Fare te Farfare - 98 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 98

Featured Books
  • एक चिंगारी

    सूरजपुर—नाम सुनते ही मन में उजाले का एहसास होता था, लेकिन हक...

  • व्यक्ति की महानता

    एक बार की बात है किसी गाँव में एक पंडित रहता था। वैसे तो पंड...

  • बिखरे सपने

    इंदौर के एक शांत, मध्यमवर्गीय इलाके में, सेना से सेवानिवृत्त...

  • किन्नर की आत्मा का कहर

     यह कहानी तीन दोस्तों की है, जो पठानकोट के एक हॉस्टल में रहत...

  • Kurbaan Hua - Chapter 25

    "तुम्हारे जन्म का साल?""नहीं," हर्षवर्धन ने हल्के से सिर हिल...

Categories
Share

ફરે તે ફરફરે - 98

૯૮

 

બપોરના હીસ્ટ્રી મુયઝીયમમા બ્રંચ કરીને આગળ વધ્યા ત્યાં એક ગેલેરી

બનાવી હતી "બિયોન્ડ બોલીવુડ" તેમા આપણા હીરા હીરીઓ ના ફોટા હતા

હુ શોધતો હતો હોલીવુડ હીસ્ટ્રી .આપણને એમ કે જરા ગોરીયુ ગોરાઓના

નાચ નખરા જોઇ થોડા "ફ્રેશ " થઇએ  પણ ક્યાય અણસાર ન મળ્યા...!

બહાર નિકળી અમેરિકન ફેડરલ બેંક ઉર્ફે સરકારી ખજાના બેંક  આપણી

રીઝર્વ બેક સમજવાનુ...ની દિવાલોને અડી ને પસાર થઇ રહ્યા હતા ત્યારે

આ ઉત્કંઠીત જીવ બોલ્યો "હેં  ભાઇ આપણાથી અમેરિકાનો સોનાનો

ભંડાર કેટલો દુર છે ?મને સોનાની ગંધ આવે છે  "

“ડેડી તમે એ વોલ્ટ ઉપર જ ચાલો છો આ રસ્તાઓ નીચે સુધી વોલ્ટ છે.

દુનિયાનો સૌથી મોટો ભંડાર...આપણાથી બસ દસ ફુટની લોખંડની મજબુત

દિવાલ મા જ છે "

હું તુચ્છ સોનાના ભંડાર તરિકે જોનાર આદી કવિ તો  છુ નહી એટલે મારા

રોમ રોમમા સોનુ પ્રગટ્યુ ...મને બધુ પીળુ દેખાવા મંડ્યુ ..."ઓહ પ્રભો આ

શો ચમત્કાર છે ?"

વિષ્ણુએ કાનમા કહ્યુ હે ભક્ત તારી એ ભ્રમણા છે ,તારી ઉપર ભલે ઓબામા

ની છત્રછાયા છે પણ તું વાઇટ હાઉસની નજીક છે એટલે એફ બી આઇ વાળા

ની તારી ઉપર નજર છે..પીળુ એટલુ સોનુ નહી મનમા બોલી વિષ્ણવે નમ:

ફરી બોલી ને લક્ષ્મીની માયાથી મુક્ત થા ...નહીતો રૌ રૌ નર્કમા નાખીશ "

હું સાવધાન થઇ ગયો .મને સમજાઇ ગયુ કે આ આધુનિક દેવોની ભુમિ છે

હું કુબેર ભંડારીની ટેરેટરીમા છું.

સામે જેના ઉપર અઢીસો વરસથી ક્રુર વરતાવ કરી દુનિયાની ઐસીકી

તૈસી કરી ગુલામી કરાવી જેના લોહી પસીના ઉપર આજનુ અમરિકા ઉભુ

કર્યુ તે આફ્રીકન મ્યુઝીયમ બની રહ્યુ હતુ તેનાથી ઔર આગળ ગયા

મેંડીટરીયન ઇરાની અફઘાની ઇરાકી કોમ્યુનીટીએ બાંધેલુ મ્યુઝીયમ

હતુ જેમા ત્યાંના ઉત્મ પેઇંટીંગ્સ .સુંદર શિલ્પ કલાકૃતિઓ નકશીકામ વાળા

પિત્તળના વાસણો  હુક્કાઓ રેશમી વસ્ત્રો ઉપરનુ ભરતકામ જોઇ દંગ રહી 

ગયા...આપણી જેટલી કે વધારે વિકસેલી સંસ્કૃતિ ને સલામ કરી .ફરીથી

ઓબામાની યાદ આવી ગઇ એટલે કેપ્ટનને કહ્યુ "આ ઘડીયે ઘડીયે

મિશેલભાભી   બોલાવે એના કરતા હાલને ભાઇ સાવ સામ્મે જ છે તો 

મળી લઇએ .મીઠાઇ તો સાથે લીધી નથી તો પચા પચા ડોલર બેય

છોકરીયુને જમીને આપી દેશુ શું કે છ?"

ડેડી આજે ખાલી પેટે ગેસ થઇ ગયો છે  ...બાકી વાઇટ હાઉસથી સોમીટર દુર

ઉભા રહીને આરામથી વાઇટ હાઉસ જુઓ ઓબામા દેખાય તો હાથ હલાવજો.

અમે વાઇટ હાઉસની ચારે તરફ પ્રદક્ષીણા કરી હનુમાન ચાલીસા આપણા

દેશ માટે કર્યા અને ઓબામા માટે ગણેશ સ્તોત્રમ બોલ્યો જેવુ આવડે એવુ

છેલ્લે શ્રી ગણેશાય નમ: બોલી નાખ્યુ ત્યારેવાઇટ હાઉસની પરિક્રમા પુરી

થઇ....કોઇ ૨૧ દિવસની ટુરવાળા પણ ન્યુયોર્કમા જેમ હુડહુડ કરાવે તેમ

વોશિંગ્ટનમા પણ મ્યુઝીયમોની લાઇનમા મુકીને સાંજે લેવા આવે ત્યારે

નેચર હીસ્ટ્રી મ્યુઝીયમ કે  એર એન્ડ સ્પેઇસ મ્યુઝીયમ કે સાઇન્સ મ્યુઝીયમ

દોડીને પણ જોઇ શકો નહી જ્યારે અમે તો આરામથી ફરતા હતા...અમારાથી

બીજે છેડે લાસ વેગાસ અને ડીઝની વલ્ડ બાકી રાખ્યા હતા...ગાડી ફ્રી

પાર્કીંગમાથી કાઢીને કેપ્ટન આવ્યા"કાલે તુશારવોરા મળ્યો હતો તેને

સ્ટારબક્સમા મળવાનુ હતુ.તુષાર આવી ગયો હતો તેની વાઇફ અને

બેબી અને અમે દિકરો વહુ અને મારો લાડકો પ્રપૌત્ર તથા વાઇફ સાથે

જુની યાદો વાગોળતા બેઠા હતા આ પહેલુ સ્ટારબક્સ હતુ જેમા ચા મળી

અમે બેઉ રાજીના રેડ થઇ ગયા.અચાનક અમારાથી બે ટેબલ દુર બેઠેલી

એક અમેરિકન ગોરી આવી"કેન આઇ હેવ વન સેલ્ફી વીથ યુ ઓલ?"

વાઇ નોટ સ્યોર ...પછી તો એવી  વાતે વળગી"મે આવુ ફેમિલી જોયુ નથી 

ફેમિલી લાઇફ જોઇ નથી સાત વરસેમાં છોડી ગઇ નવમે વરસે બાપ ..

આઇ એમ જસ્ટ એલોન ..."એની આંખોમા  આંસુઓ રોક્યા રોકાતા નહોતા.

અમે બધ્ધા તારા ફેમિલી મેંબર છીએ તેવો ઘણો સઘીયારો આપ્યો પ્રેમથી

વહુરાણીએ હગ કર્યુ આંખના આંસુ લુછતા લુછતાએ પણ રડતી હતી...આ અમેરિકા ના સમાજની એક કમનસીબી હતી કે લાઇફસ્ટાઇલ એ કેમકહેવુ?