અભિનેત્રી 59*
"હોટેલમાં પડ્યા રહેવાને બદલે હુ ઘરે આવી ગયો."
સુનીલે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.
તો બ્રિજેશે કટાક્ષ કરતા કહ્યુ.
"અને એની ટાઈમિંગ પણ કેવી જબરી હેને?તુ ફ્લાઈટ માંથી ઉતર્યો અને એની કલાક માંજ શર્મિલાનુ મર્ડર.અને હા મીસ્ટર સુનીલ.આ કપાળે જે થીગડું માર્યું છે એનુ શુ બહાનુ છે તારી પાસે?"
"બહાનુ?"
સુનીલે ચોંકીને પૂછ્યુ."
"હા.હા બહાનુ?શુ બહાનુ છે બોલ?"
બ્રિજેશે ધમકાવતા કહ્યુ.
"બેંગ્લોરની હોટેલના વોશરૂમમાં હુ હાથપગ ધોઈ રહ્યો હતો અને સ્લીપ થઈ ગયો એમા બાથરૂમનો નળ મારા કપાળમાં લાગી ગયો.અને આ હકીકત છે કોઈ બહાનુ નહિ ઓકે?"
સુનીલ આવેશથી એકી શ્વાસે બોલી ગયો.
"પત્યું?હવે મારી વાત સાંભળ.શર્મિલા ઉપર તે હુમલો કર્યો.તે એના કપડા ફાડ્યા અને પોતાના બચાવમાં શર્મિલાએ ટેબલ પર રાખેલી ફૂલદાની તારા કપાળ ઉપર ફટકારી.એટલે ઉશ્કેરાઇને તે એનુ ગળુ દબાવીને હત્યા કરી નાખી.રાઈટ?"
"આ સરાસર ખોટુ છે."
સુનીલ દુઃખી સ્વરે બોલ્યો.
"આ ખોટુ છે કે સાચુ આ તો અદાલતમા પ્રૂફ થશે જ.અત્યારેતો હવાલાતની હવા ખાવા ચલો."
કહીને બ્રિજેશે સુનીલના હાથોમાં હથકડી પહેરાવી દીધી.
સુનીલ અને બ્રિજેશ વચ્ચે અત્યાર સુધી થઈ રહેલી દલીલ બાજી વખતે ડૂસકા લઈ રહેલી શર્મિલાએ સુનીલના હાથોમાં હથકડી લાગ્યા પછી મોં ખોલતા કહ્યુ.
"ઑફિસર.મારી વાત સાંભળો."
"તમારે પણ કંઈક કહેવુ છે?બોલો."
"મારો સુનીલ નિર્દોષ છે."
"ઓકે.હવે પ્રૂફ આપો.કે સુનીલે નહીં તો આ ખૂન કોણે કર્યું છે.અને હવે સુનીલને બચાવવા ફિલ્મોમા થાય છે એમ.એમ ન કહેતા પ્લીઝ.કે યે મર્ડર મેને કીયા હે."
બ્રિજેશની કોમેડીની ફ્કત સાથે આવેલા રાઘવ ઉપર જ અસર થઈ.અને એ.
ખી.ખી.કરતા હસ્યો પણ.
પણ શર્મિલા પર આની કોઈ અસર ન થઈ.
"મારા લગ્ન વખતે અમારો શર્મિલા સાથે ઝઘડો થયો હતો.અને અમારી શર્મિલા સાથે વાતચીત ત્રણ વર્ષ સુધી બંધ રહી હતી.અમારા બર્થડેના એણે સામેથી ફૉન કરીને મને સોરી બોલેલી. અને ત્યારથી જ એટલે કે ત્રણ મહિના પહેલા જ અમારી વચ્ચે પેચઅપ થયુ....."
"તો આનાથી સુનીલ નિર્દોષ છે એ કેવી રીતે સાબિત થાય?"
બ્રિજેશ વચ્ચે જ બોલી ઉઠ્યો.
"હુ એજ વિષય પર આવુ છુ ઑફિસર.મારી અને શર્મિલાની વાતચીત શરુ થઈ પછી એ મારી સાથે એની દરેક વાતો શૅર કરતી.હમણા થોડા સમય પહેલા એની નવી મૂવી*હો ગયે બરબાદ*ના સેટ પર એ મૂવીના એના કોએક્ટર રંજન દેવે એની સાથે બત્તમીઝી કરી હતી અને શર્મિલાએ એને તમાચો માર્યો હતો.તો રંજને પણ શર્મિલાને જોઈ લેવાની ધમકી આપી હતી બની શકે રંજને શર્મિલાનુ મર્ડર કર્યું યા કરાવ્યુ હોય?"
શર્મિલાની વાત સાંભળીને બ્રિજેશને લાગ્યુ કે વાતમા પોઇન્ટ તો છે.
એણે પૂછ્યું.
"ખરેખર આવુ થયુ હતુ?કોઈ પ્રૂફ છે?"
"એના ડાયરેક્ટર મલ્હોત્રાને પૂછો એ સચ્ચાઈ બતાવશે."
"ઠીક છે અમે એ એંગલ પર પણ તપાસ કરીશુ.પણ અત્યારે તો સુનીલને અમે લઈ જઈએ છીએ."
અને બ્રિજેશ સુનીલને લઈને રવાના થયો.
મલ્હોત્રાએ ફ્રીઝમાથી વાઈનની બોટલ કાઢીને પેગ બનાવ્યો.અને ગ્લાસ હાથમાં લઈને એણે ટીવી ઓન કર્યું.તો રાતના બાર વાગ્યાના બ્રેકિંગ ન્યૂઝ ચાલુ હતા.
"ઇસ વકત કી સબસે બડી સનસની ખેજ ખબર.મશહુર અદાકારા શર્મિલાકી ઉસીકે ફ્લેટમે ગલા ઘોંટ કર હુવી હત્યા.પુલિસ ખૂની કી ખોજમે."
ન્યૂઝ જોતા જ મલહોત્રા જ્યા બેઠો હતો ત્યાંથી ઉછળ્યો.
"ઓ માય ગોડ."
એણે તરત પ્રોડ્યુસર જયદેવને કૉલ કર્યો.
"હેલ્લો સર."
"શુ થયુ ભાઈ?કેમ આટલો ગભરાયેલો છો?"
"ન્યૂઝ જોયા સર?"
"ના.શુ છે?"
"સર શર્મિલાનુ કોઈએ મર્ડર કરી નાખ્યુ?"
મલ્હોત્રાની વાત સાંભળીને જયદેવ ચોંકી ગયો.
"શુ.શુ કહ્યુ?શર્મિલાનુ મર્ડર?"
"રંજન ક્યા છે સર?ક્યાંક એણે તો..."
"શુભ શુભ બોલ મલ્હોત્રા.મારા તો હાથ પગ લુઝ થઈ રહ્યા છે.ફૉન મૂક આપણે પછી વાત કરીએ."
જયદેવે ફૉન મૂકીને રંજનના બેડરૂમ તરફ દોટ મૂકી.
અને ફૉન કટ થતા જ મલ્હોત્રાના મોબાઈલ પર બ્રિજેશનો ફૉન આવ્યો.
"મલ્હોત્રા.ઇન્સ્પેક્ટર બ્રિજેશ બોલુ છુ."
પોલીસનો ફૉન જોઈને મલ્હોત્રા ધ્રુજી ઉઠ્યો.
"બ.બ.બોલો"
"અત્યારે અને અત્યારે વર્સોવા પોલીસ સ્ટેશને આવો મલ્હોત્રા."
"જી.જી.હમણા આવુ છુ સાહેબ."
(કોણે કર્યું હશે ઉર્મિલાનુ મર્ડર?સુનીલે યા રંજને?વાંચતા રહો અભિનેત્રી)