Progress from progress to progress (maha). in Gujarati Philosophy by Jatin Bhatt... NIJ books and stories PDF | પ્રગતિ થી પરગતિ તરફ ( મહા) પ્રયાણ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

પ્રગતિ થી પરગતિ તરફ ( મહા) પ્રયાણ

' નિજ ' રચિત એક સુંદર મીમાંસા

પ્રગતિ થી પરગતિ તરફ ( મહા) પ્રયાણ

જન્મતાની સાથેજ ‘ ઉવાં ઉંવા ‘ કરતું , મીઠું મીઠું રડતું, શ્વાસ લેતું બાળક જ્યારે વૃદ્ધાવસ્થાની આખરી ક્ષણોમાં ઊંડા ( અવળા)શ્વાસ લઈ ‘ હ હ હ ‘ અવાજ કરીને દેહ છોડે છે ત્યારે ચેહરા પર એક અજીબસી પીડા જોવા મળતી હોય છે. પીડા તો હોય જ ને કારણ કે આ જગની માયા છોડીને જવાનું હોય છે.આ જગમાં આવે ત્યારે અને જગ છોડીને જાય ત્યારે , આ બન્ને વખતની પીડા અલગઅલગ હોય છે.
બસ આ ઉંવા ઉવાં અને હ હ હ વચ્ચે નો ગાળો એટલે માનવ જિંદગી.
માનવ શરીર અને માનવ જીવનના કેટકેટલા સ્ટેજ હોય છે? જેમ કે બાળક ભાંખોડિયું ભરતું થાય ત્યારથી માંડીને બે પગે ચાલતું બાળક, યુવાવસ્થા, આધેડવસ્થા, અને પ્રૌઢાવસ્થા. સ્વસ્થ બાળકની સ્ફૂર્તિ ખૂબજ સારી હોય છે, જે ક્રમશ: પ્રૌઢાવસ્થા માં ક્ષીણ થતી જતી હોય છે. આ થઈ માનવ શરીર ની પ્રગતિ.
માનવ જીવનની પ્રગતિ ના સ્ટેજ જોઈએ તો બાલમંદિર (KG)થી માંડીને કોલેજ અને એની આગળ.( એજ્યુકેશન અનલિમિટેડ હોય છે.આખરી ક્ષણ સુધી ભણી શકાય છે).
ત્યાર પછીનો સ્ટેજ આવે સ્વાવલંબી બનવાનો.ગણતરીપૂર્વક પડકાર લેનારા વ્યક્તિઓ વધારે આગળ વધતા હોય અને આંધળુંકિયા કરનારા આગળ વધે પણ ખરા અને પાછળ જાય પણ ખરા. ખોટો પડકાર ઝીલનારા ખોટા માર્ગે જાય એવું બની શકે. એકધારી આવકવાળા વ્યક્તિઓની પ્રગતિ ધીમી પણ મક્કમ હોય શકે.નાના ધંધાવાળા જેમ કે ગલ્લા કે ખુમચાવાળા ખૂબ સારી કમાણી કરતા હોઈ શકે. ઓછું ભણેલા પણ વધારે સારી પ્રગતિ કરતા હોય છે.
માનવજીવનની પ્રગતિ માટે ઘણા બધા મનુષ્યો યોગ્ય સ્ટેજ પર કામ લાગતા હોય છે ,લગાડવા પડતા હોય છે. પત્નિ કે પતિ નો સાથ જીવનભર રહેતો હોય છે. બાળક, મિત્રો, આપણા સગાવહાલા, હિતેચ્છુઓ અલગ અલગ સ્ટેજે આપણને આપણી પ્રગતિમાં ઉપયોગી બનતા હોય છે.

એકધારી પ્રગતિ થાય તો ઘણી સારી વાત છે પણ અચાનક અટકી ગઈ હોય ત્યારે જીવન નાસીપાસ લાગવા માંડે છે. (આપણે એ સ્ટેજને
' ડિપ્રેશન 'નામ આપેલું છે.) જાણે કે જીવન હવે અર્થ વગરનું છે. કોઈ ક્ષણે એવું પણ લાગતું હોય છે કે હવે સામે નિબિડ અંધારું છે, કોઈ રસ્તો દેખાતો નથી. આપણી આજુબાજુ વાળા મનુષ્યોની પણ મર્યાદા આવી ગઈ છે.હવે કોઈ જ ઉપાય બાકી રહ્યો નથી. ત્યારે આનો એક જ ઉપાય છે .
' આ સમય પણ વહી જશે '
બસ સમય વહેવા દો. ઉદ્યમ કરતા રહો .
અને હાં , પ્રાર્થનામાં બહુ મોટી તાકાત હોય છે. તમે કોઈ પણ રીતે,
કોઈ પણ સમયે, ગમે તે ભાષામાં , અંત: કરણ પૂર્વક પ્રાર્થના કરશો તો અચૂક પોઝિટિવ પરિણામ મળશે.
અને હવે આવે પરગતિ તરફ પ્રયાણ:
બહુ ઓછા મનુષ્યો આવતી આખરી પળને સ્વીકારીને ચાલે છે. બહુધા ડરતા હોય છે. અને કેમ નઈ? ડર તો લાગે જ ને. છેલ્લો સમય ક્યારે આવશે, કેવી રીતે આવશે, હું સહન કરી શકીશ કે નહીં, કેટલી પીડા વેઠવાની આવશે, શાંતિ થી આ જગ છોડીને જઈ શકીશ કે નહીં , ફટ દઈને ફ્યુઝ ઉડી જશે કે પછી પથારીવશ રહીને જઈશ કે પછી, ......
એટ સેટરા એટ સેટરા એટ સેટરા..,...
બસ આ છે મનુષ્ય જીવન. જે 'ઉંવા ઉંવા 'થી માંડી ને ' હ હ હ ' ની વચ્ચે વણાયેલું છે , તણાયેલુ છે, કરપાયેલું છે...

અસ્તુ
.
.
.
જતીન ભટ્ટ ' નિજ'
ઝાડેશ્વર, ભરૂચ
94268 61995