Abhinetri - 51 in Gujarati Crime Stories by Amir Ali Daredia books and stories PDF | અભિનેત્રી - ભાગ 51

Featured Books
Categories
Share

અભિનેત્રી - ભાગ 51

અભિનેત્રી 51*
                          
            *હો ગયે બરબાદ*
ના સેટ પર વાગી રહેલા મ્યુઝિકની તાલ પર શર્મિલા અને રંજન ધીરે ધીરે ડાંસના સ્ટેપ કરતા હતા અને શોટ આપતા જતા હતા.રંજન હવે શર્મિલાને હાંસિલ કરવા અધીરો થયો હતો.
   ગઈ રાત્રીના મયુરે આપેલી સલાહ અનુસાર એ એકવાર શર્મિલાના ઉરોજને આંગળીથી સ્પર્શ કરી ચૂક્યો હતો.અને શર્મિલાએ.એ સ્પર્શનો અણગમો પોતાની આંખોથી વ્યક્ત પણ કર્યો હતો.
    બીજી વાર એ બન્ને શોટ આપવા તૈયાર થયા.મલ્હોત્રાએ ફરીથી કહ્યુ.
 "કેમેરા.લાઈટ.એક્સન."
અને શર્મિલા અને રંજન ફરીથી એ જ મુદ્રામાં આવીને ઉભા રહ્યા હતા.જેવો એમણે મલ્હોત્રા ના મુખેથી એક્શન શબ્દ સાંભળ્યો.કે ફરીથી એ બન્ને.ડાબે થી જમણે અને જમણે થી ડાબે સ્ટેપ કરવા લાગ્યા.રંજનનું ધ્યાન સ્ટેપ કરવા કરતા શર્મિલાના અંગો પર વધારે હતુ.એ હવે જેમ બને તેમ જલ્દી શર્મિલાને ભોગવવા ઈચ્છતો હતો.
  એણે ફરી એકવાર ડાંસ સ્ટેપ કરતા કરતા પાછલી વખતે કરી હતી એ જ હરકતને ફરીથી દોહરાવી.પોતાની આંગળીઓથી એણે ફરી શર્મિલાના બ્રેસ્ટને સ્પર્શ કર્યો.શર્મિલા ડાન્સ સ્ટેપ કરતા કરતા ફરી એકવાર ઉભી રહી ગઈ.રંજન ચતુરાઈ પૂર્વક અણજાણ બનીને પાછળ હટી ગયો.શર્મિલાને આ ફેરે પણ એમજ લાગ્યુ કે રંજનની આંગળીઓનો સ્પર્શ બની શકે કે અજાણતાથી જ થયો હશે.
   આ વખતે એણે કૉફી પીવા માટે બ્રેક લેવાનુ મુનાસીબ માન્યું.એણે મલ્હોત્રાને કહ્યુ.
 "સર.પ્લીઝ કૉફી મંગાવો કૉફી પીને આપણે આ ડાન્સ શોટ પૂરો કરીએ."
 "ઓકે.બોયઝ.મેડમ ઓર રંજન કે લીયે કૉફી ઓર મેરે લીયે ચાય લેકર આવ."
 અડધી કલાકના બ્રેક પછી શર્મિલા અને રંજન ફરીથી શૂટ માટે રેડી થયા.
પહેલાની જેમ જ રંજન શર્મિલાની પાછળ ઉભો રહ્યો.ડાયરેકટરે ફરીથી બાંગ પોકારી.
 "લાઈટ.કેમેરા.એકશન."
અને ધીમુ ધીમુ મ્યુઝિક વાગવા લાગ્યુ.રંજન અને શર્મિલા.એ મ્યુઝિક ની તાલ પર ડાન્સ સ્ટેપ કરવા લાગ્યા.અને રંજન જાણે આજે સંપૂર્ણ રીતે ભાન કદાચ ભુલી ચૂક્યો હતો.ત્રણ મહિનાથી જે એ આ મૂવી પૂરી કરવા માટે મહેનત કરી રહ્યો હતો.એના પર એ પાણી ફેરવવા જાણે તૈયાર થયો હતો.એણે લગાતાર ત્રીજી વાર લેફટ રાઈટ સ્ટેપ કરતા કરતા પોતાની આંગળીઓ શર્મિલાના બ્રેસ્ટને અડકાડી.પહેલા બેવાર રંજનની આવી બેતુકી હરકતને શર્મિલાએ અવગણીને લેટ ગો કર્યું હતું.પણ આ વખતે એ ગુસ્સાથી લાલચોળ થઈને ઝડપથી પાછળ ફરી.અને એક જોરદાર તમાચો એણે રંજનના ગાલ પર રસીદ કર્યો. એક સન્નાટો વ્યાપી ગયો સેટ પર.
 "શુ.શુ થયુ મેડમ?"
મલ્હોત્રાએ ચોંકીને પૂછ્યુ.
"એ પુછ તારા આ હરામી હીરોને."
શર્મિલા તાડુકી.
 "મેં.મે શુ કર્યું?
રંજને અજાણ્યા બનવાનો પ્રયત્ન કરતા પૂછ્યુ.
"શુ કર્યું?દવ કે હજી એક ખેંચીને?"
શર્મિલાએ ફરીથી હાથ ઉગામ્યો.રંજન ગભરાઈને બે ડગલા પાછળ હટી ગયો.અને થોથવાતા સ્વરે બોલ્યો.
 "એ તો મેડમ અજાણતા મારી આંગળી સ્પર્શી ગઈ હતી."
"એક વાર ભુલ થાય.બે વાર થાય પણ વાંરવાર થાય ત્યારે એ ભુલ નહી પણ મનમા આવેલી ખોટ કહેવાય સમજ્યો?આ લાફાને યાદ રાખજે."
 કહીને શર્મિલા સેટ છોડીને જવા લાગી.તો હવે રંજન પણ પોતાનો આપો ખોઈ બેઠો.એ પણ દાંત ભીંસી ને બોલ્યો.
"બરાબર યાદ રાખીશ અને આ તમાચાની કિંમત વ્યાજ સાથે વસૂલ કરીશ."
 "જા.જા તારાથી થાય એ કરી લેજે."
કહીને શર્મિલા સેટ છોડીને જવા લાગી.
આ વખતે મલ્હોત્રાએ એને રોકવાનો મિથ્યા પ્રયાસ કર્યો.
 "મારી વાત તો સાંભળો શર્મિલાજી."
પણ શર્મિલા મલ્હોત્રાની વાત સાંભળ્યા વિના જતી રહી.
શર્મિલા કંઈ પણ કહ્યા વગર ચાલી ગઈ તો મલ્હોત્રાએ રંજનને પૂછ્યુ.
"એવુ તો તમે શુ કર્યું ભાઈ કે એ આટલી બધી નારાજ થઈ ને તમારા ઉપર હાથ ઉપાડીને ચાલી ગઈ?"
 "અરે મેતો ફ્કત એના સ્તનને આંગળીથી ટચ કર્યું તુ એમા આટલો એટિટયુડ દેખાડવાની શુ જરૂર હતી?આટલી અમથી વાતમા એ ભડકી ગઈ."
કોઈ સ્ત્રીને એની મરજી વિરૂદ્ધ અડકવું એ સાવ મામુલી વાત હોય એમ રંજન બોલ્યો.મલ્હોત્રા ફાટી આંખે રંજનને જોઈ રહ્યો.
"આ તમારે મન નાની સુની વાત લાગે છે?લાફો પડ્યોને ગાલ ઉપર?"
રંજને ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું.
"છોડીશ નહીં હુ એ સાલ્લીને.મારી સાથે પંગો લેવાની ભુલ એને ભારે પડશે."
 "અને તમારી આ નાદાનીની કિંમત આ મુવીને ભારે પડશે."
મલ્હોત્રાએ ભડાસ કાઢતા કહ્યુ.

(શુ શર્મિલા હવે આ ફિલ્મ પુરી કરાવશે?કે અધવચ્ચે અટકાવશે વાંચો નેક્સ્ટ એપિસોડ