાથે કોઇ સંબંધ નથી હું છોડીને આવી છું પાછી જવા નહીં..”

ધ્રુમને કહ્યું “તો મારી સાથે લગ્ન કરી લે. મારી સાથે રહેજે હું તને બધી રીતે સાચવીશ. અહીં કબીલામાં રહીશું પ્રેમ કરીશું અને રાવલો કહેશે એ કરીશું.”

માહીજાએ કહ્યું “વાહ રાજા શું તમારાં તેવર છે જંગલ માં પેલી ગોરી છોકરી સાથે રંગરેલીયા મનાવો વીંછાનાં ઝેરનો ધંધો કરો.. જડીબુટ્ટીઓ પેલાં જંગલીને લાવી આપો. તમારાં જંગલમાં શું શું ધંધા છે બધુ ગણપત દારૂ પીને મારાં મોઢે બકી ગયેલો છે. એને આ બધાં અવગુણે છોડ્યો છે હવે તારે લગ્ન કરવાં છે મારી સાથે ? હવે મને ચૂંથવી છે ? માંડ તો હું એનાં નાગપાશથી છૂટી છું.”

રાજા ધ્રુમને આસવનો મોટો ઘૂંટ પીને વાંસનો પ્યાલો બહાર ફેંકતાં કહ્યું “તું શરણે આવી તારું રક્ષણ કરવાની ધ્યાન રાખવાની ફરજ છે મારી મેં બધાં ખોટાં ધંધા છોડી દીધાં છે આવીજા હું તને સુખ આપું એવું પેલાએ કદી નહીં આપ્યું હોય.”

માહીજાએ કહ્યું “તમે બધાં શરીરનાંજ ભૂખ્યા છો મારાં માટે લાગણી સંવદેના વ્યક્ત કરવા માટે પણ મારાં શરીરની જરૂર છે ? અહીંથી બહાર જાવ”.

ધ્રુમને કહ્યું “તું તો ખરાબ લગાડી ગઇ હું રાજા છું તું મારી પ્રજા. તું આવી રીતે મારાં ઉપર આવી આળ કેવી રીતે મૂકી શકે ? હું બે ઘડી પ્રેમ કરવા માંગુ છું એમાં તને પણ સારું લાગશે..”

ધ્રુમન બોલી રહેલો અને માહીજાને આસવ ખૂબ ચઢી ગયેલો એ બોલતાં બોલતાં ઢોળીયા ઉપર ઢળી પડી. રાજા ધ્રુમન એની નજીક ગયો એનાં હોઠ પર હોઠ મૂકી ચૂસવા લાગ્યો. એ એનાં વસ્ત્રો ઉતારી આગળ વધે ત્યાં રોહીણી કૂબામાં આવી એણે રાજા ધ્રુમનને...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-100