Motivational stories - 11 in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | બોધદાયક વાર્તાઓ - 11

The Author
Featured Books
  • सोने का पिंजरा - 12

    गोली. किसे लगी?अरमान कमिश्नर के शब्द फैक्ट्री की दीवारों में...

  • नज़र से दिल तक - 17

    अगले कुछ दिनों में Raj और Anaya फिर अपनी दिनचर्या में लौट आए...

  • परम रहस्य

      एक दार्शनिक विवेचनाआधुनिक मानव जीवन के बीच, देह और आत्मा क...

  • अदाकारा - 42

    *अदाकारा 42*        घर में प्रवेश करते ह...

  • परियों का देश

    परियों का देशलेखक: विजय शर्मा एरी(यह एक काल्पनिक परी कथा है,...

Categories
Share

બોધદાયક વાર્તાઓ - 11

આ બધી વાર્તાઓ સાચવી રાખવા જેવી છે, અને વારંવાર વાંચવા જેવી છે.
*🍎"સફરજન!"*

એકવાર એક માતા તેની 4 વર્ષની પુત્રીને ગણિત શીખવી રહી હતી. *તેણીએ તેને એક પ્રશ્ન પૂછ્યો - જો મારી પાસે 10 સફરજન હોય અને હું તારા મોટા ભાઈને 7 સફરજન આપું - તો તારી પાસે કેટલા સફરજન બચશે?*

*જવાબ આપવાને બદલે દીકરી રડવા લાગી. માતાએ તેને કહ્યું - બેટા ચિંતા ન કર, જો તને જવાબ ન ખબર હોય તો હું તને શીખવાડીશ !* દીકરી હજી વધુ ને વધુ રડવા લાગી. માતાએ પૂછ્યું – શું થયું બેટા, મને કહે!

*_દીકરીએ રડતા રડતા જવાબ આપ્યો - તું હંમેશા મોટા ભાઈને વધુ પ્રેમ કરે છે કારણ કે તે છોકરો છે - એટલા માટે તે દાખલામાં પણ તેને વધુ સફરજન આપ્યા. માં વિચાર કરતી થઇ ગઈ._*

*જો તમે 2 કે તેથી વધુ બાળકોના માતાપિતા છો, તો વિચારવા જેવી પરિસ્થિતિ – નાની દીકરીને આવું કેમ લાગ્યું હશે? અજાણતામાં આવી પરિસ્થિતિઓ ન થાય તેનો ખ્યાલ રાખશો.

*"શિસ્ત"*

ગયા અઠવાડિયે એક કાફે હાઉસની મુલાકાત લીધી જે એક નામાંકિત કોલેજની નજીક હતું. મેં એક બોર્ડ જોયું જેના પર લખ્યું હતું-
☕ *1 કોફી - રૂ. 100/-*

☕ *1 કોફી પ્લીઝ - રૂ. 75/-*

☕ *નમસ્કાર (સ્મિત સાથે 😊) – મને એક કોફી આપશો પ્લીઝ – રૂ. 50/-*

_મને આ જોઈને નવાઈ લાગી. હું કાઉન્ટર પાછળ બેઠેલા માલિકને મળ્યો. મેં પૂછ્યું કે આ ભાવ તફાવત શા માટે? શું વસ્તુઓની ગુણવત્તા અથવા વધારે કોફી આપો છો ?_

*તેણીએ સ્મિત સાથે જવાબ આપ્યો - ના સર! જેમ તમે જુઓ છો કે, આ કાફે કોલેજની નજીક છે અને અહીં આવતા વિદ્યાર્થીઓના શબ્દોમાં આદર અને શિસ્ત બતાડવાનું ચૂકી જાય છે. દરેક વ્યક્તિ માનવ છે! આદર અને શિસ્ત કેટલી મહત્વની છે તે તેમને સમજાવવાનો મારો આ નાનકડો પ્રયાસ છે! તેથી તેઓ પૈસા પણ બચાવી શકે છે!!*

_*મિત્રો, આપણે જેમને પણ મળીએ છીએ તેની સાથે સન્માનપૂર્વક વાત કરવી જોઈએ. કૃપા કરીને આદર સાથે વાત કરો.

*😊"ઇમોજી"*

એકવાર એક માતા પોતાની દીકરી સાથે વોટ્સઅપ પર ચેટ કરી રહી હતી. *માતા હંમેશની જેમ એક પ્રશ્ન લખતી જેમાં સમય લાગતો અને પુત્રી મોટે ભાગે "ઇમોજી" દ્વારા અને ખૂબ જ તરત જ જવાબ આપતી.* માતાને તે ગમતું નહીં કારણ કે, તેને ટાઇપ કરવામાં અને જવાબ આપવામાં સમય લાગી રહ્યો હતો.

_બીજી બાજુ, પુત્રીએ પણ માતા ના જવાબની રાહ જોવાની નિરાશા અનુભવી કારણ કે તેણી માતા સાથે ચેટ કરવામાં સમયનો બગાડ થાય તેવું તેને લાગતું હતું._

_*તે આટલો લાંબો સમય રાહ જોઈ શકતી ન હોવાથી તેણે તેને ફોન કરીને પૂછ્યું - મમ્મી, તને ટાઈપ કરવામાં આટલો સમય લાગે છે તેના કરતા તું મારી સાથે ઈમોજીનો ઉપયોગ કરી ચેટ કેમ નથી કરતી?*_

*મમ્મીએ કહ્યું... બેટા હું, “ઇમોજી” ની ભાષા નથી જાણતી - મને થોડો સમય આપીને ઈમોજી ની ભાષા શીખવાડ!*

*મિત્રો, આજે 17મી જુલાઈ, “ઇમોજી” દિવસ છે. ઇમોજી એ બે જાપાનીઝ શબ્દોનું મિશ્રણ છે: ચિત્ર અને અક્ષર. વર્ષ 1999માં, એનટીટી ડોકોમો, નામની એક જાપાની સેલ ફોન કંપનીએ મોબાઈલ ફોન અને પેજર માટે 176 ઈમોજીસનો સેટ બહાર પાડ્યા અને આજે તે યુવા પેઢી માટે નવી ભાષા બની ગઈ છે!*

*ચાલો આપણે બધા આ ભાષા શીખીએ કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ.

બધાં પ્રતિભાવ તો લખો. અમને motivation મળે, આપણી નવો પેઢી વાર્તા વાંચતી થાય.
આપનો આશિષ