અભિનેત્રી 42*
શૂટિંગનુ પેક અપ થઈ ગયા પછી નિર્મલ ઝા શર્મિલા પાસે આવ્યો.
"મેડમ.આપને એડ કે બારેમે બોલા થા ના."
"હા.હા.બોલા થા.મીલી કોઈ?"
શર્મિલાએ ઉત્સાહિત સ્વરે પૂછ્યુ.
તો નિર્મલે કહ્યુ.
"સુમધુર ડેરી વાળા તમને એમની પ્રોડક્ટના બ્રાંડ એમ્બેસેડર તરીકે લેવા ચાહે છે."
"પણ બ્રાંડ એમ્બેસેડર બનીને આપણે બંધાઈ જઈશુ.એ લોકો જ્યા અને જ્યારે બોલાવે ત્યા આપણે જવુ પડશે.એ આપણને નહી પોસાય."
શર્મિલાએ પોતાની સમસ્યા નિર્મલને સમજાવી. તો નિર્મલ બોલ્યો.
"આપણે એમની પ્રોડક્ટ્સના પ્રચાર માટે બીજે ક્યાંય પણ જવાનુ નથી.પણ એમના તમામ પ્રોડક્ટ્સની અહીજ રહીને મોડેલિંગ કરવાની છે."
શર્મિલાએ ફરીથી ચકાસણી કરતા પૂછ્યુ.
"પાકુ?આપણે કયાંય આઉટડોર નહી જવુ પડેને?"
"ના મેડમ.પાકુ જ છે."
"તો એક વાત હજી પાકી કરી લેજો."
શર્મિલા કઈ વાત પાકી કરવાનુ કહે છે એ જાણવા નિર્મલે કાન સરવા કર્યા.શર્મિલા આગળ બોલી.
"સમસ્યા ડેટની થશે નિર્મલ.એ લોકો સાથે વાત કરી લેજે ડેટ આપણે જે આપીએ એજ ડેટ ઉપર શૂટ થશે.અને પૈસાની પણ વાત કરી લેજે."
"ઓકે મેડમ હુ આજેજ વાત કરી લઉ છુ..."
નિર્મલે વાત પુરી કરી ત્યા શર્મિલાનો ફૉન રણક્યો.
મેતો દીવાની હો ગઈ
પ્યાર મે તેરે ખો ગઈ.
ઉર્મિલાનો કૉલ હતો.શર્મિલાએ કોલ કલેક્ટ કર્યો.
"બોલ ઉર્મિ."
"તે મને તારા ઘરે આવવા માટે ઇન્વાઇટ તો કરી પણ એડ્રેસ ક્યારે સેન્ડ કરીશ?"
"એડ્રેસ શુ કરવુ છે તારે?તુ રેડી થઈ જા હુ ખુદ તને લેવા આવુ છુ."
કહીંને શર્મિલાએ ફૉન કટ કર્યો અને નિર્મલને ઉદ્દેશીને કહ્યુ.
"નિર્મલ જી.જરા જુવોને સ્ટુડિયોમા.એકાદો બુરખો હોય તો લાવી આપો ને પ્લીઝ."
નિર્મલે એક ગ્રે કલરનો બુરખો લાવીને શર્મિલાને દેખાડ્યો.
"મેડમ.બ્લેક નથી.ગ્રે કલરનો છે ચાલશે?"
"હા.હા ચાલશે શુ દોડશે.આપણને કલરથી શુ મતલબ છે?ચેહરો ન દેખાવો જોઈએ બસ."
શર્મિલાએ બુરખો પોતાના શરીર પર ચડાવ્યો. અને કાર બીમાનગર તરફ મારી મુકી. બીમાનગર શર્મિલા પહોંચવા આવી ત્યારે એણે ઉર્મિલાને કૉલ કર્યો.
"ઉર્મિ.તુ રોડ પર આવીજા.હુ બે મિનિટમા પોંહચી જઈશ."
શર્મિલા બીમાનગર પહોંચી ત્યારે ઉર્મિલા રોડ પાસે જ ઉભી હતી.
ઉર્મિલા શર્મિલાને બુરખામાં જોઈને આશ્ચર્ય પામતા બોલી.
"તારે કેમ બુરખાની જરૂર પડી?"
તો શર્મિલાએ બુરખો ઉતારીને ઉર્મિલાને આપતા કહ્યુ.
"આ તો હુ તારા માટે લાવી છુ ડિયર."
"મારા માટે?"
હવે ઉર્મિલાને વધારે આશ્ચર્ય થયુ.
"તુ પહેલા પહેરી તો લે.પછી તને સમજાવુ."
ઉર્મિલાએ બુરખો પહેરી લીધો પછી બોલી.
"હવે કહે તો.શુ તારે સમજાવવાનું છે?"
"પહેલા તો ખુશ ખબરી સાંભળ."
ઉર્મિલાએ ખુશ ખબર સાંભળવા માટે પોતાના કાન સરવા કર્યા.
"એક સુમધુર ડેરી પ્રોડક્ટની એડ આવી છે. બોલ ફાવશેને?"
"ડેરી પ્રોડક્ટ?એમા વળી શુ કરવાનુ?"
ઉર્મિલાએ પૂછ્યુ.તો શર્મિલા મીઠો ગુસ્સો દેખાડતા બોલી.
"લે!શુ કરવાનુ એટલે?છાસ પીવાની એક્ટિંગ. દહી ખાવાની એક્ટિંગ.લસ્સી પીવાની એક્ટિંગ. આઈસ્ક્રીમ ખાવાની.ચોકલેટ ખાવાની એક્ટિંગ. અરે ઘણી પ્રોડક્ટ છે એ લોકોની.મને લાગે છે કે ચાર છ મહિના આની એડ શૂટ કરવામાં જ નીકળી જશે.પછી જોશુ કોઈ નવા પ્રોડેક્ટ માટે.તુ કહેતી હો તો આને ડન કરીએ."
"શર્મી.થોડો થોડો ડર લાગે છે મને."
"આમા ડરવાનું શુ છે?કેમેરાની સામે તો તુ એકદમ પરફેક્ટ હોઈશ.એની મને ખાત્રી છે."
"એતો હુ કરી લઈશ.પણ સુનીલને ખબર પડી જશે તો?"
"તો એ કંઈ વાઘ નથી કે ખાઈ જશે તને.આટલુ પણ ઘણીથી ડરવાનું નો હોય કંઈ."
"ડર એ વાતનો છે કે હુ લગ્ન પછી પહેલી જ વખત એનાથી છાનું કોઈ કાર્ય કરવા જઈ રહી છુ."
ઉર્મિલાએ પોતાના ભયનુ કારણ શર્મિલા આગળ છતુ કર્યું.તો શર્મિલાએ એને ધરપત આપતા કહ્યુ.
"અને એ કોઇ ગલત કાર્ય તો નથીને?જ્યારે જીજુ જાણશે કે તે તારી મહેનતથી કેટલી કમાણી કરી છે ત્યારે એમને તારા પર કેટલો પ્રાઉડ ફીલ થશે એનો પણ વિચાર કર."
"હા એતો છે."
આખરે ઉર્મિલા શર્મિલાની વાતમા સહમત થઈ.
સંભવ રેસીડેન્સીમા શર્મિલાના ઘરે બન્ને બહેનો પોંહચી ગઈ.
(જ્યારે સુનીલને ઉર્મિલાના કામ વિશે જાણ થશે તો શુ રીએકશન હશે એનુ)