The Author Beenaa Patel Follow Current Read સ્ત્રી... By Beenaa Patel Gujarati Women Focused Share Facebook Twitter Whatsapp Featured Books The Secrets Beneath Mount Kailash The Orion Protocol: Part 4 Tibet–India Border, 17 Kilometers... The Girl Who Came Unwillingly - 15 Chapter 15 : "Footsteps Towards Unknown "Early in the mornin... Courage of Heart - 1 The Desperate RunIt was midnight. The house lay in silence,... Niyati: The Girl Who Waited Chapter 1: The City of Dreams Mumbai—the city that never sl... Life, Multiverse and the Illusion of Peace The story begins with me analyzing my personal problems. I’m... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share સ્ત્રી... (68) 870 2.3k જો લખવા બેસીએ તો પુસ્તકો ના પુસ્તકો ભરાઈ જાય છતાં પણ કઈક તો રહી જાય...અને કયારેક ફક્ત એક શબ્દ "સ્ત્રી" એ જ પૂરું વાક્ય કે પૂરો ફકરો બની જાય એ છે સ્ત્રી. બુદ્ધિશાળી સ્ત્રી એટલે ભીંત ફાડીને ઊગતા પીપળા જેવી ઋજુતા... વિશ્વ ના ઘણાં બધાં સાહિત્યકારો એ સ્ત્રી વિશે લખ્યું છે. છતાં પણ હર સ્ત્રી ને એમાં કઈક ખૂટતું જ લાગે છે...દુનિયા ના સર્જનહાર નું ખૂબ જ સુંદર સર્જન છે સ્ત્રી. ઘણો જ અઘરો વિષય છે. જેટલી લાગણીશીલ છે એટલી કઠોર પણ છે. લાગણી ના તમામ ભાવ સ્ત્રી માં સૃષ્ટિ નાં સર્જનહારે મૂકેલાં છે. હજારો વર્ષ પૂર્વે પણ સ્ત્રી આ જ હતી, જે આજે છે? તો શા માટે અર્થઘટન અલગ અલગ? તો શા માટે સ્વીકાર માટેનો સંઘર્ષ? પૃથ્વી પર માનવજાતની શરૂઆત નર અને માદા - આવા બે જેન્ડરથી થઇ છે. ઉત્ક્રાંતિની સાથે શરીરના વિકાસ અને વૃદ્ધિની તરેહ બદલાતી ગઈ, પરંતુ પુરુષ અને સ્ત્રી બંને એકસરખી વાસ્તવિકતા હતી, છે અને રહેશે. તે છતાં સ્ત્રીનું શરીર, સ્વભાવ, શણગાર, સ્થાન, સ્વીકૃતિ અને શોષણ કાયમ ચર્ચાનો વિષય રહ્યાં છે. એનો સીધો અર્થ એ છે કે સ્ત્રી-પુરુષ સમાનતા હજી એના યોગ્ય સરનામે પહોંચી નથી. એરફોર્સમાં પાઇલોટ બનેલી અવની કે ગુજરાત રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી બનેલાં આનંદીબહેન પટેલના ઉદાહરણો આપીને ખુશ થવાય, પરંતુ બૃહદ અને વાસ્તવિક ચિત્ર જોવું હોય તો દરેક શહેરના રેલવે સ્ટેશન આસપાસની વસાહતોમાં, મુખ્ય સડકથી ચાલીસ કિલોમીટર અંદર જીવતા કોઈ નાના ગામમાં નજર કરી આવવી. મહિલા સાથે મહેનત અને મજૂરી જોડાઈ, પણ અભ્યાસ નહીં. પુરુષ જેટલું કામ કરવાનું આવ્યું, પુરુષ જેવું કામ પણ એમાં ઉમેરાયું, પણ જ્યારે ગૌરવની વાત આવી ત્યારે બીજો નંબર. સ્ત્રીની મહાનતાની કથા કરવી અને એને સમકક્ષ માનવી એ બંને વચ્ચે ફરક છે. જે સ્ત્રીમાં આત્મગૌરવ વધુ હોય એને સાહજિક રીતે સમાજ ગૌરવ આપશે જ. જે સ્ત્રીએ સ્ત્રી હોવાને સન્માનની નજરે જોઈ એની ડિક્શનરીમાં શોષણ શબ્દ નથી રહ્યોગૌરવ એ મેળવવાનો નહીં, અનુભવનો વિષય છે. જે સ્ત્રીમાં આત્મગૌરવ વધુ હોય એને સાહજિક રીતે સમાજ ગૌરવ આપશે જ. જે સ્ત્રીએ પોતાના સ્ત્રી હોવાની વાતને શરમને બદલે સન્માનની નજરે જોઈ એની ડિક્શનરીમાં શોષણ શબ્દ નથી રહ્યો. આ એ દેશ છે જેમાં સતી લોયણે સ્પષ્ટ ભાષામાં લખેલું, ‘જી રે લાખા, તમારું ધણીપણું ત્યાગો’ અને દરેક વ્યક્તિમાં રહેલ માલિકીભાવનો છેદ ઉડાવેલો. આ એ સંસ્કૃતિ છે જેના શાસ્ત્રોમાં સ્ત્રી માટેના બહુસૃતા, પંડિતા, વિદુષી, દીર્ઘદર્શિની, બુદ્ધિમતી જેવા વિશેષણો પ્રયોજ્યા છે. આ એ સમાજ છે જેમાં નાની ઉંમરે સરોજિની નાયડુએ ૧૩૦૦ પંક્તિની કવિતા ‘ધ લેડી ઓફ ધ લેક’ રચીને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. જે દેશની સ્વતંત્રતા માટે પુરુષોની સાથે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી હતી અને આ એ જ સ્વતંત્ર ભારત છે, જેના બંધારણના ઘડતરમાં પંદર મહિલાઓએ પોતાનું યોગદાન આપેલું. અનેક નામો, અનેક જીવનકથાઓ આપણી સામે છે, પરંતુ તકલીફ એ જ છે જે આ દરેક નામ આપણા માટે અહોભાવથી આગળ નથી વધતા. મહાન સફળ મહિલાના નામ ઉદાહરણીયને બદલે અનુકરણીય બને તે જરૂરી છે.મહાનતા અને સફળતાની શરત છે, આત્મવિશ્વાસ. બીજાની નજરે પોતાની જાતને જોવાની આદત ઘટે અને પોતાની નજરે રોજ એક વખત ઈચ્છા વત્તા વાસ્તવિકતાનું ગણિત ગણાય તો સ્ત્રીત્વની ઉજવણી શરૂ થઈ શકે. મહિલાદિન નજીક આવે એ સાથે જ મહિલા વિશે, મહિલા દ્વારા મહિલાના સન્માન માટેના આયોજન શરૂ થઈ જાય. મહિલાની મહાનતા અંગે પરિસંવાદો યોજાય અને એમાં જે તે ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે. વર્ષમાં એક દિવસ આવો મહિલા વિશેષ ઊજવાય એમાં કંઈ ખોટું નથી, પરંતુ 365 દિવસ જો સ્ત્રી તરીકે ઉજવવા હોય તો પુરુષ જાતિ સાથે જોડાયેલ પાવરની ઈર્ષ્યા કરવાને બદલે સ્ત્રીજાતિ સાથે જોડાયેલી ગરિમાને સન્માન આપવાનું શરૂ કરો. જ્યાં પણ સમાજ આધ્યાત્મલક્ષી હતો, પુરુષ કે સ્ત્રી હોવામાં કોઈ સમસ્યા નહોતી કારણ કે તમારૂં પુરુષ કે સ્ત્રી હોવું એ મૂળભૂત રીતે માત્ર શારીરિક છે. જો ભૌતિકતાથી ઉપર કોઈ વસ્તુ તમારી અંદર જીવંત વાસ્તવિકતા બની જાય તો તમે તમારી ભૌતિકતાને ખૂબ જ સરળતાથી સંચાલિત કરી શકો છો.હજી દુનિયા સ્ત્રી માટે સરળ નથી – તેના શરીરમાં પણ એવી ઘણી ઓછી સ્ત્રીઓ છે જેઓ સંપૂર્ણ સહેલાઇથી શેરીઓમાં ચાલી શકે છે. બીજી બધી પોતાની માટે વધુ પડતી સભાન છે. જો કોઈ સ્ત્રી તેના શરીરને લઈને એવી આરામદાયક સ્થિતિમાં હોય કે તેને હંમેશાં શરીરના અંગો વિશે સભાન રહેવું ન પડે… સ્ત્રી અડધો ડઝનથી વધુ કામોત્તેજના માટે સક્ષમ છે. પુરુષની તૃપ્તિ જનનેન્દ્રિય સુધી સીમિત છે. સ્ત્રીની જાતીયતા એના સમગ્ર શરીરમાં અને મન સુધી પ્રસરેલી છે. આ સમજયા વિના જીવવિજ્ઞાને અને પુરુષે ફકત પ્રજનન માટે એનો ઉપયોગ કર્યો છે. જ્યાં સુધી સ્ત્રી પોતાના શરીર વિશે સજાગ નથી ત્યાં સુધી એના મન વિશે સમજ કેળવવી એને માટે અસંભવ છે. જયારથી સ્ત્રી પોતાના શરીરને સમજતી થઇ ત્યારથી એને પોતાના મન અને બુદ્ધિની સમજ ઊભી થઇ. સમસ્યા શરૂ થાય છે ત્યાંથી જ્યાં સ્ત્રી પ્રશ્ન પૂછે છે. ‘દેવી’ બનેલી સ્ત્રીને હવે જમીન પર પગ મૂકવો છે. પોતાના નિર્ણયો પોતે લેવા છે. ગઇ કાલ સુધી જે અબળા હતી તે આજે એક જુદા જ પ્રકારની સ્ત્રી બની છે. એના નેલપોલિશનો રંગ બદલાવાની સાથે મનના રંગોની મોસમ પણ બદલાઇ છે. અત્યંત સમજદાર અને બુદ્ધિશાળી હોવા છતાં સ્ત્રીને શા માટે કોઇના સંવેદનાત્મક આધારની જરૂર પડે છે? વ્યવહારમાં આપણે એક અંગ્રેજી ઉક્તિ વાપરીએ છીએ. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી છે. આ સ્ત્રી એટલે તેની પત્ની કે પ્રિયતમા જ હોય એવું માનવાની આપણે ભૂલ કરી બેસીએ છીએ. એ સફળતાનો યશ તેની માતા, બહેન, સખી કે પુત્રીને પણ હોઈ શકે છે. આમ સંસ્કૃતમાં વપરાયેલો નારી શબ્દ શક્તિસૂચક છે. અસલમાં એ સ્ત્રી એટલે કે જાતિસૂચક નથી. નરની શક્તિ એટલે નારી.... એટલે જ સ્ત્રી દીવો છે, ઉજાળે પણ, દઝાડે પણ… ધર્મશાસ્ત્રથી લઈને મનોવિજ્ઞાન સુધી બધા જ કહે છે કે સ્ત્રીને સમજવી અસંભવ છે, પણ કેટલા લોકો તેને ખરેખર સમજવા માંગે છે?! 🖋️બીના પટેલ Download Our App