અભિનેત્રી 63*
શર્મિલાએ એના દિમાગ ઉપર વધુ જોર આપવા માંડ્યુ.કે આખર કોણ હોઈ શકે કે જે મને આટલી હદે નફરત કરવા લાગ્યો હશે.અને મને ખતમ કરવા તૈયાર થયો હશે?તો એક નામ ઉપર આવીને એની શંકાની સૂઈ થંભી ગઈ. એને પાકી ખાત્રી થઈ કે આ માણસને મેં સહુથી વધારે પરેશાન કર્યો છે.અને આ જ હોય શકે જે મારી હત્યા કરાવી શકે.પણ મારે હવે કરવુ શુ?એ ચિંતામાં ડુબી ગઈ.
એ પંગો તો એણેજ ઉભો કર્યો હતો.અને હવે એ એનો મુકાબલો કરી શકે એવી સ્થિતિ માં ન હતી.પહેલા તો એ પોતાના સ્વભાવને કારણે પોતાની તાકાત ઉપર મુસ્તાક રહેતી હતી.એને હંમેશા એમજ લાગતુ કે મારુ કોણ અને શુ બગાડી લેશે?પણ ખુનીએ પોતાના બદલે ગલત ફેહમી મા ઉર્મિલાની હત્યા કરીને પોતાનો આત્મવિશ્વાસ ચુર ચુર કરી નાખ્યો હતો.એને લાગ્યુ કે જ્યારે ખૂનીને ખબર પડશે કે જેને એણે મારી.એ શર્મિલા નહી પણ ઉર્મિલા હતી ત્યારે એ મને પણ નહી જ મુકે. હવે અગર એને એ ખૂનીના પંજાથી બચવું હોય તો એને કોઈના સહારાની ખાસ જરુર હતી. અને એ જાણતી હતી કે એવો સહારો ફક્ત એકજ હતો.અને એ હતો બ્રિજેશ.
અને બ્રિજેશનો સહારો લેવો હોય તો એને તમામ હકીકત જણાવવી પડશે.એને એકે એક માહિતીથી વાકેફ્ગાર કરવો પડશે.અને એ સત્ય બ્રિજેશને જ્યારે પોતે જણાવશે ત્યારે એ એની નજરોમા હલકી સાબિત થશે.પોતે બ્રિજેશની નજરમાંથી સાવ ઉતરી જશે.
પણ અગર જાન બચાવવી હોય તો બ્રિજેશની નજરોમાથી ઉતરી જવાનુ જોખમ તો ઉપાડવુ જ રહ્યુ.જાન હશે તો ક્યારેક એ ફરીથી બ્રિજેશની નજદીકી હાંસિલ કરી શકશે.પણ જાન જ નહી રહે તો?અને એક દૃઢ નિશ્ચય સાથે એણે પોતાના બે દિવસથી બંધ રાખેલા મોબાઈલને હાથમા લીધો.
"લો ભાઈ તુમારા કામ તો હો ગયા."
કહીને ઉર્મિલાના ખુનીએ ઉર્મિલાનો મોબાઈલ જેણે ખૂન કરાવડાવ્યું હતુ એ શખ્સની તરફ અંબાવ્યો.
"અબ મેરા બચા હુવા માલ ભી દેદો તો મેં કુછ દિનોકે લીયે અંડરગ્રાઉન્ડ હો જાતા હુ."
"પચાસ હજાર તેરેકુ એડવાન્સ દિયા હૈ ના પહેલે ઉસકો ખતમ કર બાદમે દેખતે હે."
મર્ડર કરાવનારાએ ઘણી શાંતિથી કહ્યુ.
તો પેલો જરાક ઉશ્કેરાયો.
"ઓ સાબ.કામ કરાને કે બાદ માલ રખડાવોગે તો અચ્છા નહી હોગા."
ખૂનીએ આંખોથી ખૂન વરસાવતા કહ્યુ.
"ક્યા કર લેગા તુ?"
એ શખ્સે ખૂનીને ટાઢા કલેજે ચેલેન્જ ફેંકી.
તો ખૂની ઓર ખિજાયો.
"જો એક મર્ડર કર શકતા હે વો દૂસરા ભી કર શકતા હે."
ખૂનીએ હવે ખુલી ધમકી આપી.અને એની
ધમકી સાંભળીને પણ એ શખ્સ જાણે મજાક ના મૂડમાં જ હતો.
"અરે બાપરે!મેં તો ડર ગયા રે.આ તારી ધમકી બમકી છે ને તારી પાસે જ રાખ સમજ્યો? હમણા મારી પાસે બીજા પૈસા નથી ભેગા થાશે ત્યારે સામેથી ફૉન કરીશ આવીને લઈ જજે."
એણે સ્પષ્ટ શબ્દોમાં ખૂનીને કહી દીધુ.તો ખૂની પણ એને ફાટી આંખે ધડી ભર જોઈ રહ્યો.અને પછી જતા જતા બોલ્યો.
"તુને જગ્ગુ સે પંગા લીયા હે વો તુજે બહોત મહેંગા પડેગા."
"હવે જા જા.કમ્પ્લેટ લીખા જા પોલીસ થાનેમે જાકે."
જગ્ગુ ગુસ્સામા ત્યાંથી જતો રહ્યો.અને એ શખ્સે ઉર્મિલાનો મોબાઈલ હાથમા લઇને એને ખોલ્યો.અને એમા એ કશુક ખોજવા લાગ્યો. પણ આ શુ?આમા શર્મિલા સાથે સુનીલના જ ફોટાઓ કેમ છે?અને એના મુખ માથી ઇશ્વરનુ નામ નિકળી ગયુ.એ કપાળ ફૂટતા બોલ્યો.
"હે ભગવાન આતો અનર્થ થઈ ગયો.શર્મિલાની જગ્યાએ ઊર્મિલા કુટાઈ ગઈ.હવે?"
એની ચિંતામાં વધારો થયો.જેના માટે પોતાને આટલુ મોટુ રિસ્ક ઉપાડવું પડ્યુ.આટલી સારી ટેન્શન વગરની લાઈફ અત્યાર સુધી એ જીવતો હતો.પણ પોતાનાથી એક ભુલ થઈ ગઈ.અને એ ભુલને સુધારવા એણે શર્મિલાની હત્યા કરાવવી પડી.પણ આતો ઉંધુ થયુ શર્મિલાની જગ્યાએ ઉર્મિલાની હત્યા થઈ ગઈ.અને પોતાની સમસ્યા તો હતી ત્યાંને ત્યા જ હતી. હવે તો પોતે જગ્ગુ સાથે પણ બગાડી બેઠો હતો.પોતાની આ સમસ્યા જો સુધારવી હોય તો પોતાને જ હવે કંઈક કરવું પડશે.પોતાની લાઈફ જો પોતાને પોતાની રીતે જીવવી હોય તો શર્મિલાની લાઈફ પોતાના હાથે જ એણે ખતમ કરવી પડશે.અને એ સારી રીતે જાણતો હતો કે શર્મિલા અત્યારે ક્યા છે.એણે મન મક્કમ કર્યું અને ઉપડ્યો શર્મિલાનુ કાસળ કાઢવા.
(કોણ હતો એ શખ્સ?અને શા માટે શર્મિલાને મારવા માંગતો હતો એ)