અભિનેત્રી 36*
શર્મિલા જયસૂર્યાની સમીપ આવીને જયસૂર્યાના બન્ને કોલર પકડીને સેક્સી સ્વરે બોલી.
"ચોવીસ વર્ષની મારી ઉંમરમાં મે ફ્કત પ્રેમ કરવાની એક્ટિંગ જ કરી છે.રિયલ માં આજ સુધી કોઈને પણ મે મારા શરીરને સ્પર્શ સુદ્ધા નથી કરવા દીધો.અને યકીન રાખો જયસૂર્યા મારા શરીરને અડકવા વાળા તમે જ પહેલા પુરુષ હશો."
શર્મિલાના શબ્દોએ જયસૂર્યાને ઓર વિહવળ બનાવ્યો.એણે શર્મિલાને બાહુપાશમાં જકડવા ની કોશિષ કરી.પણ વીજળીની જેમ શર્મિલા સરકી ગઈ.અને થોડે દુર જઈને ઉભી રહેતા બોલી.
"પ્લીઝ.મને પ્રીપેર થવા માટે થોડો સમય લાગશે."
"તમારી આ ફિલ્મની રંગીન દુનિયા?અને તુ કહે છે કે હજી સૂધી તને કોઈએ સ્પર્શ નથી કર્યો?"
જયસૂર્યા આચંબિત હતો કે શર્મિલા જે ફિલ્ડ માં છે ત્યા હજુ સુધી કોઈએ એને સ્પર્શ ન કર્યો હોય એને શર્મિલાની વાત સરાસર ગલત લાગતી હતી.એટલે એણે પૂછ્યુ પણ ખરુ.
"આ કેવી રીતે શક્ય છે?"
"ફિલ્મી દુનિયા રંગીન અને આકર્ષક જરૂર છે પણ તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ તમને મજબુર ન કરી શકે."
શર્મિલાએ એક ખોખલા અસત્યનુ ઉચ્ચારણ કર્યુ.
જયસૂર્યાએ જવા માટે પગ ઉપાડ્યા અને જતા જતા બોલ્યો.
"ગેરકાનૂની કામ વિશે તે કહ્યુ કે તે ફ્કત મજાક કરી હતી ખરેખર?"
"ઓફ્કોર્સ.મે મજાક જ કરી હતી."
શર્મિલાએ દ્રઢ સ્વરે કહ્યુ.
તો જવાબમા જયસૂર્યા શર્મિલાની આંખોમાં આંખો નાખતા બોલ્યો.
"પણ સાંભળ.હુ મજાક નથી કરતો.તારુ કોઈ પણ.અને ગમે તે પ્રકારનુ કાર્ય હશે તો એ હુ ચોક્ક્સ કરી આપીશ."
"અચ્છા?"
શર્મિલાને માન્યામાં આવતુ ન હતુ કે જયસૂર્યા એને પામવા કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. એણે એટલુ જ કહ્યુ.
"તો પછી ચોક્કસ તમને એક દિવસ અજમાવવા પડશે."
"એની ટાઈમ મેડમ.બંદો હમેશા તમારી ખિદમતમા હાજર છે એમ જ માનજો."
જયસૂર્યા શર્મિલાને હાંસિલ કરવા મરણીયો થયો હતો.
સવારે શર્મિલા શૂટ ઉપર પોંહચી.આજે શર્મિલાનુ રંજન સાથે ગીત નુ શુટિંગ હતુ.
રહેતી હો દુર દુર કયું
કરીબ આ જાઓ
આંખો કે રસ્તે સે
દિલ મે સમાં જાઓ.
આજે આ ગીતના શૂટિંગમાં પણ રંજનને રિટેક પર રિટેક લેવા પડતા હતા.પેહલા મુખડા ના શુટ દરમિયાન જ બાર થી તેર રિટેક થયા.છ કલાકની શુટિંગ બાદ ગીતનું મુખડુ માંડ શૂટ થયુ.
શર્મિલા એકદમ કંટાળી તો ગઈ હતી.સાથે સાથે અત્યંત થાકી પણ ગઈ હતી.એણે રંજન ની સામે જ મલ્હોત્રાનો ઉધડો લેતા કહ્યુ.
"સર.પહેલા આ હીરો પાસે બરાબર રિહર્સલ કરાવો અને પછી જ પ્લીઝ મને શૂટ માટે બોલાવો.આ ચાર લાઈનના મુખડા માટે છ છ કલાક શૂટ કરવુ મને નહી ફાવે."
શર્મિલાના આકરા શબ્દોએ રંજનના આત્મ સન્માનને ઠેસ પોહોચાડી.પોતે પ્રોડ્યુસરનો શાહજાદો હતો.આ ફિલ્મ પોતાના બાપના પૈસે બની રહી હતી.અને આ બે બદામની હિરોઈન પોતાને સંભળાવી જાય એ કેમ ચાલે?એણે કતરાઈને શર્મિલા તરફ જોતા કહ્યુ.
"એય મેડમ.નહી ફાવેનો શુ મતલબ છે?તમે કંઈ ફ્રી મા કામ નથી કરી રહ્યા આ ફિલ્મમા.તમને મોઢે માંગ્યા રુપિયા આપ્યા છે સમજ્યા?"
બસ થઈ રહ્યુ.શર્મિલાનો પણ પિત્તો હવે સાતમા આસમાને ગયો.રંજનને ક્રોધ ભરી નજરે ઘુરતા એ તાડુકી.
"મોં માંગ્યા પૈસા કંઈ મફતમાં નથી આપ્યા. અને પૈસા આપીને તમારા બાપે મને કંઈ ખરીદી નથી લીધી."
અને પછી ડાયરેકટરને સંભળાવ્યું.
"મલ્હોત્રા સર.તમે પાંચ લાખના સાઇનિંગ એમાઉન્ટનો ચેક આપ્યો છે.જે મે હજી બેંકમાં નાખ્યો નથી.ત્રણ દિવસ મેં શૂટ કર્યુ છે.એ ત્રણ દિવસનો ચેક મારા સેક્રેટરીને આપી દયો અને બીજી એવી હિરોઈન શોધી લ્યો જે તમારા હીરોના હિસાબે કામ કરે.હુ તમારો ચેક કાલે મોક્લી આપુ છુ."
મલ્હોત્રાની હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી.એ રંજનને પણ કંઈ કહી શકતો ન હતો.અને શર્મિલા આ ફિલ્મ છોડી દે એવુ પણ એ ચાહતો ન હતો.એણે નર્મ વિનંતી ભર્યાં સ્વરે શર્મિલાને કહ્યુ.
"મેડમ.આ ફિલ્મની સ્ટોરી ખાસ તમને જ ધ્યાનમા રાખીને લખાવવામા છે.માટે પ્લીઝ.તમે ફિલ્મ છોડવાની વાત નહી કરતા."
પણ શર્મિલા નમતુ જોખવા બિલકુલ તૈયાર ન હતી.
"મારે કંઈ સાંભળવુ નથી."
પછી પોતાના સેક્રેટરીને ઉદ્દેશીને કહ્યુ.
"નિર્મલ.તુમ ઇનસે તીન દિનકા ચેક લેલો ઓર કલ આકે ઇનકા પાંચ લાખ કા ચેક ઇનકો લૌટા દેના."
કહીને ધુવાફુવા થતી એ સેટ છોડીને જતી રહી.
(શુ શર્મિલાને મલ્હોત્રા ફિલ્મ પુરી કરવા માટે મનાવી લેશે કે પછી નવી હિરોઈન શોધશે)