Lagn.com - 4 in Gujarati Short Stories by PANKAJ BHATT books and stories PDF | લગ્ન.com - ભાગ 4

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

લગ્ન.com - ભાગ 4

લગ્ન.com વાર્તા ૪


ૐ સરસ્વતી નમઃ


મુંબઈની તાજ હોટલના કોફી એરિયામાં બેઠેલો મહેશ સામે રહેલા દરિયાના સુંદર દ્રશ્યમાં ખોવાયેલો હતો અને કોઈની રાહ જોઈ રહ્યો હતો.


" your guest sir " વેટર ના અવાજે મહેશ નું ધ્યાન ખેંચયું . મહેશે જોયુ એ જેની રાહ જોઈ રહ્યો હતો એ નંદીની તેની સામે ઊભી હતી એમરોડરી વાળી સફેદ કુરર્તીર્માં ખુબ સુંદર લાગી રહી હતી. મહેશ બે ઘડી એને જોતો રહ્યો.


મહેશે ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યો "હાય આઇ એમ મહેશ પ્લીઝ હેવ એ સીટ " વેઇટરે ખુરશી એડજસ્ટ કરી નંદિની ને બેસાડી " હાય આઇ એમ નંદીની ".


બંને એકબીજાને સ્માઈલ આપી જોતા રહ્યા જાણે કંઈ યાદ આવતું હોય.


" સોરી હું દસ મિનિટ લેટ છું બધે મેટ્રોનું કામ ચાલુ છે તો ટ્રાફિકમાં લેટ થઈ ગઈ " નંદીની એ વાતની શરૂઆત કરી.


" નો પ્રોબ્લેમ . મુંબઈના ટ્રાફિકમાં કોઈ મિટિંગ માટે દસ મિનિટ લેટ થાય એ તો એક્ચ્યુલી બીફોર ટાઈમ કહેવાય . હું તો અહીં નજીક જ રહું છું એટલે જલ્દી આવી ગયો. તમે ગાડી લઈને આવ્યા છો ?"


" ના … ના… મને ડ્રાઈવિંગ નથી આવડતું ઓલા બુક કરાવી ને આવી " નંદીની એ જવાબ આપ્યો.


વેઈટર પાણી અને મેનુ લઈને આવ્યો. "શું લેશો ? " મહેશે પૂછ્યું .


" હમણાં માટે તો પાણી બસ છે. થોડીવાર પછી ઓર્ડર કરીએ ? તમને કંઈ જોઈતું હોય તો મંગાવી લો ." નંદની ને જવાબ આપ્યો .


" ના મને કોઈ ઉતાવળ નથી Will order after sometime " મહેશે વેટર ને થોડીવાર પછી આવવા કહ્યું .


" મારી વાત કરું તો …મારા બાયોડેટામાં તમે બધું વાંચ્યું જ હશે . મારું નામ નંદીની ગોસર ઉંમર 50 વર્ષ એક 25 વર્ષની દીકરી છે સલોની . મારી કોલેજ પૂરી થઈ અને તરત જ મારા પપ્પાએ મારા લગ્ન કરાવી દીધા . યોગેશ ખરેખર ખૂબ સારા હતા. લગ્ન પછી અમને પ્રેમ થયો અને 25 વર્ષની ઉંમરે હું માં બની . સલોની દસ વર્ષની હતી ત્યારે એક બાઈક એકસીડન્ટમા યોગેશ નું મૃત્યુ થયું . એ જે બેંકમાં કામ કરતો હતો ત્યાં જ મને જોબ મળી ગઈ . હું અને સલોની બસ એ જ મારી દુનિયા 15 વર્ષ નીકળી ગયા . એક વર્ષ પહેલા સલોની ભણવા માટે કેનેડા ગઈ અને હવે ત્યાં જ સેટલ થવાની છે .એ હતી ત્યારે એકલાપણાનો ક્યારેય અહેસાસ થયો નહી પણ હવે થાય છે બાકીનું જીવન જો કોઈ સમજદાર સાથી મળી જાય તો આસાન રહેશે એટલે લગ્ન ડોટ કોમ પર રજીસ્ટર કર્યું અને તમારો બાયોડેટા ઇન્ટરેસ્ટિંગ લાગ્યો તો મળવા આવી ગઈ ." નંદિનીએ પોતાની વાત સહજતાથી કરી.


" હું મહેશ સાવલા ઉંમર 51 વર્ષ . હું એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છું કોલેજ પૂરી કરી એક મોટી કંપનીમાં જોબે લાગ્યો ત્યાં જ કામ કરતી સ્નેહા જોડે પ્રેમ થયો અને ૨૮ વર્ષની ઉંમરે લગ્ન કર્યા . જોબ હું ફક્ત પૈસા માટે જ કરતો હતો. જોબ કરવાનો ખૂબ કંટાળો આવતો હતો એટલે એક દિવસ જોબ છોડી મારી પેશન ફોટોગ્રાફી કરવાનું નક્કી કર્યું પરંતુ શરૂઆતનો સમય ખૂબ સંઘર્ષ ભર્યો હતો થોડી ફાઈનાન્સિયલ તકલીફો ઊભી થઈ અને પછી સ્નેહા અને ફોટોગ્રાફી બંનેમાંથી એક પસંદ કરવાની સિચ્યુએશન આવી. અને મેં ફોટોગ્રાફી પસંદ કરી અને અમે છૂટા પડ્યા. એણે બીજા લગ્ન કરી લીધા. " મહેશે એની વાત કરી .


" તમારા કોઇ બાળકો નથી ? " નંદીનીએ પ્રશ્ન કર્યો .


" અમે પ્લાન કર્યો હતો કે લગ્નના પાંચ વર્ષ પછી બાળક માટે વિચારશું પણ અમારા લગ્ન એટલા ટક્યા નહીં "


" તો આટલા વર્ષો પછી લગ્નનો વિચાર કેમ આવ્યો ? " નંદીની બીજો પ્રશ્ન કર્યો .


"જેમ તમારી જિંદગી તમારી દીકરી હતી એમ મારી જિંદગી ફોટોગ્રાફી હતી. ખૂબ ફોટા પાડ્યા ખુબ ફર્યો ખૂબ પૈસા કમાયો ખૂબ નામ પણ કમાવ્યું પણ હવે થાકી ગયો છું . ઘણા સમયથી એક જીવન સાથીની જરૂર લાગતી હતી. તમને કદાચ યાદ નહીં હોય પણ આપણે એક જ કોલેજમાં ભણ્યા છીએ હું તમારા કરતાં બે વર્ષ સીનીયર હતો. હું તમને ખૂબ પસંદ કરતો હતો પણ ક્યારે કહેવાની હિંમત થઈ નહીં વિચાર્યું ભણીને સેટલ થઈ જાઉ પછી ટ્રાય કરીશ પણ હું સેટલ થાઉ એ પહેલા તમારા લગ્ન થઈ ગયા અને મારા મનની વાત મારા મનમાં જ રહી ગઈ. ગયા મહિને એક ઇવેન્ટમાં તારી ફ્રેન્ડ સંગીતા મને મળી અને એને મને તારા વિશે વાત કરી. મેં બિલકુલ સમય બગાડ્યા વગર લગ્ન ડોટ કોમ પર રજીસ્ટર કર્યું અને મને તો એક જ બાયોડેટા માં ઇન્ટરેસ્ટ હતો અને આજે તમને મળીને મારા મનની વાત કહી દીધી " ઉડો શ્વાસ લેતા મહેશે પોતાની વાત પૂરી કરી.


" ઓ માય ગોડ હું હું ક્યારની એજ વિચાર કરું છું કે તમને ક્યાંક તો જોયા છે " નંદિનીના ચહેરા પર સ્માઈલ હતી.


થોડા સમય બાદ જ્યારે સલોની કેનેડાથી આવી ત્યારે બંને એ સલોની અને લગ્ન ડોટ કોમ વાળા જીગ્નેશ ભાઈ ની હાજરીમાં સાદાઈથી રજીસ્ટર મેરેજ કરી લીધા.


ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ.