HUN ANE AME - 10 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 10

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

હું અને અમે - પ્રકરણ 10

સવારમાં રાકેશ અને સાજીદ બંને મોહનના ઘરે જતા હતા. "જબ તક મેં ના કહું કુછ મત બોલના." રાકેશ સામે જોતા સાજીદ બોલ્યો તો તેણે આશ્વર્ય સાથે તેની સામે જોયું. "અરે ઐસે મત દેખો. મુજે પાતા હૈ તુમ હોંશિયાર હો, લેકિન પહેલે મેં બાત કરૂંગા." રાકેશ કશું ના બોલ્યો અને બેફિકરાઈથી કારની બહાર જોવા લાગ્યો.

"ઠીક હૈ?" તેણે ફરી પૂછ્યું.

"હા હા યાર."

"મૈને પહેલી બાર જૈસા તુમકો દેખા થા ઉસસે કુછ બદલે સે લગ રહે હો."

"વોહ દેખના આપકા કામ નહિ હૈ." તેણે એકદમ તોછડાઈથી જવાબ આપ્યો.

"અબ તો તુમ બિલકુલ બદલે હુયે હો, મિયાં!" સાજીદે હળવી હસી સાથે વાત કરતાં પોતાની કાર મોહનસાહેબ ના ઘરના ગેટની અંદર જવા દીધી.

મોહનશેઠ પોતાના ડ્રોઈંગ રૂમમાં બેસીને ચા પીય રહ્યા હતા એવામાં તેણે દરવાજે આવી દરવાજો ખખડાવ્યો "ક્યાં હમ અંદર આ સંકતે હૈ?" તેણે ચાનો કપ હોઠેથી અલગ કરતા તેની સામે જોયું અને અચાનક "અરે આઇયે આઇયે જનાબ" કહી તેને અંદર બોલાવ્યા.

મોહનશેઠે પૂછ્યું, "આપ તો હમારે પુરાને ખીતમતગાર હૈ. કહીયે કૈસે આના હુઆ?"

આશ્વર્ય સાથે તે તેની સામે જોતા બોલ્યો, " જહાં તક મુઝે યાદ હૈ... શાયદ આપને હી હમે બુલાયા હૈ."

"મૈને?"

"હા, આપ હી ને તો બુલાયા હૈ, અગર એસે સબ ભૂલ જાયા કરેંગે તો કૈસે ચલેગા માલિક."

"મૈં! તુમકો ક્યુ?... અચ્છા અચ્છા.. યાદ આયા. તો બતાઇયેં કૈસા રહા આપકા દૌરા ?"

" સબ બઢીયા હૈ, વહાં સે કોઈ કમી નહિ હૈ."

"તોહ ગલતી કિસકી હૈ?"

"સચ કહું તો હમારી કંપની કો હી કુછ ધ્યાન દેના પડેગા શેઠજી. "

"હમ્મ... તો યે બાત હૈ." કહી મોહનજી જાણે કોઈ વિચારમાં પડી ગયા અને થોડી ક્ષણો પછી પાછા બોલ્યા "સાજીદ તુમ તો બહોત નયે નયે લોગો કો લાતે હો ઔર ઇધર કી ઉધર કરતે હો, તો હમારી કંપની કે લિયે ભી કુછ જુગાડ લગાઓ."

"અરે યે ભી કોઈ કહને કી બાત હૈ ક્યાં શેઠજી. આપ કા હુકમ સર-આંખો પર. લેકિન આપ ક્યા કહેંગે યે મુઝે માલુમ થા"

"મતલબ?" મોહનજી જરા વિસ્મિત થયા.

"અરે સુનો. બહાર લડકા ખડા હૈ. ઉસે અંદર ભેજો." કહી સાજીદે એક નોકરને આદેશ કર્યો. તેણે બહાર જઈ રાકેશને અંદર જવા માટે કહ્યું. તે અંદર આવ્યો એટલે તેની ઓળખાણ આપતા સાજીદે કહ્યું, "આઓ રાકેશ. યે મોહનજી શેઠ હૈ. મેં ઇસકે બહોત સારે સામાન કા ઈમ્પોર્ટ - એક્સપોર્ટ કરવાતાં હું ઔર શેઠ યહી હૈ વોહ લડકા."

તેણે મોહનશેઠને નમસ્કાર કર્યા અને તેણે રાકેશને બેસવા માટે કહ્યું. તેનો પરિચય મેળવવા તેણે નામ પૂછ્યું "ક્યા નામ હૈ તુમ્હારા?"

"રાકેશ."

"પહલે કહીં કામ કિયે હો?"

"ના સર. મેં કોઈ કામ તો નથી કર્યું. પહેલીવાર આપને ત્યાં આવ્યો છું અને ગુજરાતી છું. તમે મારી સાથે ગુજરાતીમાં વાત કરી શકો છો."

"હોહ..." કહી મોહનજી આશ્વર્ય પામતાં બોલ્યા, " પણ મેં તો તારી સાથે પેલાથી જ હિન્દીમાં વાત કરી તો તને કઈ રીતે ખબર પડી કે હું ગુજરાતી છું."

તે કશું બોલે તે પહેલા જ સાજીદ વચ્ચે બોલી પડ્યો "યહીં તો ખાસિયત હૈ ઇસકી. બડા કામ કા લડકા હૈ. બહોત હોંશિયાર ભી હૈ, દેખા હૈ મૈને ઇસે."

"પણ હું કેમ વિશ્વાસ કરું?"

"અરે કરલો શેઠ. યે દલાલ કહેતા હૈ ફાયદે મેં રહોગે."

"તારું શું કહેવું છે?" તેણે રાકેશને આવો સવાલ કરતા સાજીદને એ પણ ઈશારો કર્યો કે તે વચ્ચે બોલવાનું બંધ કરે.

"જેવું તમને પસંદ પડે. તમારી મરજી એ મારી ઈચ્છા." કહી નિર્ણય શેઠ પર છોડ્યો. મોહને થોડીવાર વિચાર કર્યો અને પછી તેણે ઉભા થઈ રાકેશના ખભે હાથ મુકતા કહ્યું, "ઠીક છે. તું તારા કામને જાણે છે અને સોફ્ટવેર ક્ષેત્રે એક્સપર્ટ છે. હું તને એક ચાન્સ આપું છું. મારા એક પ્રોજેક્ટ પર કામ કર અને જો મને તારું કામ ફાવશે તો જ હું આગળ તને મંજુરી આપીશ."

રાકેશે એકદમ શાંત સ્વભાવે પૂછ્યું, "ઓકે. તો ક્યારથી કામ કરવાનું છે?"

"આજે સાંજે ઓફિસ પર આવી જજે. હું તને તારું બધું કામ ત્યાં સમજાવીશ."


રાકેશને હોટલમાં જઈ સાજીદે બધીજ વાત કરી કે હમણાં થોડા સમયથી મોહનની કંપની નુકસાનીમાં ચાલી રહી છે. મોહનશેઠનું કામ તે સૌથી વધુ કરતો અને ઘણો સારો એવો નફફો મેળવતો. પણ કમ્પની ની નુકશાની તેને પણ નુકસાન કરી રહી હતી. આજ કારણ હતું કે સાજીદ મોહનશેઠ પાસે રાકેશને લઈને આવ્યો. જો મોહન શેઠનું નુકસાન થાય તો સાજીદે પણ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માં નુકશાની ઉઠાવવી પડે. છેલ્લા દસ વર્ષથી તે મોહન સાથે કામ કરતો હતો અને તેનો સૌથી વિશ્વાસુ માણસ હતો. છેલ્લા બે વર્ષથી તેની કંપની સતત નીચે જઈ રહી હતી. તેણે રાકેશના કામ વિષે જાણીને જ તેની ઇન્ટર્નશિપ દરમિયાન તેને સિલેક્ટ કરી લીધેલો. રાકેશને આ બધો ઇતિહાસ સંભળાવ્યા પછી તે બેગ પેક કરવા લાગ્યો તો તેણે પૂછ્યું, "અરે આપ આજ હી જા રહે હો?"

"હા, દૂસરી જગહ કો ભી જાના હૈ. અગર તુમ ઇસ કંપની કો ડુબને સે નહિ બચા પાયે તો મુજે તો કુછ કરના હોગાના."

બસ આટલા સંવાદ પછી તે ત્યાંથી નીકળી ગયો અને સાંજ પડતા જ આપેલા સમયે રાકેશ મોહન શેઠની ઓફિસ પર પહોંચી ગયો. મોહને તેને આખી ઓફિસનું કામ સમજાવ્યું અને છેલ્લા બે વર્ષના કે જ્યારથી કમ્પની નુકસાનીમાં ગઈ તે બધા રિપોર્ટ આપ્યા. તે આપતા સાથે તેણે ક્હયું " આ ક્યાં સુધીમાં સ્ટડી કરી લઈશ?"

"કાલે સવાર સુધીમાં થઈ જશે."

"ખાલી વાંચવાનું નથી. મારે સોલ્યૂશન પણ જોઈએ છે."

"કોશો પ્રોબ્લમ નહિ. સવાર સુધીમાં તમારા પ્રોબ્લેમનો કોઈને કોઈ તો ઉકેલ મેળવી લઈશ અને તેના પર કઈ રીતે કામ કરવું એ સાંજે મિટિંગમાં જણાવી દઈશ."

"ઠીક છે"

રાકેશ ત્યાંથી જતો રહ્યો અને મોહનજીએ પોતાના ફોન પરથી પોતાની દીકરીને ફોન લગાવ્યો.

હોટલે પહોંચી તેણે મોહનશેઠના આપેલા તમામ રિપોર્ટ જોયા અને તે અંગે રિસર્ચ કરવાનું શરુ કરી દીધું. બીજા દિવસે સાંજે ઓફિસે બધા રાકેશની રાહ જોઈને બેઠા હતા અને શેઠ સમયે સમયે ઘડિયાળમાં જોયા કરતા હતા. તે ચેક કરતા હતા કે રાકેશે તેને જે સમય આપ્યો અને એ સમયે તેણે મિટિંગમાં બધાને ભેગા કર્યા. પણ શું તે સમયે પહોંચી જશે? અને એ પણ સોલ્યૂશન લઈને? બધા તેને પૂછવા લાગ્યા કે મિટિંગ સમયે શરુ થશે કે નહિ. ખાસ કરીને અહમ વધારે પુછપરછ કરવા લાગ્યો. એટલામાં રાકેશ આવી ગયો.

તેના આવતાની સાથે જ અહમે બોલી નાખ્યું, "કેટલી વાર હોય મિસ્ટર?"

રાકેશે કહ્યું કે " સોરી, હું વડોદરામાં નવો છું એટલે અહીં પહોંચવામાં થોડું મોડું થઈ ગયું."

જતાંની સાથે તેણે મિટિંગ શરુ કરી અને કંપનીના તમામ મુદ્દા પર વાત કર્યા પછી તેણે અંતમાં કહ્યું કે, "આ બે વર્ષના રેકોર્ડ પ્રમાણે કામ આપણે સુધારવું પડશે." તો અહમે અને મોહનશેઠે કહ્યું કે " આપણું કામ તો બરાબર જ ચાલે છે."

"જો કામ બરાબર ચાલે છે તો પછી કંપની ખોટ કેમ ખાય છે? આપણે આપણી દરેક પદ્ધતિ બદલવી પડશે." આમ કહી તે પોતાની વાત પર મક્કમ બની ગયો. એટલે બીજા કોઈએ હિંમત ના કરી બોલવાની અને બધાની ચુપ્પી જોઈ મોહને પૂછ્યું, "તો મિસ્ટર રાકેશ તમે અમને જણાવશો કે શું ફેરફાર તમને કરવા જેવો લાગે છે?"

તે થોડો ખુશ થયો કે તેણે કરેલી વાત બધા સમજવા માટે તૈય્યાર થયા અને તેણે કંપનીને નવી પદ્ધતિ આપતા કહ્યું, "આપણા કમ્પ્યુટર માં સ્ટાર્ટિંગ ફેઝ અને ટર્મિનલ બહુ સમય લે છે. જો આપણે આપણા સોફ્ટવેરમાં આ બંને પર ધ્યાન દઈશું તો આપણી કમ્પ્યુટર સિસ્ટમ વધારે ઝડપી અને સારી બનશે. જેથી લોકોને તે પસંદ પણ આવશે."

"તો તેના માટે આપણે શું કરવું જોઈએ?" અહમે સવાલ કર્યો અને તેણે તમામ પ્રોબ્લેમ નું નિરાકરણ આપ્યું. આખી રાત કરેલી સ્ટડી અને સોલ્યુશન તેણે બધાની સમક્ષ રજુ કર્યા. અંતે બધાયે તેની વાત માની અને એક વખત તેના કહ્યા રસ્તે કંપનીને કામ પર લગાવવાની મંજૂરી મળી. બધાના ગયા પછી મોહનશેઠે તેની સાથે હાથ મિલાવતા કહ્યું, "કૉગ્રેચ્યુલેશન, યુ હેવ ગ્રેટ સોલ્યૂશન. પણ માત્ર એક ચાન્સ છે તારી પાસે. કંપની તને એકવાર ચાન્સ આપી રહી છે. પ્રે ટુ ગોડ કે ચાન્સ ફેલ ના જાય."

રાકેશ એક પછી એક પોતાના કહેલા પગલાં ભરતો ગયો. ઉપડેટ થયેલા નવા સોફ્ટવેર સાથે પોતાનું કમ્પ્યુટર તેણે માર્કેટમાં મોકલવા માત્ર પંદર દિવસમાં તૈય્યાર કર્યું. ટેસ્ટિંગ પછી તેનું કમ્પ્યુટર માર્કેટમા મુકવામાં આવ્યું અને થોડા જ દિવસોમાં તેનું આ નવું ઉપડેટ માર્કેટમાં ટોપ રેન્કિંગ સાથે આગળ વધ્યું. તેના આ કામથી મોહન ખુબ ખુશ થયો અને તેણે રાકેશને પોતાની કૅબિનમાં બોલાવ્યો.

"શું હું અંદર આવી શકું?"

"અરે રાકેશ! આવ."

"તમે મને બોલાવ્યો?"

હાથમાં રહેલી પોતાની ફાઈલ બંધ કરી તે ઉભો થયો અને તેની પાસે જઈ ટેબલ પર પડેલ એક ન્યુઝ પેપર બતાવ્યું. "આ આજનું પેપર છે, વાંચ." તેણે તે પેપર રાકેશના હાથમાં આપ્યું અને પોતાની વાત શરૂ કરી, " રાકેશ મેં જયારે આ કંપની શરૂ કરી ત્યારે સપનું જોયું હતું કે મારી કંપની ટોપ પર રહેલી કંપનીને ટક્કર આપે. ઘણી વખત એવું થયું પણ છે. છતાં છેલ્લા થોડા સમયથી આ રેટ નીચો જતો રહ્યો અને પછી બસ આશા જ બચી કે તે ફરી ઉપર જાય. મને તો એ વિચાર પણ આવવા લાગેલો કે ક્યાંક મારી કંપની બંધ ના થઈ જાય! મારા આટલા અનુભવી અને હોંશિયાર સ્ટાફમાંથી કોઈ પાસે એ રસ્તો જ ન્હોતો જે તે બતાવ્યો. પણ આજ - કાલ ફરી કંપનીનો રેટ ઉપર જઈ રહ્યો છે. મારી એક દીકરી છે. તે આની હેડ કંપની ચલાવે છે અને તેણે ઘણી વખત કહેલું કે આપણી આ પાર્ટ કંપની પ્રોપર રેટ નથી લાવી શકતી એટલે આ બંધ કરી માત્ર એક હેડ કંપની શરૂ રાખવી જે તે પોતે સમ્ભાળે છે. પણ હવે તે પણ ડઘાઈ ગઈ કે આવો રેટ અને એ પણ ટૂંક સમયમાં!"

"એટલે તમે શું કહેવા માંગો છો?"

"રાકેશ. આ કંપનીનો એક પ્રોજેક્ટ મેં તને આપ્યો અને તે સારું એવું પરફોર્મન્સ આપ્યું. મારી દીકરી નવા પ્રોજેક્ટમાં તારી હેલ્પ માંગે છે. તું અહીં રહીને આ કંપનીના બીજા પ્રોજેક્ટ પર કામ કર. જો તેમાં પણ તારું પરફોર્મન્સ મને,.. એટલે કે મારી ડોટરને ગમશે તો એ હેડ કંપનીના શેરમાં તને પાર્ટનર બનાવી ત્યાં તેની પાસે કામ કરવા બોલાવી લેશે."

રાકેશે 'હા' કહી અને મોહનશેઠે પોતાની દીકરી પાસેથી બીજા પ્રોજેક્ટ બનાવા ડિમાન્ડ કરી અને રાકેશે થોડા જ સમયમાં તેની કામગીરી હાથ ધરી. તેનું કામ દિવસેને દિવસે લોકપ્રિય બનતું જતું હતું અને જે અહમે શરૂઆતમાં તેના પર વિશ્વાસ ન્હોતો કર્યો તે હવે દરેક કામ રાકેશને પૂછીને કરવા લાગ્યો. સાથોસાથ બન્ને સારા એવા દોસ્ત પણ બની ગયા. બીજા પ્રોજેક્ટમાં પણ તેનું પ્રદર્શન સારું જોવા મળ્યું અને નવા પ્રોજેક્ટમાં પણ તેણે ટોપ રેટ મેળવ્યો.