maitri in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | મૈત્રી

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

મૈત્રી

મૈત્રી

 

माता मित्रं पिता चेती स्वभावात् त्रतयं हितम्। 

कार्यकारणतश्चान्ये भवन्ति हितबुद्धयः।।

 

માતા-પિતા અને મિત્ર આપણા કલ્યાણ માટે નિઃસ્વાર્થી ભાવથી વિચાર કરે છે, આ સિવાય અન્ય બધા પોતાના સ્વાર્થી હિતથી આવી ભાવના રાખે છે.

 

આવા મિત્ર સાયગલના જીવનની વાત લઇ આવ્યો છુ.

 

સાયગલ નો જન્મ 11 એપ્રિલ 1904 ના રોજ જમ્મૂમાં એક ડોગરા પરિવારમાં થયો હતો. તેમના પિતા અમરચંદ સહગલ જમ્મૂ અને કાશ્મીરના મહારાજા પ્રતિપ સિંહના દરબારમાં તહસીલદાર હતા, જ્યારે તેમની માતા કેસરબાઈ સહગલ એક ઊંડે ધાર્મિક હિંદૂ મહિલા હતી, જેઓને સંગીતનો ખૂબ શોખ હતો

 

વીતેલા  યુગના પ્રખ્યાત અભિનેતા મોતીલાલ દર વર્ષે તેમના જન્મદિવસે પાર્ટી આપતા, જેમાં અન્ય લોકો સાથે તેમના અંગત મિત્ર કે.એલ. સહગલ પણ હાજર રહેતા. મોતીલાલ અને સહગલને ‘બે શરીર, એક જાન’ ની ઉપમા આપવામાં આવતી. બંનેની મિત્રતા પ્રખ્યાત હતી. બંને વચ્ચે અદ્ભુત પરસ્પર સમજૂતી અને અટુટ પ્રેમ હતો. એક બીજાના વિના બંને અધૂરા લાગતા હતા.

સહગલ માત્ર 43 વર્ષની નાની ઉંમરે, 18 જાન્યુઆરી 1947ના રોજ દુનિયાને અલવિદા કહી ગયા. કારણ હતું દારૂ. તેઓ હેવી ડ્રિંકર હતા. બધા જ ગીતો દારૂ પીધા પછી જ ગાતા. દારૂની લત એટલી વધી ગઈ હતી કે સ્ટૂડિયો અને પ્રોડક્શન હાઉસવાળાઓ તેમનો પગાર તેમને ન આપતા , સીધા તેમના ઘરે મોકલતા.

જો સેલેરી સહગલના હાથ લાગતી હતી તો થોડી દારૂમાં ઉડી જતી, અને થોડી ગરીબોની મદદમાં. સહગલની જિંદગીમાં માત્ર બે પ્રકારની વાતો છે. એક તેમની દારૂની લત અને બીજી તેમની દરિયાદીલી. સહગલ એટલા દિલદાર હતા કે ભીખારીઓને પોતે પહેરેલા કપડા પણ ઉતારીને આપી દેતા. એક વિધવા મહિલાએ તેમની પાસે મદદ માંગી તો તેમણે પોતાની હીરાની ઊંગળી ઉતારીને આપી દીધી.

એકવાર મોતીલાલના જન્મદિવસે સહગલની તબિયત બહુ ખરાબ હતી. મોતીલાલ જાણતા હતા કે સહગલની સ્થિતિ આવવા યોગ્ય નથી, એટલે તેઓએ તેમને પાર્ટીનું આમંત્રણ ન મોકલ્યું. સહગલને તો મિત્રનો જન્મદિવસ યાદ હતો. તેમને પાર્ટીમાં ન બોલાવવાનું જરા પણ ખરાબ ન લાગ્યું. તેઓ તરત જ પથારીમાંથી ઊઠ્યા અને ડ્રાઈવરને કાર કાઢવા કહ્યું. ઘરના સૌએ તેમને અટકાવ્યા, પણ તેઓ માને નહીં.

બોલ્યા, ‘મારા મિત્રનો  જન્મદિવસ છે અને હું ન જાઉં, એ શક્ય નથી!’

आढ् यतो वापि दरिद्रो वा दुःखित सुखितोऽपिवा । 
निर्दोषश्च सदोषश्च व्यस्यः परमा गतिः ॥

ચાહે ધનવાન હોય કે ગરીબ, દુઃખી હોય કે સુખી, નિર્દોષ હોય કે દોષી – મિત્ર જ મનુષ્યનો સૌથી મોટો આધાર હોય છે.

સાયગલ તો ગળે હાર્મોનિયમ ભેરવી પહોંચ્યા રાત્રે મોતીલાલને ત્યાં ! દાદર ચડતાં ગળામાં “બાબુલ  મોરા નૈહર છુટો રે જાય !”ની તરજ હતી. સાયગલ દાદરો ચડતાં ગાતા રહ્યા.

સહગલ પાર્ટીમાં પહોંચી ગયા. મોતીલાલની ખુશીનો પાર ન રહ્યો. તેમણે સહગલને ગળે લગાવી લીધા. બંનેની આંખો ભીંજાઈ ગઈ. સહગલ બોલ્યા, ‘અરે જાલીમ! હજી તો હું જીવી રહ્યો છું. મને કેમ ન બોલાવ્યું?’

ત્યારે મોતીલાલ બોલ્યા, ‘તમારા સ્વાસ્થ્યને જોતા તમને બોલાવવું યોગ્ય ન લાગ્યું.’ આ પર સહગલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ‘ગોળી મારો તબિયતને. હું બરાબર છું.

 

મોતીલાલના સગા મુકેશ ત્યાં બેઠેલા. તે વખતે મુકેશ નાના. જાણીતાયે નહીં. સાયગલને ઉઘરસ આવી કહે, “કોઈ સાથ દેગા ?”

 

મુકેશે રાહત આપવા વચ્ચે બે ચાર ગીતો ગાયાં. સાયગલ ખુશ થઈ ગયા. કહે, “બડા અચ્છા ગા લેતા હૈ તૂ ? કુછ  નહીં દે સકતા. યે હાર્મોનિયમ રખ લે” અને લોકપ્રસિદ્દધ ગાયક મુકેશ આજસુધી પણ એ હાર્મોનિયમ સાચવી રાખ્યું.

ત્યાર બાદ કહ્યું, “ જરા તાનપુરો લાવો. આજ મારા યારનો જન્મદિવસ છે. હું ગાઈસ !’

બધાના મનાવવા છતાં સહગલ માને નહીં અને સવારના ચાર વાગ્યા સુધી ગાતા રહ્યા. વચ્ચે-વચ્ચે તેઓ ખાંસી પણ રહ્યા હતા. જ્યારે-જ્યારે મોતીલાલ તેમની તબિયત જોવાની કોશિશ કરતા, સહગલ તરત જ પોતાનું હાથ છોડાવી લેતા. મોતીલાલનો એ જન્મદિવસ યાદગાર બની ગયો.

સાચી મિત્રતા એ છે કે જેમાં પોતાના દુઃખ-કષ્ટને ભૂલીને મિત્રના સુખની પરવા કરવામાં આવે. એવી જ મિત્રતા સંકટમાં ઈશ્વરનું સ્વરૂપ બનીને આવે છે.

નાદુરસ્ત તબિયતે

દિલોજાન મિત્રની પાર્ટીમાં વિના આમંત્રણે પહોંચી જવું, નાના ગાયકને વખાણવું ને

પ્રશંસવું, આ અલગારી ભાવ. ઝિદાદિલી આવી હોય. ઝિદાદિલી કલાકારમાં હોય છે.

સંબંધ વિષે ચાણક્ય નીતિ શાસ્ત્ર માંથી કેટલાક શ્લોક.

ते पुत्रा ये पितुर्भक्ताः स पिता यस्तु पोषकः ।

तन्मित्रं यत्र विश्वासः सा भार्या यत्र निर्वृतिः ॥ 2.4

माता शत्रु पिता वैरी येन बालो न पाठितः ।

न शोभते सभामध्ये हन्समध्ये बको यथा ॥ 2.11

ऋणकर्ता पिता शत्रुर्माता च व्यभिचारिणी ।

भार्यारूपवती शत्रुः पुत्रः शत्रुरपण्डितः ॥ 6.11

माता च कमला देवी पिता देवो जनार्दनः ।

बान्धवा विष्णुभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥10.14

सत्यं माता पिता ज्ञानं धर्मो भ्राता दया सखा ।

शान्तिः पत्नी क्षमा पुत्रः षडेते मम बान्धवाः ॥ 12.11

स्वभावेन हि तुष्यन्ति देवाः सत्पुरुषाः पिता ।

ज्ञातयः स्नानपानाभ्यां वाक्यदानेन पण्डिताः ॥ 13.3

पिता रत्नाकरो यस्य लक्ष्मीर्यस्य सहोदरी ।

शङ्खो भिक्षाटनं कुर्यान्न दत्तमुपतिष्ठते ॥ 17.5