My Confessions - 2 in Gujarati Women Focused by pravin Rajput Kanhai books and stories PDF | માય કન્ફેશન્સ - 2

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

માય કન્ફેશન્સ - 2

મારું નામ ભૂમિ છે. મારી ઉંમર 38 વર્ષની છે. આજથી ચૌદ વર્ષ પહેલા મારા લગ્ન જીગ્નેશ સાથે થયા હતા. મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા હતા. મારા માતાપિતાએ મારી માટે છોકરો પસંદ કર્યો અને મારે તેની સાથે પરણી જવું પડ્યું. જીગ્નેશ બિલકુલ એવો નહતો જેવા પતિની મે આકાંક્ષાઓ રાખી હતી. મારો હસ્બેન્ડ તો એકદમ કુલ હોવો જોઈતો હતો. જીગ્નેશ સાવ સામાન્ય હતો. તેના કપડા પહેરવાની રીત તેની બોલવા ચાલવાની રીત સાવ સામાન્ય હતી. મારી અપેક્ષા પ્રમાણે જીગ્નેશ 1 ટકા પણ ઉણો ઉતરતો નહતો. તેની સાથે લગ્ન કરીને હું બંધાઈ ગઈ હતી. તેની સાથે રહીને હું બિલકુલ પણ ખુશ ન હતી. જીગ્નેશ નો પ્યાર મને પ્રેમ નહિ બલ્કે બળાત્કાર જેવો લાગતો હતો. સામાજિક રીતે ભલે જીગ્નેશ મારો પતિ હતો, પરંતુ માનસિક રીતે હું તેને અપનાવી શકી ન હતી. અને એટલે જ કદાચ હું એક બહુ મોટી ભૂલ કરી બેઠી.

આ વાત મારા લગ્નના 2 વર્ષ પછીની છે. જીગ્નેશની માસીનો છોકરો સંજય કેટલાક દિવસ માટે અમારે ઘેર રહેવા આવ્યો હતો. ખૂબ જ કુલ, ખૂબ જ હેન્ડસમ, તેની વાત કરવાની છટા, તેની બોલવાની રીત, તેની તમામ ક્રિયાઓ મારામાં એક અલગ જ પ્રકારની લાગણી ફેલાવી રહી હતી. ગમે તેમ કરીને હું સંજય સાથે વાતચીત કરવાના બહાના ગોતી લેતી હતી. તેની સાથે વાતચીત કરીને મને માનસિક રીતે શાંતિ મળતી હતી. હું તેની હાજરીમાં સારું અનુભવ કરતી હતી. પરંતુ મારા લગ્નના બંધને મને જકડી રાખ્યો હતો.

એક દિવસની વાત છે. જ્યારે જીગ્નેશ ઓફિસ ગયા હતા, ને સાસુમા પણ ઘરે ન હતા. સંજય અને હું અમે ફકત બે જણા જ ઘરે હતા.
મને પહેલી વખત સંજય સાથે વાતચીત કરવા આખો દિવસ મળ્યો હતો. હું સંજય માટે જ્યુસ બનાવી સંજયને જે રૂમ રહેવા આપ્યો હતો ત્યાં પહોચી ગઈ.

રૂમની અંદર પ્રવેશતા પહેલા મેં રૂમમાં પ્રવેશવાની પરવાનગી માંગી.

'અરે તમારા જ ઘરમાં આવવાની પરવાનગી માંગો છો? આવો બેસો.' સંજયે કહ્યું.

'પરવાનગી તો માંગવી પડે ને તમે બિઝી હોવ તો.'

'બિઝી! એ પણ તમારી માટે ના બાબા ના.'

'હું તમારી માટે આ જ્યુસ બનાવી લાવી છું! જ્યુસ સંજય તરફ વધારતા મેં કહ્યું.'

સંજય જ્યુસનો ગ્લાસ પકડવા ગયો, પણ ગ્લાસ લપસી ગયો ને તે જ્યુસ સંજયના કપડાં ઉપર ફેલાઈ ગયો.

'ઓહ સોરી... ભૂલથી મારા હાથ થી.... તમે ચાલો બાથરુમમાં હું સાફ કરી આપું છું.'

સંજય જલ્દીથી ઊભો થઈ બાથરૂમ તરફ જવા લાગ્યો.
હું પણ તેની પાછળ પાછળ ગઈ.

તેના ના પાડવા છતાંય હું તેના કપડાંને સાફ કરવા લાગી. મને તેનો સ્પર્શ ગમવા લાગ્યો હતો. કપડાં સાફ કરવાને બહાને હું તેના શરીરને અડપલાં કરવા લાગી. જાણે બધું પારખી ગયો હોય એમ સંજયે મારો હાથ પકડી લીધો. હું ભય અને શંકા સાથે સંજયને દેખવા લાગી.

તે ધીરે ધીરે મારી નજીક આવવા લાગ્યો. હવે મારી અને સંજયની વચ્ચે એક ઇંચનો પણ અંતર નહતો. મારી કમર ઉપર હાથ રાખી તેણે મને પોતાની તરફ ખેંચી અને મને તસમસતું ચુંબન આપ્યું. મારા શરીરમાં ધ્રુજારી છૂટી. હું મારી જાત ને સાવ ભુલાઈ ચૂકી હતી. મારી મનની તૃપ્તિ જે જીગ્નેશ તૃપ્ત નહતો કરી શકતો તે જાણે સંજય તૃપ્ત કરવાનો હતો. મેં મારી સંપૂર્ણ જાત સંજયને સોંપી નાખી. તે મારા શરીરનો રાજા બની ચૂક્યો હતો. પોતાની અલગ અલગ રીતો વડે તે મને પ્રેમ કરતો હતો ને હું પણ મારી તમામ સીમાઓ લાંગી રહી હતી.

ધીમે ધીમે અમારા શરીર પરના આવરણો દૂર થવા લાગ્યા. હું મારી તમામ સીમાઓ લાંગવા જઈ રહી હતી, ત્યાં જ જીગ્નેશ નો ચહેરો મારા સામે આવ્યો. હું તેને ભુલાવી મારી સંપૂર્ણ જાતને સંજયની કરવા ઇચ્છતી હતી, પરંતુ તેના એકાએક આવતા વિચારો મને આ બધું કરવા જતાં જાણે રોકી રહ્યા હતા. સંજય મારા શરીરમાં પ્રવેશ મેળવવાનો જ હતો ત્યાં જ હું મારા કપડા ઉઠાવી તે રૂમમાંથી નગ્ન અવસ્થામાં જ મારા રૂમમાં ભાગી ગઈ. મે તરત જ રૂમને અંદરથી લોક કર્યું. સંજય મારી પાછળ આવ્યો, પરંતુ મારો રૂમ અંદરથી લોક હતો.

'શું થયું આમ અચાનક ભાગી કેમ આવ્યા?'

'સંજય પ્લીઝ તમે તમારા રૂમમાં જતા રહો. આપણી વચ્ચે જે થયું એ ભૂલી જાઓ.' ને હું રડવા લાગી.

પોતાની જાત ઉપર મને ધિક્કાર આવવા લાગ્યો. હું માનસિક રીતે પીડાવા લાગી. મારાથી એક બહુ જ મોટી ભૂલ થઈ ચૂકી હતી. હું મારા પતિને ધોકો આપવા જઈ રહી હતી. મારા આંસુઓ રોકાવાનું નામ નહતા લેતા. કેવી રીતે હું કોઈ પરપુરુષ સાથે આવું કરવા તૈયાર થઈ શકું? મને મારી ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો....

આ જ ગુસ્સા ને પછતાવો ને લઈને હું 12 વર્ષથી જીવી રહી છું. મારી ભૂલ બદલ હું મારી જાતને માફ નથી કરી શકી. હું પીડાઈ રહી છું.


- પ્રવિણ રાજપુત 'કન્હઈ'